Jmol-Application/C2/Create-and-edit-molecular-models/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો.

જેમોલ એપ્લીકેશનમાં Create and Edit molecular models પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.

00:09 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું,
00:12 મોલેક્યુલર મોડેલમાં ફંક્શનલ જૂથ સહીત hydrogen પરમાણુ સબસ્ટીટ્યુટ કરવું.
00:17 બોન્ડો ઉમેરવા અને રદ્દ કરવા.
00:20 અણુઓ ઉમેરવા અને રદ્દ કરવા.
00:23 અને પોપ-અપ મેનુ કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તે શીખવું જેને કોનટેક્ષચ્યુંઅલ મેનુ પણ કહેવાય છે.
00:29 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલનું જ્ઞાન હોવું અનિવાર્ય છે,
00:32 જેમોલ એપ્લીકેશન વિન્ડો અને
00:36 Modelkit ફંક્શન જેનો ઉપયોગ મોલેક્યુલર મોડેલો બનાવવા માટે થાય છે.
00:41 સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટનો સંદર્ભ લો.
00:46 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું
00:49 ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 12.04
00:53 Jmol આવૃત્તિ 12.2.2
00:57 અને Java આવૃત્તિ 7.
01:00 જેમોલ એપ્લીકેશન ખોલવા માટે, Dash home (ડેશ હોમ) પર ક્લિક કરો.
01:05 સર્ચ બોક્સમાં Jmol ટાઈપ કરો.
01:08 સ્ક્રીન પર Jmol આઇકોન દ્રશ્યમાન થાય છે.
01:11 જેમોલ એપ્લીકેશન વિન્ડો ખોલવા માટે Jmol આઇકોન પર ક્લિક કરો.
01:17 આપણે પહેલા બનાવેલા, Propane (પ્રોપેન) નાં મોડેલથી, ચાલો શરૂઆત કરીએ.
01:22 ફાઈલ ખોલવા માટે, ટૂલ બારમાં આવેલ “Open file” આઇકોન પર ક્લિક કરો.
01:27 સ્ક્રીન પર એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
01:30 જોઈતી ફાઈલ જ્યાં મૂકી છે તે ફોલ્ડર પર ક્લિક કરો.
01:34 મારી ફાઈલ Desktop (ડેસ્કટોપ) પર મુકાઈ છે.
01:37 તેથી, હું Desktop પસંદ કરીને Open બટન પર ક્લિક કરીશ.
01:43 “File or URL” text box માં ફાઈલ નામ ટાઈપ કરો.
01:48 ત્યારબાદ, Open બટન પર ક્લિક કરો.
01:51 Propane (પ્રોપેન) નું મોડેલ સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે.
01:55 Propane (પ્રોપેન) માં આપણે hydrogens (હાઈડ્રોજન્સ) ફંક્શનલ જૂથ સાથે સબસ્ટીટ્યુટ કરી શકીએ છીએ જેવા કે:
01:59 hydroxy, amino, halogens જેમ કે fluro, chloro, bromo અને અન્ય.
02:07 Propane (પ્રોપેન) પરમાણુમાં હું hydroxy (હાઈડ્રોક્સી) જૂથ ઉમેરવા ઈચ્છું છું, જેથી તે Propanol (પ્રોપેનોલ) માં પરિવર્તિત થાય.
02:13 model kit મેનુ ખોલો. ફંક્શનલ જૂથોની એક યાદી અહીં ઉપલબ્ધ છે.
02:20 oxygen અણુ આગળ આવેલ બોક્સને ચેક કરો.
02:23 પહેલા કાર્બન અણુ સાથે જોડાયેલા hydrogen અણુ પર ક્લિક કરો.
02:28 અવલોકન કરો hydrogen અણુ hydroxy જૂથથી બદલી થાય છે. Oxygen અણુ અહીં લાલ રંગમાં દેખાય છે.
02:37 Propane હવે 1-Propanol માં રૂપાંતરિત થઇ ગયું છે.
02:41 ચાલો હવે 1-Propanol ને 2-chloro-1-propanol માં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરીએ.
02:47 model kit મેનુમાંથી Chloro જૂથ પસંદ કરીએ.
02:51 બીજા કાર્બન અણુ સાથે જોડાયેલા hydrogen અણુ પર ક્લિક કરો.
02:57 આપણી પાસે હવે 2-chloro-1-propanol નું મોડેલ છે. Chlorine (ક્લોરીન) અહીં લીલા રંગમાં દેખાય છે.
03:04 તમે એનર્જી મીનીમાઈઝેશન કરીને ઈમેજને dot mol ફાઈલ તરીકે સંગ્રહી શકો છો.
03:10 અહીં એક એસાઈનમેંટ છે.
03:11 આપેલ પરમાણુંઓનાં મોડેલો બનાવો. 3-bromo-1-butanol અને 2-amino-4-chloro-pentane
03:20 એનર્જી મીનીમાઈઝેશન કરીને ઈમેજને JPEG ફોર્મેટમાં સંગ્રહો.
03:25 ઈમેજને વિવિધ ફાઈલ ફોર્મેટોમાં સંગ્રહવા માટે:
03:28 ટૂલ બારમાં આવેલ “Save current view as an image” આઇકોનનો ઉપયોગ કરો.
03:33 તમારું પૂર્ણ થયેલ એસાઈનમેંટ આ પ્રકારે દેખાવું જોઈએ.
03:40 હવે ચાલો જેમોલ એપ્લીકેશન વિન્ડો પર પાછા જઈએ.
03:45 Jmol એપ્લીકેશન Pop-up મેનુ પણ પ્રસ્તાવ કરે છે.
03:50 તમે pop-up મેનુ બે જુદી જુદી રીતે એક્સેસ કરી શકો છો.
03:55 model kit મેનુ ખુલ્લું હોય તો, તેને બંધ કરો.
03:59 model kit મેનુમાં નીચે સ્ક્રોલ કરીને “exit model kit mode” ક્લિક કરો.
04:04 Pop-up મેનુ ખોલવા માટે, પેનલ પર જમણું માઉસ બટન ક્લિક કરો.
04:09 પેનલ પર Pop-up મેનુ દ્રશ્યમાન થાય છે.
04:12 અણુઓનાં દેખાવને મોડીફાય કરવા માટે Pop-up મેનુ ઘણા ફંક્શનો પ્રસ્તાવ કરે છે.
04:18 તેની પાસે પસંદગીની વિવિધતા અને રેન્ડર કરવાના વિકલ્પો છે.
04:22 આ મેનુમાનાં મોટા ભાગનાં ફંક્શનો મેનુ બારમાં પણ આવેલા છે.
04:28 Pop-up મેનુમાની સામગ્રી સ્વયંસ્પષ્ટ છે.
04:32 તેની વિગતવાર માહિતી આપવી જરૂરી નથી.
04:35 Pop-up મેનુમાંથી બહાર નીકળવા માટે Jmol પેનલ પર ક્લિક કરો.
04:39 Pop-up મેનુને એક્સેસ કરવાનો બીજો માર્ગ એ છે કે Jmol લોગો પર ક્લિક કરો.
04:44 તે Jmol પેનલની જમણી બાજુએ નીચેની તરફે સ્તિથીમાન છે.
04:49 હવે ચાલો જોઈએ કે આ પરમાણુને એડિટ અને તેને Ethane (ઈથેન) પરમાણુમાં રૂપાંતરિત કેવી રીતે કરવું છે.
04:55 આ માટે, આપણે રદ્દ કરીશું hydroxy જૂથ, chlorine જૂથ, carbon અને બે hydrogen પરમાણુઓ.
05:05 model kit મેનુ ખોલો.
05:08 “delete atom” આગળ આવેલ બોક્સને ચેક કરો.
05:12 તમે જે અણુઓ રદ્દ કરવા ઈચ્છો છો તેના પર ક્લિક કરો.
05:15 Oxygen, chlorine અને carbon અણુ.
05:21 ethane પરમાણુ બનાવવા માટે આપણને આ પરમાણુમાં hydrogens ઉમેરવા પડશે.
05:26 model kit મેનુમાંથી “add hydrogens” વિકલ્પ પર ક્લિક કરો.
05:32 પરમાણુંમાં બે hydrogen અણુઓ ઉમેરાય છે.
05:36 સ્ક્રીન પર અત્યારે આપણી પાસે Ethane નું મોડેલ છે.
05:40 ચાલો alkenes (અલકિન્સ) અને alkynes (અલકાઈન્સ) બનાવવાનું શીખીએ.
05:45 પરમાણુંમાં બમણું બોન્ડ પરિચય કરાવવા માટે, model kit મેનુ ખોલો.
05:50 double” વિકલ્પ આગળ ચેક કરો.
05:53 Ethane પરમાણુમાં બે કાર્બન અણુઓ વચ્ચેનાં બોન્ડ પર કર્સર મુકો.
05:58 carbon અણુઓ ફરતે લાલ રંગનું વલય દ્રશ્યમાન થાય છે.
06:01 બોન્ડ પર ક્લિક કરો.
06:05 અવલોકન કરો એકલ બોન્ડ બમણા બોન્ડમાં પરિવર્તિત થાય છે.
06:09 પેનલ પર આપણી પાસે Ethene (ઇથીન) નું મોડેલ છે.
06:13 ચાલો Ethene (ઇથીન) ને Ethyne (ઇથાઈન) માં પરિવર્તિત કરીએ.
06:16 modelkit મેનુ પર ક્લિક કરો અને "triple" વિકલ્પ આગળ ચેક કરો.
06:21 Ethene (ઇથીન) પરમાણુંમાં બમણા બોન્ડ પર કર્સર મુકો અને તેના પર ક્લિક કરો.
06:28 બમણું બોન્ડ ત્રમણા બોન્ડમાં પરિવર્તિત થાય છે.
06:31 Ethyne (ઇથાઈન) નું મોડેલ છે.
06:34 સૌથી સ્થિર બંધબેસતાપણું મેળવવા માટે એનર્જી મીનીમાઈઝેશન કરો અને સંગ્રહો.
06:40 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા
06:43 ફંક્શનલ ગ્રુપ વડે alkanes માં hydrogen (હાઈડ્રોજન) નો પરમાણુ સબસ્ટીટ્યુટ કરવો.
06:48 alkanes ને alkenes અને alkynes માં પરિવર્તિત કરવા માટે બોન્ડો ઉમેરવા.
06:52 પરમાણુઓ ઉમેરવા અને રદ્દ કરવા અને
06:54 પોપ-અપ મેનુનો ઉપયોગ કરવો.
06:58 એસાઈનમેંટ માટે 2-fluoro-1, 3-butadiene અને 2-pentyne નાં મોડેલો બનાવો.
07:06 મોડેલનો દેખાવ વાયરફ્રેમમાં બદલી કરવા માટે પોપ-અપ મેનુનો ઉપયોગ કરો.
07:10 energy minimization (એનર્જી મીનીમાઈઝેશન) કરો અને ઈમેજને PDF ફોર્મેટમાં સંગ્રહો.
07:16 તમારું પૂર્ણ થયેલ એસાઈનમેંટ આ પ્રકારે દેખાવું જોઈએ.
07:24 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
07:27 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:31 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:36 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
07:38 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:41 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:45 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
07:52 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:57 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
08:04 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
08:08 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya