KTurtle/C3/Special-Commands-in-KTurtle/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 KTurtle માં વિશેષ કમાન્ડો પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ માં, આપણે આ વિષે શીખીશું

“learn” કમાન્ડ અને “random” કમાન્ડ

00:15 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે.
00:28 હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે.
00:33 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ.
00:39 ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ.
00:42 Dash home ઉપર ક્લિક કરો.
00:44 સર્ચબારમાં, KTurtle ટાઇપ કરો.
00:47 KTurtle આઇકોન ઉપર ક્લિક કરો.
00:50 પ્રથમ “learn” કમાન્ડ વિષે જોઈએ
00:53 learn વિશેષ કમાન્ડ છે અને તે પોતાના કમાન્ડો બનાવવા માટે વપરાય છે.
01:01 'learn' કમાન્ડ ઇનપુટ લે છે અને અને આઉટપુટ રીટર્ન કરી શકે છે.
01:05 ચાલો જોઈએ કે નવો કમાંડ કેવી રીતે બને છે.
01:10 સ્પષ્ટ વ્યુ માટે હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ.
01:14 ચોરસ દોરવા માટે એડિટરમાં કોડ ટાઇપ કરો:
01:19 repeat 4 છગડીયા કૌંશ અંદર

{ forward 10

turnleft 90

}

01:31 અહીં નંબર 10 ચોરસની બાજુઓની લંબાઈ સ્પષ્ટ કરે છે.
01:37 હવે learn કમાન્ડનો ઉપયોગ કરીને ચોરસ દોરવા માટે સામેલ થયેલા કમાન્ડો શીખીએ.
01:45 ચોરસ દોરવા માટેના કમાન્ડોના સમૂહને આપણે square તરીકે નામ આપીશું.
01:50 'learn' કમાન્ડ જે કમાન્ડ શીખવાનો છે તે કમાન્ડના નામ દ્વારા અનુસરવામાં આવે છે. આ કિસ્સામાં તે square છે.
01:59 ચાલો નીચેનો કોડ ટાઇપ કરીએ.
02:02 learn space square space $x
02:10 ચાલો છગડિયો કૌંસ ઉમેરીએ.
02:13 ચાલો 10 ને $x દ્વારા બદલીએ,
02:19 નવો કમાન્ડ જે આપણે નિર્ધારિત કર્યો છે તેને square કહેવામાં આવે છે.
02:23 square એક ઇનપુટ પરિમાણ લે છે, $x, ચોરસનું માપ સુયોજિત કરવા માટે.
02:31 નોંધ લો કે જયારે તમે આ કોડ રન કરો છો, square કોઈ પણ આઉટપુટ રીટર્ન કરતું નથી.
02:37 learn કમાન્ડ અન્ય કમાન્ડ square શીખવા માટે હોય છે જે પછીથી ઉપયોગમાં લેવાશે.
02:43 square કમાન્ડ હવે બાકીના કોડમાં સામાન્ય કમાન્ડ તરીકે વાપરી શકાય છે.
02:51 ચાલો અહીં થોડી વધુ લીટીઓ ઉમેરું.
02:54 ચાલો ટાઇપ કરીએ go 200,200, square 100
03:04 square 100 કમાન્ડની મદદથી ટર્ટલ 100 પરિમાણનું ચોરસ દોરે છે.
03:11 ચાલો હવે કોડ રન કરો.
03:13 Turtle કેનવાસ ઉપર ચોરસ દોરે છે.
03:17 હવે ચાલો 100 ને 50 દ્વારા બદલીએ.
03:22 ચાલો ફરીથી રન કરીએ.
03:23 ટર્ટલ પરિમાણ 50 સાથે બીજુ ચોરસ દોરે છે.
03:28 નોંધ લો કે આ કમાન્ડ આ પ્રોગ્રામના સ્કોપ સુધી જ ઉપયોગ કરી શકાય છે.
03:35 હું એડિટરમાંથી વર્તમાન કોડ રદ કરીશ.
03:38 “clear” કમાન્ડ ટાઇપ કરો અને કેનવાસ સાફ કરવા માટે Run કરો.
03:44 આગામી આપણે "રેન્ડમ" કમાન્ડ વિશે જાણીશું.
03:48 random કમાન્ડ ઇનપુટ લે છે અને રીટર્ન આઉટપુટ આપે છે.
03:52 રેન્ડમ કમાન્ડ માટે સિન્ટેક્સ “random X,Y” છે
03:57 X અને Y બે ઇનપુટ્સ છે.
04:01 X ન્યુનત્તમ આઉટપુટ સુયોજિત કરે છે અને Y મહત્તમ આઉટપુટ સુયોજિત કરે છે.
04:07 આઉટપુટ X અને વાય વચ્ચે રેન્ડમલી પસંદ થયેલ નંબર છે
04:13 ચાલો એપ્લિકેશનમાં ઉપયોગ કરવા માટે “random” કમાન્ડ મુકીએ.
04:18 મેં ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ કોડ કરેલ છે.
04:22 હું કોડ સમજાવીશ.
04:24 “reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે.
04:29 અહીં, random 1,20 કમાન્ડ એક રેન્ડમ નમ્બર પસંદ કરે છે જે 1 થી સમાન અથવા વધુ અને 20 કરતાં સમાન અથવા ઓછી હોય છે,અને વેરિયેબલ x માં અસાઇન કરે છે.
04:44 repeat કમાન્ડ અને છગડીયા કૌંશ સાથે શરુ થનાર કમાન્ડો એક વર્તુળ દોરે છે.
04:51 હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને KTurtle એડિટરમાં પેસ્ટ કરીશ.
04:58 ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો.
05:03 પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો
05:08 જયારે આપણે આ કોડ રન કરીએ છીએ ત્યારે,
05:10 ટર્ટલ કેનવાસ પર 1 અને 20 ત્રિજ્યા સાથે એક વર્તુળ દોરે છે.
05:16 ચાલો આ કોડ અમુક વખત રન કરીએ,
05:20 તમે જોશો કે અલગ કદ સાથે એક વર્તુળ દરેક સમયે બને છે,
05:26 દરેક સમયે તમે આ કોડ રન કરો છો, અલગ ત્રિજ્યા સાથે એક વર્તુળ કેનવાસ પર દોરાય છે.
05:33 ચાલો હવે ઉદાહરણમાં learn અને random બંને કમાન્ડો વાપરીએ.
05:39 હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ.
05:48 મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ પ્રોગ્રામ છે.
05:52 હું હવે કોડ સમજાવીશ.
05:55 “reset” કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે.
06:00 canvassize 300,300 કેનવાસની પહોળાઇ અને ઊંચાઇને દરેક માટે 300 પિક્સેલ્સથી સુયોજિત કરે છે.
06:09 $R, $G, અને $B ત્રણ વેરિયેબલ્સ છે, જેમાં હું 0 અને 255 ની વચ્ચે રેન્ડમ વેલ્યુ અસાઇન કરીશ.
06:19 canvascolor $R,$G, and $B કમાંડમાં,
06:23 લાલ લીલા વાદળી રંગનું મિશ્રણ પહેલાંના પગલાંમાં R, G, અને B વેરિયેબલને અપાયેલ વેલ્યુઓ દ્વારા બદલાઈ જાય છે.
06:34 આ કમાન્ડ રન કરવામાં આવે છે ત્યારે કેનવાસનો રંગ રેન્ડમલી સુયોજિત થયેલ છે.
06:41 $red, $blue, $green એ વેરિયેબલ્સનો અન્ય સમૂહ છે
06:45 જેમાં 0 અને 255 વચ્ચેની રેન્ડમ વેલ્યુઓ રેન્ડમલી અસાઇન થયેલ છે.
06:53 pencolor $red, $blue and $greenઆ વેરીએબલ દ્વારા લાલ લીલા વાદળી રંગના મિશ્રણ વેલ્યુઓને બદલે છે.
07:02 $red, $green and $blueઆ પહેલાના પગલામાં જ રેન્ડમ વેલ્યુઓ સોંપાયેલ છે.
07:10 કમાન્ડ એકઝીક્યુટ કરવામાં આવે છે ત્યારે પેનનો રંગ પણ રેન્ડમલી સુયોજિત થયેલ છે.
07:18 penwidth 2 પેનની પહોળાઇ 2 પિક્સેલ્સથી સુયોજિત કરે છે.
07:25 આગળ વર્તુળ દોરવા શીખવા માટે મેં કોડ દાખલ કર્યો છે.
07:30 અહીં $x વર્તુળનું માપ દર્શાવે છે.
07:35 છગડીયા કૌંસ માં કોડ દ્વારા અનુસરતા repeat કમાન્ડ વર્તુળ દોરે છે.
07:43 કમાન્ડોનો આગામી સમૂહ circle કમાન્ડ અનુસરતા go કમાન્ડ છે જે સ્પષ્ટ કરેલ માપ સાથે વર્તુળો દોરે છે.
07:54 ઉદાહરણ તરીકે: circle 5 , 5 કદ સાથે
08:01 go' કમાન્ડમાં સ્પષ્ટ કરેલ કોડીનેટ્સ X અને Y પોઝીશન પર વર્તુળ દોરે છે.
08:09 દરેક વર્તુળ માટે, મેં કેનવાસ પર વિવિધ સ્થાનો સ્પષ્ટ કર્યા છે.
08:16 હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ.
08:23 ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો.
08:29 પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો
08:33 હું આ કોડ Fullspeed માં એકઝીક્યુટ કરીશ.
08:37 તમે 'Run' વિકલ્પમાં સ્પષ્ટ કરેલ કોઈ પણ ઝડપ પર આ કોડ એકઝીક્યુટ કરી શકો છો.
08:43 હું આ કોડ થોડા વખત રન કરીશ.
08:46 તમે પેન કલર અને કેનવાસ કલરની રેન્ડમલી સુયોજિત થયેલ વેલ્યુઝમાં તફાવત જોઈ શકો છો.
08:54 દરેક એક્ઝીક્યુશન ઉપર પેન અને કેનવાસના રંગમાં થતા ફેરફારની નોંધ લો.
09:01 તમે કોડને ઈચ્છો તેટલી વખત એકઝીક્યુટ કરી શકો છો અને પેન અને કેનવાસની રેન્ડમલી સુયોજિત વેલ્યુઝમાં થતા ફેરફારોની નોંધ લો.
09:15 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:20 સારાંશ માટે,
09:22 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:

“learn” કમાન્ડ અને “random” કમાન્ડ.

09:30 અહીં તમારા માટે એસાઈનમેન્ટ છે:
09:32 learn કમાન્ડની મદદથી, પંચકોણ, ચોરસ, લંબચોરસ
09:39 તમારા કેનવાસના ચારેય ખૂણા પર ષટ્કોણ અને
09:45 કેનવાસ ના કેન્દ્ર માં એક વર્તુળ દોરો.
09:49 “random” કમાન્ડની મદદથી વિવિધ રંગો બનાવો અને
09:55 તમારા ભૌમિતિક આકાર અને કેનવાસને કસ્ટમાઇઝ કરો.
10:00 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial
10:04 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
10:08 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10:13 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10:15 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
10:19 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
10:22 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10:29 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:33 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
10:40 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro ]
10:46 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
10:50 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya