LibreOffice-Suite-Base/C2/Add-List-Box-form-control-to-a-form/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration | |
---|---|---|
00:03 | લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું : ફોર્મમાં લીસ્ટ બોક્સ ફોર્મ કન્ટ્રોલ કેવી રીતે ઉમેરવું. | |
00:14 | આગળના છેલ્લા ટ્યુટોરીયલમાં, આપણે લીબરઓફીસ બેઝની મદદથી ફોર્મ કેવી રીતે સુધારવું તે શીખ્યા. | |
00:20 | આપણે આ ફોર્મની ઈમેજ પણ જોઈ હતી કે જે આપણે છેલ્લા ટ્યુટોરીયલ માં બનાવેલ અને સુધારેલ હતી. | |
00:33 | અને એકવાર આપણે આપણી ડિઝાઇન બનાવી લઈએ, ત્યાર બાદ આપણું ફોર્મ આ પ્રમાણે દેખાશે. | |
00:45 | અહીં નોંધ લો, આપણે Books Issued કોષ્ટકનો પ્રથમ રેકોર્ડ જોઈ રહ્યા છીએ. | |
00:52 | અને, આપણે book Ids અને member Ids ના બદલે વાસ્તવિક book titles અને member names પણ લીસ્ટ બોક્સમાં જોઈ રહ્યા છીએ. | |
01:01 | અહીં રેકોર્ડ સંગ્રહ કરવો, ફેરફારો રદ કરવા વગેરે જેવી ક્રિયાઓ કરવા માટે તળિયે push બટનો આપેલા છે. | |
01:11 | તેથી આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું આપણા ફોર્મમાં લીસ્ટ બોક્સ ફોર્મ કન્ટ્રોલ કેવી રીતે ઉમેરવું. | |
01:20 | ચાલો પ્રથમ લીબરઓફીસ બેઝ પ્રોગ્રામ જો પેહલે થી ખુલેલો ન હોય તો તે ચાલુ કરીએ. | |
01:32 | અને આપણો library ડેટાબેઝ ખોલો. | |
01:35 | જો બેઝ પહેલાથી જ ખૂલેલ હોય, તો આપણે અહીં File મેનૂ હેઠળ Open ક્લિક કરીને Library ડેટાબેઝ ખોલી શકીએ છીએ. | |
01:45 | અથવા File મેનુ હેઠળ Recent Documents પર ક્લિક કરીને ખોલી શકો છો. | |
01:50 | હવે આપણે Library ડેટાબેઝમાં છીએ. | |
01:54 | ચાલો 'Books Issued to Members' ફોર્મ જે આપણે છેલ્લા ટ્યુટોરીયલમાં બનાવ્યું હતું તે ખોલીએ. | |
02:01 | આ કરવા માટે, ચાલો ડાબી તકતી પર Forms ચિહ્ન પર ક્લિક કરીએ. | |
02:07 | અને જમણી તકતી પર 'Books Issued to Members' ફોર્મ પર જમણું ક્લિક કરો, અને પછી edit પર ક્લિક કરો. | |
02:17 | આપણે હમણાં ફોર્મ ડિઝાઇન વિન્ડો માં છીએ. | |
02:21 | ચાલો પ્રથમ 'Book Title' લેબલ ને જોઈએ. | |
02:25 | નોંધ લો કે લખાણ બોક્સ અહીં માત્ર BookId નંબરો જે આપણા માટે સરળ નથી તે પ્રદર્શિત કરશે. | |
02:34 | આપણા માટે, પુસ્તક શીર્ષકો સરળ છે. | |
02:37 | અને તેથી, આ શીર્ષક પ્રદર્શિત કરવા માટે, બેઝ કેટલાક માર્ગો પૂરા પાડે છે, અને એક રીત છે લીસ્ટ બોક્સ ફોર્મ કન્ટ્રોલ વાપરીને. | |
02:49 | ચાલો જોઈએ કેવી રીતે કરવું. | |
02:51 | આ માટે, ચાલો પ્રથમ Book Title લેબલ અડીને જે લખાણ બોક્સ આવેલ છે તેને દૂર કરીએ. | |
02:59 | આપણે લખાણ બોક્સ કે જેને લીલા બોક્સ એ પરિચિત સમૂહ સાથે પસંદ કરેલ છે તે પર ક્લિક કરી કરી શકો છો, | |
03:09 | અને પછી જમણું ક્લિક કરીને અને નીચે 'cut' પર ક્લિક કરીને. | |
03:16 | આપણે લખાણ બોક્સ દૂર કર્યું છે. | |
03:20 | હવે, આપણે લીસ્ટ બોક્સ ફોર્મ કન્ટ્રોલ અહીં મુકીશું. | |
03:26 | આ ફોર્મ કન્ટ્રોલ ટૂલબાર માં વાપરી શકાય છે. | |
03:31 | આપણે તેન View મેનુ વાપરીને અને ફોર્મ ક્ન્ત્રોલો પર ક્લિક કરીને લાવી શકીએ છીએ. | |
03:39 | નોંધ લો કે બેઝ આપણને ઘણા ફોર્મ નિયંત્રણો પુરા પાડે છે; ચાલો ટુલ ટીપ વાંચવા માટે આપણે આ ચિહ્નો પર આપણું કર્સર નિર્દેશ કરીએ. | |
04:01 | ચાલો આપણું લીસ્ટ બોક્સ ચિહ્ન શોધીએ. | |
04:05 | તે ત્યાં છે, ચાલો આ ચિહ્ન પર માત્ર એક વખત ક્લિક કરીએ. | |
04:11 | અને ચાલો ફોર્મ માં માઉસ પોઇન્ટર ખસેડીએ; નોંધ લો કે તે પાતળા વત્તા પ્રતીક સાથે બદલાઈ ગયેલ છે. | |
04:21 | હવે આપણે આપણા ફોર્મ પર લીસ્ટ બોક્સ ફોર્મ કન્ટ્રોલ દોરી શકીએ છીએ; | |
04:26 | આ માટે, આપણે ફક્ત ક્લિક કરીશું, અને ખેંચી ને આપણા ફોર્મ પર મુકો. | |
04:34 | ચાલો તેને પેહલા આપણે લખાણ બોક્સ રદ કર્યું હતું ત્યાં મુકીએ. | |
04:39 | નોંધ લો કે ફોર્મ ડિઝાઇન વિન્ડો પર 'List Box Wizard' નામનું નવું વિઝાર્ડ ખોલવામાં આવ્યું છે. | |
04:48 | હવે, આ વિઝાર્ડ, આપણને લીસ્ટ બોક્સને Book title લેબલ સાથે જોડવા માટે મદદ કરશે. | |
04:56 | ચાલો જોઈએ કેવી રીતે. | |
04:58 | આ વિઝાર્ડ માં, ચાલો પ્રથમ, એ કોષ્ટક પસંદ કરીએ જ્યાંથી આપણે બુક ટાઇટલ મેળવી શકીએ. | |
05:07 | આપણે યાદીમાંથી Books કોષ્ટક પસંદ કરીશું અને Next બટન પર ક્લિક કરીશું. | |
05:15 | હવે, આ વિન્ડોમાં, આપણે એ ક્ષેત્ર પસંદ કરવાની જરૂર છે કે જે લીસ્ટ બોક્સમાં પ્રદર્શિત થશે . | |
05:24 | અને આપણે જાણીએ છીએ કે આ ટાઈટલ ક્ષેત્ર પુસ્તક શીર્ષકો સંગ્રહ કરે છે. | |
05:29 | તેથી ચાલો આગળના પગલાં પર જઈએ. | |
05:32 | આ અંતિમ વિન્ડો છે, જ્યાં આપણે કંઈક અદ્ભુત કરીશું. | |
05:36 | આપણે સંબંધિત કોષ્ટકો અને ક્ષેત્રો ને સાથે જોડીશું. | |
05:41 | ક્ષેત્ર નામો પર જુઓ. ડાબી બાજુ પર 'Fields in the Value table' એ Books Issued કોષ્ટકમાં ક્ષેત્રો છે. | |
05:52 | અને જમણી બાજુ પર 'Fields in the list table' એ Books કોષ્ટકમાં ક્ષેત્રો છે. | |
05:59 | આપણે એ પણ જાણીએ છીએ કે book id એ books કોષ્ટક નું મુખ્ય ક્ષેત્ર છે અને તે BooksIssued કોષ્ટક અંદર રજૂ થાય છે. | |
06:10 | તેથી આપણે ડાબી બાજુની લીસ્ટ પર book id જે 'Field from the value table' કહે છે તે પર ક્લિક કરીશું. | |
06:20 | આગળ આપણે જમણી બાજુની લીસ્ટ પર book id જે 'Field from the list table' કહે છે તે પર ક્લિક કરીશું. | |
06:29 | આ વિઝાર્ડ બંધ કરવા માટે Finish બટન પર ક્લિક કરો. | |
06:34 | ત્યાં, આપણે સંબંધિત કોષ્ટકો અને ક્ષેત્રો સાથે જોડાયેલ છીએ. | |
06:40 | હવે બેઝ આપોઆપ આ લીસ્ટ બોક્સમાં બધા બુક ટાઇટલ પ્રદર્શિત કરશે. | |
06:46 | ચાલો હવે ફોર્મ સંગ્રહો. | |
06:49 | અને આ વિંડો બંધ કરો. | |
06:51 | બેઝ ટ્યુટોરીયલના આગળના ભાગમાં, આપણે ફોર્મને રન કરવા માટે બાકીના ફોર્મ ક્ન્ત્રોલો ઉમેરીશું. | |
07:00 | અને આપણું ફોર્મ આ પ્રમાણે દેખાશે, જ્યારે આપણે સમાપ્ત કરીશું. | |
07:06 | અહીં અસાઇનમેન્ટ છે. | |
07:08 | member Id ના બદલે member names ની યાદી બતાવવા માટે બીજો લીસ્ટ બોક્સ ઉમેરો. | |
07:17 | લીસ્ટ બોક્સ ના સ્થાન માટે હમણાં ચિંતા ન કરવું. ફક્ત તેમને Member name લેબલ સામે ડાબી તરફ બનાવો. | |
07:27 | આપણે આપણા આગળના ટ્યુટોરીયલ માં તેને Member Name લેબલ આગળ યોગ્ય રીતે સ્થાનાંતરિત કરીશું. | |
07:34 | અહીં લીબરઓફીસ બેઝમાં લીસ્ટ બોક્સ કન્ટ્રોલ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | |
07:40 | સારાંશ માટે, આપણે શીખ્યા કે ફોર્મ માં લીસ્ટ બોક્સ ફોર્મ કન્ટ્રોલ કેવી રીતે ઉમેરવું. | |
07:47 | મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે, જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | |
07:58 | આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. | |
08:04 | આ ઉપર વધુ માહિતી માટે "http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે. | |
08:08 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડવા બદલ આભાર. |