Health-and-Nutrition/C2/Type-1-and-Type-2-nutrients/Gujarati
From Script | Spoken-Tutorial
|
|
00:00 | પોષકતત્વ પ્રકાર 1 અને 2 પરના 'સ્પોકન ટ્યુટોરિયલ' માં આપનું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલ એ પોષકતત્વ પ્રકાર 1 અને 2 વચ્ચેના તફાવત વિશે છે. |
00:12 | ચાલો શરૂ કરીએ. |
00:14 | ખોરાક આપણને ઉર્જા અને પોષકતત્વો આપે છે. |
00:17 | આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે પોષક તત્વોની જરૂર છે. |
00:22 | આમાંના કેટલાક પોષક તત્વો આપણા શરીર દ્વારા ઉત્પન્ન થઈ શકાતા નથી. |
00:27 | આવા પોષક તત્વોને આવશ્યક પોષક તત્વો કહેવામાં આવે છે. |
00:31 | કુલ 40 આવશ્યક પોષક તત્વો છે જે આપણે ખોરાકમાંથી મળી શકે છે. |
00:3 | અપૂરતા ખોરાકમાંથી આપણે પૂરતી માત્રામાં પોષક તત્ત્વો મળતા નથી. |
00:42 | આવો ખોરાક, મોટા પ્રમાણમાં ફક્ત, ભૂખને સંતોષી શકે છે. |
00:48 | જેથી, આપણે એક અથવા વધુ આવશ્યક પોષક તત્ત્વોની ઉણપ થઈ શકે છે |
00:54 | આને છુપાયેલ ભૂખ કહેવાય છે. |
00:58 | આવશ્યક પોષક તત્વો 2 પ્રકારના હોય છે: |
01:02 | પ્રકાર 1 કાર્ય આધારિત પોષક તત્વો કહેવાય છે |
01:05 | અને પ્રકાર 2 વૃદ્ધિ આ ધારિત પોષક તત્વો કહેવાય છે . |
01:09 | લોખંડ,
'કેલ્શિયમ' , |
01:11 | 'આયોડિન'
અને 'કોપર' એ પ્રકાર 1 ના પોષક તત્વો છે. |
01:15 | 'મેંગેનીઝ, |
01:17 | ફ્લોરિન '
અને 'સેલેનિયમ' પણ તે જ જૂથના છે. |
01:21 | 'વિટામિન બી,સી, |
01:23 | એ,
ડી, |
01:25 | ઇ '
અને 'કે' પણ પ્રકાર 1ના પોષકતત્વો છે. |
01:29 | 'સલ્ફર,
ક્લોરિન 'અને |
01:32 | 'પ્રોટીન' અથવા 'એમિનો એસિડ્સ' પ્રકાર 2ના પોષક તત્વો છે. |
01:37 | 'સોડિયમ,
પોટેશિયમ, |
01:39 | મેગ્નેશિયમ,
ફોસ્ફરસ ' |
01:41 | અને 'zinc ' પણ સમાન જૂથના છે. |
01:45 | આવશ્યક ફેટી એસિડ્સ જેમ કે ઓમેગા 3 ' પણ પ્રકાર 2ના પોષક તત્વો છે. |
01:51 | ચાલો પ્રકાર 1 અને પ્રકાર 2 પોષક તત્વોના વચ્ચેનો તફાવત સમજીએ. |
01:56 | પેશીઓના વિશિષ્ટ કાર્યો માટે પ્રકાર 1 પોષક તત્વો જરૂરી છે. |
02:02 | તેથી, તેઓ કોઈ ચોક્કસ પેશી અથવા પેશીઓના જૂથમાં કેન્દ્રિત છે. |
02:08 | ચાલો ઉદાહરણો તરીકે 'કેલ્શિયમ' અને 'વિટામિન એ' 'લઈએ. |
02:13 | મજબૂત હાડકાં માટે 'કેલ્શિયમ' જરૂરી છે. |
02:17 | તંદુરસ્ત આંખો માટે 'વિટામિન એ' 'આવશ્યક છે. |
02:21 | તેનાથી વિપરિત, શરીરના વિકાસ માટે પ્રકાર 2ના પોષક તત્વો જરૂરી છે. |
02:28 | તે શરીરના દરેક કોષની રચના અને કાર્યનો ભાગ બનાવે છે. |
02:34 | તેથી, તેઓ શરીરના તમામ પેશીઓમાં હાજર છે |
02:38 | ચાલો આપણા શરીરમાં પ્રકાર 1 અને 2 પોષકતત્વોની ઉણપના પ્રતિભાવની ચર્ચા કરીએ. |
02:45 | પ્રકાર 1 પોષક તત્ત્વોની ઉણપ દરમિયાન, શરીરની વૃદ્ધિ સામાન્ય રીતે થતી હોયે છે. |
02:50 | શરીર આ પોષક તત્ત્વોને વિશિષ્ટ પેશીઓમાંથી લે છે જેમાં તે સંગ્રહિત છે. |
02:57 | ચાલો ઉદાહરણ તરીકે કેલ્શિયમ લઈએ. |
03:00 | કેલ્શિયમ 'ની ઉણપમાં, શરીર હાડકાંમાં સંગ્રહિત' કેલ્શિયમ 'નો ઉપયોગ કરે છે. |
03:07 | પરિણામે, પેશીઓમાં તે પોષક તત્ત્વો ઓછા પ્રમાણમાં સંગ્રહિત થાય છે. |
03:13 | તે પછી, તે પોષક તત્ત્વો પર આધારિત અંગો ને અસર કરે છે. |
03:18 | તેથી, વ્યક્તિ બીમાર પડે છે. |
03:21 | બીમાર વ્યક્તિમાં પછી ઉણપના વિશેષ્ટ સંકેતો જોવાય છે. |
03:26 | ચાલો 4 ઉદાહરણોની સહાયથી આ સમજીએ: |
03:31 | હાડકા નબળા અને ફ્રેક્ચર થવાના જોખમ એ 'કેલ્શિયમ' ની ઉણપના સંકેત છે. |
03:37 | 2. 'એનિમિયા' આયર્ન 'ની ઉણપનો સંકેત છે. |
03:41 | રતાંધળપન એ વિટામિન A ની ઉણપનો સંકેત છે. |
03:45 | અને 'ગલગાંઠ' આયોડિન 'ની ઉણપનો સંકેત છે. |
03:50 | બીજી બાજુ, ફક્ત પ્રકાર ૨ પોષક તત્ત્વોની ખામી ૧ સંકેત આપે છે. |
03:57 | તે નિશાની ને વૃદ્ધિ નિષ્ફળતા કહેવામાં આવે છે. |
04:00 | વૃદ્ધિ નિષ્ફળતાનો અર્થ એ છે કે શરીરમાં 2 મોટી પ્રક્રિયાઓનો દર ઘટાડે છે: |
04:06 | 1. નવા કોષોની રચના અને |
04:09 | 2. જૂના કોષોનું ફેરબદલ. |
04:11 | શરીર વધવા અને નવી પેશીઓ બનાવવાનું બંધ કરે છે. |
04:16 | આનાથી શરીરનું વજન ઓછું થાય છે, |
04:18 | ઊંચાઈના વિકાસમાં
અને સ્નાયુ સમૂહ ઘટાડો થયો છે. |
04:23 | રોગપ્રતિકારક શક્તિ સહિત શરીરના તમામ કોષોને અસર થાય છે. |
04:29 | આ ચેપનું જોખમ વધારે છે. |
04:32 | આખરે, તે મૃત્યુનું કારણ બની શકે છે. |
04:35 | પ્રકાર 2 પોષક તત્વો શરીરમાં સંગ્રહિત થતાં નથી. |
04:39 | ઉણપમાં, શરીર તેના પેશીઓ અથવા સ્નાયુઓને ઓગડી નાખવાનું શરૂ કરે છે. |
04:45 | શરીરમાં ઉણપ રહેલા પ્રકાર 2 પોષક તત્વોને આ પ્રમાણે લોહીમાં તેની માત્ર વધારે છે. |
04:50 | આ પોષક તત્ત્વો પછી શરીરના અન્ય પેશીઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. |
04:56 | જ્યારે પેશીઓમાં બહુ માત્રમાં ઓછી થાય છે, ત્યારે કોશિકાઓના કાર્યોને અસર થાય છે. |
05:02 | અને, ભૂખમાં ઘટાડો થાય છે. |
05:05 | આ પોષક તત્વો શરીરની ઉણપને પૂરા પાડે છે. |
05:11 | જો કે, તે પેશીઓમાંથી અન્ય તમામ પ્રકારનાં 2 પોષક તત્વો પણ લોહીમાં ભળે છે. |
05:17 | આ પોષક તત્ત્વો પછી શરીરમાંથી બહાર નીકળી જાય છે. |
05:21 | આ કારણે શરીરમાંથી પોષક તત્વ ૨ ની ઉણપ ને પૂરી પાડવા બધાજ પ્રકાર ૨ પોષક તત્વો આપવા જરૂરી છે. |
05:28 | પણ, પોષક તત્ત્વો પ્રકાર 1 ની ઉણપ સુધારવા માટે બધા પ્રકાર 1 પોષક તત્વોની જરૂર હોતી નથી. |
05:34 | શરીરની ઉણપ હોય તેજ પોષક તત્વો આપીને તેનો ઉપચાર કરી શકાય છે. |
05:40 | આગળ, ચાલો સ્તનપાનને લઈને પ્રકાર 1 અને 2 પોષક તત્વોની ઉપલબ્ધતા વિશે ચર્ચા કરીએ. |
05:47 | સ્તનપાનમાં પ્રકાર 2 પોષક તત્ત્વોનો સ્થિરમાત્રમાં સંગ્રહિત હોય છે. |
05:52 | માતા કુપોષિત હોય તો પણ તેઓ બદલાતા નથી. |
05:57 | કુપોષિત માતાનું બાળક પૂરતા સ્તનપાન સાથે સારી રીતે વિકાસ કરી શકે છે. |
06:03 | તેનાથી વિપરીત, સ્તનપાનમાં પ્રકાર 1 પોષક તત્વોનું પ્રમાણ સ્થિર નથી. |
06:09 | તે માતાના સ્વ-પોષણ મુજબ બદલાય છે. |
06:13 | ચાલો એક ઉદાહરણ તરીકે 'વિટામિન ડી' લઈએ. |
06:17 | માતામાં વિટામિન ડી ની કમી હોવાથી તેના સ્તનપાનમાં પણ વિટામિન ડી ની માત્રા ઓછી થાય છે. |
06:23 | આગળ, ચાલો પ્રકાર 1 અને પ્રકાર 2 પોષકતત્વોના ઉણપના નિદાનની ચર્ચા કરીએ. |
06:30 | પ્રકાર 1 પોષક ઉણપનું નિદાન સામાન્ય રીતે 2 રીતે થાય છે. |
06:36 | પ્રથમ, ઉણપના અનન્ય લક્ષણોને ઓળખવામાં આવે છે. |
06:41 | પછી, શરીરમાં પોષક તત્ત્વોનું સ્તર લોહી તપાસ દ્વારા માપવામાં આવે છે. |
06:46 | ચાલો ઉદાહરણો તરીકે 'આયર્ન' અને 'આયોડિન' લઈએ. |
06:50 | 'આયર્ન' ની ઉણપમાં, નિસ્તેજ ત્વચા અને થાક જેવા લક્ષણો જોવામાં માં આવે છે. |
06:56 | શરીરમાં 'હિમોગ્લોબિન' નું સ્તર લોહી તપાસની દ્વારા માપવામાં આવે છે. |
07:01 | આયોડિન 'ની ઉણપ તેના અન્ય લક્ષણો અને પરીક્ષણો દ્વારા પણ નિદાન થાય છે. |
07:07 | ગળામાં સોજો |
07:10 | વજન વધવું અને |
07:12 | વાળ ખરવાના લક્ષણો છે. |
07:14 | શરીરમાં આયોડિન અને થાઇરોઇડ હોર્મોન્સ 'નું સ્તર લોહી તપાસની દ્વારા માપવામાં આવે છે. |
07:21 | પ્રકાર 1 પોષકતત્વોની ઉણપના લક્ષણો સેહલાય થી ઓધખાય છે અને તેની સારવાર આપવામાં આવે છે. |
07:26 | પ્રકાર 1 પોષકતત્વોની ઉણપને સુધારવા માટેના વિવિધ માર્ગો છે. |
07:31 | કોઈ પણ આવા પોષક તત્ત્વોની ભલામણ કરેલ માત્રાને આહારમાં લઈ શકે છે. |
07:36 | આ પોષક તત્ત્વો માટે ભલામણ કરેલ દવાઓ પણ આપવામાં આવે છે. |
07:41 | લોખંડ,
'વિટામિન સી' અને |
07:43 | 'ફોલિક એસિડ' 'ની દવા સામાન્ય રીતે સૂચવવામાં આવે છે. |
07:47 | જે વિસ્તારોમાં પ્રકાર 1 પોષક તત્વો ની ઉણપ હોયે છે તેવા અમુક ખોરાકમાં આ પઢાર્થ ઉપરથી ઉમેરવામાં આવે છે. |
07:53 | મીઠું એક જાણીતું ઉદાહરણ છે જેમાં ઉપરથી આયોડિન ઉમેરવામાં આવે છે. |
07:59 | એક યોગ્ય પોષણ નિષ્ણાત આ પદ્ધતિઓ પર માર્ગદર્શન આપી શકે છે. |
08:04 | પ્રકાર 2 પોષક તત્ત્વોની ઉણપનું નિદાન અને સારવાર મુશ્કેલ છે. |
08:10 | કોઈ પણ પ્રકાર 2 ના પોષક તત્ત્વોની ઉણપનું નિદાન કરવાનો માત્ર 1જ ઉપાય છે . |
08:15 તે છે | |
08:17 | વજન,
ઉચાઈ |
08:19 | અને બાવળ નું માપ નું નિરીક્ષણ |
08:22 | જો કે, આ વૃદ્ધિની નિષ્ફળતાને જાણવા માટે મદદ કરશે. |
08:27 | વૃદ્ધિ નિષ્ફળતા દરેક પ્રકાર 2 પોષક તત્ત્વોની ઉણપને કારણે થાય છે. |
08.33 | શરીરમાં કયા વિશિષ્ટ પોષક તત્વોની ઉણપ છે તે નક્કી કરવું મુશ્કેલ છે. |
08:40 | તેથી, પ્રકાર 2 પોષક તત્ત્વોની ઉણપ સુધારવા માટે બધા પ્રકારનાં 2 પોષક તત્વોની જરૂર હોય છે. |
08:47 | તેથી શરીરમાં ઉણપ રહેલા, તમામ પ્રકારના 2 પોષક તત્વોથી ભરપૂર ખોરાક આપવો જ જોઇએ. |
08:53 | તે પહેલા આપેલા ખોરાકની માત્રામાં વધારો કરવાથી કામ ચાલશે નહીં. |
08:59 | કારણકે, પહેલાં આપવામાં આવેલ ખોરાક શરીરને પ્રકાર 2 પોષક તત્વો પૂરા પાડવામાં નિષ્ફળ થયો હતો, |
09:04 | શરીરના સામાન્ય વિકાસ માટે ખોરાકની ગુણવત્તામાં ફેરફાર કરવો આવશ્યક છે. |
09:10 | વધુ માર્ગદર્શન માટે કૃપા કરીને કોઈ યોગ્ય પોષણ નિષ્ણાતની સલાહ લેવી. |
09:15 | બીજા ટ્યુટોરિયલ્સમાં પ્રકાર 1 અને પ્રકાર 2 પોષક તત્વોના ખોરાકમાં રહેલા સ્રોતોની ચર્ચા કરવામાં આવે છે. |
09:22 | વધુ વિગતો માટે કૃપા કરીને અમારી વેબસાઇટની મુલાકાત લો. |
09:26 | આ સાથે આપણે tutorial ને સમાપ્ત કરી રહિયા છે .
જોડાવા બદલ આભાર |