LaTeX/C3/Simple-block-diagram/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
00:00 | એક્સફીગ દ્વારા બ્લોક ડાયાગ્રામ નિર્માણ ના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુ્ટોરીઅલમાં,અમે સમજાવીશું કે નીચેના પ્રકારનો બ્લોક ડાયાગ્રામ કેવી રીતે બનાવાય. |
00:17 | આ હેતુ માટેના જરૂરી સાધનો આપણે જોઈશું: |
00:19 | હું એક્સ-ફીગ,જે બ્લોક ડાયાગ્રામ બનાવવા માટે એક સક્ષમ ઓજાર છે તેનો ઉપયોગ કરીશ. |
00:24 | હું આવૃત્તિ ૩.૨,પેચ સ્તર ૫ નો ઉપયોગ કરી રહી છું. |
00:29 | હું ટેર્મીનલ અને પીડીએફ નો પણ ઉપયોગ કરીશ. |
00:37 | હું આ ટ્યુ્ટોરીઅલ Mac OS X ઉપર બનાવી રહી છું. |
00:41 | એક્સફીગ Linux અને Windows પર પણ કામ કરે છે. |
00:45 | Linux પર સ્થાપન કરવું સૌથી સરળ છે. |
00:50 | એક્સફીગ નો ઉપયોગ કરવાની પદ્ધતિ ત્રણેયમાં સરખી છે. |
00:56 | એક્સફીગ માટે ત્રણ બટન વાળું માઉસ વાપરવું ઉચિત છે. |
01:00 | પણ એક કે બે બટનવાળું માઉસ પણ કામમાં લઇ શકાય. |
01:07 | એક્સફીગ માટેની ઉપયોગકર્તાની પુસ્તિકા વેબ ઉપર ઉપલબ્ધ છે. |
01:16 | ચાલો તે જોઈએ.આ પૃષ્ઠમાં એક્સફીગની પ્રસ્તાવના આપણે જોઈ શકીએ છીએ. |
01:23 | આપણે પુસ્તિકાની વિષયક સૂચી અહીં જોઈ શીકીએ છીએ. |
01:28 | એને દબાવીએ. |
01:31 | આપણે અહીં એક્સફીગ બનાવનારાઓની જાણકારી જોઈ શકીએ છીએ. |
01:36 | ચાલો આ પૃષ્ઠ જોઈએ. |
01:40 | હું હવે આ ટ્યુ્ટોરીઅલ માટે પડદાનું વિન્યાસ(સ્ક્રીન કોન્ફીગરેશન) સમજાવીશ. |
01:46 | તેમાં સ્લ્યાઈદ્સ,એક્સફીગ,ઇનટરનેટ બ્રાવઝર-ફાયરફોક્ષ અને ટેર્મીનલ છે. |
01:58 | Mac પર એક્સફીગ શરૂ કરવા આ આદેશનો ઉપયોગ થાય છે. |
02:04 | આ બધી બારીઓને એવી રીતે ગોઠવી છે કે એક થી બીજામાં ફેરબદલી સરળતાથી થાય. |
02:10 | તમો સૌ અધ્યેતાગણ બારીઓની ફેરબદલી સાક્ષાત જોઈ શકો છો. |
02:17 | ચાલો એક્સફીગ શરૂ કરીએ. |
02:20 | એક્સફીગ કાર્યપત્રક(વર્કશીટ)ની ડાબી બાજુએ "ડ્રોઈંગ મોડ પેનલ" છે. |
02:26 | આ પેનલના ઉપરના અડધા ભાગમાં જે બટનો છે તે જુદી-જુદી વસ્તુઓ બનાવવા ઉપયોગી છે. |
02:33 | નીચેના બટનો તેમની સાથે કામ કરવા માટે છે. |
02:39 | ઉપરના બટનોથી ફાઈલ અને એડિટ જેવા કાર્યો અમલમાં મૂકી શકાય. |
02:46 | અહીં વચ્ચે જે જગ્યા છે તેને "કેનવાસ" કહેવાય છે. |
02:50 | આ એ જગ્યા છે જ્યાં આકૃતિઓ બનાવાશે. |
02:53 | ચાલો રેખાકૃતિ સાથે શરૂઆત કરીએ. |
02:55 | પહેલી વસ્તુ હું કેનવાસ ઉપર સંખ્યાંકિત ચોરસો(ગ્રીડ્સ) મુકવાની કરીશ. |
03:01 | આ હું નીચે આપેલ "ગ્રીડ મોડ" બટન દબાવીને કરું છું. |
03:05 | આપણે સંખ્યાંકિત ચોરસોના જુદા-જુદા પરિમાણ પસંદ કરી શકીએ.હું વચ્ચેના ને પસંદ કરું છું. |
03:11 | સંખ્યાંકિત ચોરસો જુદા-જુદા આકારોને એક હરોળમાં લાવવામાં મદદ કરે છે. |
03:16 | આ ટ્યુ્ટોરીઅલમાં દબાવવું,મતલબ માઉસના ડાબા બટન ને દબાવી અને છોડવું. |
03:21 | એજ રીતે,કોઈ બટનને પસંદ કરવું એટલે તમારે તેને માઉસના ડાબા બટનથી દબાવવું. |
03:29 | જો કોઈ અલગ ક્રિયા હશે તો હું જણાવીશ. |
03:34 | આપણે આકૃતિમાં બોક્ષ મૂકવા માંગીએ છીએ,તો ચાલો ડાબી બાજુના પેનલમાંથી તીષ્ણ ખૂણાવાળા "બોક્ષ ચિન્હ" ને પસંદ કરીએ. |
04:43 | જ્યાં આપણે બોક્ષને મુકવા માંગીએ છીએ તે જગ્યાએ જઈશું. |
03:50 | આપણે આ ચોક્કસ સ્થળ ઉપર માઉસ દબાવીશું. |
03:53 | આથી બોક્ષનો ઉત્તર પશ્ચિમી ખૂણો નિશ્ચિત થયો. |
03:57 | હવે માઉસને વિરુદ્ધ દિશામાં એટલે સુધી લઇ જાવ કે જેથી બોક્સનું જોઈતું પરિમાણ મળે. |
04:12 | જેવું બોક્ષનું પરિમાણ સાચું થાય,માઉસ ફરીવાર દબાવીશું. |
04:16 | બોક્ષ હવે બની ગયું છે. |
04:18 | હવે આપણે એક્સ-ફીગ ના લક્ષણ "એડિટ" નો ઉપયોગ સમજીશું.જેના ઉપયોગથી,આપણે બોક્ષની જાડાઈ વધારીશું. |
04:26 | ચાલો ડાબી બાજુના પેનલમાંનું "એડિટ બટન" દબાવીએ. |
04:31 | આપણે જોઈએ શકીએ છીએ કે બોક્ષના બધા મહત્વપૂર્ણ બિંદુઓ દેખાય છે. |
04:36 | આમાંથી કોઈ એક બિંદુ પર દબાવીએ અને બોક્ષ પસંદ કરીએ. |
04:41 | એક ડાયલોગ બોક્ષ ખુલે છે. |
04:43 | આપણે માઉસને "વિડ્થ" બોક્ષ પર લઇ જઈએ. |
04:47 | ધ્યાન રાખો કે માઉસ પોઈન્તર બોક્ષમાં જ રહે. |
04:51 | ચાલો આ સર્વસાધારણ કિંમત ૧ ને રદ કરીએ. |
04:55 | જો માઉસ બોક્ષની અંદર નહિ હોય તો આ બોક્ષના ઘટકો નહીં બદલાય. |
05:01 | જો લખતી વખતે માઉસ બોક્ષની બહાર જતું રહે તો તેને બોક્ષની અંદર લાવો અને લખવાનું ચાલુ રાખો. |
05:07 | ચાલો હવે ૨ દાખલ કરીએ. |
05:13 | આપણે "ડન" દબાવીએ.ચાલો હું આ બતાઉં. |
05:17 | "ડન" પર દબાવો અને ડાયલોગ બોક્ષ છોડી દો. |
05:20 | આપણે જોઈ શકીએ છીએ બોક્ષની જાડાઈ વધી છે. |
05:24 | હવે આપણે નિર્દેશક ચિન્હ વાળી લીટીઓ ઉમેરીશું. |
05:28 | ચાલો ડાબી બાજુના પેનલમાંથી "પોલીલાઈન બટન" પસંદ કરીએ. |
05:34 | નીચેની પેનલને એટ્રીબુટ(ગુણ) પેનલ કેહવાય છે. |
05:40 | આ પેનલમાં રહેલા બટનોના ઉપયોગથી દરેક વસ્તુના માપદંડ(Parameter) બદલી શકાય છે. |
05:45 | બટનોની સંખ્યાનો બદલાવ,પસંદ કરેલી વસ્તુ ઉપર નિર્ધારિત છે. |
05:52 | એટ્રીબુટ પેનલમાંથી ચાલો "એરો મોડ" પસંદ કરીએ. |
05:57 | ચાલો ડાયલોગ બોક્ષમાં બીજા વિકલ્પને પસંદ કરીએ,જે લીટીને છેડે નિર્દેશક ચિન્હ આપશે. |
06:04 | "એરો ટાઈપ" બટન ને દબાવીએ. |
06:08 | જે બારી દ્રશ્યમાન છે,તેમાંથી ગમતું નિર્દેશક ચિન્હનું માથું(arrow head) પસંદ કરીએ. |
06:14 | ચાલો આપણને જ્યાંથી લીટી જોઈએ છે તે ચોક્કસ સ્થળે માઉસ દબાવીએ. |
06:23 | જોઈતી લીટીના અંતિમ બિંદુએ માઉસને લઇ જઈએ. |
06:31 | હવે માઉસના વચ્ચેના બટનથી ત્યાં દબાવીએ. |
06:36 | નિર્દેશક ચિન્હવાળી લીટી બને છે. |
06:39 | યાદ રાખો,આ લીટી પૂરી કરવા વચ્ચેનું બટન દબાવવું. |
06:43 | ડાબું કે જમણું નહીં. |
06:45 | જો તમે ભૂલ કરો તો "એડિટ" દબાવી "અન્ડું" દબાવો. |
06:52 | હવે પહેલી લીટીની નકલ કાઢીએ અને બોક્સમાં જ્યાં આઉટપુટ દર્શાવવું છે ત્યાં એક બીજી લીટી બનાવીએ. |
06:59 | "કોપી બટન" ને ડાબી બાજુના પેનલમાંથી પસંદ કરો. |
07:05 | લીટી પસંદ કરો. |
07:09 | માઉસને નિર્ધારિત સ્થાને લઇ જઈ દબાવો. |
07:15 | લીટી નકલ થઇ ગઈ. |
07:18 | ચાલો થોડું લખાણ મુકીએ. |
07:21 | ડાબી બાજુના પેનલમાંથી T દ્વારા સૂચિત કરેલ "ટેક્સ્ટ બોક્ષ" દબાવો. |
07:29 | ચાલો લખાણના અક્ષર નું પરિમાણ નક્કી કરીએ. |
07:35 | ચાલો "એટ્રીબુટ પેનલ" માંથી "ટેક્સ્ટ સાઈઝ" બટન દબાવો અને ડાયલોગ બારી મેળવો. |
07:41 | માઉસને વેલ્યુ(કિંમત) બોક્ષ પર લઇ જાઓ અને ત્યાં માઉસને રાખો. |
07:46 | ચાલો સર્વસાધારણ કિંમત ૧૨ ને હટાવો અને ૧૬ લખો. |
07:52 | બટન "સેટ" ને પસંદ કરો. |
07:56 | "ડાયલોગ બોક્ષ" બંધ થયું અને "એટ્રીબુટ પેનલ" માં લખાણનું પરિમાણ ૧૬ દેખાય છે. |
08:05 | આપણે લખાણને મધ્યમા સંરેખિત કરીએ. |
08:08 | એટ્રીબુટ પેનલમાં "ટેક્સ્ટ જસ્ટ" બટન દબાવીએ. |
08:13 | એક ડાયલોગ બોક્ષ ખુલે છે. |
08:15 | મધ્યમાં સંરેખિત કરવા વચ્ચેવાળાને પસંદ કરીએ. |
08:21 | બોક્ષના મધ્ય પર માઉસ દબાવીએ. |
08:29 | હું "પ્લાન્ટ" લખીશ અને માઉસ દબાવીશ. |
08:36 | લખાણ બની ગયું છે. |
08:38 | જો જરૂર હોય તો,ડાબી બાજુના પેનલ પરથી "મુવ" કળ દ્વારા લખાણ ખસેડી શકું છું. |
08:50 | ચાલો આ આકૃતિનો સંગ્રહ(સેવ) કરીએ. |
08:52 | એક્સફીગના ઉપરના ડાબા ખૂણામાં "ફાઈલ" બટનને દબાવીએ,માઉસને પકડી રાખો અને સેવ સુધી ખસેડો અને બટન છોડો. |
09:04 | આ પ્રથમ વખત હોવાથી,એક્સફીગ ફાઈલનામ પૂછે છે. |
09:09 | આપણે ડીરેકટરી પસંદ કરી અને પછી ફાઈલનામ આપી શકીએ. |
09:12 | ચાલો "બ્લોક" નામ આપીએ અને "સેવ" પસંદ કરીએ. |
09:27 | ફાઈલ "બ્લોક.ફીગ" થી સેવ થશે. |
09:30 | તમે ઉપર નામ જોઈ શકો છો. |
09:34 | ચાલો હવે ફાઈલને નિકાસ(એક્સપોર્ટ) કરીએ. |
09:36 | "ફાઈલ બટન" પર ફરી દબાવીએ,માઉસ પકડી અને "એક્સપોર્ટ" તરફ ખસેડીએ. |
09:47 | "લેન્ગવેજ" પછીના બોક્ષ પર દબાવીએ,માઉસ પકડી તેને "પીડીએફ" તરફ ખસેડી અને "પીડીએફ રચના" પસંદ કરવા ત્યાં માઉસ છોડીએ. |
09:59 | હવે "એક્સપોર્ટ" બટન દબાવીએ.આપણને "બ્લોક.પીડીએફ" ફાઈલ મળે છે. |
10:05 | ટેર્મીનલમાંથી "ઓપન બ્લોક.પીડીએફ" આદેશ આપી આ ફાઈલ ખોલીએ. |
10:18 | હવે આપણને જોઈતી આકૃતિ આપણી પાસે છે. |
10:21 | ચાલો આપણો હેતુ પાર પડ્યો.આપણી પાસે જોઈતી આકૃતિ છે. |
10:30 | હવે લો તમને સ્વાધ્યાય કાર્ય આપું. |
10:33 | બોક્સને બદલે અન્ય વિભિન્ન આકારો મુકો. |
10:36 | પોલીલાઈનના ઉપયોગ થી એક લંબચોરસ બનાવો.આકૃતિમાં નિર્દેશક ચિન્હનું પરિમાણ અને દિશા બદલો. |
10:43 | લખાણ,લીટી અને બોક્ષને વિભિન્ન સ્થાને લઇ જાઓ. |
10:48 | ફાઈલને "ઈ પી એસ" સંરૂપમાં નિકાસો અને તેને જુઓ. |
10:51 | બ્લોક.ફીગ ફાઈલને એડિટરમાં જુઓ અને વિભિન્ન ઘટકોને ઓળખો. |
10:58 | કોઈ સદંતર જુદોજ બ્લોક ડાયાગ્રામ બનાવો. |
11:02 | હવે આપણે આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત કરીએ છીએ. |
11:06 | મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજના નો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT(NMEICT),MHRD, ભારત સરકારના માધ્યમથી સમર્થિત કરેલ છે. મિશન વિષે વધુ જાણકારી લિંક http://spoken-tutorial.org/NMEICT-Intro ઉપર ઉપલબ્ધ છે. |
11:28 | મેં બીજા થોડા વેબ પેજ ડાઉનલોડ કરેલ છે. |
11:38 | મૌખિક ટ્યુ્ટોરીઅલ યોજનાની વેબસાઈટ http://spoken-tutorial.org(http://spoken-tutorial.org/) છે. |
11:48 | આ પ્રકલ્પ લિંક "What is a spoken Tutorial" ઉપરના વીડિઓ દ્વારા સમજાવેલ છે. |
11:57 | આ spoken-tutorial.org/wiki પર,અમારા પ્રકલ્પ દ્વારા સમર્થિત FOSS સાધનોની સૂચી રાખેલ છે. |
12:12 | અહીં એક્સફીગનું વિવરણ ધરાવતું પૃષ્ઠ પણ જોઈ શકશો. |
12:27 | તમારો સહભાગ તેમજ તમારી પ્રતિક્રિયાઓ મેળવવા અમે ઉત્સુક છીએ.
આઈઆઈટી બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું. આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા તમારો આભાર. |