LibreOffice-Impress-on-BOSS-Linux/C2/Printing-a-Presentation-Document/Gujarati
From Script | Spoken-Tutorial
Resources for recording Printing a Presentation
Visual Cues | Narration |
00.00 | લીબરઓફીસ ઈમ્પ્રેસ-પ્રેઝન્ટેશનને કેવી રીતે છાપવું એટલેકે પ્રિન્ટ કરવું તે શીખવાડતા આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.06 | આ ટ્યુટોરીયલમાં આપણે છાપવાના વિવિધ વિકલ્પો વિશે શીખીશું: |
00.11 | Slides, Handouts, Notes and Outline |
00.16 | અહીં આપણે "ઉબન્ટુ લિનક્સ ૧૦.૦૪" અને "લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪" વાપરી રહ્યા છીએ. |
00.25 | એવો સમય ઘણી વાર આવે છે જ્યારે તમને તમારા પ્રેઝન્ટેશનની કાગળ ઉપર નકલ લેવાની જરૂર પડે. |
00:29 | ઉદાહરણ તરીકે,પાછળથી સંદર્ભ માટે તમને તમારા પ્રેઝન્ટેશનની નકલો તમારા શ્રોતાઓને આપવાની જરૂર પડે. |
00.35 | તો પ્રથમ, ચાલો બે વખત ક્લિક કરી આપણું પ્રેઝન્ટેશન ઉદાહરણ ખોલીએ. |
00.41 | તમારી સ્લાઇડ્સને છાપવા માટે, ફાઈલ અને પ્રિન્ટ પર ક્લિક કરો. વૈકલ્પિક રીતે, આપણે Ctrl અને P કળો સાથે દબાવી પણ કરી શકીએ છીએ. |
00.50 | 'General' અને 'Options' ટેબ હેઠળના સુયોજનો વિશે જાણવા માટે, |
00.55 | લીબરઓફીસ રાઈટર શ્રેણીમાં ડોક્યુમેન્ટ કેવી રીતે છાપવા તે પરના ટ્યુટોરીયલ જુઓ. |
01:02 | 'General' ટૅબમાં, 'Print' હેઠળ, 'Document' ક્ષેત્રમાં, આપણે વિવિધ વિકલ્પો જોઈ શકીએ છીએ જે ઈમ્પ્રેસમાં અલગ છે. |
01:09 | આ વિકલ્પો આપણને આપણી સ્લાઇડ્સ જરૂરી ફોરમેટમાં છાપવા માટેની પરવાનગી આપે છે - |
01:15 | Slides, Handouts, Notes and Outline. આપણે 'slides' વિકલ્પ પસંદ કરીશું. |
01:22 | હવે ચાલો 'LibreOffice Impress' ટેબ પર ક્લિક કરીએ. |
01:26 | અહીં તમે સ્લાઇડના ભાગને જે તમે છાપવા ઈચ્છો છો તે, તેમજ પ્રિન્ટ રંગો અને કદ પસંદ કરી શકો છો. |
01:34 | 'Content' હેઠળ, ચાલો 'Slide name', 'Date' અને 'Time' અને 'Hidden pages' પસંદ કરીએ. |
01:41 | જેમ લખાણ વર્ણવે છે, આ સ્લાઇડ નામ, તારીખ અને સમય અને છુપાયેલા પૃષ્ઠો, જો કોઈ હોય તો તે છાપશે. |
01:49 | પછી 'Color' હેઠળ, ચાલો 'Grayscale' પસંદ કરીએ. |
01:53 | જેમ લખાણ વર્ણવે છે, અન્ય વિકલ્પો સ્લાઇડને તેના મૂળ રંગ અથવા કાળા અને સફેદ રંગમાં છાપશે. |
02:00 | અને 'Size' હેઠળ, ચાલો 'Fit to printable page' પસંદ કરીએ. તમે તમારી જાતે 'LibreOffice Impress' ટેબ માં બીજા સાઈઝ વિકલ્પોનું સંશોધન કરી શકો છો. |
02:10 | પ્રિન્ટ લેવા માટેના હેતુના આધાર ઉપર 'Page Layout' ટૅબમાં વિવિધ વિકલ્પો શક્ય છે. |
02:18 | ધારો કે તમે પ્રિન્ટઆઉટના સમાન પૃષ્ઠમાં ઘણી સ્લાઇડ્સ ઈચ્છો છો. |
02:23 | તો, શીટ દીઠ પૃષ્ઠ પસંદ કરો. મૂળભૂત રીતે, તે ૧ પૃષ્ઠ પર ૧ સ્લાઇડ છાપે છે. |
02:29 | અહીં પૃષ્ઠનું નાનું પૂર્વદર્શન છે. |
02:33 | નીચે આવતા તીર પર ક્લિક કરો અને પૃષ્ઠોની સંખ્યા જે તમે ૧ પૃષ્ઠ ઉપર પ્રિન્ટ કરવા ઈચ્છો છો તે પસંદ કરો. |
02:39 | જો આપણે 2 પસંદ કરીએ તો પૂર્વદર્શનમાં આપણે 2 પૃષ્ઠો જોઈ શકીએ છીએ. જો આપણે 6 પસંદ કરીએ તો પૂર્વદર્શનમાં આપણે 6 પૃષ્ઠો જોઈ શકીએ છીએ. |
02:48 | 'Draw a border around each page' વિકલ્પ પર ચેક કરવાથી, તે પ્રિન્ટ કરતી વખતે દરેક પૃષ્ઠની આસપાસ કાળી બોર્ડર દોરે છે. |
02:56 | આ પૃષ્ઠને વધુ આકર્ષિત બનાવે છે. |
02:59 | આગામી વિકલ્પ, 'Brochure' છે, જે આપણને સ્લાઇડ્સને સરળ બાઇન્ડિંગ માટે બ્રોશરો તરીકે છાપવા માટેની પરવાનગી આપે છે. |
03:06 | જો કે, આ કિસ્સામાં આપણે આ વિકલ્પ પસંદ ન કરીશું. તમે આ વિકલ્પ પોતાની જાતે તપાસ કરી શકો છે. |
03:14 | ખાતરી કરો કે 'Options' ટેબમાં બધા ચેક બોક્સ ચકાસાયેલ ન હોય. |
03:19 | આ ચેક બોક્સ ખાસ હેતુ માટે છે, જેની આપણે આ ટ્યુટોરીયલ ચર્ચા ન કરીશું. |
03:25 | હવે 'Print' બટન પર ક્લિક કરો. |
03:28 | જો પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય, તો પ્રિન્ટરએ હવે છાપવાનું શરૂ કરવું જોઈએ. |
03:36 | આગળ, ચાલો હેન્ડઆઉટ વિકલ્પ વિષે શીખીએ. 'File' અને 'Print' પર ક્લિક કરો. |
03:41 | અને 'General' ટેબમાં, 'Print' હેઠળ, 'Document' ક્ષેત્રમાં, 'Handout' પસંદ કરો. |
03:47 | મૂળભૂત રીતે, ત્યાં એક પૃષ્ઠ પર 4 સ્લાઇડ્સ છે અને મૂળભૂત ક્રમ ડાબે થી જમણી તરફ અને પછી નીચે છે. આ પ્રસ્તુતિકરણ માટે આમાં બદલાવ ન કરો. |
03:58 | આ 'Libreoffice Impress' ટેબમાં, તમે જોશો કે માપ વિકલ્પો નિષ્ક્રિય કરેલ છે. |
04:05 | કારણ એ છે કે પ્રિન્ટનું માપ શીટમાં સ્લાઇડ્સની સંખ્યા અને શીટની સંખ્યા દ્વારા નક્કી થાય છે. |
04:12 | હવે 'Print' બટન પર ક્લિક કરો. |
04:15 | જો પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય, તો પ્રિન્ટરએ હવે છાપવાનું શરૂ કરવું જોઈએ. |
04:20 | પ્રથમ સ્લાઇડ પર જાઓ અને 'Notes' ટેબ પર ક્લિક કરો. |
04:25 | અહીં આપણે નોંધમાં "This is a Sample Note" લખીશું. |
04:30 | તમારી નોંધો જે તમે તમારી સ્લાઇડ્સ માટે લખેલ હતી તે પ્રિન્ટ કરવા માટે, 'File' અને 'Print' પર ક્લિક કરો. |
04:35 | 'General' ટૅબમાં, 'Print' હેઠળ, 'Document' ક્ષેત્રમાં, 'Notes' વિકલ્પ પસંદ કરો. |
04:42 | ડાબી તરફ પૂર્વદર્શન પૃષ્ઠ જુઓ. તમે લખેલ નોંધ સ્લાઇડના તળિયે બતાવે છે. |
04:48 | હવે 'Libreoffice Impress' ટેબ પર ક્લિક કરો. |
04:52 | નોંધ લો કે સાઈઝ વિકલ્પો નોંધો પ્રિન્ટ કરતી વખતે ઉપલબ્ધ નથી. |
04:57 | હવે 'Print' બટન પર ક્લિક કરો. જો પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય, તો પ્રિન્ટરએ હવે છાપવાનું શરૂ કરવું જોઈએ. |
05:05 | અંતે, પ્રસ્તુતિકરણ દરમિયાન ઝડપી સંદર્ભ માટે સ્લાઇડ્સ ની રૂપરેખા છાપવા માટે, 'File' અને 'Print' પર ક્લિક કરો. |
05:13 | 'General' ટૅબમાં, 'Print' હેઠળ, 'Document' ક્ષેત્ર માં 'Outline' વિકલ્પ પસંદ કરો. |
05:19 | ડાબી તરફ પૂર્વદર્શન પૃષ્ઠ જુઓ. તે રૂપરેખા અથવા સ્લાઇડના શિર્ષકો અને પેટા પોઈન્ટ સાથે તમારી સ્લાઇડ્સ ના ક્રમ બતાવે છે. |
05:28 | હવે 'Libreoffice Impress' ટેબ પર ક્લિક કરો. |
05:32 | ફરી એક વાર નોંધ લો, રૂપરેખા છાપતી વખતે સાઈઝ વિકલ્પો ઉપલબ્ધ નથી. |
05:38 | હવે 'Print' બટન પર ક્લિક કરો પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય, તો પ્રિન્ટરએ હવે છાપવાનું શરૂ કરવું જોઈએ. |
05:47 | આ સાથે, આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે જ્યાં આપણે આ વિષે શીખ્યા - પ્રિન્ટીંગ |
05:52 | સ્લાઇડ્સ, હેન્ડઆઉટ, નોટ્સ અને આઉટલાઈન. |
05:57 | આ ક્મ્પ્રીહેન્સીવ અસાઈન્મેન્ટનો પ્રયાસ કરો. એક નવું પ્રસ્તુતિકરણ બનાવો. |
06:02 | માત્ર બીજી સ્લાઇડ છાપો. પ્રથમ ચાર સ્લાઇડ્સ હેન્ડઆઉટ તરીકે છાપો. |
06:10 | આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે. |
06:16 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
06:21 | મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
06:27 | જે લોકો ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપવામાં આવે છે. |
06:31 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. |
06:38 | મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, |
06:42 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
06:50 | વધુ માહિતી આના ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org/NMEICT-Intro |
07:01 | આ ટ્યુટોરીયલ ડેસીક્રુ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા યોગદાન થયેલ છે. |
07:06 | આઈઆઈટી-બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. આભાર. |