LaTeX-Old-Version/C2/Inside-story-of-Bibliography/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:00 ગ્રંથસૂચિ નોંધણીઓ એટલે કે બીબ્લીઓગ્રાફી એન્ટ્રી બનાવવાના આ ટ્યુટોરિઅલમાં તમારું સ્વાગત છે.
0:06 હું આ કાર્ય માટે બીબટેકનો ઉપયોગ કરીશ.બીબટેક લેટેકથી અલગ એક સ્ટેન્ડ-એલોન એટલે કે સ્વતંત્ર ઉપયોગિતા છે.
0:14 આ ટ્યુટોરિઅલમાં આપણે આ દેખાતી પીડીએફ ફાઈલનું નિર્માણ કેવી રીતે કરવું તે જોઈશું.
0:20 પ્રથમ પુષ્ઠ શીર્ષક બતાડે છે.
0:25 ચાલો બીજા પુષ્ઠે જઈએ, જ્યાં આપણી પાસે લખાણ એટલે કે ટેક્સ્ટ છે.
0:31 રેફરેન્સીઝ એટલે કે સંદર્ભો એકથી છ સુધી ક્રમાંકિત છે, અને બીજા પુષ્ઠમાં, અગિયાર સુધી.
0:41 નોંધ લો કે આ સંદર્ભો અંગ્રેજી વર્ણમાળા ક્રમમાં પણ સૂચીબદ્ધ છે.
0:47 તમે તેને અહિયાં જોઈ શકો છો.
0:52 ચાલો હવે આગળ સ્ત્રોત ફાઈલ જોઈએ જેને આપણે આ કાર્ય માટે ઉપયોગમાં લીધી છે.
0:59 ચાલો આપણે આને જોઈ લઈએ.
1:07 બ્રાઉઝ કરવા પર તે સ્પષ્ટ થઇ જાય છે કે ત્યાં સંદર્ભોનો કોઈ ઉલ્લેખ નથી.
1:13 સ્ત્રોત ફાઈલમાં આપણી પાસે આ પ્રસ્તુત માહિતી નથી.
1:17 તો સંદર્ભો ક્યાં છે? તે 'રેફ' ફાઈલમાં છે. વાસ્તવમાં ફાઈલનું નામ 'રેફ.બીબ' છે.
1:26 તે આ આદેશ -બીબ્લીઓગ્રાફી માટે ડીફોલ્ટ એટલે કે મૂળભૂત છે.
1:34 અહી જુઓ, 'રેફ.બીબ'.
1:39 ચાલો જોઈએ કે 'રેફ.બીબ'માં શું સમાયેલ છે .
1:52 તેમાં સંદર્ભોની માહિતી વિભિન્ન વર્ગોમાં વહેચાયેલી છે, ઉદાહરણ તરીકે, તેમાં છે પાઠ્યપુસ્તક, તકનિકી અહેવાલ(ટેક-રીપોર્ટ), આંતરિક કાર્યવાહી(ઇન પ્રોસીડીંગ), પ્રકીર્ણ(મિસ્લેનિઅસ) તેમજ લેખ(આર્ટીકલ).
2:09 આપણે ટૂંક સમયમાં જ આ ફાઈલ પર પાછા આવીશું અને તે સમજીશું.
2:13 ચાલો આપણે હવે આઉટપુટમાં સંદર્ભોની યાદી બનાવવાની કાર્યપદ્ધતિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ.
2:19 ચાલો સ્રોત ફાઈલ,'રેફરેન્સીઝ.ટેક' પાછી મુકીએ.
2:31 ચાલો આ પુષ્ઠની શરૂઆતમાં જઈએ.
2:36 પહેલા એ ફાઈલોની યાદી મેળવીએ જેના પ્રિફિક્ષ એટલે કે ઉપસર્ગો -રેફરેન્સીઝ એટલે કે સંદર્ભો છે.
2:44 આ રહી.
2:47 ચાલો આપણે સૌપ્રથમ 'રેફરેન્સીઝ.ટેક' સીવાયની બધીજ ફાઈલો ડીલીટ કરીએ,
3:04 ચાલો આપણે આની ખાત્રી કરી લઈએ,
3:09 તો આપણી પાસે માત્ર 'રેફરેન્સીઝ.ટેક' જ છે.
3:12 ચાલો હું તેનું સંકલન કરું.
3:19 સંકલન કરતી વખતે, આપણને ચેતવણી સંદેશ મળે છે કે,
3:20 ત્યાં અમુક અવ્યાખ્યાયિત સંદર્ભો છે, કેટલાક સાઈટેશન (ઉલ્લેખ કે અવતરણ) ગુમ થયેલ છે.
3:39 આપણે જોઈ શકીએ છીએ કે પીડીએફ ટેક આદેશે નવી ફાઈલો બનાવી છે.
3:52 'રેફરેન્સીઝ.પીડીએફ' ફાઈલ ઉપરાંત ત્યાં અમુક નવી ફાઈલો છે, જેમ કે 'રેફરેન્સીઝ.લોગ' તેમજ 'રેફરેન્સીઝ.ઓક્સ'.
4:04 ચાલો પહેલા આપણે ફાઈલ 'રેફરેન્સીઝ.લોગ' જોઈએ.
4:15 તેમાં ઘણી બધી માહિતી છે, વાસ્તવમાં, તેમાં બધાજ સંદેશાઓ છે જે અહિયાં દ્રશ્યમાન થાય છે.
4:20 ચાલો નીચે જઈને જોઈએ. ત્યાં ઘણી બધી માહિતીઓ છે, અને આ ચેતવણીઓ પણ છે જે અહીંયા પણ દ્રશ્યમાન થઇ રહી છે.
4:36 બેશક ત્યાં ચેતવણી છે કે કેટલાક અક્ષરો ગુમ થયેલ છે પણ આ ત્રુટીઓ આપણે અવગણી શકીએ છીએ.
4:43 આ ચેતવણી કે અહીંયા અમુક રેફરેન્સીઝ અને સાઈટેશન ગુમ છે તે મહત્વપૂર્ણ છે.
4:50 હવે આપણે આ ચેતવણીઓને સંબોધિત કરવા આગળ વધીશું.
4:55 ચાલો હવે હું આ બીજી ફાઈલ ખોલું,જે છે 'રેફરેન્સીઝ.ઓક્સ'.
5:04 તેની પાસે કેટલાક સાઈટેશન આદેશ છે. આ બધા ક્યાંથી આવે છે?
5:13 બધી જ સાઈટેશનની દલીલો સ્ત્રોત ફાઈલમાં 'સાઈટ કમાંડ' અંદર દ્રશ્યમાન થઇ છે.
5:18 જેમ આપણે હવે જોઈ શકીએ છીએ. હું તેને અહીં ખોલું.
5:26 ચાલો નીચે જઈએ, તેના માટે ત્યાં એક સ્ક્રોલ છે, સ્રોત ફાઈલ.
5:31 જુઓ ઉદાહરણ તરીકે, મારી પાસે આ 'સાઈટ વીકે ૭૯' છે, તે વીકે૭૯ અહી આવે છે.
5:37 'સાઈટ ટીકે ૮૦', તે અહીં આવે છે અને ક્રમશ. આ બીબસ્ટાઈલ-પ્લેન પણ સ્રોત ફાઈલમાં અહિયાં આવે છે,
5:51 તમે ઉપર જાઓ, બીબ્લીઓગ્રાફી સ્ટાઈલ-પ્લેન, તે પ્લેન અહિયાં આવે છે.
6:00 ઓક્સ ફાઈલ વેરીએબલ એટલે કે ચલ નામો પણ સંગ્રહિત કરે છે, ધારો કે ઉદાહરણ તરીકે હું આ વિભાગ માટે એક લેબલ સમાવેશ કરું છું.
6:11 ચાલો હું અહીં જઉં.
6:18 ઠીક છે, હું આને લેબલ વગર કરું,
6:26 તો ઉદાહરણ તરીકે, ચાલો આ રદ કરીએ, ચાલો હું સંકલન કરું.
6:37 ચાલો હું આ ફાઈલ ફરી ખોલું.
6:47 અને નોંધ લો કે આ આપણી પાસે હવે નથી.
6:50 તો જયારે હું અહિયાં લેબલ મુકું છું, 'લેબલ-સેક આર્ય'.
7:06 આ સંગ્રહો, સંકલન કરો, ખોલો.
7:13 ત્યારે તમે આ ફાઈલમાં પહોચો છો, આને ફરી ખોલવા માટે.
7:18 અને નોંધ લો, આપણી પાસે આ આદેશ છે, 'ન્યુ લેબલ સેક આર્યા',
7:23 આ લેબલ એજ લેબલ છે કે જે અહિયાં આપણી પાસે હતું અને આ બતાવે છે કે તે વિભાગ ૧ છે,
7:31 જેમકે અહિયાં દ્રશ્યમાન થાય છે, અને આ ક્રમાંક ૨ પુષ્ઠ ક્રમાંક સંદર્ભિત કરે છે - આ ડોક્યુંમેન્ટનું પુષ્ઠ ક્રમાંક ૨ છે.
7:41 આગલા સંકલન દરમ્યાન. લેટેક ઓક્સ ફાઈલ વાંચે છે અને લેબલની માહિતી લોડ કરે છે.
7:48 આ માટે,લેબલો યોગ્ય મેળવવા આપણને બે વખત સંકલનની જરૂર પડે છે .
7:52 ચાલો હવે હું સમજાઉં કઈ રીતે સંદર્ભોની સૂચી બનાવાય છે, હવે સમય છે બીબટેક વાપરવાનો.
8:01 બીબટેક રેફરેન્સીઝ આદેશ આપણે અહિયાં આપીએ છીએ. ચાલો આદેશ આપીએ -બીબટેક રેફરેન્સીઝ.
8:17 અહી ઉલ્લેખ્યાપ્રમાણે આ ઈનપુટ 'રેફરેન્સીઝ.ઓક્સ'થી લે છે, અહી ઉદાહરણ તરીકે તે કહે છે કે 'રેફરેન્સીઝ.ઓક્સ' વપરાયી છે.
8:30 તે કહે છે કે તે 'પ્લેન.બીએસટી' કહેવાતી સ્ટાઈલ ફાઈલ વાપરે છે.
8:39 આ પ્લેન આદેશ અને 'રેફ.બીબ'ની તારીખના આપ્યા મુજબ, અમે આ પહેલા સમજાવી દીધું છે, 'રેફ.બીબ', ડેટાબેઝ ફાઈલ ક્રમાંક ૧ 'રેફ.બીબ' છે.
8:51 યાદ રાખો કે આપણે પ્લેન સ્ટાઈલ એટલે કે સાદી શૈલી અને 'રેફ.બીબ'ને સ્ત્રોત ફાઈલમાં વાપરી હતી.
8:56 ચાલો આપણે જોઈએ કે હમણા કઈ ફાઈલો બની છે.
9:00 ઠીક છે, આ બીબટેક.રેફરેન્સીઝ આદેશ વડે નવી ફાઈલોનું નિર્માણ થયું છે.
9:10 ચાલો આને સુચીબદ્ધ કરીએ. તમે શોધ્યું કે, પહેલા જોયેલી ફાઈલો સીવાય વધુમાં,
9:15 આપણી પાસે બે નવી ફાઈલો છે. 'રેફરેન્સીઝ.બીએલજી' અને 'રેફરેન્સીઝ.બીબીએલ'.
9:23 'રેફરેન્સીઝ.બીએલજી'માં ફોર્મેટિંગ એટલે કે સ્વરૂપણ અંગે માહિતી છે. ચાલો આને જોઈએ.
9:35 તમે જોઈ શકો છો કે તે કેટલીક ફોર્મેટિંગ માહિતી ધરાવે છે.
9:39 હું આમાંથી બહાર નીકળું છું.
9:41 અને મને જોવા દો કે આ બીબીએલ ફાઈલમાં શું છે. ફાઈલ 'રેફરેન્સીઝ.બીબીએલ'. તો તેમાં આ જાણકારી છે, એજ સંદર્ભો જે આપણે પહેલા જોયા હતા.
9:55 'રેફરેન્સીઝ.બીબીએલ'માં સાઈટેડ રેફરેન્સીઝ એટલે કે ઉલ્લેખાયેલા સંદર્ભો એજ ક્રમમાં છે જેવા આપણને છેવટે પીડીએફ ફાઈલમાં જોઈએ છે.
10:07 સામાન્ય રીતે, આ ફાઈલોમાં જાતે કોઈપણ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી અથવા કે કોઈપણ રીતે જોવાય શકાતું નથી.
10:15 આ છેલ્લા સંકલનમાં, આપણને ચેતવણી પણ મળી છે કે, 'રેફરેન્સીઝ.બીબીએલ' ફાઈલ મળી નથી.
10:23 જે આપણે જોઈ શકીએ છીએ 'રેફરેન્સીઝ.લોગ' ફાઈલમાં. ચાલો આ ફાઈલ અહિયાં ખોલીએ.
10:35 ઠીક છે, ચાલો એ માટે જોઈએ - તો ઉદાહરણ તરીકે તે કહે છે કે, 'રેફરેન્સીઝ.બીબીએલ' ફાઈલ નથી.
10:47 તો આજ થયું છે છેલ્લા સંકલનમાં.
10:55 પણ બીબટેકનો ઉપયોગ કરીને હમણાં આપણે ફાઈલ 'રેફરેન્સીઝ.બીબીએલ' બનાવી છે.
11:01 તો ચાલો ફરી એક વાર સંકલન કરીએ.
11:10 હવે ચેતવણીઓ જુદી છે, તે કહે છે કે 'લેબલો કદાચિત બદલાઈ ગયા છે'.
11:15 વાસ્તવમાં, જે સમયે આપણે 'રેફરેન્સીઝ.બીબીએલ' ફાઈલને સંકલન કરીએ છીએ ત્યારે તે વાચવામાં આવે છે, અને એ સંદર્ભોને અહીંયા લોડ કરાય છે.
11:27 અને આ ક્રમ તદ્દન એજ ક્રમ જેવો છે જેને આપણે 'રેફરેન્સીઝ.બીબીએલ'માં જોયો હતો.
11:33 ઉદાહરણ તરીકે, તમે હવે તે જોઈ શકો છો.
11:37 જુઓ ઉદાહરણ, પહેલું સંદર્ભ છે ચેંગ અને પીઅરસન (Chang and Pearson), અહીંયા પણ ચેંગ અને પીઅરસન.
11:43 ઠીક છે, પણ બેશક આ માહિતી હજુ બરોબર નથી લાગતી,આપણે તેને બરાબર રીતે સાઈટીંગ નથી કરી રહયા.
11:53 તો ચાલો સંકલન કરીએ -આ વાત મેં પહેલા પણ કીધી છે, કે બીજી વખત સંકલન કરવાથી, બધું ઠીક થઇ જશે.
12:03 આ આપણે કઈ રીતે સમજાવીશું, ચાલો 'રેફરેન્સીઝ.ઓક્સ' ફાઈલને જઈને જોઈએ.
12:15 અને નોંધ લો કે પહેલાના સાઈટેશન સંદેશાઓ ઉપરાંત આપણી પાસે વધારાના સંદર્ભો છે-.
12:25 તે કહે છે બીબસાઈટ સીપી૮૨ અને એજ રીતે આગળ.
12:33 આ કહે છે કે લેબલ સીપી૮૨ સાથેની બીબ્લીઓગ્રાફી બાબત એ સંદર્ભ ૧ છે.
12:42 તો ઉદાહરણ માટે આપણે આ જોઈ શકીએ છીએ. આપણે આને ખોલી શકીએ છીએ, ચાલો સ્ત્રોત ફાઈલને ફરી એક વાર ખોલીએ-
12:52 ચાલો હું 'સીપી૮૨' ની શોધ કરું.
12:56 આ રહયું, આ છે સીપી૮૨. અને અનુરૂપ સંદર્ભ અહિયાં છે અને આ સાઈટેશન(નોંધ)માં દ્રશ્યમાન થાય છે.
13:07 હવે આ જાણકારી, એટલે કે આ સંદર્ભ સીપી૮૨, સંદર્ભ સૂચીમાં વસ્તુક્રમાંક ૧ તરીકે દ્રશ્યમાન થાય છે જે 'રેફરેન્સીઝ.ઓક્સ' ફાઈલમાં ઉપલબ્ધ રહે છે.
13:24 તો જો હું તે ફરી સંકલન કરું તો આ માહિતી હવે આપમેળે અહીંયા આવે છે.
13:41 અને આપણે જોઈ શકીએ છીએ કે ચેતવણીઓ પણ હવે જતી રહી છે.
13:47 લેટેકે શું કર્યું કે સંદર્ભ ક્રમાંકની જાણકારી 'રેફરેન્સીઝ.ઓક્સ' ફાઈલ પાસેથી લીધી અને સ્ત્રોત ફાઈલમાં સાઈટ આદેશના લેબલોને તે સોપી દીધી. એટલે કે અહીંથી.
14:05 આપણે હવે ફાઈલ જોઈશું જે સંદર્ભો ધરાવે છે, એટલે કે 'રેફ.બીબ'. ચાલો અહીં આવીએ.
14:17 'રેફ.બીબ'માં,
14:24 ચાલો આ પુષ્ઠની શરૂઆતમાં જઈએ.
14:29 ઈમેક્સ એડિટરમાં, એન્ટ્રી ટાઈપ્સ એટલે કે પ્રવેશ પ્રકારોના ઉપયોગથી સંદર્ભની પસંદગી કરવી જેને આપણે ઉમેરવા ઈચ્છીએ છીએ તે શક્ય છે.
14:36 ઉદાહરણ તરીકે,આ છે જે એન્ટ્રી ટાઈપ્સ કેહવાય છે.
14:50 તો ઈમેક્સ એડિટરમાં, આ બનાવવું શક્ય છે અને જે સમયે તમે આ 'આર્ટીકલ ઈન જર્નલ' પ્રકારનું આહવાન કરો છો ત્યારે મને એક ખાલી રેકોર્ડ(નોંધણી) મળે છે જેને હું ભરી શકું છું.
15:09 જો તમારા એડિટર પાસે આ ક્ષમતા ના હોય, તો કોઈ વાંધો નથી! તમે આ એન્ટ્રીઓ જાતે બનાવી શકો છો.
15:16 હાલ પુરતું ચાલો હું આને પહેલા જેવું કરી દઉં, મને આ નથી જોયતું.
15:24 સ્ટ્રીંગઝ એટલે કે શબ્દમાળાઓને ફાઈલ 'રેફ.બીબ'માં વ્યાખ્યાયિત કરી અને તેને વેરીએબલ એટલે કે ચલોના જેમ વાપરવી શક્ય છે.
15:33 ઉદાહરણ તરીકે, શબ્દમાળ જેડબ્લ્યુસી (string JWC), જ્હોન વિલી એન્ડ સોન્ગ્સ લીમીટેડ, ચીચેસ્ટર (John Wiley and Songs Limited, Chichester) દર્શાવે છે -જે કેટલાક સંદર્ભોમાં વપરાઈ છે.
15:44 ઉદાહરણ તરીકે આ સંદર્ભમાં, પ્રત્યેક સંદર્ભ એક કીવર્ડ ધરાવે છે, જે રેકોર્ડની ખુબ શરૂઆતમાં દ્રશ્યમાન થાય છે.
15:52 ઉદાહરણ તરીકે, મારી પાસે આ સંદર્ભ છે, આ રેકોર્ડ પાસે કેએમએમશૂન્ય૭ (KMM07) છે અને તે પણ અહિયાં દ્રશ્યમાન થાય છે. વાસ્તવમાં, મેં આ રેકોર્ડને આ કીવર્ડ દ્વારા સંદર્ભિત કર્યું છે.
16:09 હવે હું સમજાવીશ, કે બીબટેકના ઉપયોગથી સંદર્ભોના વિભિન્ન પ્રકારને મેળ બેસાડવા કેવી રીતે શક્ય છે.
16:21 આપણે ફેરફાર કરીએ એ પહેલા, ચાલો યાદ કરીએ કે અહિયાં રેફરેન્સિંગ બધી અંગ્રેજીના વર્ણાનુક્રમ અનુસાર છે.
16:29 ઉદાહરણ તરીકે, બી. સી. ચેંગ અને પીઅરસન, ક્રમાંક ૧, તે અહિયાં દ્રશ્યમાન થાય છે.
16:37 પ્રથમ સંદર્ભ જે ઉલ્લેખાયુ છે તે છે ૩, ત્યારબાદ ૨, પછી ૧૧, અને ક્રમશ, તે એ કારણે, કે અહીંયા રેફરેન્સિંગ અંગ્રેજી વર્ણાનુક્રમ અનુસાર છે.
16:50 ચાલો હું ગ્રંથસૂચિ શૈલી(બીબ્લીઓગ્રાફી સ્ટાઈલ)ને આમાં બદલું,હું આ બનાઉં.
16:59 ચાલો હું આ ગ્રંથસૂચિ શૈલીને યુ-એન-એસ-આર-ટી (U-N-S-R-T) બનાઉં. જે વિનાક્રમ ગોઠવાયેલ સંદર્ભની સૂચી પૂરી પાડે છે જેવી આઈટ્રિપલઈ (IEEE) જર્નલ્સમાં વપરાય છે.
17:13 પ્રથમ સંકલન વખતે, 'રેફરેન્સીઝ.ઓક્સ'માં શૈલી એટલેકે સ્ટાઈલની માહિતી અપડેટ થાય છે એટલે કે ઉમેરાય છે. હવે તેની પાસે હશે યુ-એન-એસ-આર-ટી.
17:25 બીબટેક આદેશ અમલમાં મુકતા, 'બીબટેક.રેફરેન્સીઝ' આદેશ દ્વારા, સંદર્ભ સૂચી 'રેફરેન્સીઝ.બીબીએલ'માં નિર્માણ થાય છે.
17:42 નોંધ લો કે તેણે 'રેફરેન્સીઝ.બીબીએલ' બનાવી હશે.
17:47 પણ આ નવી શૈલી મુજબ હશે જે છે 'યુ-એન-એસ-આર-ટી'.
17:52 હવે આપણે 'રેફરેન્સીઝ.ટેક'નું સંકલન કરીએ.
18:02 નોંધ લો કે હવે ક્રમ બદલાઈ ગયા છે.
18:09 રેફરેન્સિંગ અંગ્રેજી વર્ણાનુક્રમ અનુસાર નથી.
18:16 પણ અહિયાં એક ફરિયાદ છે, કે લેબલો કદાચિત બદલાઈ ગયા છે, ક્રોસ રેફરેન્સીઝ એટલે કે ત્રાંસા સંદર્ભો સરખા કરવા માટે તે ફરી રન કરો એટલે કે ચલાવો.
18:24 ચાલો આપણે આ ફરી રન કરીએ, તે ચેતવણી સંદેશ જતો રહ્યો છે અને નોંધ લો કે અહિયાં સંદર્ભો હવે સ્ત્રોત ફાઈલના ક્રમાનુસાર છે.
18:40 ઉદાહરણ તરીકે, સંદર્ભ ૧, જે પહેલા સંદર્ભિત થયું છે, સંદર્ભ ૨ બીજું સંદર્ભિત થયું છે, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને ક્રમશ.
18:54 આપણે હવે સંગણક વિજ્ઞાન સામયિકના જરૂર મુજબ સંદર્ભો નિર્માણ કરીશું.
19:01 તો ચાલો અહી આવીએ, અને આને નામ આપીએ 'આલ્ફા'.
19:07 ચાલો હું એકવાર આનું સંકલન કરું.
19:10 ચાલો હું બીબટેક કરું.
19:14 ચાલો હું વધુ એક વાર સંકલન કરું.
19:17 તો આ બદલાઈ ગયું છે પણ અહીં સંદર્ભ બદલાયું નથી.
19:21 અહીં ફરિયાદ છે કે લેબલો બદલાઈ ગયા છે.
19:25 જો હું વધુ એક વાર સંકલન કરું તો આ તદ્દન એવું જ છે.
19:30 ઉદાહરણ તરીકે, તમારી પાસે બી સી ચેંગ અને પીઅરસન છે તે સીપી૮૨ ધરાવે છે, તે અહિયાં છે.
19:41 તો હવે આ પ્રવેશોના સંદર્ભો પણ અહિયાં છે.
19:56 વેબ પર બીજી ઘણી સંદર્ભ શૈલીઓ પણ ઉપલબ્ધ છે.
20:01 હું હવે એક શૈલી બતાવીશ જે આઈફેક (ifac) અને રસાયણિક ઈજનેરી સામયિક દ્વારા પ્રયોગમાં લેવાય છે.
20:08 પહેલા, -પેકેજીસ આદેશ વાપરવા હાવર્ડ ઉમેરો, જેવું કે હું હમણાં બતાવું છું.
20:19 અને શૈલીને પણ આઈફેકમાં પરિવર્તિત કરો.
20:28 આ બે ફાઈલો દ્વારા અમલ કરાય છે, નામ છે હાર્વડ.એસટીવાય (Harvard.sty) અને આઈફેક.બીએસટી (ifac.bst).
20:48 આ ફાઈલો વેબ પર ઉપલબ્ધ છે અને એને ડાઉનલોડ કરી શકાય છે.
20:53 હવે આને સંકલન કરતા, પીડીએફ-લેટેક-રેફરેન્સીઝ, બીબટેક આદેશ અમલમાં મુકતા,
21:09 તેનું બે વાર સંકલન કરે છે.
21:14 આપણે અહી બતાવ્યા પ્રમાણે સંદર્ભ સૂચી મેળવીએ છીએ, જ્યાં સંદર્ભો અંગ્રેજી વર્ણમાળા ક્રમમાં પણ ક્રમાંક આંક વિના ગોઠવાયેલા છે.
21:23 ક્રમાંક આંકો અદ્રશ્ય થઇ ગયા છે.
21:25 સંદર્ભો લેખકના નામોથી સ્પષ્ટ રીતે સંબોધિત છે, ઉદાહરણ તરીકે, અહી તે કહે છે, વિદ્યાસાગર ૧૯૮૫, અને વર્ષ.
21:39 આપણે બીજા પુષ્ઠ પરના સંદર્ભો પણ જોઈ શકીએ છીએ,આ રહ્યા,તે અંગ્રેજી વર્ણમાળા ક્રમમાં છે.
21:58 જયારે આ સંદર્ભ શૈલી વાપરવામાં આવે છે, ત્યારે સાઈટ આદેશ પુરા સંદર્ભને કૌંસમાં મુકે છે.
22:06 ઉદાહરણ તરીકે, સ્ત્રોત ફાઈલને જુઓ.
22:12 આ રહી, ચાલો અહીં આવીએ, સાઈટ કેએમએમશૂન્ય૭ (KMM07) દ્વારા પાઠ્યપુસ્તક 'ધ ટેકસ્ટબુક બાય (મૌદગલ્યા,૨૦૦૭બી)'નું નિર્માણ કરે છે.
22:27 અહિયાં નામ મૌદગલ્યા કૌંસમાં આવવું ન જોઈએ, ફક્ત વર્ષ કૌંસમાં આવવું જોઈએ.
22:35 આનું ધ્યાન આદેશ સાઈટ-એઝ-નાઉન દ્વારા લેવામાં આવે છે.
22:43 ચાલો હું આનો સંગ્રહ કરું.
22:45 આનું સંકલન કરો.
22:48 હવે અહીં જુઓ. હવે નામ મૌદગલ્યા કૌંસની બહાર આવ્યું છે, ફક્ત વર્ષ કૌંસની અંદર આવ્યું છે.
23:00 આ સાઈટ-એઝ-નાઉન (cite-as-noun) આ સમસ્યાને સુધારે કરે છે. નોંધ લેવી જરૂરી છે કે આ સાઈટ-એઝ-નાઉન આદેશ આ હમણાં વપરાયેલ સંદર્ભ શૈલીમાટે જ ચોક્કસ છે.
23:12 તે બીજી સંદર્ભ શૈલીઓ સાથે કદાચ કામ ન કરે.
23:16 અગાઉં બતાવ્યા પ્રમાણે,ઘણી બધી સંદર્ભ શૈલીઓ ઉપલબ્ધ છે.
23:20 ઈન્ટરનેટથી ફક્ત યોગ્ય એસટીવાય અને બીએસટી ફાઈલો ડાઉનલોડ કરવાની જરૂર છે. આ ઉદાહરણમાં મેં વાપરી છે, ફાઈલો હાર્વડ.એસટીવાય અને આઈફેક.બીએસટી.
23:37 જો તમે ધ્યાનપૂર્વક વિચારશો, તો તમને ખ્યાલ આવશે કે ઉપરના બધામાં, આપણે સંદર્ભોના ડેટાબેઝ નથી બદલ્યા, એટલે કે રેફ.બીબ.
23:47 તેજ બીબટેકની કરામત છે.
23:50 આપણે ઘણો બધો સમય સંદર્ભોની સૂચી બનાવવાની રીત સમજાવવામાં વિતાવ્યો છે, પણ વાસ્તવિક રીત જે પ્રયોગકર્તા દ્વારા અનુસરાય છે તે ઘણી સરળ છે.
24:02 એક, ડેટાબેઝનું નિર્માણ કરો, એટલે કે .બીબ ફાઈલ (.bib file), .એસટીવાય (.sty) અને .બીએસટી (.bst) ફાઈલો મેળવો.
24:10 તમારા સંસ્થાપનમાં કદાચ તેમાંની ઘણી બધી ફાઈલો પહેલેથી જ ઉપલબ્ધ હશે.
24:15 સ્ત્રોત ફાઈલનું એક વાર સંકલન કરો, પીડીએફ લેટેક આદેશ અમલમાં મુકો, સ્ત્રોત ફાઈલ હજી બે વાર સંકલન કરો.
24:24 શું તમને નથી લાગતું કે આ ખુબ જ સરળ પ્રક્રિયા છે.
24:30 શું તમે નહિ કહેશો, કે જુગ જુગ જીવો બીબટેક અને લેટેક!
24:35 અહીં આ ટ્યુટોરીઅલનો અંત થાય છે.
24:38 સાંભળવાબદ્દલ આભાર.
24:40 આઈઆઈટી મુંબઈ તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. આવજો.

Contributors and Content Editors

Jyotisolanki