Java-Business-Application/C2/Overview-of-Library-Management-System/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 Overview of the Web Application – Library Management System (ઓવરવ્યુ ઓફ ધ વેબ એપ્લીકેશન - લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં અમે તમને web application થી પરિચય કરાવીએ છીએ.
00:13 આ શૃંખલામાં, અમે basic inventory (બેસિક ઇન્વેંટરી) સીસ્ટમ કેવી રીતે બનાવવી એ ડેમોનસ્ટ્રેટ કર્યું છે.
00:19 આપણે Library Management (લાઇબ્રેરી મેનેજમેંટ) સીસ્ટમનું એક ઉદાહરણ વાપર્યું છે.
00:24 આ શૃંખલા શીખવા માટે, તમને આપેલનું જ્ઞાન હોવું જરૂરી છે
00:27 Netbeans IDE (નેટબીન્સ આઇડીઈ) નો ઉપયોગ કરીને Core Java (કોર જાવા) અને
00:31 HTML (એચટીએમએલ)
00:32 જો નથી તો, સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો.
00:38 ચાલો હવે જોઈએ વેબ એપ્લીકેશન - એક લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ.
00:43 લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ એ એક એવી પ્રણાલી છે જે
00:46 પુસ્તકોની આપ લેનો પ્રબંધ કરે છે
00:50 અને લાઇબ્રેરીનાં વપરાશકર્તાઓને સંભાળે છે.
00:54 હમણાં, શા માટે આપણને Library Management System (લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ) ની જરૂર છે?
00:58 આવી પ્રણાલીનો ઉપયોગ મદદ કરે છે -
01:00 ગ્રંથપાલને લાઈબ્રેરીમાં સરળતાથી પુસ્તકોની ગોઠવણી માટે
01:05 સભ્યપદની માહિતીને એક કેન્દ્રિય સર્વર પર જાળવવા માટે
01:10 સમય અને સ્ત્રોતો બચાવવા માટે અને
01:13 કાર્યભાર ઓછો કરવા માટે
01:15 હવે, ચાલો ઝડપથી હું તમને બતાવું એક સીસ્ટમ.
01:17 આ માટે, હું Netbeans IDE પર જઈશ.
01:22 આપણી પાસે અહીં એક અત્યંત સરળ સીસ્ટમ છે.
01:24 ચાલો હું MyFirstProject (માયફર્સ્ટપ્રોજેક્ટ) નામનાં આ પ્રોજેક્ટને રન કરું.
01:30 બ્રાઉઝર વિન્ડો ખુલે છે.
01:33 આપણે Library Management System (લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ) નાં Home Page (હોમ પેજ) ને જોઈ શકીએ છીએ.
01:38 આપણે અહીં એક અત્યંત સરળ login form (લોગીન ફોર્મ) જોઈ શકીએ છીએ.
01:42 અહીં પુષ્ઠ પર એક Visitor’s Home Page (વિઝીટર્સ હોમ પેજ) નામનું એક લીંક છે.
01:46 link (લીંક) પર ક્લિક કરો.
01:48 આપણને લાઇબ્રેરીમાં ઉપલબ્ધ તમામ પુસ્તકોની એક યાદી દેખાય છે.
01:53 એક library (લાઇબ્રેરી) ઘણા બધા members (મેમ્બરો) ધરાવે છે.
01:56 તો અત્યારે, ચાલો member (મેમ્બર) તરીકે લોગીન કરીએ, એટલે કે પહેલાથી નોંધણીકૃત હોય એવા વપરાશકર્તા તરીકે.
02:03 હું “mdhusein” તરીકે અને પાસવર્ડ આપીને લોગીન કરીશ અને Enter દબાવું છું.
02:10 આપણે જોઈ શકીએ છીએ Success Greeting Page (સક્સેસ ગ્રીટીંગ પેજ).
02:13 આપણી પાસે વપરાશકર્તા દ્વારા હાલમાં ઊછીમાં લીધેલ પુસ્તકોની યાદી પણ છે.
02:18 ચાલો હમણાં logout (લોગઆઉટ) કરીએ.
02:21 આગળ, આપણે ગ્રંથપાલ તરીકે લોગીન કરીશું એટલે કે admin (એડમીન) તરીકે.
02:26 જેમ આપણે લોગીન કરીએ છીએ તેમ, આપણે Admin Section page (એડમીન સેક્શન પેજ) જોઈ શકીએ છીએ.
02:31 આપણે અહીં 4 વિકલ્પો જોઈ શકીએ છીએ.
02:33 દરેકને પ્રયાસ કરીએ અને પરિણામો જોઈએ.
02:37 પહેલા, આપણી પાસે List Books (લીસ્ટ બુક્સ) વિકલ્પ છે.
02:41 અહીં, આપણને લાઇબ્રેરીમાંની તમામ ઉપલબ્ધ પુસ્તકોની યાદી મળે છે.
02:46 આગળ, આપણી પાસે છે List Borrowed Books (લીસ્ટ બોરોવ્ડ બુક્સ).
02:50 અહીં, આપણને વિભિન્ન members (મેમ્બરો) ને આપવામાં આવેલ પુસ્તકોની યાદી મળે છે.
02:54 અને તેમણે વટાવેલી પાછી આપવાની તારીખની યાદી મળે છે.
02:59 ત્યારબાદ આપણી પાસે છે વિકલ્પ List Users (લીસ્ટ યુઝર્સ).
03:03 અહીં, આપણને લાઇબ્રેરીમાં નોંધણીકૃત થયેલ તમામ users (વપરાશકર્તાઓ) ની યાદી મળે છે.
03:08 ત્યારબાદ, અહીં આપણી પાસે Checkout/Return a Book (ચેકઆઉટ/રીટર્ન અ બૂક) નો વિકલ્પ છે.
03:12 ચાલો આ વિકલ્પ પર ક્લિક કરીએ.
03:15 આ છે Checkout/Return a Book (ચેકઆઉટ/રીટર્ન અ બૂક) નું ઈન્ટરફેસ.
03:20 હવે, ચાલો આપણા login page (લોગીન પેજ) પર પાછા ફરીએ.
03:23 નોંધ લો કે, આપણી પાસે નવા વપરાશકર્તા તરીકે નોંધણીનું પણ વિકલ્પ છે.
03:28 નોંધણી કરવા માટે here (હિયર) પર ક્લિક કરો.
03:31 નવા વપરાશકર્તા તરીકે નોંધણી કરવા માટે આ એક registration form (રજીસ્ટ્રેશન ફોર્મ) છે.
03:35 તો, આ છે આ simple web application (સિમ્પલ વેબ એપ્લીકેશન) ની એક ઝાંખી.
03:39 આ શૃંખલાનાં અંતમાં, તમે આ સાદી Library Management System (લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ) બનાવતા શીખી જશો.
03:46 સાથે જ તમે તેમાં વધુ કાર્યક્ષમતાઓ પણ ઉમેરવામાં સમર્થ થશો, જેમ કે પુસ્તક માટે શોધખોળ.
03:53 આ શૃંખલામાં -
03:54 આપણે web application (વેબ એપ્લીકેશન) ની રચના કરવા માટે JSP (જેએસપી) અને servlets (સર્વલેટ્સ) વાપરીશું.
03:59 સાથે જ તમે MVC architecture (એમવીસી આર્કીટેક્ચર) વિશે વિગતમાં શીખશો અને
04:04 તમે MVC પેટર્ન અનુસરણ કરતી કોઈપણ વેબ એપ્લીકેશન વિકસિત કરવામાં સમર્થ રહેશો.
04:10 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે
04:13 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
04:16 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
04:20 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
04:24 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
04:26 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
04:29 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
04:32 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
04:38 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
04:42 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
04:49 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
04:52 http://spoken-tutorial.org/NMEICT-Intro
04:59 લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ માટે ફાળો એક અગ્રણી સોફ્ટવેર MNC દ્વારા, તેમનાં કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રોગ્રામ મારફતે આપવામાં આવ્યો છે.
05:08 સાથે જ તેમણે આ સ્પોકન ટ્યુટોરીયલ માટે પણ ઘટકની પુષ્ટિ કરી છે.
05:13 IIT Bombay તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki