LibreOffice-Calc-on-BOSS-Linux/C2/Working-with-Sheets/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 લિબર ઓફિસ કેલ્કમાં સેલો અને શીટોની સાથે કેવી રીતે કામ કરવું તે શીખવાડતા આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરિયલમાં આપણે શીખશું :
00:09 રો (હરોળો) અને કોલમો (સ્તંભો)ને દાખલ અને રદ્દ કરવું.
00:13 શીટોને દાખલ અને રદ્દ કરવું.શીટોને ફરી નામ આપવું.
00:17 અહીંયા આપણે ઓપરેટીંગ સિસ્ટમ તરીકે જીએનયુ લિનક્સ અને લિબર ઓફિસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪ ઉપયોગમાં લઇ રહ્યા છીએ.
00:28 તો ચાલો આ ટ્યુટોરિયલની શરૂઆત કરીએ અને શીખીએ કે કઈ રીતે સ્પ્રેડશીટમાં હરોળો અને સ્તંભોને દાખલ કરવાં.
00:35 ચાલો આપણી "પર્સનલ ફાઈનાન્સ ટ્રેકર.ઓડીએસ" ફાઈલને ખોલીએ.
00:41 સ્તંભોને તથા હરોળોને જુદી જુદી રીતે અથવાં સમૂહોમાં દાખલ કરી શકાય છે.
00:47 સ્પ્રેડશીટમાં જો એક હરોળ અથવા એક સ્તંભને દાખલ કરવું હોય તો પહેલા 'સેલ'ને પસંદ કરો અને પછી સ્તંભ અથવા હરોળને પસંદ કરો જ્યાં તમને નવી સ્તંભ અથવા હરોળ દાખલ કરવી છે.
00:59 ઉદાહરણ માટે આપણી "પર્સનલ ફાઈનાન્સ ટ્રેકર.ઓડીએસ" ફાઈલમાં પહેલી હરોળમાં કોઈક જગ્યાએ દબાવીએ.
01:08 હું એ સેલ પર દબાવીશ જેમાં "કોસ્ટ" લખ્યું છે.
01:12 હવે મેનુ બાર માં "ઇનસર્ટ" વિકલ્પ દબાવો અને પછી "રો" ઉપર દબાવો.
01:18 આપણે જોઈ શકીએ છીએ કે પસંદ થયેલ હરોળ ઉપર એક નવી હરોળ દાખલ થાય છે.
01:24 એજ રીતે એક નવા સ્તંભને દાખલ કરવા માટે મેનુ બારમાં "ઇનસર્ટ" વિકલ્પ દબાવો અને "કોલમ્સ" પર દબાવો.
01:33 તમે જોઈ શકો કે પસંદ થયેલા સેલ સ્તંભ આગળ એક નવો સ્તંભ દાખલ થાય છે.
01:39 હવે ચાલો આપણે કરેલા ફેરફારોને 'અન-ડૂ' (જેવા હતા તેવા) કરીએ.
01:42 જો તમે અક્ષર પર દબાવી તેને અનુરૂપ સ્તંભની અથવા ક્રમાંક દબાવી તેને અનુરૂપ હરોળની પસંદગી કરી હોય,તો જમણું માઉસ બટન દબાવીને એક સ્તંભ અથવા એક હરોળને દાખલ કરવા માટે ડ્રોપડાઉન મેનુમાંથી "ઇનસર્ટ કોલમ્સ" અથવા "ઇનસર્ટ રોસ" વિકલ્પ પસંદ કરો.
02:04 એકાન્તરે સેલ પર કર્સર વડે દબાવી એને પસંદ કરો. પછી માઉસનું જમણું બટન દબાવીને "ઇનસર્ટ" વિકલ્પ પસંદ કરો. તમને આવું સંવાદ બોક્સ દેખાશે.
02:17 એક હરોળ અથવા એક સ્તંભને દાખલ કરવા માટે "એન્ટાયર રો" અથવા "એન્ટાયર કોલમ" વિકલ્પ પસંદ કરો.
02:24 એકજ સમયે ઘણીબધી હરોળો અથવા સ્તંભોને દાખલ કરવા માટે, પ્રારંભિક સેલ પર ડાબું માઉસ કળ દબાવી રાખી જોઈતા સ્તંભો અને હરોળોને પહેલા પ્રકાશિત કરો અને જોઈતા સેલ સુધી ખસેડો.
02:43 અહીંયા આપણે ૪ સેલોને પ્રકાશિત કરી છે.
02:46 હરોળો અને સ્તંભોને ઉમેરવાં માટે બતાવેલી પદ્ધતિઓમાંથી કોઈપણ પદ્ધતિઓનું અનુસરણ કરો. હું નવી હરોળો ઉમેરવા ઈચ્છું છું. તે માટે હું પસંદ કરેલા વિકલ્પ પર જમણું માઉસ કળ દબાવીને "ઇનસર્ટ" વિકલ્પ પસંદ કરીશ.
02:59 હવે હું એન્ટાયર રો (સમગ્ર હરોળ) વિકલ્પ પસંદ કરીશ. "ઓકે" બટન દબાવો. જુઓ કે પહેલા પસંદ કરાયેલી હરોળો ઉપર ૪ નવી હરોળો ઉમેરાઈ ગયી છે.
03:13 આગળ આપણે શીખશું કે (કોલમો) સ્તંભોને કેવી રીતે એક એક કરીને અથવા સમૂહોમાં રદ્દ કરવા.
03:19 એક હરોળ અથવા સ્તંભને રદ્દ કરવા માટે, પહેલા એ સ્તંભ કે હરોળની પસંદગી કરો જેને તમે રદ્દ કરવા ઈચ્છો છો.
03:27 ઉદાહરણ તરીકે, જો આપણે "લોન્ડ્રી" લખાયેલ સ્તંભને રદ્દ કરવા માંગીએ, તો સૌપ્રથમ એ સ્તંભમાં એક 'સેલ' પર દબાવી એ 'સેલ'ને પસંદ કરો.
03:36 હવે સેલ પર જમણું માઉસ બટન દબાવો અને "ડીલીટ" વિકલ્પ પર દબાવો.
03:42 "ડીલીટ સેલ્સ" મથાળાં વાળું એક સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
03:46 હવે "શિફ્ટ સેલ્સ અપ" વિકલ્પ પર દબાવો અને પછી "ઓકે" બટન દબાવો.
03:52 તમે જુઓ છો કે સેલ રદ થાય છે અને તેના નીચેનાં સેલો ખસીને ઉપર આવે છે. ચાલો આ ફેરફારોને 'અન-ડૂ' (જેવા હતા તેવા) કરી દઈએ.
04:00 ચાલો હવે શીખીએ કે એક જ સમયે વિભિન્ન સ્તંભો અથવા હરોળોને કેવી રીતે રદ્દ કરી શકાય.
04:07 ઉદાહરણ તરીકે, જો આપણને "લોન્ડ્રી" લખાયેલ હરોળ રદ્દ કરવી હોય, તો પહેલા એ સેલ પસંદ કરો જેમાં એનો શ્રેણી ક્રમાંક છે, જે છે ૬.
04:17 હવે આ સેલ પર ડાબું માઉસ બટન દબાવી રાખીને સંપૂર્ણ હરોળ પર ખેંચો. એકાન્તરે, એ હરોળ ક્રમાંક પર દબાવો જેને રદ્દ કરવી છે. સંપૂર્ણ હરોળ પ્રકાશિત થાય છે.
04:32 સેલ પર જમણું માઉસ કળ દબાવો અને પછી "ડીલીટ" વિકલ્પ પર દબાવો.
04:37 "ડીલીટ સેલ્સ" મથાળાં વાળું એક સંવાદ ખાનું દ્રશ્યમાન થાય છે.
04:41 હવે દબાવો "શિફ્ટ સેલ્સ અપ" વિકલ્પ પર અને પછી "ઓકે"નું બટન દબાવો.
04:47 તમે જોઈ શકો છો કે સંપૂર્ણ હરોળ રદ્દ થાય છે અને નીચેની હરોળ ખસીને ઉપર આવી જાય છે.
04:54 એજ પ્રમાણે હરોળો ઉપરાંત આપણે સ્તંભોની પસંદગી કરીને એને રદ્દ કરી શકીએ છીએ. ચાલો જે બદલાવ કર્યા છે તેને આપણે 'અન-ડૂ' (ફરી પાછા પહેલાની જેમ) કરીએ.
05:03 શીટમાં વિભિન્ન હરોળો તથા સ્તંભોને કેવી રીતે દાખલ કરવાં અને રદ્દ કરવાં તે શીખ્યાં બાદ હવે આપણે શીખશું કે કેવી રીતે 'કેલ્ક'માં શીટોને દાખલ કરવી અને રદ્દ કરવી.
05:14 'કેલ્ક'માં નવી શીટ દાખલ કરવાનાં ઘણા બધા માર્ગો છે. આપણે તે દરેક વિશે એક એક કરીને શીખશું.
05:22 બધીજ પદ્ધતિઓ માટે પ્રથમ પગલું એ છે કે એ શીટ પસંદ કરો જેનાં બાદ આગલી નવી શીટ દાખલ કરવામાં આવશે.
05:29 હવે મેનૂ બારમાં "ઇન્સર્ટ" વિકલ્પ પર દબાવો અને પછી "શીટ" પર દબાવો.
05:35 "ઇન્સર્ટ શીટ" મથાળાં વાળું એક સંવાદ બોક્સ ખુલે છે.
05:41 હવે આપણી વર્તમાન શીટ પછી નવી શીટ દાખલ કરવાં માટે "આફટર કરંટ શીટ" રેડીઓ બટનની પસંદગી કરીએ.
05:48 "નેમ" ક્ષેત્રમાં, આપણી નવી શીટનું નામ "શીટ ૪" તરીકે દર્શાવાયું છે. આ નામ સિસ્ટમ દ્વારા અપાયેલ છે. તમે તેને ઈચ્છા પ્રમાણે નવું નામ આપી શકો છો.
06:00 હવે "ઓકે" બટન દબાવો. આપણે જોઈએ છીએ કે આપણી વર્તમાન શીટ પછી નવી શીટ દાખલ થઇ છે.
06:07 નવી શીટ દાખલ કરવા માટે અન્ય પદ્ધતિ એ છે કે કેલ્ક વિન્ડો (બારી)નાં ડાબી બાજુએ નીચે વર્તમાન શીટ ટેબ પર જમણું માઉસ બટન દબાવીને "ઇન્સર્ટ શીટ" વિકલ્પ પર દબાવો.
06:19 તમે સ્થાન, શીટોની સંખ્યા, અને નામની પસંદગી કરી શકો છો અને પછી "ઓકે" બટન દબાવો. તે મુજબ આ શીટને દાખલ કરશે.
06:30 બીજો એક સરળ માર્ગ વર્તમાન શીટ પછી નવી શીટ દાખલ કરવાનો એ છે કે શીટ ટેબ પછી આવેલા "એડ શીટ" બટનને દબાવો જે સરવાળાના ચિહ્ન (+) દ્વારા દર્શાવવામાં આવ્યો છે.
06:42 તેને દબાવતા શ્રેણીમાં એક નવી શીટ છેલ્લી શીટ પછી આપમેળે દાખલ થઇ જાય છે.
06:50 નવી શીટ દાખલ કરવાની છેલ્લી પદ્ધતિ એ છે કે "ઇન્સર્ટ શીટ" મથાળાંવાળા સંવાદ બોક્સ પર જઈને,તે માટે નીચે શીટ ટેબમાં "એડ શીટ" સરવાળા ચિન્હની બાજુમાં ખાલી જગ્યા પર દબાવીએ.
07:05 ખાલી જગ્યા પર દબાવતા, આપણે જોઈએ છીએ કે, "ઇન્સર્ટ શીટ" સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
07:12 તમે શીટની વિગતો સંવાદ બોક્સમાં દાખલ કરી શકો છો અને પછી "ઓકે" બટન પર દબાવો.
07:18 શીટોને કેવી રીતે દાખલ કરવી તે અંગે શીખ્યાં બાદ હવે આપણે શીખશું 'કેલ્ક'માં કેવી રીતે શીટોને રદ્દ કરવી.
07:25 શીટોને એક એક કરીને અથવા સમૂહોમાં રદ્દ કરી શકાય છે.
07:30 ફક્ત એક શીટને રદ્દ કરવા માટે, જે શીટને રદ્દ કરવી છે એના ટેબ પર જમણું માઉસ કળ દબાવીને પછી પોપ-અપ (દ્રશ્યમાન) મેનુમાંથી "ડીલીટ શીટ" વિકલ્પ દબાવો અને પછી "યેસ" (હા) વિકલ્પ દબાવો.
07:44 તમે જુઓ છો કે શીટ રદ્દ થાય છે.
07:48 અમુક ખાસ શીટને રદ્દ કરવાનો અન્ય માર્ગ છે કે મેનુ બારમાંથી "એડિટ" વિકલ્પનો ઉપયોગ કરવો.
07:54 ઉદાહરણ તરીકે, જો આપણે યાદીમાંથી "શીટ 3" રદ્દ કરવી હોય, તો મેનુ બારમાંથી "એડિટ" વિકલ્પને દબાવો અને પછી દબાવો "શીટ" વિકલ્પને.
08:04 હવે પોપ-અપ (દ્રશ્ય થયેલ) મેનુમાંથી "ડીલીટ" વિકલ્પ દબાવીને પછી "યેસ" (હા) વિકલ્પને દબાવો.
08:11 તમે જુઓ છો કે શીટ રદ્દ થાય છે. હવે ચાલો આપણે ડોક્યુંમેન્ટમાં કરેલા ફેરફારોને 'અન-ડૂ' (જેવા હતા તેવા) કરીએ.
08:18 વિવિધ શીટોને રદ્દ કરવા માટે, ઉદાહરણ તરીકે, જો આપણે "શીટ ૨" અને "શીટ ૩" રદ્દ કરવા ઇચ્છીએ તો પહેલા "શીટ ૨" ટેબ દબાવો અને પછી કી-બોર્ડ પર "શિફ્ટ" કળ દબાવી રાખો અને "શીટ ૩" ટેબ દબાવો.
08:35 હવે કોઈપણ એક ટેબ પર, જમણું માઉસ કળ દબાવીને પોપ-અપ મેનુમાંથી "ડીલીટ શીટ" વિકલ્પ પર દબાવો અને પછી "યેસ" (હા) વિકલ્પ પર દબાવો.
08:46 તમે જુઓ છો કે બન્ને શીટ રદ્દ થઇ છે. આગળ શીખવાં માટે, ચાલો પહેલા આપણે જે ફેરફાર કર્યા છે તેને 'અન-ડૂ' (જેવા હતા તેવા) કરીએ.
08:54 મેનુ બારમાંથી "એડિટ" વિકલ્પને વાપરીને અમુક ખાસ શીટને રદ્દ કરવાનો એક અન્ય માર્ગ છે.
09:01 ઉદાહરણ તરીકે, જો આપણે લીસ્ટમાંથી "શીટ ૬" અને "શીટ ૭" રદ્દ કરવા માંગતા હોય, તો મેનુ બારમાંથી "એડિટ" વિકલ્પને દબાવીને પછી "શીટ" વિકલ્પને દબાવો.
09:13 હવે પોપ-અપ મેનુમાંથી "સિલેક્ટ" વિકલ્પને દબાવો.
09:18 જે સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે, તેમાં "શીટ ૬" વિકલ્પ દબાવો અને પછી કી-બોર્ડ પર "શિફ્ટ"નું કળ દબાવી રાખી, "શીટ ૭" વિકલ્પ દબાવો.
09:30 "ઓકે" બટન દબાવો. આ એ શીટોની પસંદગી કરે છે જેને આપણે રદ્દ કરવી છે.
09:36 હવે ફરીથી મેનુ બારમાંથી "એડિટ" વિકલ્પ દબાવીને ફરી પાછું "શીટ" વિકલ્પ દબાવો.
09:43 હવે પોપ-અપ મેનુમાંથી "ડીલીટ" વિકલ્પ દબાવો અને પછી "યેસ" (હા) વિકલ્પને દબાવો.
09:50 તમે જુઓ છો કે પસંદગી કરેલી શીટો રદ્દ થાય છે.
09:54 'કેલ્ક'માં શીટો કેવી રીતે રદ્દ કરવી એ શીખ્યાં બાદ, આપણે હવે શીખશું કે કેવી રીતે સ્પ્રેડશીટમાં શીટોનું નામ ફરી બદલી શકાય.
10:02 જો તમે સ્પ્રેડશીટમાં જુઓ તો, વિભિન્ન શીટો મૂળભૂત રીતે આ રીતે નામાંકિત છે "શીટ ૧", "શીટ ૨", "શીટ ૩" અને ક્રમશ:.
10:11 આ નાના સ્પ્રેડશીટમાં કામ કરે છે જેમાં થોડી શીટો હોય પણ મુશ્કેલી ત્યારે થાય છે જયારે ઘણીબધી શીટો હોય છે.
10:21 'કેલ્ક' આપણને આપણી પસંદ અનુસાર શીટોનાં નામ બદલવાની અનુમતિ આપે છે.
10:25 હવે ઉદાહરણ તરીકે, જો આપણે "શીટ ૪"નું નામ બદલી "ડમ્પ" તરીકે આપવા માંગતા હોઈએ. તો આવું તમે નીચેનાં "શીટ ૪" ટેબ પર બે વાર દબાવીને સરળતાથી કરી શકો છો.
10:36 તમે જુઓ કે "રીનેમ શીટ" શીર્ષક સાથે એક સંવાદ બોક્સ ખુલે છે. અહીં એક ટેક્સ્ટ (લેખન) બોક્સ છે જેમાં મૂળભૂત રીતે "શીટ ૪" લખાયેલું છે.
10:46 હવે મૂળભૂત નામ રદ્દ કરીને નવી શીટનું નામ "ડમ્પ" રાખો.
10:51 "ઓકે" બટન પર દબાવો અને તમે જોઈ શકો છો કે "શીટ ૪" ટેબનું નામ બદલીને "ડમ્પ" થઇ ગયું છે. ચાલો આપણે "શીટ ૫" અને "ડમ્પ"ને રદ્દ કરીએ.
11:01 અહીં લીબર ઓફીસ કેલ્ક પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
11:06 ટૂંકમાં, આપણે શીખ્યાં:હરોળો અને સ્તંભોને દાખલ અને રદ્દ કેવી રીતે કરવું.
11:12 શીટોને દાખલ અને રદ્દ કેવી રીતે કરવું.શીટોનું નામ કેવી રીતે બદલવું.
11:17 વ્યાપક હસ્તાન્તરણ. "સ્પ્રેડશીટ પ્રેક્ટીસ.ઓડીએસ" ફાઈલ ખોલો.
11:23 "સીરીઅલ નંબર" મથાળું ધરાવતી હરોળને પસંદ કરીને રદ્દ કરો. શીટનું નામ બદલીને રાખો "ડીપાર્ટમેંટ શીટ".
11:32 નીચે આપેલા લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
11:34 તે સ્પોકન ટ્યુટોરિયલ યોજનાનો સારાંશ આપે છે. જો તમારી પાસે ઝડપી ઇન્ટરનેટનું જોડાણ ન હોય, તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
11:44 સ્પોકન ટ્યુટોરિયલ યોજનાનું જૂથ, મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
11:48 જે લોકો ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે, અમને "કોન્ટેક્ટ એટ સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી " ઉપર સંપર્ક કરો.
11:58 સ્પોકન ટ્યુટોરિયલ યોજના "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે. તે ભારત સરકારની 'એમએચઆરડી'ની આઇસીટીનાં માધ્યમથી રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા આધારભૂત છે.
12:10 આ મિશન વિશે વધુ માહિતી આ લિંક "સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો" ઉપર ઉપલબ્ધ છે.
12:21 આ ટ્યુટોરિયલ ભાષાંતર કરનાર છે ભરત સોલંકી. જોડાવાબદ્દલ આભાર.


Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya