Java/C3/Using-final-keyword/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Using final keyword પરનાં spoken-tutorial માં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં, આપણે final કીવર્ડ વિશે અને તેને ક્યારે આવ્હાન કરવું છે તે વિશે શીખીશું.
00:11 આપણે આપેલ વિશે પણ શીખીશું- final variables , final methods final classes.
00:18 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું: Ubuntu Linux આવૃત્તિ 12.04 , JDK 1.7 , Eclipse 4.3.1
00:30 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને Java અને Eclipse IDE નું સાદું જ્ઞાન હોવું જરૂરી છે.
00:36 તમને Subclassing અને Method overriding ની જાણકારી હોવી જોઈએ.
00:41 જો નથી, તો સંદર્ભિત Java ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:46 સૌ પહેલા, આપણે final કીવર્ડ શું છે તે શીખીશું.
00:50 finalJava માં એક keyword અથવા અનામત શબ્દ છે.
00:55 તેને variables, methods અથવા classes પર લાગુ કરી શકાવાય છે.
01:01 હવે, ચાલો શીખીએ કે final વેરીએબલ (ચલ) શું છે.
01:05 final variable એ એવું વેરીએબલ (ચલ) છે જેની વેલ્યુને બદલી શકાતી નથી. એટલે કે, તે એક constant રહેશે.
01:13 હું અત્યારે Eclipse IDE પર જઈ રહ્યો છું. પાછલા ટ્યુટોરીયલમાં મેં પહેલાથી જ MyProject નામથી એક પ્રોજેક્ટ બનાવ્યો છે.
01:22 તો, આપણે સીધે સીધું પ્રોજેક્ટનાં Employee class પર જશું.
01:26 વેરીએબલ name પર આવીએ.
01:30 વેરીએબલ name ની પહેલા final keyword ઉમેરો. આપણે વેરીએબલ name ને final તરીકે બનાવ્યું છે.
01:40 વેરીએબલ name ને આપણે વેલ્યુ "sneha" સાથે ઈનીશલાઈઝ (પ્રારંભ કરવું) કરીશું.
01:45 આપણે Save કરીશું અને પ્રોગ્રામ Run કરીશું.
01:48 આપણને કમ્પાઈલેશન (સંકલન) એરર મળે છે: The final field Employee.name cannot be assigned
01:55 આ એટલા માટે કારણ કે અહીં final variable નામ એ પહેલાથી જ ઘોષિત થયેલું અને ઈનીશલાઈઝ (પ્રારંભ કરવું) થયેલું છે.
02:05 આપણે ફક્ત એક જ વખત final વેરીએબલ ઈનીશલાઈઝ (પ્રારંભ કરવું) કરી શકીએ છીએ.
02:08 તો, આપણે મેથડ setName ને કમેંટ (ટીપ્પણી) કરીશું જે વેરીએબલ (ચલ) name ને મોડીફાય કરે છે.
02:14 class ને સંગ્રહો.
02:16 હવે, TestEmployee class પર આવીએ.
02:19 main મેથડ પર આવીએ અને manager.setName("Nikkita Dinesh") લાઈનને કમેંટ કરીએ;
02:26 આપણે આ લાઈનને એ રીતે કમેંટ (ટીપ્પણી) કરી છે કે તે મેથડ setName ની દ્રષ્ટાંત હતી.
02:31 Employee ક્લાસમાં આપણે પહેલાથી જ setName મેથડ કમેંટ (ટીપ્પણી) કર્યું છે.
02:35 હવે ચાલો ક્લાસને Save કરીએ અને પ્રોગ્રામ Run કરીએ.
02:38 અતિ સરસ!!! આપણને આઉટપુટ મળ્યું છે, Name: Sneha ,Email: abc@gmail.com ,Manager of: Accounts
02:47 આપણને આ આઉટપુટ મળે છે કારણ કે આપણે TestEmployee class અને Employee class માં આ વેલ્યુઓ સાથે પહેલાથી જ વેરીએબલો ઈનીશલાઈઝ કર્યા છે.
02:58 હવે Employee ક્લાસમાં final variable name પર આવીએ.
03:02 final variable name નું ઈનીશલાઈઝેશન રદ્દ કરો, એટલે કે, “sneha” રદ્દ કરો.
03:08 setName મેથડને અનકમેંટ (ટીપ્પણી કાઢવી) કરો.
03:12 પ્રોગ્રામ Save કરીને Run કરો.
03:14 આપણને એરર મળે છે: The final field Employee.name cannot be assigned
03:20 આ એટલા માટે કારણ કે, જો final વેરીએબલ (ચલ) ઈનીશલાઈઝ ન થાય તો, ફક્ત constructor તેને ઈનીશલાઈઝ કરી શકે છે.
03:28 એટલે કે, તે પ્રોગ્રામમાં ક્યા પણ મોડીફાય થઇ શકતું નથી.
03:33 તે માટે, ચાલો Employee class માં એક constructor બનાવીએ. અગાઉ આપણે પહેલાથી જ શીખી ચુક્યા છીએ કે constructor શું છે.
03:43 આપણે જાણીએ છીએ કે constructorclass નામની જેમ જ નામ ધરાવે છે.
03:47 તો, આપણે ટાઈપ કરીશું: Employee, parentheses, open and close curly brackets અને છગડીયા કૌંસમાં, ચાલો વેરીએબલ name ને ઈનીશલાઈઝ કરીએ વેલ્યુ sneha સાથે અર્ધવિરામ.
04:08 method setName ને કમેંટ (ટીપ્પણી) કરીએ.
04:12 પ્રોગ્રામને Save કરીને Run કરીએ.
04:15 આપણને જોઈતું આઉટપુટ મળે છે.
04:17 final વેરીએબલ એ constructor માં સફળતાપૂર્વક ઈનીશલાઈઝ થયું છે.
04:22 હવે આપણે final static variables વિશે શીખીશું.
04:26 Employee class માં અંતિમ વેરીએબલ પર આવીએ.
04:30 final keyword પહેલા static કીવર્ડ ઉમેરીએ. આપણે final variable ને static તરીકે બનાવ્યું છે.
04:38 પ્રોગ્રામ Save કરીને Run કરીએ.
04:40 આપણને એરર મળે છે: The final field Employee.name cannot be assigned
04:46 આ એટલા માટે કારણ કે static final variables constructor માં ઈનીશલાઈઝ થઇ શકતું નથી.
04:53 તેમને તેમની ઘોષણા સાથે એક વેલ્યુ એસાઈન કરવી જરૂરી છે. અથવા તેમને એક static block માં ઘોષિત કરવું જોઈએ.
05:01 static વેરીએબલોને class નાં તમામ ઓબ્જેક્ટો વચ્ચે વહેંચવામાં આવે છે.
05:06 નવા object ને બનાવવાથી static variable બદલાશે. static variable જો final હોય તો, આની પરવાનગી નથી.
05:14 Eclipse IDE પર પાછા ફરીએ.
05:17 તો, હવે આપણે એક static block બનાવીશું.
05:20 આ માટે, Employee ક્લાસમાં, આપણે બનાવેલ constructor પર આવીએ.
05:26 અહીં, Employee ના બદલે કૌંસમાં, આપણે ટાઈપ કરીશું static. આપણે એક static block બનાવ્યું છે.
05:35 હવે આપણે પ્રોગ્રામ Save કરીને Run કરીશું.
05:38 આપણને જોઈતું આઉટપુટ મળ્યું છે. આપણે સફળતાપૂર્વક static final વેરીએબલને ઈનીશલાઈઝ કર્યું છે.
05:46 હવે ચાલો final વેરીએબલને method માટે પેરામીટર તરીકે વાપરીએ.
05:52 Employee ક્લાસમાં મેથડ setEmail પર આવીએ.
05:55 String newEmail પહેલા final કીવર્ડ ઉમેરીએ. આપણે પેરામીટરને final તરીકે બનાવ્યું છે.
06:03 પ્રોગ્રામ Save કરીને Run કરીએ.
06:06 આપણને જોઈતું આઉટપુટ મળ્યું છે.
06:09 હવે, મેથડ setEmail પર આવીએ. method ની અંદર, આપણે ટાઈપ કરીશું: newEmail is equal to abc@gmail.com અર્ધવિરામ
06:28 આપણે final વેરીએબલ newEmail ને મોડીફાય કર્યું છે.
06:32 ફરીથી આપણે પ્રોગ્રામને Save કરીને Run કરીશું.
06:35 આપણને એરર મળે છે: The final local variable newEmail cannot be assigned.
06:42 આ એટલા માટે કારણ કે method માટે પેરામીટર તરીકેનું final વેરીએબલ એ તે method દ્વારા મોડીફાય કરી શકાતું નથી.
06:50 તો, ચાલો વેરીએબલ મોડીફીકેશન રદ્દ કરીએ.
06:54 હવે આપણે final method વિશે શીખીશું. employee class માં method getDetails પર આવીએ.
07:01 method getDetails પહેલા final કીવર્ડ ઉમેરીએ. આપણે મેથડને final તરીકે બનાવ્યું છે.
07:08 પ્રોગ્રામ Save કરીને Run કરીએ.
07:10 આપણને એરર મળે છે: class Manager overrides final method getDetails().
07:16 Manager ક્લાસમાં method getDetails() પર આવીએ.
07:21 આ એટલા માટે કારણ કે જો તમે કોઈપણ method ને final તરીકે બનાવો છો તો, તમે તેને override કરી શકતા નથી.
07:29 Manager class method getDetailsEmployee class માં getDetails method ને ઓવરરાઈડ કરે છે.
07:36 final method જો private હોય તો શું?
07:39 private મેથડો child class દ્વારા વારસાઈ મેળવતા નથી.
07:43 તો, આપણે child class માં getDetails() મેથડ ઉમેરી શકીએ છીએ. તમે આ એસાઈનમેંટ તરીકે પ્રયાસ કરી શકો છો.
07:51 Eclipse IDE પર પાછા ફરીએ.
07:54 Employee ક્લાસમાં, મેથડ getDetails પહેલાનું final કીવર્ડ રદ્દ કરો.
08:03 final વેરીએબલ નામ પહેલાનું static કીવર્ડ રદ્દ કરો.
08:10 હવે, આપણે શીખીશું કે constructor ને final તરીકે ઘોષિત કરી શકાય છે કે નહી.
08:15 આ માટે, આપણે ફરીથી એક constructor બનાવીશું. તો, static ના બદલે આપણે ટાઈપ કરીશું: Employee કૌંસ.
08:26 constructor પહેલા final કીવર્ડ ઉમેરીએ.
08:31 પ્રોગ્રામ Save કરીને run કરીએ.
08:36 આપણને એરર મળે છે: Illegal modifier for the constructor in type Employee.
08:42 આ એટલા માટે કારણ કે, constructorfinal બની શકતું નથી કારણ constructors વારસાઈ લઇ શકતું નથી.
08:50 આપણે constructor પહેલાનું final કીવર્ડ રદ્દ કરીશું.
08:54 હવે, આપણે final class વિશે શીખીશું.
08:57 final કીવર્ડને final બનાવવા માટે class Employee પહેલા ઉમેરીએ.
09:03 પ્રોગ્રામ Save કરીને Run કરીએ.
09:06 આપણને એરર મળે છે: The method setEmail is undefined for the type Manager.
09:12 વાસ્તવિક એરર જાણવા માટે, ચાલો TestEmployee ક્લાસ પર આવીએ અને લાઈનો કમેંટ (ટીપ્પણી) કરીએ.
09:21 manager.setEmail("abc@gmail.com");manager.setDepartment("Accounts");
09:28 ક્લાસ Save કરીએ અને પ્રોગ્રામ run કરીએ.
09:31 વાસ્તવિક એરર છે The type manager cannot subclass the final class Employee.
09:40 અહીં, Manager classEmployee class વિસ્તારિત કરે છે.
09:45 તો, ચાલો Employee ક્લાસ પર પાછા આવીએ અને final કીવર્ડ રદ્દ કરીએ. ક્લાસને સંગ્રહીએ.
09:54 TestEmployee ક્લાસ પર આવીએ. લાઈનો અનકમેંટ (ટીપ્પણી કાઢવી) કરીએmanager.setEmail("abc@gmail.com");manager.setDepartment("Accounts");
10:06 ક્લાસને Save કરો અને પ્રોગ્રામ run કરો.
10:09 આપણને જોઈતું આઉટપુટ મળ્યું છે.
10:12 હવે ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: અંતિમ કીવર્ડને ક્યારે આવ્હાન કરવું final variables, final methods અને final classes શું છે.
10:27 એસાઈનમેંટ તરીકે, આપણે પાછલા ટ્યુટોરીયલમાં વાપરેલું Bike અને Vehicle ક્લાસ માટેનું Using final keyword ટ્યુટોરીયલનાં પગલાઓ દોહરાવો.
10:37 Java માં classes લખો જે final classes છે.
10:41 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, અમને contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો.
10:56 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ચેતન સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki