Java-Business-Application/C2/Java-servlets-and-JSPs/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Java Servlets and JSPs (જાવા સર્વલેટ્સ અને જેએસપીઝ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું:
00:09 Web server (વેબ સર્વર), Web container (વેબ કંટેઇનર)
00:12 સાથે જ આપણે સરળ Java Servlet (જાવા સર્વલેટ) અને JSP (જેએસપી) બનાવવાનું પણ શીખીશું.
00:18 અહીં આપણે વાપરી રહ્યા છીએ
00:20 ઉબુન્ટુ આવૃત્તિ 12.04
00:23 નેટબીન્સ IDE 7.3
00:27 JDK 1.7
00:29 ફાયરફોક્સ વેબ-બ્રાઉઝર 21.0
00:33 તમે તમારા પસંદ મુજબનું કોઈપણ વેબ-બ્રાઉઝર વાપરી શકો છો.
00:37 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને આપેલનું જ્ઞાન હોવું જરૂરી છે.
00:41 Netbeans IDE વાપરીને Core Java (કોર જાવા) અને
00:45 HTML (એચટીએમએલ)
00:47 જો નથી તો, સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો.
00:52 Servlets અને JSP પર જઈએ એ પહેલા, ચાલો સૌપ્રથમ web server (વેબ સર્વર) સમજીએ.
00:58 web server (વેબ સર્વર) એ એક એવી સીસ્ટમ છે જે Internet (ઇન્ટરનેટ) મારફતે ઘટકને છેડે આવેલ વપરાશકર્તા સુધી પહોંચાડે છે.
01:05 આને Internet server (ઇન્ટરનેટ સર્વર) તરીકે પણ ઓળખાવાય છે.
01:10 web container (વેબ કંટેઇનર) એ વેબ સર્વરનો એક ઘટક છે જે Java servlets (જાવા સર્વલેટો) થી સંપર્ક સાધે છે.
01:18 તેને servlet container (સર્વલેટ કંટેઇનર) તરીકે પણ ઓળખાવાય છે.
01:22 servlet container (સર્વલેટ કંટેઇનર) સર્વલેટોને તેના અંતર્ગત એક્ઝીક્યુટ થવાની પરવાનગી પ્રદાન કરે છે.
01:28 હવે, ચાલો શીખીએ કે સાદું servlet કેવી રીતે લખવું.
01:32 Netbeans IDE (નેટબીન્સ આઈડીઈ) પર જઈએ.
01:35 IDE નાં ડાબી બાજુએ આવેલ Project (પ્રોજેક્ટ) ટેબ પર ક્લિક કરો.
01:40 પહેલા આપણે MyFirstProject નામનો એક સાદો Project (પ્રોજેક્ટ) બનાવ્યો હતો.
01:46 તેને અહીં IDE ની ડાબી બાજુએ જોઈ શકો છો.
01:50 project (પ્રોજેક્ટ) ની અંદર હવે ચાલો એક સાદું servlet (સર્વલેટ) બનાવીએ.
01:55 તો, MyFirstProject પર જમણું-ક્લિક કરો.
01:59 New (ન્યુ) પર જાવ અને Servlet (સર્વલેટ) પર ક્લિક કરો.
02:03 New Servlet (નવો સર્વલેટ) વિન્ડો ખુલે છે.
02:05 MyServlet તરીકે Class Name (ક્લાસ નામ) ટાઈપ કરો.
02:09 org.spokentutorial તરીકે Package Name (પેકેજ નામ) ટાઈપ કરો.
02:16 ત્યારબાદ Next (નેક્સ્ટ) પર ક્લિક કરો.
02:18 Add information to deployment descriptor (web.xml) પર ક્લિક કરો.
02:23 આપણે જોઈ શકીએ છીએ કે ક્લાસ નામ org.spokentutorial.MyServlet છે.
02:30 Servlet Name (સર્વલેટ નામ) એ ક્લાસ નામનાં જેવું જ છે જે કે MyServlet છે.
02:37 URL pattern (યુઆરએલ પેટર્ન) પણ ક્લાસ નામ જેવી જ છે તેની નોંધ લો. એટલે કે MyServlet.
02:45 આપણે આને બદલીને MyServletPath કરી શકીએ છીએ.
02:50 ત્યારબાદ Finish પર ક્લિક કરો.
02:53 IDE દ્વારા MyServlet.java માટે બનેલ સોર્સ કોડ Source Editor Window (સોર્સ એડિટર વિન્ડો) માં દેખાય છે.
03:01 આપણને package org.spokentutorial માં MyServlet.java બનેલું દેખાય છે.
03:09 servlet (સર્વલેટ) એ કોઈપણ Java class (જાવા ક્લાસ) નાં જેવું જ છે તેની નોંધ લો.
03:14 ફ્કત એ કે servlet (સર્વલેટ) માં main method (મેઇન મેથડ) હોતું નથી.
03:19 હવે, ચાલો Glassfish server (ગ્લાસફીશ સર્વર) વિશે કઈક શીખીએ.
03:24 servlet container (સર્વલેટ કંટેઇનર) માં servlet (સર્વલેટ) ડીપ્લોય થયેલ છે.
03:28 આપણા server (સર્વર) તરીકે આપણે Glassfish (ગ્લાસફીશ) નો ઉપયોગ કરીએ છીએ.
03:32 સર્વલેટ કંટેઇનર એ Glassfish (ગ્લાસફીશ) નો એક ઘટક છે જે સર્વલેટોથી સંપર્ક સાધે છે.
03:39 હવે, ચાલો Netbeans IDE પર પાછા આવીએ.
03:42 નોંધ લો, MyServlet (માયસર્વલેટ) HttpServlet ને વિસ્તારિત કરે છે.
03:48 કોડની નીચેની બાજુએ, આપણે HttpServlet મેથડો જોઈ શકીએ છીએ.
03:54 methods (મેથડો) ને જોવા માટે, ડાબી બાજુએ આવેલ સરવાળાનાં ચિન્હ પર ક્લિક કરો.
03:59 આપણને doGet, doPost અને getServletInfo આ મેથડો દેખાય છે.
04:09 આપણે આ મેથડો ઓવરરાઈટ કરી શકીએ છીએ.
04:12 આપણે જોઈ શકીએ છીએ કે અહીં ટોંચે processRequest નામનું હજુ એક મેથડ છે.
04:18 મૂંઝવણ ટાળવા હેતુ આપણે processRequest અને getServletInfo મેથડોને રદ્દ કરીશું.
04:25 આમ આપણી પાસે doGet અને doPost આ બે મેથડો બચ્યા છે.
04:31 હમણાં, આપણે doGet મેથડ જોઈશું.
04:35 doGet એ કોઈપણ સાદી URL (યુઆરએલ) વિનંતી માટેની એક મૂળભૂત મેથડ છે.
04:41 તો આપણે અમુક કોડ doGet મેથડ અંતર્ગત ટાઈપ કરીશું.
04:45 processRequest મેથડને આપણે પહેલાથી જ રદ્દ કરી દીધું હતું.
04:49 તો, processRequest મેથડ માટેનું મેથડ કોલ કાઢી નાખો.
04:54 સાથે જ તેને doPost મેથડમાંથી પણ કાઢી નાખો.
04:58 હવે, ચાલો doGet મેથડ પર આવીએ.
05:01 આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે parameters (પેરામીટરો) છે જેને doGet મેથડમાં પસાર કરાયા છે.
05:07 એક છે request (રીકવેસ્ટ) અને બીજું છે response object (રીસપોન્સ ઓબજેક્ટ).
05:12 સાથે જ નોંધ લો કે, requestHttpServletRequest પ્રકારની છે.
05:18 અને response objectHttpServletResponse પ્રકારનું છે.
05:22 HTML response (એચટીએલએલ રીસપોન્સ) client (ક્લાઈંટ) ને પાછો આપવા માટે આપણે response object (રીસપોન્સ ઓબજેક્ટ) નો ઉપયોગ કરીશું.
05:30 આ માટે, આપણને એક PrintWriter ઓબજેક્ટ બનાવવો પડશે.
05:35 PrintWriter ક્લાસ આ પહેલાથી જ ઈમ્પોર્ટ કરેલ છે તેની નોંધ લો.
05:40 તો, doGet મેથડ અંતર્ગત ટાઈપ કરો PrintWriter સ્પેસ writer બરાબર response ડોટ getWriter બંધ અને ખુલ્લો કૌંસ અર્ધવિરામ.
05:57 Enter (એન્ટર) દબાવો.
05:59 આગળની લાઈનમાં ટાઈપ કરો-
06:02 writer ડોટ println કૌંસમાં બમણા અવતરણમાં welcome.
06:09 ત્યારબાદ, ફાઈલને સંગ્રહવા માટે Ctrl S દબાવો.
06:14 હવે, ચાલો servlet (સર્વલેટ) રન કરીએ.
06:17 તો ડાબી બાજુએ, Projects (પ્રોજેક્ટ્સ) ટેબમાં MyServlet ડોટ java પર જમણું ક્લિક કરો.
06:24 ત્યારબાદ, Run File (રન ફાઈલ) પર ક્લિક કરો.
06:27 આપણને Set Servlet Execution URL (સેટ સર્વલેટ એક્ઝીક્યુશન યુઆરએલ) ડાયલોગ બોક્સ મળે છે.
06:32 OK (ઓકે) પર ક્લિક કરો.
06:35 જેમ બ્રાઉઝર વિન્ડો ખુલે છે તેમ, યુઆરએલ જુઓ.
06:39 તે છે localhost કોલન 8080 સ્લેશ MyFirstProject સ્લેશ MyServletPath
06:47 અહીં MyFirstProject એ કોનટેક્સ્ટ નામ છે અને MyServletPath એ આપણે સુયોજિત કરેલ URL Pattern (યુઆરએલ પેટર્ન) છે.
06:55 બ્રાઉઝર પર welcome આ ટેક્સ્ટ પ્રીંટ થયેલી દેખાય છે.
07:00 હવે Netbeans IDE પર પાછા જઈએ.
07:03 println મેથડમાં આપણે html કોડ પસાર કરી શકીએ છીએ.
07:07 ઉદાહરણ તરીકે, h3 tag (h3 ટેગ) માં welcome મુકો.
07:12 હવે, ફાઈલને સંગ્રહો.
07:14 આ સર્વલેટ પહેલાથી જ ડીપ્લોય થયા હોવાથી, આપણને તેને ફરીથી રન કરવાની જરૂર નથી.
07:20 web container (વેબ કંટેઇનર) તેને આપમેળે શોધે છે.
07:23 તો, આપણે બ્રાઉઝર પર પાછા જઈ શકીએ છીએ.
07:27 રીફ્રેશ કરો. આપણને મેસેજ Welcome જુદા ફોર્મેટમાં દેખાય છે.
07:32 હવે, IDE પર પાછા આવીએ.
07:35 આમ, આપણે servlet (સર્વલેટ) સફળતાપૂર્વક બનાવ્યું છે.
07:39 servlets (સર્વલેટો) વાપરીને આપણે કોઈપણ વેબ એપ્લીકેશન બનાવી શકીએ છીએ.
07:45 HTML code (એચટીએમએલ કોડ) દર્શાવવા માટે આપણે સર્વલેટ વાપર્યું છે.
07:49 નોંધ લો કે, આપણી પાસે HTML કોડ એ Java code (જાવા કોડ) અંતર્ગત છે.
07:54 આ શક્ય હોય તે છતાં, મોટી વેબ એપ્લીકેશનો માટે તેને લખવું મુશ્કેલ હોઈ શકે છે.
08:00 અને તેથી આને ભલામણ નથી કરતા.
08:03 તેના બદલે JSP (Java Server Pages) (જાવા સર્વર પુષ્ઠો) વાપરવું વધુ સારું રહેશે.
08:10 આપણે servlets અને JSPs નાં ઉપયોગો જોઈશું.
08:13 પ્રેઝેન્ટેશનને કંટેંટથી જુદું પાડવા માટે servlets અને JSPs નો ઉપયોગ એકસાથે થાય છે.
08:20 servlets કંટ્રોલર તરીકે અને JSPs વ્યુ તરીકે કામ કરે છે.
08:25 Servlets જાવા કોડ અંતર્ગત એચટીએમએલ કોડ ધરાવે છે.
08:30 JSPs એચટીએમએલ કોડ અંતર્ગત જાવા કોડ ધરાવે છે.
08:35 આપણે આ વિશે વધારે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું.
08:39 હવે, Netbeans IDE (નેટબીન્સ આઈડીઈ) પર પાછા જઈએ.
08:42 હવે આપણે સાદું JSP page (જેએસપી પુષ્ઠ) બનાવીશું.
08:47 તો, MyFirstProject (માયફર્સ્ટપ્રોજેક્ટ) પર જમણું ક્લિક કરો.
08:50 New (ન્યુ) પર જાવ. અને JSP (જેએસપી) પર ક્લિક કરો.
08:54 એક નવો JSP window (જેએસપી વિન્ડો) ખુલે છે.
08:57 welcome તરીકે ફાઈલ નામ ટાઈપ કરો.
09:01 અને ત્યારબાદ Finish (ફીનીશ) પર ક્લિક કરો.
09:04 ડાબી બાજુએ આવેલ Projects tab (પ્રોજેક્ટ્સ ટેબ) પર ક્લિક કરો.
09:07 આપણે જોઈ શકીએ છીએ કે Welcome.jspWeb Pages (વેબ પેજીસ) ફોલ્ડરમાં આવેલ છે.
09:13 હવે, એડિટરમાં, Hello World ને Welcome માં બદલો.
09:19 Welcomeh1 tags (h1 ટેગો) માં આવેલ છે તેની નોંધ લો.
09:23 હવે, ફાઈલને સંગ્રહો.
09:25 બ્રાઉઝર પર પાછા આવો.
09:27 યુઆરએલમાં MyFirstProject સ્લેશ પછી welcome.jsp ટાઈપ કરો.
09:35 આપણને આઉટપુટ Welcome દેખાય છે.
09:38 આથી પ્રેઝેન્ટેશન માટે JSP ને પસંદ કરવામાં આવે છે.
09:42 ચાલો સારાંશ લઈએ.
09:44 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
09:47 web server (વેબ સર્વર) અને web container (વેબ કંટેઇનર) વિશે
09:49 સાદું servlet (સર્વલેટ) બનાવવું.
09:52 સાદું JSP (જેએસપી) બનાવવું.
09:55 આગળ વધવા પહેલા આ વાતની ખાતરી કરી લો કે આ ટ્યુટોરીયલ તમે પૂર્ણ કર્યું હોય.
10:01 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
10:04 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:08 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:13 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10:15 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
10:19 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:22 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
10:28 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:32 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
10:40 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
10:50 લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ માટે ફાળો એક અગ્રણી સોફ્ટવેર MNC દ્વારા, તેમનાં કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રોગ્રામ મારફતે આપવામાં આવ્યો છે.
11:00 સાથે જ તેમણે આ સ્પોકન ટ્યુટોરીયલ માટે ઘટકની પુષ્ટિ પણ કરી છે.
11:04 IIT Bombay તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya