Java-Business-Application/C2/Issuing-and-Returning-a-book/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 Issuing and returning a book પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે:
00:08 યુઝરોની તમામ માહીતી મેળવવી
00:11 યુઝરને પુસ્તક આપવી
00:13 યુઝરથી પુસ્તક પાછી મેળવવી
00:15 અહીં આપણે વાપરી રહ્યા છીએ
00:17 ઉબુન્ટુ આવૃત્તિ 12.04
00:20 નેટબીન્સ આઈડીઈ 7.3
00:23 જેડીકે 1.7
00:25 ફાયરફોક્સ વેબ-બ્રાઉઝર 21.0
00:29 તમે તમારા પસંદ મુજબનું કોઈપણ વેબ-બ્રાઉઝર વાપરી શકો છો.
00:33 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલનું જ્ઞાન હોવું જરૂરી છે.
00:37 Java Servlets (જાવા સર્વલેટ્સ) અને JSPs (જેએસપીઝ) વિશે સામાન્ય જાણકારી
00:40 ઇનવેંટરીઓ બનાવવી અને જોવી
00:44 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો.
00:48 પહેલાનાં ટ્યુટોરીયલમાં, આપણે જોયું હતું કે Admin Section કેવી રીતે કામ કરે છે.
00:53 અહીં, આ ટ્યુટોરીયલમાં આપણે Admin Section માં વધુ functionalities (ફંક્શનાલીટીઓ) ઉમેરી છે.
00:59 તો, ચાલો બ્રાઉઝર પર જઈએ.
01:02 ચાલો admin તરીકે લોગીન કરીએ.
01:05 આપણે જોઈ શકીએ છીએ કે Admin સેક્શન પુષ્ઠમાં આપણી પાસે વધુ બે વિકલ્પો છે List Users અને Checkout/Return Book.
01:14 હવે, ચાલો IDE પર આવીએ.
01:18 આપણે જોઈ શકીએ છીએ કે adminsetion.jsp માં અહીં બે વધુ રેડીઓ બટનો છે.
01:24 એક List Users માટે અને બીજું Checkout/Return Book માટે.
01:30 હવે, બ્રાઉઝર પર પાછા જઈએ.
01:33 List Users માટેનાં રેડીઓ બટન પર આપણે ક્લિક કરીશું.
01:38 આમાં બધી જ વિગતો છે જેમ કે First Name, Surname, Age, Gender અને Username.
01:48 પગલાઓ પહેલાનાં બે વિકલ્પો સમાન જ છે.
01:51 પહેલાનાં ટ્યુટોરીયલમાં આપણે તેમને જોયું છે.
01:55 હવે, ચાલો આગળનાં વિકલ્પ પર ક્લિક કરીએ જે કે Checkout અથવા Return Book .
02:01 આપણને એક form મળે છે જે આપણને checkout તેમ જ return book ની પરવાનગી આપે છે.
02:06 તે માટે હવે ચાલો આપણે કોડ જોઈશું.
02:09 IDE પર પાછા જઈએ.
02:11 આપણે Checkout/Return Book પર ક્લિક કર્યું છે.
02:14 તો menuselectioncheckoutbook ની બરાબર છે.
02:18 પગલાઓ આપણે List Books માટે જોયા હતા એ પ્રમાણે જ છે.
02:23 પણ અહીં, આપણે RequestDispatcher દ્વારા request ને checkOut.jsp પર મોકલીએ છીએ.
02:29 હવે, ચાલો checkOut ડોટ jsp પર આવીએ.
02:33 આ પુષ્ઠ listBooks ડોટ jsp નાં સમાન છે.
02:38 ફક્ત અહીં પ્રત્યેક પુસ્તક આગળ એક રેડીઓ બટન આવેલું છે.
02:42 જેથી કરીને આપણે તે પુસ્તકને Checkout/Return કરી શકીએ.
02:46 આપણી પાસે username ફિલ્ડ પણ છે જેમાં પુસ્તક checkout કરનારા યુઝરનું નામ લખી શકીએ છીએ.
02:53 તેમ જ આપણી પાસે પુસ્તકની return date (રીટર્ન ડેટ) સુયોજિત કરવા માટે Date ફિલ્ડ પણ છે.
02:59 ચાલુ તારીખથી એક અઠવાડિયા પછીની રીટર્ન ડેટ આપણે સુયોજિત કરી છે.
03:04 આ ક્લાસ Calendar નાં ઉપયોગથી કર્યું છે.
03:07 આ ક્લાસનું add ફંક્શન બે પેરામીટરો લે છે.
03:13 પ્રથમ છે વર્ષનો ચાલુ દિવસ.
03:16 અને બીજું છે ચાલુ દિવસમાં ઉમેરવા માટે જોઈતા દિવસોની સંખ્યા.
03:21 આપણે સાત દિવસો ઉમેર્યા છે.
03:23 હવે નોંધ લો કે form actionCheckoutServlet ની બરાબર છે.
03:29 હવે, ચાલો બ્રાઉઝર પર પાછા આવીએ.
03:32 આપણે હવે BookId 1 પર ક્લિક કરીશું.
03:35 arya તરીકે username (યુઝરનેમ) ટાઈપ કરો.
03:38 આપણે જોઈ છીએ કે રીટર્ન ડેટ આજથી એક અઠવાડિયા પછીની છે.
03:43 નોંધ લો ઉપલબ્ધ પ્રતિઓ એ 9 છે.
03:48 Checkout Book પર ક્લિક કરો.
03:51 આપણને Checkout સક્સેસ પુષ્ઠ મળે છે.
03:55 Admin સેક્શન પુષ્ઠ પર પાછા આવવા માટે આપણે here પર ક્લિક કરીશું.
03:59 ફરીથી Checkout/Return Book પર ક્લિક કરો.
04:03 આપણે જોઈ શકીએ છીએ કે ઉપલબ્ધ પ્રતિઓની સંખ્યા ઘટીને 8 થાય છે.
04:08 આ માટે કોડ આપણે અત્યારે જોશું.
04:10 IDE પર પાછા આવીએ.
04:13 CheckoutServlet.java પર જાવ.
04:16 આપણે errorMsgs ની યાદી સુયોજિત કરી છે.
04:19 તેમજ request માં આપણે errorMsgs સુયોજિત કર્યા છે.
04:23 આપણે getParameter દ્વારા request માંથી યુઝરનેમ મેળવીએ છીએ.
04:28 એજ પ્રમાણે આપણે checkout_book, return_book અને book id મેળવીએ છીએ.
04:34 આગળ, આપણે Id માંથી Integer રહેલ BookId પાર્સ કરીએ છીએ.
04:40 આપણે username અને book id ને વેલીડેટ કરીએ છીએ.
04:44 સાથે જ આપણે એ પણ વેલીડેટ કરીએ છીએ કે Checkout_book અને Return_Booknull છે કે નહી.
04:50 ત્યારબાદ, બંનેમાંથી કોઈ એક null ન હોવા પર આપણે
04:55 અહીં, userExists મેથડ દ્વારા સીસ્ટમમાં યુઝરની હાજરી તપાસીએ છીએ.
05:01 ત્યારબાદ મેથડે આપેલ રીટર્ન વેલ્યુ આપણે userExists વેરીએબલમાં સંગ્રહીએ છીએ.
05:07 હવે, આ મેથડમાં આપણે શું કરશું તે જોશું.
05:11 સૌ પહેલા યુઝરનેમ table (ટેબલ) માં ઉપલબ્ધ છે કે નહી તે તપાસવા માટે આપણે એક ક્વેરી એક્ઝીક્યુટ કરીએ છીએ.
05:18 પછી આપણે userExists આ ઇંટીજર વેરીએબલને 0 પર ઈનીશલાઈઝ કરીએ છીએ.
05:23 જો username ઉપલબ્ધ હોય તો આપણે userExists ને 1 પર સુયોજિત કરીએ છીએ.
05:29 ત્યારબાદ આપણે userExists ની વેલ્યુ રીટર્ન કરીએ છીએ.
05:33 તેથી, જો મેથડ 0 રીટર્ન કરે તો, તેનો અર્થ એ છે કે યુઝર સીસ્ટમમાં ઉપલબ્ધ નથી.
05:42 નહી તો, જો યુઝર ઉપલબ્ધ હોય તો આપણે bookAlreadyIssued મેથડ કોલ કરીએ છીએ.
05:50 ત્યારબાદ આપણે મેથડની રીટર્ન કરેલ વેલ્યુ bookIssued માં સંગ્રહીએ છીએ.
05:55 અહીં, આપણે તપાસ કરીએ છીએ કે એજ પુસ્તક સમાન યુઝરે પહેલા લીધું છે કે નહી.
06:01 હવે, ચાલો bookAlreadyIssued મેથડ પર પાછા આવીએ.
06:05 અહીં, આપણે bookAlreadyIssued આ ઇંટીજર વેરીએબલ 0 પર સુયોજિત કર્યો છે.
06:12 સમાન bookid ધરાવતી પુસ્તક સમાન યુઝરને અપાયી છે કે નહી તે તપાસવા માટે આપણે ક્વેરી એક્ઝીક્યુટ કરીએ છીએ.
06:18 આપણને Checkout ટેબલમાંથી bookid મળે છે.
06:23 BookId ઉપલબ્ધ રહેવા પર, વેરીએબલ bookAlreadyIssued1 પર સુયોજિત થાય છે.
06:30 પછી આપણે bookAlreadyIssued ની વેલ્યુ રીટર્ન કરીએ છીએ.
06:34 આમ, જો મેથડ વેલ્યુ 1 ને રીટર્ન કરે તો એનો અર્થ એ છે કે સમાન યુઝરે પહેલાથી જ આ પુસ્તક લીધી છે.
06:43 હવે, બ્રાઉઝર પર પાછા આવીએ.
06:46 હવે, ચાલો એજ યુઝર દ્વારા સમાન પુસ્તકને checkout કરવાનો પ્રયાસ કરીએ.
06:51 યુઝરનેમ arya તરીકે ટાઈપ કરો.
06:54 BookId 1 આગળ આવેલ રેડીઓ બટન પર ક્લિક કરો.
06:59 ત્યારબાદ Checkout book પર ક્લિક કરો.
07:03 આપણે જોઈએ છીએ કે આપણને આપેલ એરર મેસેજ મળે છે the same user has already borrowed this book.
07:10 હવે, IDE પર પાછા જઈએ.
07:14 યુઝર જો સીસ્ટમમાં ઉપલબ્ધ હોય અને જો checkout_book ની વેલ્યુ એ null ન હોય તો, આપણે checkout મેથડ કોલ કરીએ છીએ.
07:22 ચાલો જોઈએ કે આ મેથડમાં આપણે શું કરીએ છીએ.
07:25 અહીં, આપણને સંદર્ભિત id માટે ઉપલબ્ધ પ્રતિની સંખ્યા મળે છે.
07:31 આપણને આ Books ટેબલમાંથી મળે છે.
07:35 પછી આપણે ઉપલબ્ધ પ્રતિની સંખ્યા availableCopies આ વેરીએબલમાં સંગ્રહીએ છીએ.
07:41 આપણે તપાસ કરીએ છીએ કે availableCopies ની સંખ્યા 0 કરતા મોટી અને bookIssued0 ની બરાબર છે કે નહી.
07:50 request દ્વારા આપણને dateofreturn મળે છે જેને returndate માં સંગ્રહીશું.
07:56 પછી આપણે, insertIntoCheckout કોલ કરીએ છીએ.
08:00 આપણે જોશું કે આપણે insertIntoCheckout મેથડમાં શું કરીએ છીએ.
08:05 અહીં, આપણે Checkout ટેબલમાં book_id, userName અને returndate સંગ્રહીએ છીએ.
08:12 ત્યારબાદ આપણે decrementAvailableCopies આ મેથડ કોલ કરીએ છીએ.
08:16 આપણે જોશું કે આપણે આ મેથડમાં શું કરીશું.
08:19 અહીં, આપણે Books ટેબલમાં ઉપલબ્ધ પ્રતિની સંખ્યા 1 થી ઘટાડવા માટે સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીએ છીએ.
08:26 ત્યારબાદ આપણે setCheckoutIntoRequest મેથડ કોલ કરીએ છીએ.
08:29 ચાલો આ મેથડ પર આવીએ.
08:32 આ મેથડમાં, આપણે request માં checkout એટ્રીબ્યુટ સુયોજિત કરીએ છીએ.
08:38 ત્યારબાદ આપણે RequestDispatcher દ્વારા request ને successCheckout.jsp પર ફોરવર્ડ કરીએ છીએ.
08:45 જો availableCopies0 ની બરાબર હોય તો, આપણે There are no copies of the requested book available આ દર્શાવીશું.
08:53 હવે, ચાલો successCheckout ડોટ jsp પર આવીએ.
08:58 અહીં, સૌ પહેલા આપણને request દ્વારા checkout એટ્રીબ્યુટ મળે છે.
09:03 પછી આપણે, સફળતાપૂર્ણ થયેલ Checkout માટે સક્સેસ મેસેજ દર્શાવીએ છીએ.
09:08 તમે પોતેથી જુદા જુદા એરરો માટે પ્રયાસ કરી શકો છો.
09:11 હવે, ચાલો પુસ્તક પાછી આપીએ. તો બ્રાઉઝર પર જાવ.
09:15 bookId 1 પર ક્લિક કરો અને arya તરીકે યુઝરનેમ ટાઈપ કરો.
09:21 પછી, Return book પર ક્લિક કરો.
09:24 પુસ્તક સફળતાપૂર્વક પાછી અપાયી છે તે દર્શાવતો સક્સેસ મેસેજ આપણને મળે છે.
09:29 બીજા એક checkout/return માટે here પર ક્લિક કરો.
09:33 તો, આપણે Admin સેક્શન પુષ્ઠ પર પાછા આવીએ છીએ.
09:36 Checkout/Return Book પર ક્લિક કરો.
09:39 ઉપલબ્ધ પ્રતિની સંખ્યામાં વધારો આપણે જોઈ શકીએ છીએ.
09:45 આ માટે આપણે કોડ જોઈશું.
09:47 IDE પર પાછા આવીએ.
09:49 CheckoutServlet ડોટ java ખોલો.
09:53 આપણે તપાસ કરીશું કે userExists1 ની બરાબર હોવું જોઈએ અને return_booknull ની બરાબર ન હોવી જોઈએ.
10:00 ત્યારબાદ આપણે returnBook મેથડ કોલ કરીએ છીએ.
10:03 ચાલો આ મેથડ પર આવીએ.
10:06 અહીં, આપણે book id માટે Books ટેબલમાંથી totalcopies અને availablecopies પસંદ કરીએ છીએ.
10:14 આપણે totalcopies અને availablecopies ને અનુક્રમે totcopies અને availcopies માં સંગ્રહીએ છીએ.
10:21 ત્યારબાદ આપણે તપાસ કરીએ છીએ કે ઉપલબ્ધ પ્રતિઓ કુલ પ્રતિઓ કરતા વધારે છે કે નહી.
10:27 ચાલો બ્રાઉઝર પર પાછા આવીએ.
10:30 ચાલો હવે એવા યુઝર દ્વારા પુસ્તક પાછી આપીએ જેણે પુસ્તક લીધી નથી.
10:35 mdhusein તરીકે યુઝરનેમ ટાઈપ કરો.
10:39 book id 1 પર ક્લિક કરો.
10:42 પછી Return Book પર ક્લિક કરો.
10:44 The given user has not borrowed this book!! આવો એરર મેસેજ આપણે જોઈ શકીએ છીએ.
10:50 હવે, IDE પર પાછા આવીએ.
10:53 અહીં, આપણે તપાસ કરીએ છીએ કે bookIssued1 ની બરાબર છે કે નહી.
10:57 પછી આપણે removeFromCheckout મેથડ કોલ કરીએ છીએ.
11:01 ચાલો આ મેથડ પર આવીએ.
11:04 અહીં, આપણે Checkout ટેબલમાંથી પાછી આપેલ પુસ્તકની નોંધ રદ્દ કરવા માટે ક્વેરી એક્ઝીક્યુટ કરીએ છીએ.
11:14 ત્યારબાદ, આપણે incrementAvailableCopies મેથડ કોલ કરીએ છીએ.
11:18 ચાલો આ મેથડ પર આવીએ.
11:21 અહીં, આપણે ઉપલબ્ધ પ્રતિની સંખ્યા 1 થી વધારીએ છીએ.
11:25 Books ટેબલમાં અપડેટ કરવા માટે આપણે ક્વેરી એક્ઝીક્યુટ કરીએ છીએ.
11:29 પછી આપણે setReturnIntoRequest મેથડ કોલ કરીએ છીએ.
11:34 ચાલો આ મેથડ પર આવીએ.
11:37 અહીં, આપણે request માં returnBook એટ્રીબ્યુટ સુયોજિત કર્યું છે.
11:41 ત્યારબાદ આપણે RequestDispatcher દ્વારા successReturn પુષ્ઠ પર ફોરવર્ડ થઈએ છીએ.
11:48 successReturn પુષ્ઠ આ successCheckout પુષ્ઠનાં જેવું જ છે.
11:53 હવે, બ્રાઉઝર પર પાછા આવીએ. લોગીન પુષ્ઠ પર પાછા આવીએ.
11:58 આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે Visitor’s Home Page કહેવાતું એક લીંક છે.
12:03 આપણે જોઈ શકીએ છીએ કે આપણને તમામ ઉપલબ્ધ પુસ્તકોની એક યાદી મળે છે.
12:07 તો, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
12:10 યુઝરની તમામ માહીતી મેળવવી
12:12 યુઝરને પુસ્તક આપવી પુસ્તક પાછી લેવી
12:15 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર વધુ જાણકારી માટે, નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો.
12:20 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
12:24 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
12:28 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
12:30 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
12:32 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
12:36 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
12:41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
12:44 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
12:50 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
12:52 http://spoken-tutorial.org/NMEICT-Intro
12:58 લાઇબ્રેરી મેનેજમેંટ સીસ્ટમ માટે ફાળો એક અગ્રણી સોફ્ટવેર MNC દ્વારા, તેમનાં કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રોગ્રામ મારફતે આપવામાં આવ્યો છે.
13:06 સાથે જ તેમણે આ સ્પોકન ટ્યુટોરીયલ માટે પણ ઘટકની પુષ્ટિ કરી છે.
13:10 IIT Bombay તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya