LibreOffice-Calc-on-BOSS-Linux/C2/Working-with-data/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | લીબરઓફીસ કેલ્કમાં ડેટા સાથે કેવી રીતે કામ કરવું તે શીખવાડતા આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
00:10 | ફિલ ટુલ્સ અને સિલેકશન લીસ્ટની મદદથી સ્પીડ અપ. |
00:14 | શીટ્સ વચ્ચે લખાણની આપ-લે કરવી. |
00:17 | ડેટા રદ કરવા, ડેટાની અદલાબદલી કરવી, ડેટાના અમુક ભાગને બદલવું. |
00:23 | અહીં આપણે જીએનયુ લીનક્સ અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪ વાપરી રહ્યા છીએ. |
00:33 | સ્પ્રેડશીટ માં ડેટા દાખલ કરવું એ ખૂબ શ્રમ-વાપરતી ક્રિયા છે, પરંતુ કેલ્સી તે સરળ બનાવવા માટે વિવિધ ટુલો પૂરા પાડે છે. |
00:43 | સૌથી મૂળભૂત ક્ષમતા એ છે કે કોઈ એક કોષનું લખાણ માઉસ સાથે ખેંચો અને અન્ય કોષમાં મુકવું. |
00:50 | પરંતુ કેલ્સી જાતે ઈનપુટ લેવા માટે, ખાસ કરીને પુનરાવર્તિત સામગ્રી માટે અન્ય ઘણા ટુલ ધરાવે છે. |
00:57 | આ ટુલોના નામ છે, "ફિલ ટુલ", "સિલેકશન લીસ્ટ". |
01:01 | તે સમાન ડોક્યુમેન્ટની વધુ શીટ્સ માં માહિતી ઇનપુટ કરી શકે છે. |
01:06 | આપણે તેઓને એક પછી એક શીખીશું. |
01:10 | ચાલો આપણી "પર્સનલ-ફાયનાન્સ-ટ્રેકર.ઓડીએસ" ફાઈલ ખોલીએ. |
01:14 | આ ફિલ ટુલ શીટમાં લખાણની નકલ કરવા માટેની ઉપયોગી પદ્ધતિ છે. |
01:20 | આપણી "પર્સનલ-ફાયનાન્સ-ટ્રેકર.ઓડીએસ" ફાઈલમાં , ધારો કે આપણે "કોસ્ટ" શીર્ષકમાં અંદર આવેલા ડેટાની નકલ અડીને આવેલા કોષોમાં કરવા ઈચ્છીએ છીએ. |
01:30 | ત્યારબાદ કોષ જે "૬૦૦૦" ધરાવે છે તે ઉપર માઉસ ક્લિક કરી પ્રથમ બધા ડેટા જે નકલ કરવાની જરૂર છે પસંદ કરો. |
01:38 | હવે માઉસ નું ડાબું બટન દબાવી રાખો, અને કોષ જે ખર્ચ એન્ટ્રી "૨૦૦૦" ધરાવે છે ત્યાં સુધી માઉસ ખસેડો. |
01:47 | એ કોષોને પણ પસંદ કરો જ્યાં આપણે ડેટા નકલ કરવા ઈચ્છીએ છીએ. |
01:51 | હવે માઉસનું ડાબું બટન છોડો. |
01:54 | મેનુબારમાં "એડિટ" વિકલ્પ પર ક્લિક કરો અને પછી "ફિલ" વિકલ્પ પર ક્લિક કરો. |
02:00 | પોપ અપ મેનુ માં "રાઈટ" વિકલ્પ પર ક્લિક કરો. |
02:04 | તમે જોઈ શકો છો કે ડેટા "કોસ્ટ" શીર્ષક હેઠળ અડીને આવેલા કોષોમાં નકલ થયા છે. |
02:10 | ચાલો ફેરફારો રદ કરીએ. |
02:13 | આ ફિલ ટુલનો વધુ કઠીન ઉપયોગ એ છે કે તેનો શીટ્સમાં કેટલીક શ્રેણીઓને ડેટા તરીકે ભરવા માટે ઉપયોગ થાય છે. |
02:21 | કેલ્ક અઠવાડિયાના સંપૂર્ણ અને સંક્ષિપ્ત દિવસો અને વર્ષના મહિના માટે મૂળભૂત યાદીઓ આપે છે. |
02:28 | તે ઉપયોગકર્તાઓને પોતાની યાદીઓ બનાવવા માટે પણ સક્રિય કરે છે. |
02:35 | હવે આપણી શીટ માં "ડેયઝ" નામનું એક નવું શીર્ષક દાખલ કરીએ. |
02:39 | આ હેઠળ, આપણે અઠવાડિયાના સાત દિવસો આપમેળે પ્રદર્શિત કરીશું. |
02:43 | "ડેયઝ" શીર્ષક નીચે પ્રથમ સાત સેલ પસંદ કરો. |
02:48 | હવે મેનુબારમાં "એડિટ" વિકલ્પ પર ક્લિક કરો અને "ફિલ" વિકલ્પ પર જાઓ. |
02:54 | મેનુમાં "સીરીઝ" વિકલ્પ પર ક્લિક કરો. |
02:58 | તમે જોઈ શકો છો કે "ફિલ સીરીઝ" શીર્ષક સાથે સંવાદ બોક્સ દેખાય છે. |
03:02 | હવે "સીરીઝ ટાઈપ" શીર્ષક હેઠળ, "ઓટોફિલ" વિકલ્પ પર ક્લિક કરો. |
03:08 | આ "સ્ટાર્ટ વેલ્યુ" ક્ષેત્રમાં, આપણે અઠવાડિયાનો પ્રથમ દિવસ લખીશું , જે છે "સનડે". |
03:14 | આ વધારો એટલે કે ઇન્ક્રીમેન્ટ પહેલેથી "1" તરીકે સુયોજિત થયેલ છે. |
03:16 | હવે "ઓકે" બટન પર ક્લિક કરો. |
03:18 | તમે જોઈ શકો છો કે દિવસો આપોઆપ સેલમાં દાખલ થયા છે. |
03:24 | કેલ્કમાં પૂર્વ-વ્યાખ્યાયિત હોવાથી તમે આ પદ્ધતિ દ્વારા માત્ર અઠવાડિયાના દિવસો, મહિના અથવા વર્ષ જ દાખલ કરી શકો છો. |
03:32 | ક્રમાંકિત ડેટા ભરવા માટે બીજી પદ્ધતિ નીચે પ્રમાણે છે- |
03:37 | સેલમાં "સનડે" લખો અને એન્ટર કળ દબાવો. આ ફોકસને સ્તંભના આગામી સેલમાં ખસેડશે. |
03:46 | "સનડે" લખેલા સેલ પર જાઓ. હવે તમને સેલના જમણી બાજુના તળિયે એક નાનું કાળું બોક્સ દેખાશે. |
03:56 | માઉસ સાથે આ બોક્સ પર ક્લિક કરો. |
03:58 | જમણી બાજુના પ્રદર્શન બોક્સમાં શનિવાર દેખાય ત્યાં સુધી તે નીચે તરફ ખેંચો. |
04:04 | માઉસ બટન ને છોડો. |
04:07 | સેલ આપોઆપ અઠવાડિયાના દિવસો સાથે ભરેલા મળશે. |
04:10 | આ યુક્તિ દરેક ક્રમાંકિત ડેટા માટે કામ કરે છે.
ચાલો ફેરફારો રદ કરીએ. |
04:17 | તમે "સ્ટાર્ટ", "એન્ડ" અને "ઇન્ક્રીમેન્ટ વેલ્યુ" દાખલ કરીને નંબરો માટે "વન ટાઈમ ફિલ સીરીઝ" પણ બનાવી શકો છો. |
04:25 | આ દર્શાવવા માટે, આપણે પ્રથમ "A1" થી "A7" સુધીના સેલમાં દાખલ કરેલા સીરીઅલ નંબરો રદ કરીએ. |
04:34 | નંબરો રદ કર્યા પછી, "A2" થી "A7" તરીકે સંદર્ભતા સેલો ફરીથી પસંદ કરો. |
04:40 | હવે મેનુબારમાં "એડિટ" પર અને પછી "ફિલ" અને "સીરીઝ" વિકલ્પ પર ક્લિક કરો. |
04:47 | એક સંવાદ બોક્સ આપણી સામે દેખાય છે.
હવે "સીરીઝ ટાઈપ" શીર્ષક હેઠળ જો "લીનીયર" વિકલ્પ મૂળભૂત રીતે પસંદ ન થયેલ હોય તો તે પર ક્લિક કરો. |
04:57 | આ "સ્ટાર્ટ વેલ્યુ" ક્ષેત્રમાં, આપણે પ્રથમ સીરીઅલ નંબર "1" લખીશું. |
05:03 | આ "એન્ડ વેલ્યુ" ક્ષેત્રમાં, આપણે છેલ્લી કિંમત "6" તરીકે દાખલ કરીશું. |
05:08 | હવે આપણે "ઇન્ક્રીમેન્ટ" કિંમત તરીકે "1" સુયોજિત કરીશું અને અંતે "ઓકે" બટન પર ક્લિક કરીશું. |
05:15 | આપણે જોઇ શકીએ છીએ કે સેલો આપમેળે ક્રમાંકિત સીરીયલ નંબર સાથે ભરવામાં આવે છે. |
05:21 | આ બધા કિસ્સાઓમાં, ફિલ ટુલ સેલો વચ્ચે માત્ર ક્ષણિક જોડાણ બનાવે છે. એકવાર તેઓ ભરવામાં આવે છે, તે પછી સેલોનો એક બીજા સાથે આગળ કોઈ જોડાણ નથી. |
05:33 | ફિલ ટુલો ઉપરાંત "સિલેકશન લીસ્ટ" નામનું વધુ એક સાધન છે જે માત્ર લખાણ ઉપયોગ માટે મર્યાદિત છે. |
05:40 | તે આપણે આ શ્રેણીના પછીના ટ્યુટોરિયલોમાં ચર્ચા કરીશું. |
05:45 | "ફિલ ટુલ" અને "સિલેકશન લીસ્ટ" શીખ્યા બાદ આપણે હવે શીટ્સ વચ્ચે લખાણ કેવી રીતે શેર કરવું તે વિશે જાણીશું. |
05:52 | કેલ્ક ઉપયોગકર્તાઓને વધુ શીટ્સમાં સમાન સેલ ઉપર માહિતી દાખલ કરવા માટે સક્રિય બનાવે છે. |
05:58 | આનો અર્થ છે, દરેક શીટ પર સમાન યાદી અલગ રીતે દાખલ કરવાને બદલે, તમે એક જ સમયે બધી શીટ્સમાં તેને દાખલ કરી શકો છો. |
06:08 | આપણી "પર્સનલ-ફાયનાન્સ-ટ્રેકર.ઓડીએસ" ફાઈલમાં, આપણા સમગ્ર ડેટા "શીટ ૧" પર છે. |
06:15 | હવે આપણે "શીટ 2" તેમજ "શીટ 3 "માં "શીટ 1" સમાન ડેટા છે જે બતાવવા માટે તે ઈચ્છીએ છીએ. |
06:21 | તો આપણે મેનુબારમાં "એડિટ" વિકલ્પ પર ક્લિક કરીએ અને પછી "શીટ" વિકલ્પ પર ક્લિક કરીએ. |
06:28 | હવે "સિલેક્ટ" પર ક્લિક કરો. |
06:31 | હવે જે સંવાદ બોક્સ દેખાય છે તેમાં, આપણે શિફ્ટ કળ નો ઉપયોગ કરી "શીટ 1", "શીટ 2", અને "શીટ 3" વિકલ્પો પસંદ કરીશું. |
06:40 | અને પછી "ઓકે" બટન પર ક્લિક કરો. |
06:43 | આ આપણને "શીટ 1" પર પાછું લઇ જાય છે. |
06:46 | હવે ચાલો "શીટ 1" કેટલાક ડેટા દાખલ કરીએ. |
06:50 | ઉદાહરણ તરીકે, "F12" સંદર્ભતા સેલમાં, આપણે લખીશું "ધીઝ વિલ બી ડીસપ્લેય્દ ઓન મલ્ટીપલ શીટ્સ". |
06:58 | હવે વારાફરતી "શીટ 2 " અને "શીટ 3" ટેબ પર ક્લિક કરો. |
07:03 | આપણે જોઇ શકીએ છીએ કે આ દરેક શીટ્સમાં "F12" સંદર્ભતો સેલ સમાન ડેટા ધરાવે છે. |
07:10 | ચાલો ફેરફારો રદ કરીએ. |
07:12 | આગળ આપણે સેલોના ડેટા ને રદ અને ફેરફાર કરવા માટેની અલગ અલગ પદ્ધતિઓ વિશે જાણીશું. |
07:19 | સેલના ફોર્મેટિંગને રદ કર્યા વગર ડેટા રદ કરવા માટે, માત્ર એ સેલ પસંદ કરો. |
07:26 | તમે જોઈ શકો છો કે સેલના ડેટા "ઈનપુટ લાઇન" ક્ષેત્રમાં પ્રદર્શિત થાય છે. |
07:31 | હવે કીબોર્ડ પર "બેકસ્પેસ" બટન દબાવો. |
07:35 | તમે જોઈ શકો છો કે ડેટા રદ થઇ ગયા છે. |
07:37 | ચાલો ફેરફારો રદ કરીએ. |
07:41 | સેલમાં ડેટા બદલવા માટે, માત્ર સેલ ને પસંદ કરો અને જૂના ડેટા પર લખો. |
07:47 | નવા ડેટા મૂળ ફોર્મેટિંગ જાળવી રાખે છે.
ચાલો ફેરફારો રદ કરીએ. |
07:53 | સેલના ડેટા ના અમુક ભાગ ને બદલવા માટે, બધું લખાણ રદ કર્યા વિના, માત્ર સેલ પર બે વખત ક્લિક કરો. |
08:02 | હવે કર્સર નેવિગેટ કરી તમે તમારી જરૂરિયાત પ્રમાણે સેલમાં ફેરફાર કરી શકો છો. |
08:08 | ચાલો ફેરફારો રદ કરીએ. |
08:10 | અહીં લીબરઓફીસ કેલ્ક પરનું આ મૌખિક ટ્યુટોરીઅલ સમાપ્ત થાય છે. |
08:15 | સારાંશ માટે, આપણે શીખ્યા: |
08:17 | ફિલ ટુલ્સ અને સિલેકશન લીસ્ટની મદદથી સ્પીડ અપ. |
08:21 | શીટ્સ વચ્ચે લખાણની આપ-લે કરવી. |
08:24 | ડેટા રદ કરવા, ડેટાની અદલાબદલી કરવી, ડેટાના અમુક ભાગને બદલવું. |
08:29 | આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
08:33 | તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે. |
08:36 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
08:41 | મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ |
08:43 | મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
08:46 | જે લોકો ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપવામાં આવે છે. |
08:50 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. |
08:56 | મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, |
09:01 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09:08 | વધુ માહિતી આના ઉપર ઉપલબ્ધ છે. |
09:11 | http://spoken-tutorial.org/NMEICT-Intro |
09:19 | આઈઆઈટી-બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. આભાર.
|