Joomla/C2/Installing-Joomla-on-a-local-server/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Installing Joomla on local server પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:

Joomla મેળવવું

database બનાવવું

પરવાનગીઓ અને

Joomla સંસ્થાપિત કરવું

00:17 તમારી સિસ્ટમમાં Joomla સંસ્થાપિત કરવા માટે, તમારી પાસે આપેલને આધાર આપતી સિસ્ટમ હોવી જોઈએ:

Apache 2.x પ્લસ અથવા IIS 7 પ્લસ

MySQL 5.0.4 પ્લસ અને

PHP 5.2.4 પ્લસ

00:17 કૃપા કરી નોંધ લો MySQL 6 અને એનાથી ઉચ્ચ આવૃત્તિઓને હાલમાં આધાર અપાતું નથી.
00:42 XAMPP WAMP કે LAMPP જેવા વેબ-સર્વર વિતરણનો ઉપયોગ કરીને, તમે આને જુદું અથવા એકસાથે સંસ્થાપિત કરી શકો છો.
00:52 વેબ-સર્વર વિતરણ આપણને Apache, MySQL અને PHP એક પેકેજમાં નાખીને બનેલ આપે છે.
01:00 XAMPP સંસ્થાપન પર વિગતમાં જાણકારી માટે, PHP & MySQL સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.
01:08 આ ટ્યુટોરીયલ માટે, આપણે વાપરીશું:

Ubuntu 14.04

Joomla 3.4.1

XAMPP 5.5.19 મારફતે મેળવેલ Apache, MySQL અને PHP

01:25 સૌ પ્રથમ, ચાલો હું તપાસું કે મારી મશીનમાં XAMPP સંસ્થાપિત છે કે નથી.
01:30 ચાલો Ctrl + Alt + T કી દાબીને terminal ખોલીએ.
01:37 એકાન્તરે, લોન્ચર બારમાં “Terminal” આઇકોન પર ક્લિક કરો.
01:42 sudo space slash opt slash lampp slash lampp space start ટાઈપ કરીને XAMPP શરુ કરો.
01:53 પ્રોમ્પ્ટ કરવા પર administrative પાસવર્ડ દાખલ કરો અને Enter દબાવો.
01:59 હવે, બ્રાઉઝર પર જાવ, અને ટાઈપ કરો http colon double slash localhost
02:08 પહેલી વાર સંસ્થાપન કરતી વખતે, તમને ભાષાની પસંદગી કરવી પડશે.
02:15 તો, અહીં ચાલો English પસંદ કરીએ.
02:19 સ્ક્રીનની ડાબી બાજુએ આવેલ મેનુમાં, phpinfo() પર ક્લિક કરો.
02:26 હવે Ctrl + F કી દબાવો અને DOCUMENT underscore ROOT માટે શોધો.
02:35 તે "Apache Environment" ટેબલમાં દેખાશે.
02:40 DOCUMENT underscore ROOT ની વેલ્યુ slash opt slash lampp slash htdocs રહેશે અથવા slash var slash www રહેશે.
02:54 મારી મશીનમાં, તે slash opt slash lampp slash htdocs છે.
03:01 કૃપા કરી આ પાથને ખસેડો. આપણે અહીં Joomla સંસ્થાપિત કરવા જઈ રહ્યા છીએ.
03:06 પહેલા ચાલો આપણે Joomla ડાઉનલોડ કરીએ.
03:10 તો, Joomla ની સત્તાવાર વેબસાઇટ પર જાવ, જે છે www dot joomla dot org.
03:20 આ વેબસાઈટ પર Download બટન પર ક્લિક કરો.
03:24 આપણે બીજા વેબપુષ્ઠ પર ખસેડાશું.
03:28 અહીં, આપણે એક બટન જોઈએ છીએ જે દર્શાવે છે “Download Joomla 3.4.1 Full Package, ZIP”.
03:37 આ બટન પર ક્લિક કરો.
03:39 તુરત જ, એક નાનો ડાયલોગ બોક્સ ખુલશે.
03:43 અહીં Save File વિકલ્પ પર ક્લિક કરો અને ત્યારબાદ OK પર ક્લિક કરો.
03:49 Joomla ડાઉનલોડ કરશે.
O3:52 આ ટ્યુટોરીયલ બનાવતી વખતે, તાજેતરની સ્થિર આવૃત્તિ 3.4.1 છે.
03:59 આ ટ્યુટોરીયલમાં આવરી લેવાયેલ કન્ટેન્ટ (ઘટક) 3.4.x આવૃત્તિ માટે યોગ્ય છે.
04:06 મેં આ ફાઈલ પહેલાથી જ ડાઉનલોડ કરી છે અને તે મારા Downloads ફોલ્ડરમાં છે.
04:12 આગળ, આપણે DOCUMENT underscore ROOT માં joomla નામનું એક નવું ફોલ્ડર બનાવવું પડશે.
04:20 terminal વિન્ડો પર જાવ.
04:22 તો, prompt પર, ટાઈપ કરો sudo space mkdir space slash opt slash lampp slash htdocs slash joomla
04:37 અને Enter દબાવો.
04:39 પ્રોમ્પ્ટ કરવા પર, તમારો admin પાસવર્ડ દાખલ કરો.
04:43 જ્યારે આપણે આગળ વધીશું ત્યારે આપણે પ્રોમ્પ્ટ કરવા પર આવું કરવું પડશે.
04:48 આપણે હવે ડિરેક્ટરીને બદલીને Downloads કરીએ છીએ.
04:52 જોઈતા પાથને જોવા માટે, ફોલ્ડર વિન્ડો પર આવો.
04:57 Home ફોલ્ડરમાં Downloads ફોલ્ડર પર કર્સર ખસેડો અને ટૂલ-ટિપ જુઓ.
05:04 મારી સિસ્ટમ પર આ છે, slash home slash fossee slash Downloads
05:10 તો, terminal માં, હું ટાઈપ કરીશ કમાંડ: cd space slash home slash fossee slash Downloads
05:20 અને Enter દબાવો.
05:22 તમને તમારી સિસ્ટમ પર દર્શાવેલ પાથ ટાઈપ કરવો પડશે.
05:26 હવે આપણે zip ફાઈલનાં કન્ટેન્ટો (ઘટકો) joomla ફોલ્ડરમાં એક્સટ્રેક્ટ (ખેંચવું) કરીશું.
05:32 કમાંડ પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો: sudo space unzip space Joomla ફાઈલનું નામ space hyphen d space slash opt slash lampp slash htdocs slash joomla slash
05:50 અને Enter દબાવો.
05:53 ચાલો હું Ctrl + L દાબીને terminal સાફ કરું.
06:00 joomla ફોલ્ડરની પરવાનગીઓ સ્પષ્ટ કરવા માટે, આપણે DOCUMENT underscore ROOT પર જશું.
06:08 ટાઈપ કરો, cd space slash opt slash lampp slash htdocs
06:16 અને Enter દબાવો.
06:18 આ ડિરેક્ટરીમાં ફાઈલોની યાદીને દર્શાવવા માટે, ટાઈપ કરો ls અને Enter દબાવો.
06:25 ચાલો joomla ફોલ્ડરનાં owner અને group members ને read, write અને execute permissions આપીએ.
06:34 તો ટાઈપ કરો sudo space chmod space 777 space joomla slash
06:44 અને Enter દબાવો.
06:47 આપણે સંસ્થાપન સાથે આગળ વધીએ એ પહેલા, આપણે Joomla માટે એક ડેટાબેઝ બનાવવાની જરુર છે.
06:54 આપણે આ phpmyadmin માં કરીશું.
06:58 PhpmyadminMySQL માટે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે.
07:04 તે XAMPP સંસ્થાપન સાથે આવે છે.
07:08 બ્રાઉઝર પર જાવ અને ટાઈપ કરો http colon double slash localhost
07:17 XAMPP પુષ્ઠ પર, ડાબી બાજુએ આવેલ મેનુમાં, Tools અંતર્ગત, phpmyadmin પર ક્લિક કરો.
07:27 ટોંચનાં મેનુમાં Users પર ક્લિક કરો અને ત્યારબાદ Add User પર ક્લિક કરો.
07:34 username દાખલ કરો, એટલે કે, Joomla hyphen 1
07:39 Host ડ્રોપડાઉન યાદીમાંથી, Local પસંદ કરો.
07:44 Password ટેક્સ્ટ-બોક્સમાં password દાખલ કરો, એટલે કે joomla123.
07:51 તમે તમારી પસંદનો કોઈપણ પાસવર્ડ દાખલ કરી શકો છો.
07:55 Re-type ટેક્સ્ટબોક્સમાં સમાન પાસવર્ડ દાખલ કરો.
07:59 કૃપા કરી હમણા માટે Generate Password પર જવાબ ન આપો.
08:06 Database for user અંતર્ગત, આપણે જોઈ શકીએ છીએ વિકલ્પ Create a database with the same name and grant all privileges.
08:16 આપણે તે વિકલ્પને ચેક કરીશું અને આ પુષ્ઠની નીચેની તરફે જમણી બાજુએ આવેલ Go બટન ક્લિક કરીશું.
08:25 આનાથી યુઝર Joomla hyphen 1 સહીત Joomla hyphen 1 નામનો એક નવો database બનશે.
08:35 username, password અને database નામોની નોંધ લો.
08:42 આપણને આની જરૂર પછીથી Joomla સંસ્થાપન પૂર્ણ કરવા માટે રહેશે.
08:49 કૃપા કરી નોંધ લો: Database નું નામ અને username એક જેવું હોવું જરૂરી નથી.
08:55 જુદા નામો રાખવા માટે, તમે પહેલા database બનાવી શકો છો અને ત્યારબાદ તે database માટે યુઝર બનાવી શકો છો.
09:04 એ સાથે જ, નામોલ્લેખ પ્રણાલી મુજબ, username વચ્ચે કોઈપણ સ્પેસ (ખાલી જગ્યા) હોવી ન જોઈએ.
09:12 આપણે હવે Joomla સંસ્થાપિત કરવા માટે તૈયાર છીએ.
09:15 આપણી પાસે XAMPP ચાલતું છે અને આપણો database તૈયાર છે.
09:20 અને આપણે DOCUMENT underscore ROOT માં joomla ફોલ્ડર અંતર્ગત Joomla એક્સટ્રેક્ટ કર્યું છે.
09:28 બ્રાઉઝર પર જાવ. ટાઈપ કરો http colon double slash localhost slash joomla
09:38 કૃપા કરી નોંધ લો joomla એ ફોલ્ડર છે જેમાં આપણે એક્સટ્રેક્ટ કર્યું છે.
09:44 Enter દબાવો અને તમને Joomla સંસ્થાપન પુષ્ઠ દેખાશે.
09:50 મૂળભૂત રીતે, આપણે પગલા ક્રમાંક એકમાં છીએ, જે છે, Configuration.
09:56 Joomla ને બહુવિધ ભાષાઓમાં સંસ્થાપિત કરી શકાવાય છે.
10:00 આપણે અહીં English (United states) પસંદ કરીશું.
10:05 ટોંચે જમણી બાજુએ આવેલ Next બટન પર ક્લિક કરો.
10:08 આપણે હવે મુખ્ય કોન્ફીગરેશન પુષ્ઠ પર છીએ.
10:12 તમારી વેબસાઈટ માટે તમને જોઈતું સાઈટનામ દાખલ કરો.
10:18 હું તે "Digital India" તરીકે રાખીશ.
10:22 Email-id એક અનિવાર્ય ફિલ્ડ (ક્ષેત્ર) છે.
10:25 કૃપા કરી અહીં પ્રમાણિત ઈમેઈલ-આઈડી દાખલ કરો.
10:29 હું "priyanka@spoken-tutorial.org" તરીકે આઈડી આપીશ.
10:37 આગળ, તમને Joomla Administrative પુષ્ઠ માટે ઈચ્છિત username દાખલ કરો.
10:44 હું admin તરીકે યુઝરનામ દાખલ કરીશ.
10:48 Joomla Administrator માટે પાસવર્ડ દાખલ કરો.
10:52 હું મારા એડમીન પાસવર્ડ તરીકે admin123 દાખલ કરીશ.
10:58 કન્ફર્મેશન (પુષ્ટિકરણ) બોક્સમાં પાસવર્ડ ફરીથી ટાઈપ કરો.
11:02 Site Offline (Yes/No) માટે કૃપા કરી No વિકલ્પ પસંદ કરો.
11:08 આ સાઈટને પછીથી વૈશ્વિક કોન્ફીગરેશન મારફતે ઓનલાઈન સુયોજિત કરી શકાવાય છે.
11:14 આપણે વર્ણન ખાલી રહેવા દઈશું.
11:17 હવે, ટોંચે-જમણી બાજુએ આવેલ Next બટન પર ક્લિક કરો.
11:21 તો, આપણે હવે Database Configuration પુષ્ઠ પર આવ્યા છીએ.
11:26 "MySQL" ને Database Type તરીકે પસંદ કરો.
11:31 "localhost" ને Host Name તરીકે દાખલ કરો.
11:34 હવે, આપણે username, password અને database names દાખલ કરવું પડશે.
11:41 આ દરેક આપણે અગાઉ, phpmyadmin માં, બનાવ્યું છે.
11:46 username તરીકે હું Joomla hyphen 1 દાખલ કરીશ.
11:51 ત્યારબાદ password તરીકે joomla123 નાખીશ.
11:55 અને database name તરીકે Joomla hyphen 1 નાખીશ.
11:59 Table Prefix ને એવું જ રહેવા દો.
12:02 Old Database Process માં, પસંદ કરો Backup.
12:08 આ ડેટાબેઝમાં મળતા નામો સાથેનાં, ટેબલોનો બેકઅપ લેવા બદ્દલ છે, જ્યારે Joomla ને અપગ્રેડ (સુધારિત) કરવામાં આવે છે.
12:17 ટોંચે જમણી બાજુએ આવેલ Next બટન પર ક્લિક કરો.
12:21 આપણે હવે Finalisation and Overview પુષ્ઠમાં છીએ.
12:26 Finalisation વિભાગમાં, Install Sample Data દર્શાવો.
12:32 મૂળભૂત રીતે, એકાદ રેડીઓ બટનની પસંદગી થશે.
12:37 અહીં યાદીબદ્ધ વિકલ્પો, સાઈટ પર કેટલાક સેમ્પલ આર્ટીકલો મેનુસ, પ્લગઇન્સ વગેરે, સંસ્થાપિત કરશે.
12:47 Joomla ને સમજવા માટે શિખાઉ લોકો માટે ઉપયોગી છે.
12:52 તમે Joomla પહેલી વખત સંસ્થાપિત કરતી વખતે, આમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરી શકો છો.
12:58 હું આવું કરવા ઈચ્છતી નથી. તેથી, હું None વિકલ્પ પસંદ કરીશ.
13:04 પુષ્ઠને નીચે સ્ક્રોલ કરો અને અહીં દર્શાવેલ Overview માહિતી ચેક કરો.
13:10 હવે ટોંચે-જમણી બાજુએ આવેલ Install બટન પર ક્લિક કરો.
13:15 આ પગલુ અમુક સમય લઇ શકે છે.
13:18 હવે આપણે જોશું એક મેસેજ "Congratulations! Joomla is now installed".
13:26 મેસેજ અંતર્ગત, એક Remove Installation Folder બટન છે.
13:31 સંસ્થાપન ફોલ્ડરને કાઢી નાખવા માટે તેના પર ક્લિક કરો.
13:35 આપણને જો આ પગલામાં કોઈ એરર મળે તો, આપણને ફોલ્ડર મેન્યુઅલી (પોતેથી) કાઢવું જોઈએ.
13:41 મને એક એરર મળ્યો છે કારણ કે હું linux superuser તરીકે લોગ-ઇન કરેલ નથી.
13:47 મારી પાસે delete permission પણ નથી.
13:51 તો, હમણાં ચાલો terminal પર જઈએ.
13:55 આપણે joomla ફોલ્ડરમાંથી સંસ્થાપન ફોલ્ડર મેન્યુઅલી (પોતેથી) રદ્દ કરીશું.
14:01 આ અનિવાર્ય છે. તેથી કૃપા કરી આ પગલાને છોડશો નહી.
14:06 ટાઈપ કરો cd joomla.
14:10 ત્યારબાદ ટાઈપ કરો sudo space rm space hyphen rf space installation slash.
14:20 Enter દબાવો.
14:22 પ્રોમ્પ્ટ કરવા પર, administrative password દાખલ કરો.
14:26 સંસ્થાપન ફોલ્ડરને સફળતાપૂર્વક કાઢી નાખ્યા પછીથી, બ્રાઉઝર પર જાવ.
14:32 ટાઈપ કરો localhost slash joomla
14:36 આપણે આપણી વેબસાઈટ પર પહોચ્યા છીએ!
14:40 જો કે મેં સેમ્પલ ડેટા ઇન્સ્ટોલ કર્યો ન હોવાથી, અત્યારે મને menus, articles વગેરે દેખાતા નથી.
14:48 ચાલો administrator page પર જઈએ જ્યાંથી આપણે આપણી વેબસાઈટને સંચાલિત કરી શકીએ છીએ.
14:56 તો, localhost slash joomla slash administrator પર જાવ.
15:02 Enter દબાવો.
15:05 administrator લોગીન અને પાસવર્ડ વડે લોગીન કરો.
15:09 હું username તરીકે admin અને password તરીકે admin123 ટાઈપ કરીશ.
15:16 જો કે આપણી વેબસાઈટ સંસ્થાપિત થઇ છે, આપણી પાસે administrator access છે.
15:22 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા: Joomla વેબસાઈટથી Joomla સંસ્થાપિત કરવું.

phpmyadmin માં ડેટાબેઝ બનાવવો અને

લોકલ (સ્થાનિક) સર્વર પર Joomla સંસ્થાપિત કરવું

15:38 ચાલો હવે એસાઈનમેંટ પર આવીએ.
15:41 સેમ્પલ ડેટા સાથે Joomla સંસ્થાપિત કરો

Joomla અસંસ્થાપિત કરો અને ત્યારબાદ સેમ્પલ ડેટા વગર નવેથી Joomla સંસ્થાપિત કરો.

તફાવતની સરખામણી કરો.

15:55 આ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તમારી પાસે જો સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
16:05 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજીત કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ કરવા પર પ્રમાણપત્રો આપે છે.
16:15 વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.
16:19 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આધાર NMEICT, MHRD, Government of India દ્વારા અપાયો છે.
16:27 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki