Health-and-Nutrition/C2/Powder-recipes-for-6-to-24-months-old-children/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 6 થી 24 મહિનાના બાળકો માટે પૌષ્ટિક પાવડર બનાવવાની રીત પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ માં આપણે આપેલ પાવડરની રીત શીખીશું.
00:15 Amylase પાવડર
00:17 બીયાનો પાવડર
00:18 બીયા અને સુકામેવા નો પાવડર.
00:20 કઠોળ નો પાવડર
00:22 કડીપત્તા નો પાવડર અને
00:24 સરગવાના પાન નો પાવડર
00:27 આ બધા પોષક પાવડરો આપણે સરળતાથી ઘરે બનાવી શકીએ છીએ.
00:33 ચાલો હવે આ પોષ્ટીક પાવડરો કેવી રીતે બનાવવા તે શીખીએ.
00:38 આ પાવડરો એ પોષક તત્ત્વો ધરાવે છે જે બાળકના વૃદ્ધિ અને વિકાસ માટે ઉપયોગી છે.
00:44 આ જરૂરી છે કે 6 મહિના પુરા થયા પર આ પાવડર બાળકને આપવો જોઈએ.
00:52 જયારે પણ બાળક ને નવો ખોરાક આપો ત્યારે 3 અથવા 4 દિવસ સુધી સતત તે જ આપવો જોઈએ.
01:00 અને 3 અથવા 4 દિવસ પછી જ બાળકને નવો ખોરાક આપવો જોઈએ.
01:05 બન્ને ખોરાક ને ભેગું કરી શકાય છે-પણ પહેલા બન્ને ખોરાકને એક એક કરીને આપીને જુઓ કે બાળકને તેનાથી કોઈ પ્રકારની એલર્જી તો નથી તેના શરીર કે મોઢા પર સોજો કે શરીર પર લાલ ધાબા તો નથી આવતા.
01:20 જયારે પણ સુકામેવા જેવા પદાર્થ બાળકને ખવડાવવાની શરૂઆત કરીએ, ત્યારે એક નાની ચમચી ના થોડા ભાગથી શરૂઆત કરો.
01:30 10 મિનિટ ની રાહ જુઓ અને પછી બાળકને ધીરે ધીરે કરીને ખવડાવો.
01:35 કૃપા કરીને જ્યાર સુધી બાળક એક વર્ષનું ના થયી જાય ત્યાર સુધી તેના ખોરાકમાં સાકર , મીઠું , મરચું, અને ગોળ નાખવું નહીં.
01:44 ચાલો હવે આપણી પ્રથમ વાનગી અમાયલેસ પાવડર સાથે શરૂઆત કરીએ.
01:49 પણ તે પહેલા તેના ફાયદા વિષે ચર્ચા કરીએ.
01:53 Amylase એ ખોરાક પાચન માટે જોઈતા રસાયણ ધરાવે છે.
01:59 તે બાળકના શરીરમાં ઓછા પ્રમાણમાં બને છે.
02:03 આ પાવડર વધારાનું Amylase આપે છે અને ખોરાકમાંથી પોષક તત્વો અને શોષણને વધારે છે.
02:12 માટે amylase મિશ્રિત લોટ અથવા amylase પાવડર બાળકને આપવો જોઈએ.
02:18 ચાલો amylase પાવડર ની બનાવવા ની રીત શીખીએ.
02:22 amylase પાવડર બનાવવવા માટે જોઈતી સામગ્રી che ½ કપ ઘઉં .
02:27 ½ કપ મગ અને
02:29 ½ કપ રાગી
02:32 રીત : પ્રથમ બધી સામગ્રી ને જુદા જુદા 10 કલાક માટે પાણી માં પલાળો.
02:39 પલાળીને રાખવાથી સામગ્રીમાં ભેજની માત્રા વધશે.
02:42 દસ કલાક પછીથી બધી સામગ્રીને બહાર કાઢવી.
02:46 તેને ચાયણાં માં મુકવી જેથી કરીને તેમાનું બધું પાણી ગળી જાય.
02:50 પછી તે દરેક ને એક એક કરીને ચોખ્ખા અને સુખા કોટન ના કપડાં માં બાંધવા.
02:55 તેને ફણગા ફૂટતા સુધી ની રાહ જુઓ.
02:58 આ પ્રક્રિયા ને ફણગાવની પ્રક્રિયા બીજાંકુરણ કહેવાય છે.
03:01 નોંધ લો કે - અમુક પદાર્થ ફણગાવ માટે ઓછો સમય લેશે અને અમુક વધુ સમય લેશે.
03:08 અહીં રાગી એ બધી સામગ્રી કરતા વધુ સમય લે છે.
03:14 ફણગા ફૂટ્યા પછીથી તેને સૂર્યના તડકામાં એક અથવા બે દિવસ સુધી સુકાવવા.
03:19 સુકવ્યા બાદ તેને ધીમા તાપે શેકવા.
03:25 નોંધ લો કે જયારે તમે તેને સેકો છો તેને સતત ફેરવતા રહો.
03:30 આગળ ચોખ્ખા હાથ વડે મસળીને છીલકા કાઢી નાખવા.
03:36 છીલકા કાઢ્યા પછી બધી સામગ્રી ને ભેગી કરવી.
03:41 હવે વાટવાના પથરા વડે બધી સામગ્રી ને વાટી ને પાવડર બનાવવો.
03:45 હવે amylase પાવડર તૈયાર છે.
03:48 હવે amylase પાવડર ને એક હવાચુસ્ત બરણી માં મુકોવો.
03:52 તમે એક ચમચી amylase' પાવડર બાળકના ખોરાકમાં રંધાતા દરમ્યાન નાખી શકો છો.
03:59 અથવા તમે amylase પાવડરની ખીચડી જેવું પણ બનાવીને આપી શકો છો.
04:03 એક ચમચી amylase પાવડર લગભગ, 18 calories અને 0.6 ગ્રામ પ્રોટીન આપે છે .
04:10 100 ગ્રામ amylase પાવડર લગભગ, 360 calories અને 12 ગ્રામ પ્રોટીન આપે છે .
04:17 amylase પાવડર માં અમુક વિશિષ્ટ ગુણધર્મ છે, જે બાળક માટે ખાશ (વિશેષ)છે.
04:23 આ ખોરાકનું ઘટ્ટ પણ ઓછું કરે છે અને તે બાળક માટે વધુ સ્વાદિષ્ટ પણ બને છે.
04:28 અહીં આહારનું પ્રમાણ ઓછું છે પણ તેમાં એનર્જી નું પ્રમાણ વધારે છે.
04:34 આગળ આપણે બિયાના પાવડર બનાવવા નું શીખીશું.
04:39 આ પાવડર માં ઝીંક, ફાયબર અને કેલ્શિયમ છે.
04:44 આ પોષક તત્ત્વો અસ્થિ (હાડકા) ના વિકાસમાં મદદ કરે છે અને બાળકની તાકાતમાં સુધારો કરે છે
04:50 ઉપરાંત, આ પાવડરમાંસારી ચરબીનો સ્રોત છે જે બાળકોના મગજનો વિકાસ કરે છે.
04:57 આ પાવડરને બનાવવા માટે ત્રણ પકારના બિયા ની જરૂરિયાત છે. ½ કપ કાળા તલ,
05:03 ½ કપ અળસીના બીજ અને
05:05 ½ કપ કોળાં (ભોપળા) ના બીજ
05:08 રીત : બધા બીયા ને એક એક કરીને ધીમા તાપે લગભગ 4 થી 5 મિનિટ સુધી શેકવા.
05:16 સેકાય જાય પછી બધાને વાટીને તેનો પાવડર બનાવવો.
05:20 આ પાવડર ને હવાચુસ્ત બરણી માં ભરીને મુકોવો.
05:23 ખોરાક ખવડાવતા પહેલા જ આ પાવડર ને તેમાં નાખવો જોઈએ.
05:29 તે લગભગ 30 calories અને 2.7 ગ્રામ પ્રોટીન આપે છે.
05:36 બિયાનો 100 ગ્રામ પાવડર લગભગ 600 calories અને 55 ગ્રામ પ્રોટીન આપે છે.
05:43 આપણી આગળની વાનગી છે બીયા અને સુકામેવાની.
05:47 આ પાવડરમાં આપેલ ખનીજો છે જેમકે ઝીંક મેગ્નેશિયમ આયન વગેરે.
05:53 આ ખનીજો લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
05:57 ઉપરાંત, આ પાવડર સારી ચરબીનો સ્રોત છે જે બાળકોમાં મગજનો વિકાસ કરે છે.
06:04 બીયા અને સુકામેવાનો જે પાવડર બનાવવાનો છે તેની સામગ્રી આપેલ પ્રમાણે છે.
06:08 ½ કપ મગફળી
06:10 ½ કપ ખમણેલું સુખુ ખોપરું
06:12 ½ કપ અળશી અને
06:15 ½ કપ કળા તલ
06:18 રીત : એક એક કરીને 4 થી 5 મિનિટ સુધી બધા બીયા અને સુકામેવાને ધીમા તાપે શેકવા.
06:26 સેકાય જાય બાદ પથરા અથવા મિક્સર નો ઉપયોગ કરીને તેને વટવા.
06:33 આ પાવડર ને એક હવાચુસ્ત બરણી માં ભરીને રાખવો.
06:36 બાળકના રાંધેલા ખોરાક માં ૧ ચમચી પાવડર ખવડાવતા પહેલા નાખવો.
06:42 આ લગભગ 28 calories અને 0.9 ગ્રામ પ્રોટીન આપે છે.
06:48 100 ગ્રામ પાવડર લગભગ 600 calories અને 19 ગ્રામ પ્રોટીન આપે છે.
06:56 ચાલો હવે કઠોર નો પાવડર બનાવવા ની રીત શીખીશું.
06:59 આ પાવડર માં પોટેશિયમ, પ્રોટીન, ફોલેટ, મેગ્નેશિયમ, વગેરે છે.
07:05 આ પોષક તત્ત્વો હાડકાના વિકાસમાં મદદ કરે છે અને બાળકની તાકાતમાં સુધારો કરે છે.
07:11 આ આપણા શરીરમાં રક્ત કણો ઉત્પાદન માટે પણ જરૂરી છે.
07:16 કઠોરના પાવડર બનાવવા માટે ની જરૂરી સામગ્રી આપેલ છે. ½ કપ લીલા મગ,
07:22 ½ કપ સુખા લીલા વટાણા,
07:24 ½ કપ કાબુલી ચણા
07:26 ½ કપ મટકી
07:30 રીત : પહેલા બધા કઠોર ને 10 કલાક સુધી પલાળીને રાખવા .
07:35 પલાળીને રાખવાથી સામગ્રીમાં ભેજની માત્રા વધશે.
07:40 દસ કલાક પછીથી બધી સામગ્રીને બહાર કાઢવી.
07:43 તેને ચાયણાં માં મુકવા જેથી કરીને તેમાનું બધું પાણી ગળી જાય.
07:47 પછી તે દરેક ને એક એક કરીને ચોખ્ખાઅને સુખા કોટન ના કપડાં માં બાંધવા.
07:52 ફણગા ફૂટતા સુધી તેની રાહ જોવી
07:55 આ પ્રક્રિયા ને ફણગાવવું કહેવાય છે.
07:59 નોંધ લો કે જેવું આપણે પહેલા ચર્ચા કરી હતી અમુક પદાર્થ ફણગવા માટે ઓછો સમય લે છે અને અમુક વધુ સમય લે છે.
08:06 ફણગા ફૂટ્યા પછીથી તેને સૂર્યના તડકામાં એક અથવા બે દિવસ સુધી સૂકવવા .
08:11 સુકવ્યા બાદ તેને ધીમા તાપે શેકવા.
08:17 તેને શેકતી વખતે સતત ફેરવતા રહો.
08:20 તેનાથી ખોરાક બળશે નહીં.
08:24 આગળ ચોખ્ખા હાથ વડે મસળીને તેના છીલકા કાઢી નાખવા.
08:30 છીલકા કાઢ્યા પછી બધી સામગ્રી ને ભેગી કરી વાટીને તેનો પાવડર બનાવો.
08:34 હવે આ પાવડર ને એક હવાચુસ્ત બરણી માં મુકવો
08:38 બાળકનો ખોરાક રાંધતી વખતે આ પાવડરની બે ચમચી નાખવો.
08:43 બે ચમચી પાવડર તે લગભગ 33 calories અને 1.8 ગ્રામ પ્રોટીન આપે છે.
08:49 100 ગ્રામ પાવડર લગભગ 250 calories અને 15 ગ્રામ પ્રોટીન આપે છે.
08:57 હવે આપણે કડીપત્તા નો પાવડર બનાવવા ની રીત વિષે શીખીશું.
09:00 કડીપત્તા માં ફાયબર, આયન , કેલ્શિયમ અને વિટામિન C હોય છે.
09:06 તેમાં બધા પોષક તત્વો પાચન ક્રિયા અને દાંતના વિકાસ માટે મહત્વ નો ભાગ ભજવે છે.
09:12 તે બાળકની રોગપ્રતિકાર શક્તિ પણ વધાવે છે.
09:16 આપણને આ પાવડર બનાવવા માટે કડીપત્તા ની જરૂરિયાત છે.
09:19 રીત- ચોખ્ખા પાણીમાં કડીપત્તા ને ધોઈ રાખવા
09:23 તેને છાંયડા માં સુકવવો.
09:26 હવે તે સુકવેલા કડીપત્તા નો પાવડર બનાવવો અને તેને હવાચુસ્ત બરણી માં ભરવો.
09:33 ¼ ભાગ ચમચી પાવડરને ખવડાવતા પહેલા જ બાળકના ખોરાક માં ઉમેરો.
09:39 આ લગભગ 9 મિલીગ્રામ કેલ્શિયમ આપે છે.
09:42 100 ગ્રામ પાવડરમાં લગભગ 700 મિલીગ્રામ કેલ્શિયમ છે.
09:48 હવે સરગવાની શીંગના પાનનો પાવડર કેવી રીતે બનાવવો તે જોઈએ.
09:53 આ પાવડરમાં કેલ્શિયમ , આયન , વિટામિન C વિટામિન A , પ્રોટીન અને સલ્ફર સારા પ્રમાણમાં છે.
10:01 આના પોષક તત્વ બાળકના મસૂઢા અને સ્વસ્થ આંખો ના વિકાસ માટે જરૂરી છે.
10:07 તે ચેપ સામે લડે છે અને બાળકની તાકાત વધાવે છે.
10:12 આપણને આ બનાવવા માટે સરગવાની શીંગ ના પાન જોઈશે.
10:17 રીત, પ્રથમ સરગવાની શીંગ ના પાન ને ચોખ્ખા પાણીથી ધોઈ કાઢવા.
10:22 આ પાંદડા ને છાંયડા માં સૂકવવા.
10:25 આ બધા સૂકા પાંદડાને વાટીને પાવડર બનાવવો, અને હવે સરગવાની શિંગના પાંદડા નો પાવડર તૈયાર છે.
10:31 આ પાવડરને એક હવાચુસ્ત બરણી માં ભરવો.
10:33 ¼ ચમચી પાવડર રાંધેલા ખોરાક માં બાળકને ખવડતા પહેલા જ તેના ખાવામાં નાખવો.
10:40 આ લગભગ 5 મિલીગ્રામ કેલ્શિયમ આપે છે.
10:44 100 ગ્રામ પાવડર લગભગ 350 કેલ્શિયમ આપે છે.
10:50 હમેશા આપેલ બાબત ને ધ્યાન માં રાખો.આ વાનગીઓ બનાવવા માટે સ્થાનિક અને મોસમી સુકામેવા, બીયા અને કઢોર નો ઉપયોગ કરવો.
10:58 દરેક ભોજનમાં એક જુદો પાવડર હોવો જોઈએ.
11:01 ઉદાહરણ તરીકે ; બપોરના ખોરકકમાં એક ચમચી સુકામેવા અથવા બીયા નો પાઉડર ઉમેરી શકાય છે.
11:08 સાંજના ખોરાકમાં ¼ ચમચી કડીપત્તા અથવા સરગવાના પાંદડા નો પાવડર પાવડર રાંધેલા ભોજનમાં ઉપયોગ કરી શકાય છે.


11:14 યાદ રહે કે 2 ચમચી કઠોળના પાવડરને રાંધતી વખતે નાખવો .
11:21 નોંધ લો- વાનગીઓને નીચેની પદ્ધતિઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે-
11:26 પલાળીને
11:28 શેકીને
11:29 (ફણગાવીને)
11:30 આ તમામ પધ્ધતિઓથી ખોરાકમાં Phytic acid ની માત્રા ઓછી થશે. Phytic acid આંતરડા ખોરાકના ખનીજ તત્વોનું શોષણ અટકાવે છે.
11:38 આ તમામ પધ્ધતિઓથી ખોરાકમાં રહેલા પોષક તત્વોના શોષણમા સુધાર થશે.
11:42 હવે આપણે 6 થી 24 મહિનાના બાળકો માટે પોષક પાવડર વાનગીઓ ના આ ટ્યુટોરીયલના અંતમાં છીએ.
11:51 આ ટ્યુટોરીઅલમાં આપણે વિવિધ પૌષ્ટિક પાવડરની વાનગીઓ શીખ્યા જેમ કે,
11:57 Amylase (અમાયલ્સ)પાવડર
12:00 બિયાનો પાવડર
12:02 સુકામેવા અને બિયાનો પાવડર
12:04 કઢોળ નો પવાવડર
12:06 કડીપત્તા અને સરગવાની શિંગ ના પાનનો પાવડર.
12:08 આ ટ્યુટોરીયલનું યોગદાન Spoken Tutorial Project, IIT Bombay દ્વારા કરવામાં આવ્યું છે.
12:14 Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
12:25 WHEELS Global Foundation માંથી ઉદાર યોગદાન દ્વારા આ ટ્યુટોરીયલને આંશિક ફાળો અપાયો છે.
12:32 આ ટ્યુટોરીયલ Maa aur Shishu Poshan પ્રોજેક્ટનો એક ભાગ છે.
12:36 આ ટ્યુટોરીયલ માટે ડોમેઈન રીવ્યુઅર છે Dr. Rupal Dalal' એમડી બાળરોગતજ્ઞ અને Ms. Deepali Fargade, Nutritionist (પોષણશાસ્ત્રી ).
12:46 IIT Bombay તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki