LibreOffice-Impress-on-BOSS-Linux/C2/Introduction-to-LibreOffice-Impress/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search

Introduction to Impress

Resources for recording

Introduction to Impress


Time Narration
00:00 લીબરઓફીસ ઈમ્પ્રેસનું પરિચય આપતા આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું:
00:07 લીબરઓફીસ ઈમ્પ્રેસનો પરિચય.
00:10 લીબરઓફીસ ઈમ્પ્રેસમાં રહેલ વિવિધ ટુલ-બારો.
00:13 નવું પ્રેઝન્ટેશન એટલેકે પ્રદર્શન કેવી રીતે બનાવવું.
00:15 એમએસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તરીકે કેવી રીતે સંગ્રહ કરવું.
00:19 એમએસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કેવી રીતે ખોલવું.
00:22 તેને ઈમ્પ્રેસમાં પીડીએફ ડોક્યુમેન્ટ તરીકે કેવી રીતે નિકાસ કરવું.
00:27 લીબરઓફીસ ઈમ્પ્રેસ એ લીબરઓફીસ સ્યુટનો "પ્રેઝન્ટેશન મેનેજર" એટલેકે "પ્રદર્શન વ્યવસ્થાપક" ગણાય છે.
00:32 તે મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશન બનાવવા ખુબ ઉપયોગી છે.
00:35 તે માઈક્રોસોફ્ટ ઓફીસ પાવરપોઈન્ટ સમાન છે.
00:39 લીબરઓફીસ ઈમ્પ્રેસ એક મફત અને ઓપન સોર્સ સોફ્ટવેર હોવાથી તેની નકલ,ફરી ઉપયોગ અને વહેચણી વિના મુલ્યે થઇ શકે છે.
00:47 લીબરઓફીસ ઈમ્પ્રેસ શરુ કરવા,
00:50 તમે ક્યાં તો માઈક્રોસોફ્ટ વિન્ડોઝ ૨૦૦૦ અને તેની ઊંચી આવૃત્તિઓ જેવી કે "એમએસ વિન્ડોઝ એક્સપી" અથવા "એમએસ વિન્ડોવ્સ 7 "અથવા તમે "જીએનયુ / લિનક્સ"નો તમારી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉપયોગ કરી શકો.
01:02 અહીં આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે "જીએનયુ લિનક્સ " અને "લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪" વાપરી રહ્યા છીએ.
01:12 જો તમારી પાસે લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કરેલ ન હોય,
01:15 તો ઈમ્પ્રેસ 'સીનેપટીક પેકેજ મેનેજર'ની મદદથી સંસ્થાપિત કરી શકાય છે.
01:19 સીનેપટીક પેકેજ મેનેજર' પર વધુ જાણકારી માટે,
01:22 આ વેબસાઇટ પરના સૂચનો પ્રમાણે લીબરઓફીસ સ્યુટ ડાઉનલોડ કરો.
01:31 વિગતવાર સૂચનો લીબરઓફીસ સ્યુટના પ્રથમ ટ્યુટોરીયલમાં ઉપલબ્ધ છે.
01:37 યાદ રાખો,સંસ્થાપિત કરતી વખતે, 'ઈમ્પ્રેસ' સંસ્થાપિત કરવા માટે 'કમ્પ્લીટ' વિકલ્પ પસંદ કરવું.
01:42 જો તમે પહેલાથી જ લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કરેલ હોય,
01:44 તો તમે તમારી સ્ક્રીનની ટોચે ડાબા ખૂણા પર "એપ્લીકેશન" વિકલ્પ પર ક્લિક કરી અને પછી "ઓફિસ" પર ક્લિક કરો અને "લીબરઓફીસ" વિકલ્પ પર ક્લિક કરી "લીબરઓફીસ ઈમ્પ્રેસ" મેળવી શકો છો.
01:57 નવું સંવાદ બોક્સ વિવિધ લીબરઓફીસ ઘટકો સાથે ખુલે છે.
02:02 લીબરઓફીસ ઈમ્પ્રેસનો ઉપયોગ કરવા,સંવાદ બોક્સમાંના "પ્રેઝન્ટેશન" ઘટક પર ક્લિક કરીએ. "ક્રિએટ" ઉપર ક્લિક કરીએ.
02:12 આ ઈમ્પ્રેસની મુખ્ય વિન્ડોમાં એક ખાલી ડોક્યુમેન્ટ ખોલશે.
02:17 ચાલો હવે ઈમ્પ્રેસ વિન્ડોના મુખ્ય ઘટકો વિશે શીખીએ.
02:21 ઈમ્પ્રેસ વિન્ડો વિવિધ ટૂલ બાર ધરાવે છે જેમકે,"ટાઈટલ બાર","મેનુ બાર".. સ્ટાનડર્ડ બાર,ફોર્મેટિંગ બાર અને સ્ટેટસ બાર.


02:35 આ ટૂલ બારો વિશે વધારે જાણકારી આપણે ટ્યુટોરીયલમાં આગળ જતા શીખીશું.
02:40 હવે આપણે આપણું પ્રથમ પ્રેઝન્ટેશન બનાવવ તૈયાર છીએ.હવે આ ફાઈલ બંધ કરીએ.
02:45 ચાલો "એપ્લીકેશન" ઉપર જઈએ,"ઓફીસ" ઉપર ક્લિક કરીએ પછી "લીબરઓફીસ ઈમ્પ્રેસ" ઉપર ક્લિક કરીએ.
02:55 'ફ્રોમ ટેમપ્લેટ' ક્લિક કરીએ.
02:57 "રેકમેન્ડેશન ઓફ અ સ્ત્રેટરજી" પસંદ કરીએ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ.
03:04 'સિલેક્ટ અ સ્લાઈડ ડીઝાઈન' ડ્રોપ ડાઉનમાં,'પ્રેઝન્ટેશન બેકગ્રાઉંડ્સ' પસંદ કરી પછી 'બ્લ્યુ બોર્ડર' પસંદ કરીએ.
03:12 'સિલેક્ટ એન આઉટપુટ મીડીયમ ફિલ્ડ'માં 'ઓરીજીનલ' પસંદ કરીએ.
03:18 નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ.
03:21 આ સ્લાઈડ બનાવવા માટેનું રૂપાંતરણ પગલું છે.
03:24 બાકીના વિકલ્પો જેવા છે તેવા જ રેહવા દઈએ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ.
03:30 'વોટ ઈઝ યોર નેમ' ક્ષેત્રમાં,તમે તમારું નામ અથવા તમારી સંસ્થાનું નામ લખી શકો.હું 'એ1 સર્વિસીઝ' લખીશ.
03:41 'વોટ ઈઝ ધ સબ્જેક્ટ ઓફ યોર પ્રેઝન્ટેશન' ક્ષેત્રમાં લખીએ 'બેનીફીટ્સ ઓફ ઓપનસોર્સ'.
03:46 નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ.
03:48 આ પગલું પ્રસ્તુતિકરણ એટલેકે પ્રેઝન્ટેશન વર્ણવે છે.
03:51 બધા વિકલ્પો મૂળભૂત રીતે પસંદ કરેલ છે.કાઈ પણ બદલીશું નહીં.
03:56 તેઓ પ્રેઝન્ટેશન માટે નમુના શીર્ષકો છે.
04:00 ક્રિએટ ઉપર ક્લિક કરીએ.
04:03 તમે હવે લીબરઓફીસ ઈમ્પ્રેસમાં તમારું પ્રથમ પ્રેઝન્ટેશન બનાવી દીધું છે.
04:08 હવે આપણે જોઈશું કે આ પ્રેઝન્ટેશન કેવી રીતે સંગ્રહિત કરવું.
04:11 "ફાઈલ" ઉપર ક્લિક કરી "સેવ" ઉપર ક્લિક કરીએ.
04:14 સેવ સંવાદ બોક્સ ખુલશે.આપણે આ ફાઈલ 'સેમ્પલ ઈમ્પ્રેસ' નામથી સંગ્રહ કરીશું અને સેવ બટન ઉપર ક્લિક કરીશું.
04:24 નોંધલો,કે ઈમ્પ્રેસ ઓપન ડોક્યુમેન્ટ ફોરમેટ '.ઓડીપી' એક્સટેનશન સાથે સંગ્રહિત થશે.
04:31 હવે આપણે આ ફાઈલ બંધ કરીશું.પ્રેઝન્ટેશન બંધ કરવા, ફાઈલ ઉપર ક્લિક કરી ક્લોઝ ઉપર ક્લિક કરીએ.
04:38 હવે ચાલો જોઈએ કે "લીબરઓફીસ ઈમ્પ્રેસ પ્રેઝન્ટેશન"ને "માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન" તરીકે કેવી રીતે સંગ્રહિત કરવું.
04:47 આપણે સેમ્પલ ઈમ્પ્રેસ પ્રેઝન્ટેશનને ફાઈલ ઉપર ક્લિક કરી પછી ઓપન ક્લિક કરી 'સેમ્પલ ઈમ્પ્રેસ' પસંદ કરી ફરી ખોલીશું.
04:57 મૂળભૂત રીતે લીબરઓફીસ ઈમ્પ્રેસ ડોક્યુમેન્ટને 'ઓપન ડોક્યુમેન્ટ ફોરમેટ'માં સંગ્રહ કરે છે.
05:05 પ્રેઝન્ટેશનને માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ તરીકે સંગ્રહ કરવા,
05:09 ફાઈલ ઉપર ક્લિક કરી-> સેવ એઝ ઉપર ક્લિક કરીએ.
05:13 ફાઈલ ટાઈપમાં, " માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ" પસંદ કરીએ.
05:17 ફાઈલ સંગ્રહ કરવા સ્થાન નક્કી કરીએ.
05:19 સેવ બટન દબાવીએ.
05:23 "કીપ કરંટ ફોરમેટ" બટન ઉપર ક્લિક કરીએ.ફાઈલ હવે "પીપીટી તરીકે સંગ્રહિત થઇ છે.
05:31 ચાલો આ ફાઈલને 'ફાઈલ' ઉપર ક્લિક કરી 'ક્લોઝ' ઉપર ક્લિક કરી બંધ કરીએ.
05:35 હવે આપણે જોઈશું કે માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને લીબરઓફીસ ઈમ્પ્રેસમાં કેવી રીતે ખોલવું.
05:42 'ફાઈલ'-> ઓપન ઉપર ક્લિક કરીએ.
05:45 તમને જે પીપીટી ફાઈલ ખોલવી છે તે શોધીએ.
05:49 ફાઈલ પસંદ કરી ઓપન ઉપર ક્લિક કરીએ.
05:52 હવે છેલ્લે આપણે શીખીશું કે લીબરઓફીસ ઈમ્પ્રેસ પ્રેઝન્ટેશનની પીડીએફ ફાઈલ તરીકે કેવી રીતે નિકાસ એટલેકે એક્સપોર્ટ કરવું.
06:00 "ફાઈલ" ઉપર ક્લિક કરી "એક્સપોર્ટ" ઉપર ક્લિક કરીએ.પીડીએફ વિકલ્પ સંવાદ બોક્સમાં બધા વિકલ્પો જેમ છે તેમ જ રહેવા દઈ,"એક્સપોર્ટ" બટન ઉપર ક્લિક કરીએ.
06:11 ફાઈલ નામ ક્ષેત્રમાં "સેમ્પલ-ઈમ્પ્રેસ" લખીએ.
06:15 'સેવ ઇન ફોલ્ડર' ક્ષેત્રમાં જ્યાં ફાઈલ સંગ્રહ કરવી છે તે સ્થાન પસંદ કરી સેવ બટન ઉપર ક્લિક કરીશું.
06:23 આ ડોક્યુમેન્ટ હવે ડેસ્કટોપ ઉપર પીડીએફ ફાઈલ રૂપે સંગ્રહ થઇ ગયું છે.
06:27 અહીં લીબરઓફીસ ઈમ્પ્રેસનું આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:33 સારાંશ માટે, આપણે શીખ્યું:
06:36 લીબરઓફીસ ઈમ્પ્રેસનો પરિચય.
06:37 લીબરઓફીસ ઈમ્પ્રેસમાં રહેલ વિવિધ ટુલ-બારો.
06:40 નવું પ્રેઝન્ટેશન એટલેકે પ્રદર્શન કેવી રીતે બનાવવું.
06:43 એમએસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તરીકે કેવી રીતે સંગ્રહ કરવું.
06:48 એમએસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કેવી રીતે ખોલવું.તેને ઈમ્પ્રેસમાં પીડીએફ ડોક્યુમેન્ટ તરીકે કેવી રીતે નિકાસ કરવું.
06:56 આ કોમ્રીહેન્સીવ અસાઇનમેન્ટનો પ્રયત્ન કરો.
07:59 નવું ડોક્યુમેન્ટ ખોલી,પ્રથમ સ્લાઈડમાં કઈક લખાણ લખો.
07:04 તેને એમએસ પાવરપોઈન્ટ ડોક્યુમેન્ટ તરીકે સંગ્રહ કરી પછી બંધ કરો.
07:09 હવે તે જ ફાઈલ ફરી ખોલો.
07:14 આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
07:20 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
07:25 મૌખિક ટ્યુટોરીયલ યોજનાનો જૂથ મૌખિક ટ્યુટોરીયલની મદદથી વર્કશોપ કરે છે.
07:30 જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ.
07:35 વધુ વિગતો માટે અમને "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો.
07:41 મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07:53 આ ઉપર વધુ માહિતી "સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ NMEICT હાઈફન ઇનટ્રો" ઉપર ઉપલબ્ધ છે .
08:05 આઈઆઈટી બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya