LibreOffice-Suite-Base/C2/Modify-a-simple-form/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
00:00 | લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:04 | ફોર્મ બદલવા પરના આ ટ્યુટોરીયલમાં , આપણે ફોર્મમાં ડેટા કેવી રીતે દાખલ કરવું અને ફોર્મ કેવી રીતે બદલવું તે શીખીશું |
00:14 | આગળના ટ્યુટોરીયલમાં, આપણે લીબરઓફીસ બેઝની મદદથી ફોર્મ બનાવતા શીખીશું. |
00:22 | આપણે આપણા લાયબ્રેરી ડેટાબેઝના ઉદાહરણમાં એક સરળ પુસ્તકો ડેટા એન્ટ્રીનું ફોર્મ બનાવ્યું છે. |
00:29 | ચાલો જોઈએ આ ફોર્મનો ઉપયોગ કરીને Books કોષ્ટક માં આપણે કેવી રીતે ડેટા દાખલ કરી શકીએ. |
00:39 | ચાલો પ્રથમ લીબરઓફીસ બેઝ પ્રોગ્રામ જો પેહલે થી ખૂલેલ ન હોય તો ખોલીએ. |
00:48 | અને આપણો લાઈબ્રેરી ડેટાબેઝ ખોલીએ. |
00:52 | જો બેઝ પહેલાથી જ ખૂલેલ હોય, તો આપણે અહીં File મેનૂ અંદર ઓપેન ઉપર ક્લિક કરીને Library ડેટાબેઝ ખોલી શકો છો. |
01:03 | અથવા File મેનુ અંદર Recent Documents પર ક્લિક કરીને કરી શકો. |
01:08 | હવે આપણે લાઈબ્રેરી ડેટાબેઝમાં છીએ. |
01:12 | ચાલો ડાબી તકતી પર ડેટાબેઝ યાદીમાં Form ચિહ્ન પર ક્લિક કરીએ. |
01:18 | નોંધ લો કે આ ફોર્મ હેઠળ 'Books Data entry form' આ વિન્ડોમાં કેન્દ્રમાં પ્રકાશિત કરવામાં આવે છે. |
01:28 | ચાલો આ ફોર્મ નામ પર જમણું ક્લિક કરીએ અને Open પર ક્લિક કરીએ. |
01:33 | હવે, આપણે લેબલો અને લખાણ બોક્સ કે જે Books કોષ્ટકમાં ફીલ્ડો માટે અનુરૂપ વાદળી બેકગ્રાઉન્ડ સાથેની નવી વિન્ડો જોઈએ. |
01:46 | ચાલો દરેક ક્ષેત્રમાં જવા માટે ટેબ કી પર ક્લિક કરીએ, અને જેમ આપણે છેલ્લા પર જઈએ, બેઝ આગામી રેકોર્ડ ખોલે છે. |
01:56 | આ રીતે આપણે રેકોર્ડ થી પસાર થઇ શકીએ છીએ. |
02:00 | અથવા આપણે રેકોર્ડ વચ્ચે સંશોધન કરવા માટે તળિયે ટૂલબાર માં આવેલા કાળા ત્રિકોણ ચિહ્નો વાપરી શકીએ છીએ. |
02:10 | વૈકલ્પિક રીતે, કોઈ એક ચોક્કસ રેકોર્ડ ઉપર જવા માટે, તળિયે ટૂલબારમાં રેકોર્ડ નમ્બર લખો અને Enter કળ અથવા કે ટેબ કળ દબાવો. |
02:23 | ચાલો છેલ્લા રેકોર્ડ પર જઈએ જે પાંચમો છે. |
02:28 | ચાલો હવે એક નવો રેકોર્ડ ઉમેરો. |
02:34 | આ કરવા માટે, New Record ચિહ્ન પર ક્લિક કરો, જે નીચેના ટૂલબારમાં Last record ચિહ્નના જમણી બાજુ બીજા સ્થાને છે. |
02:46 | નોંધ લો કે આપણે ખાલી લખાણ બોક્સ જોઈએ છીએ અને તળિયે રેકોર્ડ નંબર ૬ કહે છે. |
02:55 | હવે આપણે એક નવી પુસ્તક વિશેની જાણકારી સાથે, નવો રેકોર્ડ, ઉમેરવા માટે તૈયાર છે. |
03:03 | ચાલો Title લખાણ બોક્સમાં 'Paradise Lost' લખીએ, અને નવી ફિલ્ડ માં જવા માટે ચાલો ટેબ કળ નો ઉપયોગ કરીએ. |
03:16 | ચાલો author સામે 'John Milton' લખીએ. |
03:23 | PublishYear સામે '1975' લખીએ |
03:28 | Publisher સામે 'Oxford' લખીએ |
03:31 | અને price સામે 200. |
03:36 | ત્યાં, આપણે Books Data Entry Form ના ઉપયોગથી Books કોષ્ટક માં એક નવો રેકોર્ડ દાખલ કર્યો છે. |
03:46 | આપણે આ વિન્ડો બંધ કરીશું. |
03:48 | આપણે આ રીતે વધુ રેકોર્ડ અથવા ડેટા ઉમેરી શકીએ છીએ. |
03:53 | ચાલો જોઈએ કે બેઝ એ આપણે હમણાં જ દાખલ કરેલ છેલ્લા રેકોર્ડ સાથે Books કોષ્ટક સુધારેલ છે કે નહિ. |
04:02 | આ માટે, લીબરઓફીસ બેઝની મુખ્ય વિન્ડો માં, જમણી તકતી પર Books કોષ્ટક પર બે વખત ક્લિક કરો. |
04:12 | નવા રેકોર્ડ ની નોંધ લો જે આપણે ફોર્મ મારફતે અહીં ઉમેરેલ છે. |
04:18 | ઠીક છે, આપણે હવે આ વિન્ડો બંધ કરીશું. |
04:22 | આગળ, ચાલો જાણીએ કે આપણા ફોર્મમાં સરળ ફેરફારો કેવી રીતે કરવા. |
04:30 | આપણે ડાબી તકતી પર ડેટાબેઝ યાદીમાં ફોર્મ ચિહ્ન પર ક્લિક કરીશું. |
04:37 | 'Books Data Entry form' ને બદલવા માટે તેના પર જમણું ક્લિક કરી અને પછી 'edit' પસંદ કરી તેને ખોલો. |
04:48 | એક પરિચિત વિન્ડો હવે ખુલે છે, |
04:51 | સિવાય જો તમે લેબલ 'title' પર ક્લિક કરો, તો તમે ઘણા નાના લીલા બોક્સ લેબલ અને લખાણ બોક્સ સાથે બંધાયેલ દેખાશે. |
05:03 | આનો અર્થ એ થાય કે આપણે ફોર્મ ડિઝાઇન વિન્ડોમાં છે. |
05:08 | અને આપણે ફોર્મનો દેખાવ અને સ્વરૂપ અને તેના તત્વો તેમજ તેના કાર્યો બદલી શકીએ છીએ. |
05:17 | ઉદાહરણ તરીકે, આપણે લેબલો અને લખાણ બોક્સની ગોઠવણી અને માપ બદલી શકીએ છીએ. |
05:25 | આને ગુણધર્મો પણ કહેવામાં આવે છે. |
05:28 | લેબલ title પર બે વખત ક્લિક કરો. |
05:32 | આ એક નાની પોપઅપ વિન્ડો ખોલે છે જેને Properties કહેવાય છે. |
05:38 | વિવિધ ઘટકો અહીં નોંધ. |
05:48 | હવે ચાલો લેબલ 'author' ઉપર ક્લિક કરીએ, નોંધ લો કે Properties વિન્ડો રિફ્રેશ થાય છે અને લેબલ author ના ગુણધર્મો બતાવે છે. |
06:02 | તેથી જેવું આપણે ફોર્મના વિવિધ ઘટકો પર ક્લિક કરીશું, તો આપણે જોઈશું કે Properties વિન્ડો આપણે પસંદ કરેલા તત્વના ગુણધર્મો બતાવવા માટે રીફ્રેશ થાય છે. |
06:14 | હવે, Properties વિન્ડો નું શીર્ષક આ રીતે છે Properties:MultiSelection |
06:21 | આનું કારણ છે, આપણે જોઈએ છીએ કે author લેબલ અને તેના લખાણ બોક્સો અડીને છે, તેઓ એક લીલા બોક્સના સમૂહ માં મુકેલ છે. |
06:34 | બેઝ ફોર્મમાં લેબલો અને તેને અનુરૂપ લખાણબોક્સ ને આપોઅપ જ એક જૂથ બનાવે છે.
આપણે તેમને જૂથ માંથી કાઢી શકીએ છીએ. |
06:44 | લેબલ title પર જમણું ક્લિક કરો, પછી તળિયે 'Group' પર ક્લિક કરો અને પછી 'Ungroup' પર ક્લિક કરો. |
06:54 | હવે આપણે જોઈ શકીએ છીએ કે લેબલ title અને તેના લખાણ બોક્સ જૂથ વિનાના કરવામાં આવ્યા છે. |
07:02 | આ રીતે, આપણે ફોર્મ પર વ્યક્તિગત ઘટકોના ગુણધર્મો બદલી શકીએ છીએ. |
07:10 | આગળ, ચાલો title લખાણ બોક્સ માં tool tip ઉમેરીએ. |
07:16 | હવે ચાલો Properties વિન્ડોમાં તળિયે જઈએ. |
07:22 | 'Help text' લેબલ ની નોંધ લો અને અહીં, ચાલો લખીએ 'Enter the title of the book here' |
07:32 | હવે, અમને ટોચ પર File મેનુ નીચે Save ચિહ્ન પર ક્લિક કરીને ફોર્મ સંગ્રહો. અને આપણે આ વિન્ડો બંધ કરીશું. |
07:46 | ચાલો હવે જોઈએ, આપણે કરેલ સુધારા પછી આપણું ફોર્મ કેવું દેખાય છે. |
07:54 | આ માટે, ચાલો બેઝની મુખ્ય વિન્ડો પર જઈએ, ડાબી પેનલ પર ફોર્મ ચિહ્ન પર ક્લિક કરીએ, |
08:03 | અને જમણી તકતી પર 'Books Data Entry Form' પર ક્લિક કરો. |
08:10 | ચાલો title લેબલ અથવા લખાણ બોક્સ પર માઉસ નિર્દેશ કરીએ. |
08:17 | નોંધ લો કે જે ટુલટીપ દેખાય છે 'Enter the title of the book here'. |
08:24 | તેથી હવે, આપણે શીખ્યા કેવી રીતે આપણા ફોર્મમાં સરળ ફેરફાર કરવા. |
08:31 | આપણે ફોર્મમાં વધુ ફેરફારો કેવી રીતે કરવા તે બેઝ ટ્યુટોરીયલના આગળના ભાગમાં જોઈશું. |
08:38 | અહીં અસાઈનમેન્ટ છે. |
08:41 | Members કોષ્ટક માટે સરળ ફોર્મ બનાવો. |
08:46 | અહીં લીબરઓફીસ બેઝમાં ફોર્મ બદલવા પરના આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:52 | સારાંશ માટે, આપણે શીખ્યા: ફોર્મમાં ડેટા કેવી રીતે દાખલ કરવું અને ફોર્મ કેવી રીતે બદલવું. |
09:00 | મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે,જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09:12 | આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. |
09:17 | આ ઉપર વધુ માહિતી માટે "http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે. |
09:22 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
09:30 | જોડવા બદલ આભાર. |