LibreOffice-Calc-on-BOSS-Linux/C3/Linking-Calc-Data/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 લીબરઓફીસ કેલ્કમાં લીંકીંગ ઈન કેલ્ક [કેલ્કમાં જોડાણ] પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું:
00:10 કેલ્કમાં અન્ય શીટોને કેવી રીતે સંદર્ભિત કરવી.
00:14 કેલ્કમાં હાયપરલીંકોને કેવી રીતે ઉપયોગમાં લેવી.
00:18 અહીં આપણે ઓપરેટીંગ સિસ્ટમ તરીકે જીએનયુ લિનક્સ અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ.
00:28 લીબરઓફીસ કેલ્ક તમને
00:31 જો તમે બંને સ્પ્રેડશીટોને સંગ્રહીત કરી હોય તો બીજી શીટના સેલને વર્તમાન શીટના સેલનો,
00:36 બીજી સ્પ્રેડ શીટના એક સેલનો સંદર્ભ લેવાની પરવાનગી આપે છે.
00:42 ચાલો “Personal-Finance-Tracker.ods” ખોલીએ.
00:47 આપણી ફાઈલની sheet 1 [શીટ 1] “Personal Finance Tracker” માટે સ્પ્રેડશીટનો સમાવેશ કરે છે.
00:53 મેં “Spent” અને “Received” કોલમોમાં અમુક રકમો ઉમેરી છે.
01:03 હવે, ચાલો અનુક્રમે “Cost” અને “Spent” અંદર આવેલ ઘટકોનો કુલ સરવાળો શોધીએ.
01:10 C9 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને ફોર્મુલા દાખલ કરો “is equal to SUM” અને કૌંસમાં “C3 colon C7”.
01:22 ત્યારબાદ “Enter” કી દબાવો.
01:26 D9 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને એજ ફોર્મુલા વાપરી કુલ સરવાળો શોધો.
01:34 હવે, સેલ રેફરેન્સિંગ વાપરીને આપણે બીજી અન્ય શીટ પર “Cost” અને “Spent” ન્દ્ર આવેલ કુલ બેલેન્સ દર્શાવીશું.
01:44 ચાલો “Sheet 2” ટેબ પર ક્લિક કરીએ.
01:47 આ નવી શીટ ખોલે છે.
01:50 હવે A1 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને તેમાં “COMPONENT” શીર્ષક ટાઈપ કરો.
01:58 હવે B1 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને તેમાં “BALANCE” શીર્ષક ટાઈપ કરો.
02:06 હવે, ચાલો શીર્ષક અંદર ઘટકોનાં નામોને દાખલ કરીએ.
02:10 હવે A3 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને “COSTS” ટાઈપ કરો. “Enter” દબાવો.
02:18 “COSTS” ની નીચે, ચાલો A4 તરીકે સંદર્ભિત સેલમાં “SPENT” તરીકે આગળનો એક ઘટક દાખલ કરીએ.
02:26 હવે, ખાલી સેલ B3 પર ક્લિક કરો.
02:29 “COST” અને “SPENT” શીર્ષક અંદર B3 અને B4 સેલ પાસે કુલ બેલેન્સ રહેશે,
02:36 જેની આપણે “Sheet 1” માં ગણતરી કરી છે.
02:40 આ રેફરેન્સિંગ (સંદર્ભ લેવું) દ્વારા થશે.
02:43 સેલ B3 માં સેલ સંદર્ભ બનાવવા માટે, “Input line” પછીનાં “equal to” ચિન્હ પર ક્લિક કરો.
02:52 હવે, શીટ ટેબ પર “Sheet 1” પર ક્લિક કરો.
02:58 આ શીટમાં, આપણે C9 સેલ પર ક્લિક કરીશું જે “Costs” કોલમ અંદર કુલ સંખ્યાને સમાવેશ કરે છે.
03:06 નોંધ લો, કે “Input line” માં સ્ટેટમેંટ “Sheet 1 dot C9”, પ્રદર્શિત થાય છે.
03:13 હવે “Input line” પછીના ચેક માર્ક પર ક્લિક કરો.
03:18 નોંધ લો, કે “Sheet 1” ટેબમાં “Costs” અંદર ડેટાનો કુલ સરવાળો આપ મેળે “Sheet 2 “ ટેબમાં B3 તરીકે સંદર્ભિત સેલમાં દાખલ થાય છે.
03:33 એજ રીતે, આપણે બીજાં અન્ય ઘટકોનાં કુલ સરવાળાને રેફરેન્સિંગ દ્વારા દાખલ કરી શકીએ છીએ.
03:39 રેફરેન્સિંગ, ડેટાનાં સારાંશ માટે અત્યંત ઉપયોગી હોઈ શકે છે જો અહીં ઘણી ડેટા સાથે ઘણી શીટો હોય.
03:48 હવે, ચાલો શીખીએ કે કેલ્ક શીટોમાં હાયપરલીંક કેવી રીતે બનાવવી.
03:53 તમે હાયપરલીંકોનો ઉપયોગ

સ્પ્રેડશીટ દરમ્યાન જુદા જુદા સ્થાને

જુદી જુદી ફાઈલો પર

એ ઉપરાંત વેબ સાઈટો પર પણ જવા માટે કરી શકો છો.

04:05 “Personal-Finance-Tracker.ods” માં personal finance tracker “Sheet 1” માં છે અને બાકીના ઘટકો “Sheet 2” માં છે.
04:15 ચાલો માનીએ કે આપણે Sheet 1 થી Sheet 2 માં જવા ઈચ્છીએ છીએ.
04:20 પહેલા, “Sheet 1” ટેબ પર ક્લિક કરો.
04:24 અહીં B14 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને ”Sheet 2” ને દાખલ કરો.
04:31 તમે જુઓ છો કે “Sheet 2” નામ “Input line” પર દ્રશ્યમાન થાય છે.
04:37 હવે ઈનપુટ લાઈનમાં “Sheet 2” ટેક્સ્ટ પસંદ કરો.
04:42 ટેક્સ્ટ પસંદ કર્યા પછી, ટૂલબારમાં “Hyperlink” આઈકોન પર ક્લિક કરો.
04:50 હાયપરલીંક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
04:53 ડાબી બાજુએ, “Document” વિકલ્પ પસંદ કરીએ.
04:57 ડાયલોગ બોક્સમાં “Target in document” આઈકોન પર ક્લિક કરો.
05:02 એક નવું “Target in document” ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
05:06 હવે, “Sheet” વિકલ્પની આગળ આવેલ “plus sign” પર ક્લિક કરો.
05:12 દ્રશ્યમાન થયેલ ડાયલોગ બોક્સમાં, “Sheet 2” વિકલ્પ પર ક્લિક કરો.
05:17 હવે “Apply” બટન પર ક્લિક કરો અને ત્યારબાદ “Close” બટન પર ક્લિક કરો.
05:23 હવે, હાયપરલીંક ડાયલોગ બોક્સમાંથી, “Apply” પર ક્લિક કરો અને ત્યારબાદ “Close” પર ક્લિક કરો.
05:30 “Sheet 1” ટેબ સેલમાં “Sheet 2” ટેક્સ્ટ હાઈલાઈટ થયેલા સાથે સામે દ્રશ્યમાન થાય છે.
05:38 હવે, જયારે આપણે “Sheet 2” ટેક્સ્ટ પર ક્લિક કરીએ છીએ, તે આપણને સીધેસીધું એ શીટ પર લઇ જાય છે જ્યાં આપણે Costs માટે બેલેન્સ દાખલ કર્યું હતું.
05:49 એક હાયપરલીંક બનાવી છે!
05:53 હાયપરલીંક રદ્દ કરવાં માટે, પહેલા હાયપરલીંક થયેલ “Sheet 2” ટેક્સ્ટ પસંદ કરો.
05:59 હવે જમણું ક્લિક કરો અને કોંટેક્સ્ટ મેનૂમાંથી, “Default Formatting” વિકલ્પ પર ક્લિક કરો.
06:07 ટેક્સ્ટ હવે હાયપરલીંક થયેલી રહ્યી નથી.
06:11 આ ફક્ત ડોક્યુંમેંટમાનાં કોઈપણ સાદા ટેક્સ્ટ જેવી છે.
06:15 ફેરફારોને અન ડૂ કરીએ.
06:18 લીબરઓફીસ કેલ્ક પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
06:23 સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે: કેલ્કમાં અન્ય શીટોને સંદર્ભિત કરવી.
06:29 કેવી રીતે કેલ્કમાં હાયપરલીંકોને ઉપયોગમાં લેવું.
06:35 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ
06:38 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
06:41 જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
06:45 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
06:50 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
06:54 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
07:01 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે
07:05 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
07:13 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો"
07:24 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya