Jmol-Application/C4/3D-Models-of-Enzymes/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો જેમોલમાં એનઝાઇમ્સના 3D મોડેલના ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે જેમોલ પર Human Pancreatic Hexokinase ના સ્ટ્રક્ચરને લોડ કરતા શીખીશું.
00:16 સેકેન્ડરી સ્ટ્રક્ચરના ના ડિસ્પ્લેને સુધારિત કરતા શીખીશું.
00:20 સક્રિય સાઈટ પર અમિનો એસિડ રેસીડ્યુસ ને હાઈલાઈટ કરતા શીખીશું.
00:25 એન્ઝાઇમના સબસ્ટ્રેટને અને કોફેક્ટરસ ને હાઈલાઈટ કરતા શીખીશું.
00:30 અને પ્રોટીન માટે Ramachandran plot ને જોતા શીખીશું.
00:35 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને મૂળભૂત બાયોકેમિસ્ટ્રી નું જ્ઞાન હોવું અનિવાર્ય છે
00:41 અને જેમોલ એપ્લીકેશન વિન્ડોના બેસિક ઓપરેશન સાથે પરિચિત હોવા જોઈએ.
00:46 કૃપા કરીને જેમોલ એપ્લીકેશનના ક્રમમાં Proteins અને Macromolecules ના ટ્યુટોરીયલ ને જુઓ.
00:53 તે આપલે લીંક પર ઉપલબ્ધ છે.
00:57 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું: Ubuntu Operating System આવૃત્તિ 12.04 .
01:05 Jmol આવૃત્તિ12.2.2.
01:08 Java આવૃત્તિ 7. and Mozilla Firefox browser 22.0
01:16 જેમોલ વિન્ડો ખોલો અને hexokinase એન્ઝાઇમના સ્ટ્રક્ચરને લોડ કરો.
01:22 હું ઈન્ટરનેટ સાથે જોડાએલી છું, એટલા માટે હું સ્ટ્રક્ચરને સીધું PDB website થી ડાઉનલોડ કરીશ.
01:28 આ કરવા માટે File મેનુ ખોલો , સ્ક્રોલ કરો અને Get PDB વિકલ્પ પર ક્લિક કરો.
01:37 સક્રીન પર ઈનપુટ ડાઈલોગ બોક્સ દેખાય છે.ટેક્સ્ટ બોક્સ માં hexokinase, માટે ચાર અક્ષરોનું PDB code 3IDH ટાઈપ કરો.
01:50 આ કોડ Protein Data Bank વેબસાઈટ થી મેળવ્યો છે.
01:55 જો તમારી પાસે ચાલુ ઈન્ટનેટ કનેક્શન નથી તો ટૂલ બાર પર open a file આઇકનનો ઉપયોગ કરીને મોજુદ pdb ફાઈલ ખોલો.
02:06 OK બટન પર ક્લિક કરો.
02:09 hexokinase નો 3D સ્ટ્રક્ચર જેને glucokinase પણ કહેવાય છે તે સ્ક્રીન પર ખુલે છે.
02:16 File મેનુ નો ઉપયોગ કરીને કન્સોલ વિન્ડો ખોલો.'
02:21 જેવું કન્સોલ પર દેખાય છે પેનલ પર સબસ્ટ્રેટ Glucose ના સાથે . Human Pancreatic Glucokinase ના માટે સ્ટ્રક્ચર છે.
02:31 કન્સોલ બંદ કરો.
02:34 પેનલ પર આપણી પાસે hexokinase ના બોલ અને સ્ટીક મોડેલ છે.
02:40 પેનલ પર પ્રોટીન મોડેલ થી water molecules ને કાઢ્યું છે.
02:44 અહી પ્રક્રિયા જેમોલ ટ્યુટોરીયલના Proteins and macromolecules માં વિસ્તારથી સમજાવ્યું છે.
02:53 hexokinase એન્ઝાઇમ વિષે.
02:56 Hexokinase 465 અમીનો એસીડ નું મોનોમેરિક પ્રોટીન છે.
03:02 આ બે domain. ધરાવે છે એક નાનું અને એક મોટું.
03:07 આ એન્ઝાઇમ માટે એક સક્રિય સાઈટ બે ડોમેઈન વચ્ચે cleft એટલેકે દરાર માં સ્થિત હોય છે.
03:14 hexokinase ના માટે સક્રિય સાઈટ 3 અમીનો એસીડ રેસીડ્યુસ ધરાવે છે. 204, પર Aspergine પોઝીશન 231 પર Aspergine અને 256 પર Glutamic acid
03:30 Alpha-D-Glucose આ એન્ઝાઇમ ના લીધે સબસ્ટ્રેટ છે.
03:34 ચાલો જેમોલ પેનલ પર પાછા જઈએ.
03:38 આપણે સક્રિય સાઈટ પર એન્ઝાઇમ ના ઘટકો જેમકે સબસ્ટ્રેટ, કોફેક્ટરસ અથવા અમીનો એસીડ રેસીડ્યુસ ને પસંદ અને હાઈલાઈટ કરી શકીએ છીએ.
03:49 એક વિશેષ ઘટક ને પસંદ કરવા માટે જમણું ક્લિક કરીને પોપ અપ મેનુ ખોલો.
03:55 Select વિકલ્પ માટે સ્ક્રોલ કરો.
03:57 સબ મેનુથી Proteins, By Residue name. સબ મેનુ પસંદ કરો.
04:04 અહી અલગ અલગ અમીનો એસીડસ યાદીબદ્ધ છે.
04:10 આને પસંદ કરવા માટે અમીનો એસીડના નામ પર ક્લિક કરો.
04:14 અમીનો એસીડ શીર્ષકો જેમકે Polar, Non-polar, Basic, Acidic, Uncharged વગેરે ના અંતર્ગત વર્ગીકૃત પણ કર્યા છે.
04:26 મેટલ આયન potassium અને substrate glucoseHetero મેનુમાં યાદી બદ્ધ છે.
04:34 આપણે સબસ્ટ્રેટ બાઈન્ડીંગ સાઈટને સહેલાઇ થી શોધવા માટે એન્ઝાઇમ ના ડિસ્પ્લેને સુધારિત કરી શકીએ છીએ.
04:41 હવે આપણે પ્રોટીનના પરમાણુઓ ના રંગ અને ડિસ્પ્લેને બદલી શકીએ છીએ.
04:46 પોપ અપ મેનુ ખોલો, Select પર જાવ અને Protein વિકલ્પ શુધી સ્ક્રોલ કરો All પર ક્લિક કરો .
04:55 બે વખત પોપ અપ મેનુ ખોલો, Style શુધી સ્ક્રોલ કરો Scheme શુધી સ્ક્રોલ કરો

અને Sticks વિકલ્પ પર ક્લિક કરો.

05:05 હવે આપણી પાસે પેનલ પર પ્રોટીન sticks ડિસ્પ્લેમાં છે.
05:11 હવે રંગ બદલવા માટે, ફરીથી પોપ અપ મેનુ ખોલો, Color, Atoms પર જાવ અને Blue વિકલ્પ પર ક્લિક કરો.
05:23 આપણી પાસે સ્ક્રીન પર hexokinase નું મોડેલ ભૂરા રંગમાં અને સ્ટીક ડિસ્પ્લેમાં છે.
05:30 સબસ્ટ્રેટની નોંધ લો,કલેફટમાં Alfa-D-Glucose બોલ અને સ્ટીક ડિસ્પ્લેમાં છે.
05:38 સબસ્ટ્રેટને હાઈલાઈટ કરવા માટે, પોપઅપ મેનુ ખોલો Select પર જાવ પછી Hetero અને GLC-ALFA-D-GLUCOSE પર ક્લિક કરો.
05:52 પોપ અપ મેનુ પર બે વાર ક્લિક કરો Style સુધી સ્ક્રોલ કરો Scheme અને Sticks વિકલ્પ પર ક્લિક કરો.
06:00 રંગ બદલવા માટે Color, Atoms પર જાવ અને White વિકલ્પ પર ક્લિક કરો.
06:12 પેનલ પર સ્પષ્ટ રૂપે હાઈ લાઈટ કરેલ સબસ્ટ્રેટના પોઝીશનના સાથે hexokinase નું મોડેલ છે.
06:20 આપણે અમીનો એસીડસને હાઈ લાઈટ કરવા માટે સક્રિય સાઈટ પર તેનો રંગ બદલી શકીએ છીએ.
06:26 આવું કરવા માટે આપણને કન્સોલ વિન્ડો પર કમાંડ ટાઇપ કરવું પડશે.
06:32 જેવું કે પહેલા બતાડેલ છે સક્રિય સાઈટ પર સામેલ અમીનો એસીડસ છે પોઝીશન 204 પર Aspergine પોઝીશન 231 Aspergine અને 256 પર Glutamic acid


06:50 File menu વાપરીને કન્સોલ વિન્ડો ખોલો . Console પર કલીલ કરો .
06:57 હું કન્સોલ વિન્ડોને મેગ્નીફાઈ કરવા માટે Kmag સ્ક્રીન મેગ્નીફાઈયર નો ઉપયોગ કરી રહી છું.
07:03 $ પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો select ચોરસ કૌંસમાં aspergine માટે Asn બ્રેકેટ બંદ કરો, 204 જે પોઝીશન છે સેમીકોલન color atoms orange
07:25 enter દબાઓ.
07:27 નોંધ લો કે aspargine રેસીડયુસના પરમાણુ હવે નારંગી રંગમાં છે.
07:33 કીબોર્ડ પર એરો બટન દબાવો અને કમાંડને એડિટ કરો.
07:39 અમીનો એસીડના પોઝીશનને 231 પરમાણુના રંગને રેડથી એસીડ કરો.
07:48 Enter દબાવો.
07:51 ફરીથી અપ એરો કી દબાવો અને અમીનો એસીડના નામને GLU જે કેglutamic acid છે અને પોઝીશનને 256 થી એડિટ કરો.
08:06 પરમાણુઓના રંગ લીલો કરો અને એન્ટર દબાવો.
08:13 પેનલ પર આપણી પાસે સબસ્ટ્રેટ અને હાઈલાઈટ કરેલ સક્રિય સાઈટના સાથે hexokinase નું 3D મોડેલ છે.
08:23 અહી પર્પલ રંગમાં દેખાડેલ potassium પરમાણુપણ મોડેલમાં હાઈલાઈટ કરેલ છે.
08:30 આપણે જેમોલમાં એક વિશિષ્ટ પ્રોટીનના માટે ramachandran plots પણ બતાવી શકે છે.
08:36 કન્સોલ પર $ પ્રોમ્પ્ટ પર ટાઇપ કરો plot ramachandran
08:45 Enter દબાવો.
08:47 સ્ક્રીન પર આપણી પાસે hexokinase ના માટે ramachandran plot છે.
08:54 ડેટાબેસથી pdb files ઉપયોગ કરીને વિભિન્ન એન્ઝાઇમસ લોડ કરવાનો પ્રયાસ કરો.
09:00 સેકેન્ડરી સ્ટ્રક્ચરના ડિસ્પ્લે ને બદલો.
09:04 ચાલો શારંશ લઈએ, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા PDBનો પ્રયોગ કરીને Human Pancreatic Hexokinase ના સ્ટ્રક્ચરને લોડ કરવું.
09:14 સેકેન્ડરી સ્ટ્રક્ચરના ડિસ્પ્લેને સીધારિત કરવું.
09:17 સક્રિય સાઈટ પર અમીનો એસીડ રેસીડયુસ ને હાઈલાઈટ કરવું
09:21 * સબસ્ટ્રેટ અને એન્ઝાઇમના કોફેક્ટરસ ને હાઈલાઈટ કરવું.
09:25 અને પ્રોટીનસના માટે ramachandran' પ્લોટને જોવું.
09:30 અસાઇનમેન્ટ તરીકે: જેમોલ પેનલ પર એન્ઝાઇમ Lysozyme ની ડોટ pdb ફાઈલ લોડ કરો.
09:38 એન્ઝાઇમથી જોડેલ સબસ્ટ્રેટને હાઈલાઈટ કરો.
09:42 સક્રિય સાઈટ પર અમીનો એસીડસ ને હાઈલાઈટ કરો.
09:46 હિંટ: PDB databaseથી Lysozyme ની pdb ફાઈલ મેળવો.
09:52 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
09:56 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:00 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:04 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ:
10:07 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. અને પ્રમાણપત્રો આપે છે.
10:10 વધુ વિગતો માટે, અમને લખો.
10:14 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:19 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
10:25 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
10:30 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki