Java/C3/Java-Interfaces/Gujarati
From Script | Spoken-Tutorial
|
|
00:01 | Java Interfaces પરનાં Spoken Tutorial માં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: interface બનાવવું |
00:10 | Implementation classes બનાવવા અને Interface નો ઉપયોગ. |
00:16 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યો છું: Ubuntu 12.04 ,JDK 1.7 અને Eclipse 4.3.1 |
00:28 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને સામાન્ય Java અને Eclipse IDE નું જ્ઞાન હોવું અનિવાર્ય છે. |
00:36 | સાથે જ તમને Java માં subclassing અને Abstract classes નું પણ જ્ઞાન હોવું જોઈએ. |
00:42 | જો નથી, તો સંદર્ભિત જાવા ટ્યુટોરીયલો માટે, કૃપા કરી દર્શાવેલ લીંકની મુલાકાત લો. |
00:48 | પહેલા ચાલો સમજીએ કે interface શું છે. |
00:52 | એક ઈન્ટરફેસ abstract મેથડો અને static data members નો એક સેટ (ગણ કે સમૂહ) ધરાવે છે. |
00:58 | તે બોડી સિવાયનાં methods નાં સમૂહની સહીઓને વ્યાખ્યાયિત કરે છે. |
01:04 | તે interface કીવર્ડનો ઉપયોગ કરીને જાહેર કરવામાં આવે છે. |
01:08 | હવે આપણે Eclipse પર જશું અને InterfaceDemo નામનો એક નવો પ્રોજેક્ટ બનાવીશું. |
01:15 | અહીં, આપણે interfaces નાં વપરાશને ડેમોનસ્ટ્રેટ કરવા માટે જરૂરી classes અને interface બનાવીશું. |
01:24 | src ફોલ્ડર પર જમણું-ક્લિક કરો અને ક્લિક કરો New > Interface. |
01:30 | નામ Animal તરીકે ટાઈપ કરો અને Enter દબાવો. |
01:34 | નોંધ લો “interface” કીવર્ડનો ઉપયોગ ઇન્ટરફેસને વ્યાખ્યાયિત કરવા માટે થાય છે. |
01:39 | હવે સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો. |
01:43 | અહીં, interface નું નામ Animal છે. |
01:46 | તે ત્રણ એબસ્ટ્રેક્ટ મેથડો ધરાવે છે talk(), see() અને move(). |
01:52 | ઈન્ટરફેસમાં આવા તમામ methods સર્વથા public અને abstract છે. |
01:59 | સાથે જ interface એ constant variable ડીકલેરેશન (જાહેરનામું) પણ ધરાવી શકે છે. |
02:04 | અહીં, અચલ સ્ટ્રીંગ વેલ્યુ “Mammal” ને વેરીએબલ (ચલ) “type1” ને એસાઈન કરાયી છે. |
02:12 | અને “Reptiles” એ વેરીએબલ (ચલ) “type2” ને એસાઈન કરાયી છે. |
02:16 | interface માં વ્યાખ્યાયિત કરેલ તમામ constant વેલ્યુઓ સર્વથા public, static અને final છે. |
02:25 | આગળ આપણે ઉદાહરણ સહીત interface માટે implementation class જોશું. |
02:32 | અહીં, Human એ ક્લાસ છે જે Animal ઇન્ટરફેસને અમલીકરણ કરે છે. |
02:38 | તો, તેણે મેથડો talk(), see() અને move() માટે અમલીકરણો પ્રદાન કરવું જોઈએ. |
02:45 | એક class બહુવિધ ઇન્ટરફેસોનું પણ અમલીકરણ કરી શકે છે. |
02:49 | ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે, ક્લાસ Human એ બે ઇન્ટરફેસો Animal અને Action નું અમલીકરણ કરે છે. |
02:57 | નોંધ લો સિન્ટેક્સ (વાક્યરચના) માં વપરાતું comma operator એ વિવિધ ઇન્ટરફેસોને ઓળખવા માટે છે. |
03:04 | હવે આ class એ Animal અને Action ઇન્ટરફેસો આ બંનેમાં આવેલ તમામ abstract methods ને અમલીકરણો પ્રદાન કરવું જોઈએ. |
03:13 | અહીં આ આકૃતિ એક અમલ સંબંધને રજુ કરે છે. |
03:18 | Animal ક્લાસ એ એક interface છે. |
03:22 | Human અને Snake ક્લાસો આ બે implementation classes છે. |
03:28 | Human ક્લાસ એ talk(), see() અને move() મેથડો માટે તેનાં પોતાનાં વિભિન્ન અમલીકરણો પ્રદાન કરે છે. |
03:36 | અને, Snake ક્લાસ એ talk(), see() અને move() મેથડો માટે તેનાં પોતાનાં વિભિન્ન અમલીકરણો પ્રદાન કરે છે. |
03:45 | ચાલો સેમ્પલ (નમુનો) પ્રોગ્રામ વડે interfaces નો વપરાશ સમજીએ. |
03:50 | default package પર જમણું-ક્લિક કરો અને Human નામનો એક class બનાવો. |
03:56 | હવે, આને Animal નું એક implementation class બનાવવા માટે, ટાઈપ કરો: implements Animal. |
04:04 | હવે, આપણે જોઈ શકીએ છીએ કે Eclipse IDE માં એક એરર આવે છે. |
04:09 | આ એરર દર્શાવે છે કે આપણે Animal interface ને implementation પ્રદાન કરવું જોઈએ. |
04:15 | ચાલો જોઈએ કે આ એરરને કેવી રીતે સુધારીએ. |
04:19 | હવે ચાલો મેથડો talk(), see() અને move() ને વ્યાખ્યાયિત કરીએ. |
04:23 | તો, ટાઈપ કરો: public void talk( ) છગડીયા કૌંસમાં ટાઈપ કરો System.out.println અવતરણમાં "I am a human and I belong to". |
04:37 | હવે આપણે Animal ઇન્ટરફેસમાં ઘોષિત કરેલ static, final variable type1 ની વેલ્યુ વાપરી શકીએ છીએ. |
04:45 | તો, ટાઈપ કરો: + Animal.type1+ અવતરણમાં "family" અર્ધવિરામ. |
04:54 | ચાલો હવે see() મેથડનું અમલીકરણ કરીએ. |
04:57 | તો, ટાઈપ કરો: public void see( ) છગડીયા કૌંસમાં ટાઈપ કરો System.out.println અવતરણમાં "I can see all colors" અર્ધવિરામ. |
05:11 | સાથે જ આપણે move() મેથડને પણ વ્યાખ્યાયિત કરવું જોઈએ. |
05:14 | તો, ટાઈપ કરો: public void move( ) છગડીયા કૌંસમાં ટાઈપ કરો System.out.println અવતરણમાં "I move by walking" અર્ધવિરામ. |
05:29 | નોંધ લો એકવાર તમામ methods નું અમલીકરણ થવા પર, એરર જતું રહે છે. |
05:34 | આગળ આપણે Snake ક્લાસને વ્યાખ્યાયિત કરવાનું જોશું. |
05:38 | મેં તેને પહેલાથી જ મારા project માં બનાવ્યું છે. |
05:42 | કૃપા કરી snake class ને તમારા project માં બનાવો અને સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે આપેલ કોડ ટાઈપ કરો. |
05:49 | હવે ચાલો કોડ મારફતે જઈએ. |
05:52 | આપણે જોઈ શકીએ છીએ કે Animal interface- talk(), see() અને move() નાં તમામ methods એ આ class માં અમલીકરણ થયા છે. |
06:01 | અહીં, talk() મેથડ પ્રિંટ કરે છે “I am a snake and I belong to”. |
06:07 | ત્યારબાદ Animal.type2 ની વેલ્યુ પ્રિંટ કરાય છે અને ત્યારબાદ “family”. |
06:13 | અહીં, see() મેથડ પ્રિંટ કરે છે “I can see only in black and white”. |
06:19 | move() મેથડ પ્રિંટ કરે છે "I move by crawling". |
06:23 | નોંધ લો Human ક્લાસનાં તેના પોતાના talk(), see() અને move() મેથડોનાં અમલીકરણો છે. |
06:31 | અને, Snake ક્લાસનાં તેના પોતાના talk(), see() અને move() મેથડોનાં અમલીકરણો છે. |
06:39 | હવે, ડીફોલ્ટ પેકેજ (મૂળભૂત પેકેજ) પર જમણું-ક્લિક કરો, ક્લિક કરો new > class અને ત્યારબાદ નામને Demo તરીકે ટાઈપ કરો. |
06:47 | આ class અંતર્ગત, આપણી પાસે main મેથડ રહેશે. |
06:51 | તો, ટાઈપ કરો main અને ત્યારબાદ main મેથડ ઉત્પન્ન કરવા માટે ctrl+space દબાવો. |
06:58 | સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે આપેલ કોડ ટાઈપ કરો. |
07:01 | આ લાઈનમાં, આપણે Animal ઇન્ટરફેસ વાપરીને Human class તત્કાલિત કરીએ છીએ. |
07:07 | આને આ રીતે રજુ કરાય છે Animal h બરાબર new Human(); |
07:14 | હવે આપણે h.talk(); h.see(); h.move(); તરીકે આ object વાપરીને વિભિન્ન મેથડોનું આવ્હાન કરી શકીએ છીએ. |
07:26 | આગળ, આપણે Animal ઇન્ટરફેસ વાપરીને Snake ક્લાસ તત્કાલિત કરીએ છીએ. |
07:31 | હવે આપણે દર્શાવ્યા પ્રમાણે આ object વાપરીને વિભિન્ન મેથડોનું આવ્હાન કરી શકીએ છીએ. |
07:38 | હવે, ચાલો આ Demo પ્રોગ્રામ run કરીએ. |
07:41 | તો, ક્લાસ Demo પર જમણું-ક્લિક કરો અને ત્યારબાદ પસંદ કરો Run as > Java Application. |
07:48 | આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ. |
07:52 | આ પ્રિંટ થયું છે talk(), see() અને move() મેથડો દ્વારા જે કે human class object h વાપરીને આવ્હાન કરાયું છે. |
08:00 | આ પ્રિંટ થયું છે talk(), see() અને move() મેથડો દ્વારા જે કે Snake class object s વાપરીને આવ્હાન કરાયું છે. |
08:08 | હવે, interface અને abstract class વચ્ચેનાં તફાવતનું અન્વેષણ કરીએ. |
08:14 | ઇન્ટરફેસમાં તમામ મેથડો abstract હોવા જોઈએ. |
08:18 | ઇન્ટરફેસ અંતર્ગત, કોઈપણ constructors, |
08:23 | concrete methods, static methods અને main method હોવા ન જોઈએ. |
08:28 | પરંતુ abstract class પોતાનામાં આ તમામ ધરાવી શકે છે. |
08:32 | ઇન્ટરફેસમાં વેરીએબલો static અને final હોવા જોઈએ. |
08:38 | abstract class માટે આવા કોઈપણ અંકુશો નથી. |
08:43 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
08:48 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા: Interface બનાવવું |
08:53 | implementation class બનાવવું અને |
08:56 | interfaces નાં ઉપયોગ. |
08:59 | એસાઈનમેંટ તરીકે, Vehicle ઇન્ટરફેસ બનાવો જે brake() અને run() મેથડો ધરાવે. |
09:07 | બીજો એક ઇન્ટરફેસ Fuel બનાવો જે આપેલ મેથડો ધરાવે. fill(String type,int quantity), pay(int quantity,int price). |
09:19 | એક સબક્લાસ Car બનાવો જે બંને ઇન્ટરફેસો Vehicle અને Fuel નું અમલીકરણ કરે. |
09:26 | અહીં, brake મેથડે પ્રિંટ કરવું જોઈએ "Car Applies Power brake". |
09:30 | અને run મેથડે પ્રિંટ કરવું જોઈએ "Car is running on 4 wheels". |
09:35 | એજ પ્રમાણે fill() મેથડ ભરેલ બળતણનો પ્રકાર અને માત્રા પ્રિંટ કરી શકે છે. |
09:41 | ઉદાહરણ તરીકે: 10 લીટર પેટ્રોલ. |
09:44 | pay() મેથડનો ઉપયોગ ચુકવવાની કિમતને પ્રિંટ કરવા માટે કરી શકાય છે. ઉદાહરણ તરીકે: રૂ. 640 ચૂકવો. |
09:53 | બીજો એક સબક્લાસ Bike બનાવો જે ફરીથી બંને ઇન્ટરફેસો Vehicle અને Fuel નું અમલીકરણ કરે. |
10:00 | અહીં, brake મેથડ પ્રિંટ કરી શકે છે "Bike Applies hand brake". |
10:05 | અને run મેથડ પ્રિંટ કરી શકે છે “Bike is running on 2 wheels”. |
10:10 | આગળ, પહેલા સમજાવ્યા અનુસાર fill() અને pay() મેથડોનું અમલીકરણ કરો. |
10:15 | છેલ્લે પરિણામોને ચકાસવા માટે main મેથડ ધરાવતું એક Demo class બનાવો. |
10:21 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તે ડાઉનલોડ કરીને જુઓ. |
10:29 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ કરવા પર પ્રમાણપત્રો આપે છે. |
10:38 | વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
10:41 | Spoken Tutorial Project ને ફાળો એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા અપાયો છે. |
10:48 | આ મિશન પર વધુ માહીતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
10:52 | ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી, અમલ જ્યોતિ કોલેજ ઓફ એન્જિનિયરીંગ દ્વારા: આ સ્ક્રીપ્ટને ફાળો અપાયો છે. |
11:01 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ચેતન સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |