KTurtle/C2/Grammar-of-TurtleScript/Gujarati
From Script | Spoken-Tutorial
| Time | Narration |
| 00:01 | નમસ્તે મિત્રો. KTurtle માં TurtleScript ના વ્યાકરણ માટેના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
| 00:08 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું, |
| 00:11 | ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને 'if'-'else' કન્ડીશન |
| 00:16 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે. |
| 00:29 | હું માનું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે. |
| 00:35 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ. |
| 00:40 | ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ. |
| 00:43 | Dash home ઉપર ક્લિક કરો. |
| 00:45 | સર્ચબારમાં, KTurtle ટાઇપ કરો. |
| 00:49 | KTurtle આઇકોન ઉપર ક્લિક કરો. |
| 00:52 | આપણે Terminal નો ઉપયોગ કરીને પણ KTurtle ખોલી શકીએ છીએ. |
| 00:56 | Terminal ખોલવા માટે CTRL+ALT+T એકસાથે દબાઓ. |
| 01:01 | KTurtle ટાઇપ કરો અને KTurtle એપ્લીકેશન ખોલવા માટે એન્ટર દબાવો. |
| 01:08 | પ્રથમ TurtleScript જોઈએ. |
| 01:11 | TurtleScript એક પ્રોગ્રામિંગ લેન્ગવેજ છે. |
| 01:15 | તે પાસે વિવિધ પ્રકારના શબ્દો અને ચિહ્નો છે જે વિવિધ હેતુઓ માટે વપરાય છે. |
| 01:21 | તે ટર્ટલને શું કરવું તે માટે સૂચન આપે છે. |
| 01:25 | KTurtle માં TurtleScript નું વ્યાકરણ નીચેનું સમાવેશ કરે છે - |
| 01:30 | કમેન્ટ્સ, કમાન્ડસ |
| 01:32 | નમ્બર્સ, સ્ટ્રીંગસ |
| 01:34 | વેરીયેબ્લ્સ અને |
| 01:36 | બુલિયન વેલ્યુઝ |
| 01:38 | હવે આપણે જોશું નંબરો કેવી રીતે સંગ્રહ કરવા |
| 01:42 | Numbers નીચે આપેલમાં માં સંગ્રહ કરી શકાય છે |
| 01:44 | મેથેમેટિકલ ઓપરેટરો |
| 01:46 | કમ્પેરિઝન ઓપરેટરો અને |
| 01:49 | વેરિયેબલ્સ સ્પષ્ટ વ્યુ માટે હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ. |
| 01:54 | પ્રથમ ચાલો વેરિયેબલ્સ જોઈએ. |
| 01:57 | વેરિયેબલ્સ શબ્દો છે ‘$’ ચિહ્ન સાથે શરૂ થાય છે, ઉદાહરણ તરીકે $a. |
| 02:04 | એડિટરમાં તેઓ જાંબલી રંગ માં પ્રકાશિત થયેલ છે. |
| 02:09 | એસાઈનમેન્ટની મદદથી, ઇકવલ ટુ (=), વેરિયેબલને તેના કન્ટેન્ટ આપવામાં આવે છે. |
| 02:14 | વેરિયેબલ્સ નંબરો સમાવી શકે છે $a=100. |
| 02:20 | સ્ટ્રીંગસ સમાવી શકે છે $a=hello અથવા |
| 02:25 | બુલિયન વેલ્યુઝ જે true અથવા false હોય છે, $a=true |
| 02:32 | પ્રોગ્રામ જ્યાં સુધી એકઝીક્યુશન સમાપ્ત ન કરે અથવા જ્યાં સુધી તે બીજું કંઈક સાથે ફરીથી અસાઇન ન કરે ત્યાં સુધી વેરિયેબલ તેના કન્ટેન્ટ રાખે છે. |
| 02:41 | ઉદાહરણ તરીકે, આ કોડ ધારીએ. |
| 02:44 | ચાલો ટાઇપ કરીએ,$a = 2004 |
| 02:50 | $b = 25 |
| 02:55 | print $a + $b |
| 03:01 | વેરિયેબલ 'a' ને 2004 વેલ્યુ અપાયેલ છે. |
| 03:06 | વેરિયેબલ 'b' ને 25 વેલ્યુ અપાયેલ છે. |
| 03:10 | print કમાન્ડ, ટર્ટલને કેનવાસ પર કંઈક લખવા માટે કહે છે. |
| 03:15 | print કમાન્ડ, ઇનપુટ તરીકે નંબર્સ અને સ્ટ્રીંગ લે છે. |
| 03:19 | print $a + $b કમાન્ડ ટર્ટલને બે વેલ્યુઓને ઉમેરવા અને કેનવાસ પર તેમને પ્રદર્શિત કરવા માટે કહે છે. |
| 03:29 | ચાલો કોડ slow ઝડપથી રન કરીએ. |
| 03:34 | 2029 વેલ્યુ કેનવાસ પર પ્રદર્શિત થાય છે. |
| 03:40 | ચાલો આગામી મેથેમેટિકલ ઓપરેટરો જોઈએ. |
| 03:44 | મેથેમેટિકલ ઓપરેટરો નીચેનાનો સમાવેશ કરે છે,
'+ (સરવાળો) , - (બાદબાકી) , ' (ગુણાકાર) અને / (ભાગાકાર) |
| 03:53 | હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ. |
| 04:01 | મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ એક પ્રોગ્રામ છે. |
| 04:05 | હું હવે કોડ સમજાવીશ |
| 04:08 | “reset” કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે. |
| 04:12 | canvassize 200,200 કેનવાસની પહોળાઇ અને ઊંચાઇ 200 પિક્સેલ્સથી બદલે છે. |
| 04:22 | વેલ્યુ 1+1 $add વેરિયેબલમાં અસાઇન થઇ છે. |
| 04:26 | વેલ્યુ 20 -5 $subtract વેરિયેબલમાં અસાઇન થઇ છે. |
| 04:31 | વેલ્યુ 15 2 $multiply વેરિયેબલમાં અસાઇન થઇ છે. |
| 04:36 | વેલ્યુ 30/30 $divide વેરિયેબલમાં અસાઇન થઇ છે. |
| 04:40 | go 10,10 ટર્ટલને 10 પિક્સેલ્સ કેનવાસની ડાબી તરફ અને 10 પિક્સેલ્સ કેનવાસની જમણી તરફ જવા માટે કહે છે. |
| 04:52 | print કમાન્ડ કેનવાસ પર વેરિયેબલ પ્રદર્શિત કરે છે. |
| 04:56 | હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ. |
| 05:03 | ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો. |
| 05:08 | પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો |
| 05:13 | પ્રોગ્રામ રન કરવા માટે Run બટન પર ક્લિક કરો. |
| 05:17 | કમાન્ડ જે એકઝીક્યુટ થઇ રહ્યા છે તે એડિટર પર પ્રકાશિત થયેલ છે. |
| 05:22 | ટર્ટલ કેનવાસ પર સ્પષ્ટ સ્થાનો પર વેલ્યુઝ દર્શાવે છે. |
| 05:34 | ચાલો ક્મ્પેરીઝન ઓપરેટરના ઉપયોગ માટે એક સરળ ઉદાહરણ જોઈએ. |
| 05:41 | હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ. |
| 05:49 | હું સ્પષ્ટ વ્યુ માટે પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ. |
| 05:53 | ચાલો ટાઇપ કરીએ |
| 05:55 | $answer = 10 > 3 |
| 06:03 | print $answer |
| 06:09 | અહીં ’greater than’ ઓપરેટર સાથે 10 એ 3 સાથે સરખામણીમાં છે. |
| 06:14 | આ સરખામણીનું પરિણામ, બુલિયન વેલ્યુ true |
| 06:19 | વેરિયેબલ $answer માં સંગ્રહિત થાય છે અને વેલ્યુ true કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે. |
| 06:27 | ચાલો હવે કોડ રન કરીએ |
| 06:29 | ટર્ટલ કેનવાસ પર બુલિયન વેલ્યુ true દર્શાવે છે. |
| 06:34 | હવે ચાલો જોઈએ સ્ટ્રીંગ્સ આ એપ્લિકેશન કેવી રીતે કામ કરે છે - |
| 06:39 | સ્ટ્રીંગ્સ નંબરો જેવા વેરિયેબલ્સમાં મૂકી શકાય છે |
| 06:43 | સ્ટ્રીંગ્સ મેથેમેટીકલ અથવા ક્મ્પેરીઝન ઓપરેટરોમાં ઉપયોગ કરી શકાતી નથી |
| 06:49 | સ્ટ્રીંગ્સ લાલ રંગ માં પ્રકાશિત થાય છે |
| 06:53 | KTurtle ડબલ અવતરણ ચિહ્નમાં આવેલ લીટી સ્ટ્રીંગ તરીકે ઓળખે છે. |
| 07:00 | હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ. |
| 07:08 | હવે હું બુલિયન વેલ્યુઝ વિશે સમજાવીશ. |
| 07:11 | અહીં માત્ર બે બુલિયન વેલ્યુ છે: true અને false |
| 07:16 | ઉદાહરણ તરીકે આ કોડ ટાઇપ કરીએ |
| 07:20 | $answer = 7<5 |
| 07:28 | print $answer |
| 07:34 | Boolean value false એ $answer વેરિયેબલમાં અસાઇન થયું છે કારણ કે 7 એ 5 કરતા મોટી છે. |
| 07:43 | ચાલો હવે કોડ રન કરીએ |
| 07:47 | ટર્ટલ કેનવાસ પર બુલિયન વેલ્યુ false દર્શાવે છે. |
| 07:51 | ચાલો આગામી “if-else” કન્ડીશન વિશે શીખીએ. |
| 07:56 | ‘if’ કન્ડીશન ત્યારે જ એકઝીક્યુટ થાય છે જયારે બુલિયન વેલ્યુ true હોય છે. |
| 08:03 | ‘else’ કન્ડીશન ત્યારે જ એકઝીક્યુટ થાય છે જયારે ‘if’ કન્ડીશન false હોય છે. |
| 08:09 | હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ. |
| 08:17 | મારી પાસે પહેલેથી જ એક ટેક્સ્ટ ફાઇલમાં કોડ છે. |
| 08:21 | આ કોડ 4, 5 અને 6 નંબરો સરખાવે છે અને કેનવાસ પર તે પ્રમાણે પરિણામો દર્શાવે છે. |
| 08:30 | હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ. |
| 08:36 | ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ ટાઇપ કરો. |
| 08:42 | પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો |
| 08:46 | ચાલો હવે કોડ રન કરીએ |
| 08:49 | ટર્ટલએ 4 અને 5 વેલ્યુ સરખાવ્યા છે. |
| 08:53 | અને કેનવાસ પર 4 is smaller than 6 એવું પરિણામ પ્રદર્શિત કર્યું છે. |
| 09:00 | આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
| 09:05 | સારાંશ માટે, |
| 09:07 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા, |
| 09:11 | ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને |
| 09:14 | ‘if-else’ કન્ડીશન |
| 09:17 | હવે એસાઈનમેન્ટ ભાગ છે. |
| 09:19 | if - else કન્ડીશનની મદદથી |
| 09:22 | સમીકરણ ઉકેલો |
| 09:24 | મેથેમેટિકલ અને કમ્પેરીઝન ઓપરેટરો |
| 09:27 | “print” અને “go” કમાન્ડની મદદથી પરિણામો દર્શાવો. |
| 09:33 | આ એસાઈનમેન્ટ હલ કરવા માટે |
| 09:35 | કોઈપણ ચાર રેન્ડમ નંબરો પસંદ કરો |
| 09:38 | રેન્ડમ નંબરોના બે સમૂહોનો ગુણાકાર કરો |
| 09:42 | કમ્પેરીઝન ઓપરેટરો મદદથી પરિણામોની સરખામણી કરો |
| 09:46 | બંને પરિણામો પ્રદર્શિત કરો |
| 09:49 | કેનવાસ ના કેન્દ્રમાં મોટુ પરિણામ પ્રદર્શિત કરો. |
| 09:54 | તમને ગમે તેવા કોઈ પણ સમીકરણ પસંદ કરી શકો છો. |
| 09:59 | નીચે આપેલ લીન્ક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
| 10:03 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
| 10:06 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
| 10:12 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
| 10:14 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
| 10:18 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
| 10:22 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
| 10:30 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
| 10:35 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
| 10:43 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro ] |
| 10:48 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
| 10:52 | જોડાવા બદ્દલ આભાર. |