LaTeX-Old-Version/C2/What-is-Compiling/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:00 લેટેક દ્વારા સાદું ડોક્યુમેન્ટ કેવી રીતે બનાવવું તે શીખવાડતા આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે.
0:08 હું આ પ્રક્રિયા MacOSX ઓપરેટીંગ સિસ્ટમ ઉપર સમજાવીશ.
0:13 બીજી અન્ય ઓપરેટીંગ સિસ્ટમો જેવી કે લિનક્સ અને વિન્ડોવ્સ ઉપર પણ આ જ પદ્ધતિઓ લાગુ પડે છે.
0:19 પહેલી વસ્તુ તમારે જે કરવાની રેહશે તે છે એડિટર ના ઉપયોગથી એક સ્ત્રોત(સોર્સ) ફાઈલ બનાવવી.
0:24 મારું પસંદી એડિટર છે-એમેક્સ.મારી પાસે hello.tex નામની ફાઈલ છે.ફાઈલનું એક્સ્ટેન્શન tex છે.તેની જોડણી t-e-x હોવા છતાં તેનું "ટેક" દ્વારા ઉચ્ચારણ થાય છે.આ એક્સ્ટેન્શન લેટેકમાં મૂળભૂત રીતે હોય છે.
0:40 આપણને કયા ડોક્યુમેન્ટ ક્લાસમાં રૂચી છે પહેલા લેટેકને જણાવવું આવશ્યક છે.
0:46 હું આર્ટીકલ ક્લાસનો ઉપયોગ કરીશ.
1:01 તેનો સંગ્રહ કરીએ.
1:03 બીજા ઘણા અન્ય ક્લાસો પણ છે.
1:06 આપણે તેમાંના થોડાનો અન્ય ટ્યુ્ટોરીઅલમાં સમાવેશ કરીશું.
1:10 હું અક્ષર પરિમાણ અંક ૧૨ લઉં છું.
1:14 બે નાના પરિમાણ જે ૧૧pt અને ૧૦pt છે,તે પણ લેટેક્માં ઘણા પ્રખ્યાત છે.
1:23 ચાલો હું ડોક્યુમેન્ટ ચાલુ કરું.
1:29 ચાલો હું પંક્તિ 'Hello world!' લખું.
1:34 હું આ ડોક્યુમેન્ટ સમાપ્ત કરું છું.
1:36 તેનો સંગ્રહ કરું.
1:39 જે પણ શરૂઆત ડોક્યુમેન્ટ આદેશ અને અંત ડોક્યુમેન્ટ આદેશની વચ્ચે લખાય છે તે અંતિમ આઉટપુટમાં આવશે.
1:47 આને સ્ત્રોત ફાઈલ કહેવાય છે.મેં તેને hello.tex નામ આપ્યું છે.
1:51 ચાલો તેનું "pdflatex" આદેશથી સંકલન કરીએ.
1:55 આપણે અહીં આવીએ અને આદેશ ‘pdf latex hello.Tex’ આપીએ.
2:08 આપણે એક્સ્ટેન્શન વગરના આદેશ ‘pdf latex hello’નો પણ સંકલન માટે ઉપયોગ કરી શકીએ.
2:23 આ ઘટનામાં તે ડીફોલ્ટ રીતે એક્સ્ટેન્શન tex નો ઉપયોગ કરશે.
2:28 આદેશ 'pdf latex'નો ઉપયોગ લેટેક સ્ત્રોત ફાઈલમાંથી પીડીએફ ફાઈલ બનાવવા થાય છે.
2:35 આ આદેશ અમલમાં મુકતા,લેટેક માહિતી પ્રદ આઉટપુટ પણ આપે છે.આ સંદેશાઓ ફાઈલ hello.logમાં સંગ્રહિત થાય છે જે આપણે અહીં જોઈ શકીએ છીએ.
2:48 નોંધ લો કે હેલ્લો શબ્દ આપણા દ્વારા અત્યાર સુધી બનાવેલ દરેક ફાઈલમાં છે.
2:53 ચાલો હવે ફાઈલ hello.pdf ખોલીએ.
2:57 મારી Mac સિસ્ટમ ઉપર,હું તે આદેશ ‘skim hello.pdf’ આપી ખોલીશ.
3:12 'સ્કીમ' એ મેક ઓએસએક્સ ઉપર એક મફત પીડીએફ રીડર છે.
3:18 આ આદેશ આપતા,તે ફાઈલ hello.pdf ખોલે છે.
3:22 આપણી અપેક્ષા મુજબ તેમાં માત્ર એક જ લીટી છે.ચાલો હું તેને ઝૂમ કરું.
3:33 સ્કીમ ખુલેલી પીડીએફ ફાઈલની નવિનતમ આવૃત્તિ પ્રદર્શિત છે.
3:37 ઉદાહરણ તરીકે,જો હું તેમાં થોડો ફેરફાર કરું,ચાલો અહીં બીજું ‘hello world’ ઉમેરું.
3:48 ચાલો હું પહેલા તેનો સંગ્રહ કરું અને પછી સંકલન કરું.
3:56 આના માટે માફ કરજો.તે અપડેટ થઇ ગયું છે.
4:01 હું આને રદ કરું,સંગ્રહ કરું,સંકલન કરું,હવે પહેલાની જેમ એક જ 'hello world' દેખાય છે.
4:14 નોંધ રાખો કે મેં હંમેશા ફાઈલ સંગ્રહિત કરી અને સંકલિત કરી છે.
4:21 તમે પહેલા તેનો સંગ્રહ કરો પછી સંકલન કરો.જો તમે સંગ્રહ નહીં કરો તો સંકલિત ફાઈલમાં કોઈ પણ ફેરફાર તમે નહીં જોઈ શકો.
4:30 મેં આ મૌખિક ટ્યુ્ટોરીઅલ બનાવવા માટે આ ત્રણ બારીઓને સંગઠિત કરી છે.
4:36 તમારે ડોકયુમેન્ટો બનાવવા આને આ બનાવટમાં ગોઠવવાની જરૂર નથી.વળી,તમે તમારી પસંદગીનું બીજું અન્ય એડિટર અને પીડીએફ રીડર પણ વાપરી શકો.
4:45 લેટેકનો ઉપયોગ કરવા,આ તબક્કાઓનો અમલ કરાય છે:સ્ત્રોતનું નિર્માણ,સંકલન અને પીડીએફ ફાઈલને જોવું.
5:08 હું તમને પ્રોત્સાહિત કરું છું કે સ્ત્રોત ફાઈલમાં પરિવર્તન કરી,આ તબક્કાઓનું અમલીકરણ કરો.
5:12 તમે શરૂઆતના ડોક્યુમેન્ટ આદેશ અને અંતના ડોક્યુમેન્ટ આદેશની વચ્ચે થોડી પંક્તિઓ જોડવા માંગતા હોવ તો જોડી શકો છો.
5:20 તમે hello.log ફાઈલમાં પણ જોવા ઈચ્છતા હશો તો જુઓ.
5:24 ચાલો હવે હું પ્રેઝન્ટેશન વડે આ ટ્યુ્ટોરીઅલ બતાઉં.
5:28 આને હું રદ કરું.
5:38 હું લેટેકના ફાયદાઓ બતાઉં.
5:42 લેટેક એક ઉત્તમ ટાઈપસેટિંગ સોફ્ટવેર છે.
5:47 લેટેક દ્વારા બનાવેલ ડોકયુમેન્ટોની ગુણવત્તા અજોડ(અન્મેચ્ડ) છે.
5:51 લેટેક મુલ્ય વગરનું અને ઓપન સોર્સ સોફ્ટવેર છે.
5:53 તે વિન્ડોવ્સ અને યુનિક્સની બધી ઓપરેટીંગ સિસ્ટમો માટે ઉપલબ્ધ છે,તેમાં મેક અને લિનક્સનો પણ સમાવેશ થાય છે.
6:00 લેટેક ઉત્કૃષ્ટ ગુણો ધરાવે છે,જેવાકે સમીકરણો,પ્રકરણો,વિભાગો,આકૃતિઓ,કોષ્ટકો વગેરેને આપો-આપ ક્રમાંક આપવા.
6:08 ગાણિતિક સમીકરણો ધરાવતા ડોકયુમેન્ટો પણ લેટેકમાં સરળતાથી બનાવી શકાય છે .
6:13 બદલાતી રચના શૈલી સાથે,ગ્રંથસૂચિ પ્રવેશો પણ સરળતાથી બનાવી શકાય છે.
6:19 લેટેક રચના શૈલીનું ધ્યાન રાખે છે,જેથી લેખક ઘણી મહત્વની પ્રવૃત્તિઓ ઉપર એકાગ્ર થઇ શકે છે,જેવીકે, માહિતીઓનું નિર્માણ અને વિચારોનું તર્કસંગત અનુક્રમ કરવું.
6:31 લેટેકના બીજા ઘણા ટ્યુ્ટોરીઅલો જેના માટે લિંક moudgalya.org નિહાળો.તેઓ આ મુજબ છે : સંકલન શું છે,પત્ર લેખન,એહવાલ લેખન,ગાણિતિક ટાઇપસેટીંગ,સમીકરણો,કોષ્ટકો અને આકૃતિઓ,ગ્રંથસૂચી કેવી રીતે બનાવવી,અને ગ્રંથસુચીમાં અંદર શું છે તે જાણવું.
6:53 સરળતાથી શીખવા માટે ટ્યુ્ટોરીઅલોનો આ અનુક્રમ અનુસરવો આગ્રહણીય છે.
6:57 આ ટ્યુ્ટોરીઅલો બનાવવા ઉપયોગ થયેલી સ્ત્રોત ફાઈલો પણ આ વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.
7:03 અમે "વિન્ડોવ્સ ઓએસ" ઉપર લેટેક સંસ્થાપિત કરવાનું શીખવાડતું ટ્યુ્ટોરીઅલ પણ ઉમેરવા માંગીએ છીએ.
7:09 નજીકના ભવિષ્યમાં બીજું અન્ય ટ્યુ્ટોરીઅલ પણ હશે,ઉદાહરણ તરીકે,સ્લાઈડ પ્રેઝન્ટેશન માટે બીમરનો ઉપયોગ કરવો.
7:15 આ પ્રેઝન્ટેશન બીમર દ્વારા લેટેક ઉપર બનાવ્યું છે.
7:21 કેટલીક ટીપ્પણીઓ જોઈએ:જેટલા બને તેટલા મૌખિક ટ્યુ્ટોરીઅલો જુઓ.
7:26 સાથે સાથે તેનો અભ્યાસ પણ કરો.
7:28 કોઈ સંક્રિયાત્મક(વર્કિંગ) લેટેક ફાઈલથી શરુ કરો.
7:31 તેમાં પરિવર્તન કરો,સંગ્રહ કરો,સંકલન કરો.અને તમે જે કર્યું તે બરાબર થયું તેની ખાતરી કર્યાં પછી જ બીજા અન્ય પરિવર્તનો કરો.
7:40 સંકલન કર્યાં પહેલા તમારી સ્ત્રોત ફાઈલને સંગ્રહિત કરવાનું યાદ રાખો.
7:45 લેટેકની ઘણી પુસ્તકો ઉપલબ્ધ છે.અમે બે પુસ્તકો માટે સલાહ આપીએ છીએ.
7:48 પહેલી પુસ્તક છે લેટેકના અસલ સર્જનકરનાર,લેઝલી લેમ્પર્ટ દ્વારા લખેલ.
7:53 આ પુસ્તક ઓછા કિંમતની ભારતીય આવૃત્તિમાં પણ ઉપલબ્ધ છે.
7:57 ઉન્નતી પામેલા ઉપયોગકર્તાઓ પુસ્તક "લેટેક કમ્પેનિયન"નો ઉપયોગ કરી શકે છે.
8:03 પ્રથમ પુસ્તક અને વેબ શોધ બધા હેતુઓ માટે પર્યાપ્ત છે,તે ઉપરાંત,લેટેકને સંબંધિત જાણકારી માટે મુખ્ય સાઈટ છે "ctan.org".
8:15 આ યોજના માટેનું નાણાં-ભંડોળ ICT દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય સાક્ષરતા મિશન તરફથી આવે છે.જે MHRD,ભારતીય સરકાર દ્વારા શરુ થયેલ છે.
8:24 આ મિશન માટેની યુઆરએલ "sakshat.ac.in" છે.મૌખિક ટ્યુ્ટોરીઅલ પ્રવૃત્તિ મિશનના ટોક ટુ અ ટીચર યોજનાથી આરંભ થયેલ છે,જે CDEEP,IIT Bombay : "cdeep.iitb.ac.in" દ્વારા સંકલિત છે.
8:39 મૌખિક ટ્યુ્ટોરીઅલનો ઉપયોગ સોફ્ટવેરના વિકાસને લોકપ્રિય બનાવવા થશે અને આ કાર્ય fosse.in દ્વારા સંકલિત થશે.
8:47 FOSSEEનું પૂરું નામ છે-વિજ્ઞાન અને ઇજનેરી શિક્ષણમાં ફ્રી એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર.
8:52 આ યોજના પણ રાષ્ટ્રીય શિક્ષણ મિશનને આધારિત છે.
8:57 બીજા અન્ય ટ્યુ્ટોરીઅલો અને તેના અનુવાદનો જોવા આ લીન્કો નિહાળો.
9:05 અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે.IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા આભાર.

Contributors and Content Editors

Jyotisolanki