LibreOffice-Suite-Base/C2/Create-a-simple-form/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીયલમાં, આપણે લીબરઓફીસ બેઝમાં સરળ ફોર્મ વિષે જાણીશું.
00:09 અહીં, આપણે નીચે પ્રમાણેનું શીખીશું:
00:12 ફોર્મ શું છે?
00:13 વિઝાર્ડની મદદથી ફોર્મ કેવી રીતે બનાવવું.
00:17 લીબરઓફીસ બેઝની મદદથી, અત્યાર સુધી, આપણે ડેટાબેઝ અને કોષ્ટકો જ્યાં આપણે ડેટા સંગ્રહી શકીએ તે કેવી રીતે બનાવવું તે વિશે શીખ્યા.
00:27 પરંતુ, ડેટાબેઝ કોષ્ટકો માં ડેટા કેવી રીતે દાખલ કરવા?
00:33 એક રસ્તો છે, કોષ્ટકોના સેલો માં ડેટા સીધા લખવા, જે આપણે છેલ્લા ટ્યુટોરીયલમાં કર્યું હતું.
00:42 ઝડપથી અને લઘુત્તમ ભૂલો સાથે ડેટા દાખલ કરવાનો બીજો પણ માર્ગ છે.
00:49 અને એ છે, ફોર્મ નો ઉપયોગ. ફોર્મ એ ડેટા એન્ટ્રી અને ડેટા બદલવા માટેનું એક ફ્રન્ટ એન્ડ અથવા યુઝર ઈન્ટરફેસ છે.
01:00 ઉદાહરણ તરીકે, એક સરળ ફોર્મ કોષ્ટક માં ફીલ્ડો નો સમાવેશ કરી શકે છે.
01:06 ચાલો લાઈબ્રેરી ડેટાબેઝનું ઉદાહરણ જોઈએ જે આપણે પહેલાંના ટ્યુટોરિયલ્સ બનાવ્યું હતું.
01:15 તેથી સરળ ફોર્મ Books કોષ્ટકમાં ફીલ્ડો સમાવી શકે છે.
01:21 અને આ ફોર્મ, હવે, Books કોષ્ટક માં ડેટા દાખલ કરવા માટે વાપરી શકાય છે.
01:27 હવે, ચાલો ફોર્મ કેવી રીતે બનાવવું તે શીખીએ.
01:33 ચાલો પ્રથમ લીબરઓફીસ બેઝ પ્રોગ્રામ ખોલીએ.
01:38 જો બેઝ પ્રોગ્રામ ખોલેલો ન હોય તો, પછી આપણે ડાબે તળિયે start બટન પર ક્લિક કરો, અને પછી All Programs પર ક્લિક કરો, પછી LibreOffice Suite પર ક્લિક કરો અને પછી LibreOffice Base પર ક્લિક કરો.
01:57 ચાલો હવે 'open an existing database file' વિકલ્પ પર ક્લિક કરીએ.
02:04 'Recently Used' ડ્રોપ ડાઉન બોક્સમાં, આપણું લાયબ્રેરી ડેટાબેઝ દૃશ્યમાન હોવું જોઈએ.
02:12 તેથી હવે, ચાલો તે પસંદ કરીએ અને Finish બટન પર ક્લિક કરીએ.
02:17 જો લીબરઓફીસ બેઝ પહેલાથી ખૂલેલું જ હોય,
02:22 પછી આપણે ટોચ પર File મેનુ પર ક્લિક કરી અને પછી Open ક્લિક કરીને લાઈબ્રેરી ડેટાબેઝ ફાઈલ Library.odb ખોલી શકીએ છીએ.
02:36 વૈકલ્પિક રીતે, File મેનુમાં Recent Documents પર ક્લિક કરો, અને Library.odb પસંદ કરો.
02:48 હવે આપણે લાઈબ્રેરી ડેટાબેઝમાં છીએ.
02:52 ચાલો ડાબી તકતી પર ડેટાબેઝ યાદીમાં Form ચિહ્ન પર ક્લિક કરીએ.
03:01 નોંધ લો કે નવું ફોર્મ બનવવા માટેના બે માર્ગો છે: Create Form in Design View and Use Wizard to create form.
03:12 ચાલો બીજા વિકલ્પ પર ક્લિક કરીએ: Use Wizard to create form.
03:19 હવે આપણે એક નવી વિન્ડો જોઈ રહ્યા છીએ કે જે લીબરઓફીસ રાઈટર વિન્ડો જેવી જ છે.
03:26 અને તેના ટોચ પર આપણે પોપઅપ વિન્ડો જોઈ શકીએ છીએ, જે 'Form Wizard' છે.
03:33 ચાલો બુક્સ ટેબલ પર આધારિત ફોર્મ બનાવવા માટે આપણે આ વિઝાર્ડ મારફતે પસાર થઈએ.
03:40 8 પગલાંઓની નોંધ લો કે જે મારફતે આપણે જઈશું અને તે ડાબા હાથ તરફ છે.
03:46 આપણે પહેલા પગલા પર છે જે છે 'Field Selection'.
03:53 અને, જમણી બાજુ પર અહીં ડ્રોપ ડાઉન માંથી Tables:Books પસંદ કરીએ જે Tables or Queries છે.
04:03 આ નીચે, ડાબા હાથની બાજુ પર આપણે ઉપલબ્ધ ફીલ્ડોની યાદી જોઈ શકીએ છીએ.
04:09 જમણી બાજુ પર આપણે ફોર્મ પર ફીલ્ડો જોઈ શકીએ છીએ.
04:14 આપણે માત્ર તે જ ફીલ્ડો ખસેડવા ની જરૂર છે જેની આપણને ફોર્મ ઉપર જરૂર છે.
04:21 હમણાં માટે, ચાલો double arrow mark ચિહ્નો સાથેના બટન પર ક્લિક કરીએ.
04:27 નોંધ લો કે, આપણે દરેક ફીલ્ડો ડાબે થી જમણી તરફ ખસેડી છે.
04:35 આપણે BookId ફિલ્ડ ને તેના પોતાના નંબરો આપોઆપ બનાવવા માટે સુયોજિત કરી હોવાથી તેની આપણને ફોર્મ પર જરૂર નથી.
04:46 તો ચાલો આ ફિલ્ડ ને પાછી ડાબી બાજુ ખસેડો.
04:51 જમણી બાજુ પર BookId પર ક્લિક કરો અને બટન જેના ઉપર 'Less than' ચિહ્ન છે તે પર ક્લિક કરો.
05:02 ઠીક છે, ચાલો હવે તળિયે Next બટન પર ક્લિક કરીને આગળના પગલાં પર જઈએ.
05:10 પગલું 2. જો કે આપણે સરળ ફોર્મ બનાવી રહ્યા હોવાથી, ચાલો આ પગલું હમણાં માટે અવગણીએ અને ફક્ત Next બટન પર ક્લિક કરીએ.
05:21 આપણે પગલું 5 પર છીએ. 'Arrange controls'.
05:26 બેકગ્રાઉન્ડ વિન્ડો ને પણ નોટિસ કરો, આપણે કેશરી બેકગ્રાઉન્ડ અંદર Books કોષ્ટક જોઈ શકીએ છીએ.
05:35 'Arrangement of the Main form' લખેલા લેબલ નીચેના ચાર ચિહ્નો પર ક્લિક કરો.
05:44 તે ઉપર ક્લિક કરતા, આપણે જોઈ શકીએ કે title, author વગેરે કહેતા લેબલો અને લખાણ બોક્સ ની ગોઠવણીમાં બેકગ્રાઉન્ડ બદલાય છે.
05:57 ચાલો 'Columnar – Labels left' કહેતી પ્રથમ વ્યવસ્થા નો ઉપયોગ કરીએ અને first ચિહ્ન પર ક્લિક કરીએ.
06:08 અહીં લેબલો ડાબી તરફ અને લખાણ બોક્સ જમણી તરફ, જેમ વિશિષ્ટ પેપર ફોર્મ માં હોય છે.
06:17 હવે આગળ વધવા માટે Next બટન પર ક્લિક કરો.
06:22 આપણે પગલું ૬ પર છીએ જે છે 'Set Data Entry'.
06:29 આપણે હમણાં માટે આ પગલું અવગણીશું, અને આગળના પગલા પર જશું.
06:34 પગલું 7. 'Apply Styles'.
06:36 નોંધ લો કે આપણે જેમ લીસ્ટબોક્સમાં દરેક રંગ પર ક્લિક કરીએ છીએ તેમ વિન્ડો બેકગ્રાઉન્ડ રંગમાં ફેરફારો થાય છે.
06:45 ચાલો આઇસ બ્લ્યુ પસંદ કરો પર ક્લિક કરીને.
06:50 હવે, અમને અંતિમ પગલું જાઓ.
06:53 પગલું 8. ચાલો હવે આપણા ફોર્મનું નામ આપીએ.
06:59 આપણે આપણી પોતાના નામકરણ સંમેલનોને અનુસરી શકીએ છીએ,
07:03 પરંતુ હમણાં માટે, ‘Name of the form’ લેબલના નીચેના લખાણ બોક્સમાં ચાલો વર્ણનાત્મક નામ 'Books Data Entry Form' લખીએ.
07:16 હવે, ફોર્મ બનાવ્યા પછી કેવી રીતે આગળ વધવા ઈચ્છીએ છીએ?
07:21 ચાલો પ્રથમ 'Work with the form'.
07:24 અર્થ છે આપણે ડેટા એન્ટ્રી ના ફોર્મના ઉપયોગ સાથે શરૂ કરીશું.
07:29 ફોર્મ ડિઝાઇન બદલવા માટે, આપણે 'Modify the form' પસંદ કરી શકીએ છીએ, જે આપણે પાછળથી જોઈશું.
07:37 હવે, અમે કરવામાં આવે છે, તેથી અમને તળિયે સમાપ્ત કરો બટન પર ક્લિક કરો.
07:11 હવે આપણે આપણું પ્રથમ સરળ ફોર્મ બનાવ્યું છે કે જે વિન્ડો ઉપર 'Books Data Entry Form' નું શીર્ષક બતાવે છે.
07:54 નોંધ લો કે લખાણ બોક્સ કિંમતો સાથે ભરવામાં આવ્યા છે, તે છે 'An autobiography', 'Jawaharlal Nehru' વગેરે.
08:05 આ કિંમતો ક્યાંથી આવી છે?
08:08 બેઝ ટ્યુટોરીયલના અગાઉના ભાગમાં આપણે કિંમતો સીધી Books કોષ્ટકમાં લખી હતી.
08:17 હવે આ ફોર્મ ડેટા એન્ટ્રી માટે ઉપયોગ કરવા માટે તૈયાર છે.
08:22 દરેક કિંમત મારફતે જવા માટે ચાલો ટેબ કળ પર ક્લિક કરીએ.
08:27 નોંધ લો કે આ ફોર્મ બીજા નમ્બરની પુસ્તક અંગેની માહિતી બતાવે છે અને શીર્ષક હવે 'Conquest of self' છે.
08:37 આપણે ફોર્મ નેવિગેશન ટૂલબાર માં તળિયે, કાળા ત્રિકોણ ચિહ્ન જે જમણી તરફ પોઈન્ટ કરે છે તે પર ક્લિક કરીને દરેક પુસ્તક અંગેની માહિતી, જેને 'recod' કહેવાય છે, તે જોઈ શકીએ છીએ.
08:54 નોંધ લો કે રેકોર્ડ નમ્બર 3 of 5 અંહિ પ્રદર્શિત થાય છે.
09:01 નોંધ લો કે બેઝ ટુલ ટીપ્સ બતાવે છે, જ્યારે આપણે આ કાળા તીર ચિહ્નો પર આપણું કર્સર નિર્દેશ કરીએ છીએ:
09:09 First Record, Previous Record, Next Record, અને Last Record.
09:16 આપણે રેકોર્ડ મારફતે પસાર થવા માટે આનો પણ ઉપયોગ કરી શકીએ છીએ.
09:21 અહીં આપણે લીબરઓફીસ બેઝમાં સરળ ફોર્મ કેવી રીતે બનાવવું તે પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:28 સારાંશ માટે, આપણે શીખ્યા: ફોર્મ શું છે? વિઝાર્ડની મદદથી ફોર્મ કેવી રીતે બનાવવું.
09:35 મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે,જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:47 આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે.
09:52 આ ઉપર વધુ માહિતી માટે "http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે.
09:56 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
10:05 જોડવા બદલ આભાર.

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya