Health-and-Nutrition/C2/Nipple-conditions/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 ધવડાવનાર માતાઓમાં ડીંટડીની પરિસ્થિતિ પરનાં આ Spoken Tutorial માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું- પીડાદાયક કે ચિરાડ પડેલી ડીંટડી અને
00:11 સપાટ અથવા ઊંધી વળેલી ડીંટડીઓ.
00:15 પહેલી ડીંટડીની પરિસ્થિતિ છે- પીડાદાયક કે ચિરાડ પડેલી ડીંટડી
00:20 આ એક એવી સ્થિતી છે જ્યાં માતાને ડીંટડીમાં ચિરાડની સમસ્યા અથવા લોહી નીકળે છે.
00:26 આનાથી ડીંટડીમાં ખંજવાળ આવે છે અને તે સુકી બને છે.
00:30 હવે ચાલો પીડાદાયક કે ચિરાડ પડેલી ડીંટડી થવાના વિવિધ કારણોની ચર્ચા કરીએ જે છે-
00:36 ડીંટડીથી ધવડાવવું,
00:38 ફૂગ અથવા જીવાણું નો ચેપ,
00:41 દરેક ધાવણ બાદ ડીંટડીઓને સાફ કરવાની ટેવ અને
00:45 ચોટેલી જીભ ધરાવનાર બાળક.
00:47 ચાલો શરુ કરીએ ડીંટડીનાં ધવડાવવાથી
00:50 ડીંટડીથી ધવડાવવું એ પીડાદાયક કે ચિરાડ પડેલી ડીંટડીનું પ્રથમ અને મહત્વ કારણ છે.
00:56 ડીંટડીથી ધવડાવતા દરમ્યાન- ડીંટડી બાળકના મોઢાના સખત તાળવા પર ઘસાય છે.
01:03 બાળક સખત તાળવા અને જીભ વચ્ચે આ ડીંટડીને દબાવી રાખે છે.
01:08 આ રીતે દબાવવાથી ધવડાવવું દુઃખદાયક બને છે અને આને કારણે ડીંટડી ચિરાડ પડેલી અને પીડાદાયક બને છે.
01:17 બાળકના મોઢાના અયોગ્ય પકડથી ફક્ત ડીંટડી મોઢામાં જાય છે.
01:20 તેથી ડીંટડીથી ધવડાવવાના લીધે સોજો કે ચિરાડ પડેલી સમસ્યા ટાળવા માટે યોગ્ય રીતે ધવડાવવું એ મહત્વનો ભાગ ભજવે છે.
01:29 નોંધ લો, આપણે સમાન બીજા અન્ય ટ્યુટોરીયલમાં યોગ્ય ધવડાવવાની રીતની ચર્ચા કરી છે.
01:37 યાદ રાખો, યોગ્ય રીતે ધવડાવતી રીતે સોજાયેલી છાતી કે ચિરાડ પડેલી ડીંટડીને લીધે કદાચિત દુખાવો થાય છે.
01:43 માતા જો યોગ્ય rite ધવડાવવાનું ચાલુ રાખે તો ધીમે ધીમે આ દુખાવો બંધ થાય છે.
01:51 આગળ આવે છે ફંગલ (ફૂગ) અથવા (જીવાણુને લગતો) ચેપ.
01:56 માતાને જો ફંગલ (ફૂગ) અથવા બેક્ટેરીયલ (જીવાણુને લગતું) ચેપ હોય તો તેણે ડોક્ટરસલાહ લેવી જોઈએ.
02:03 આગળ, અમુક માતાઓને દરેક ધવડાવતાં પહેલા ડીંટડીઓને સાફ કરવાની ટેવ હોય છે.
02:09 આનાથી ડીંટડીઓ સૂકી પડે છે.
02:13 તેથી આ કરવું ટાળવું જોઈએ.
02:16 યાદ રાખો, માતા નહાતી વખતે એક વાર ડીંટડીઓને સાફ કરી શકે છે.
02:21 જો કે, ચિરાડ પડેલી ડીંટડી થાય તો દરેક ધવડાવ્યા બાદ માતાએ ડીટડીને સાફ કરવી જોઈએ.
02:28 સાફ કર્યા બાદ, માતાએ ઘા પર પછીથી આવતું ઘટ્ટદૂધ લગાડવું જોઈએ.
02:32 કારણ કે પછીથી આવતા ઘટ્ટ દૂધ એવા પદાર્થો છે જે રૂઝ વાળવામાં અને ચેપથી લડવામાં સહાય કરે છે.
02:39 આમ, બાળકના મોઢામાંથી જીવાણુઓ ડીંટડીની ચિરાડમાં પસરતા અટકાવે છે.
02:46 આગળ છે બાળકના ચોટેલી જીભની સમસ્યા.
02:50 ચોટેલી જીભની એક અવસ્થા છે- જેમાં બાળકના જીભની ટોચ મોંના નીચેના તળિયાના ભાગ સાથે જોડાયેલી હોય છે.
02:58 આ અવસ્થા બોઉ જોવા મળતી નથી.
03:01 સામાન્ય રીતે ચોંટાયેલી જીભ ધરાવતું બાળક ડીટડીથી ધાવે છે.
03:06 બાળકને જો ચોટેલી જીભની સમસ્યા હોય તો- માત્ર યોગ્ય ધવડાવવાનીરીત પૂરતી નથી અને શસ્ત્રક્રિયાની જરૂરી પડે છે.
03:16 આમ આવા કિસ્સાઓમાં, માતાએ હંમેશા ડોક્ટર સલાહ લેવી જોઈએ.
03:22 હવે ચાલો સોજાયેલી કે ચિરાડ પડેલી ડીંટડી માટેની સારવાર ચર્ચા કરીએ.
03:27 માતાને જો સોજાયેલી કે ચિરાડ પડેલી ડીંટડીની સમસ્યા હોય તો, સ્વાસ્થ્ય કાર્યકરે - માતાની છાતીની અને ડીંટડીની તપાસ કરવી જોઈએ,
03:37 માતાને ધવડાવતા પહેલા પોતાના હાથેથી છાથી માંથી થોડું દૂધ કાઢવા માટે કહેવું જોઈએ.
03:42 તેનાથી છાતી નરમ થશે અને બાળક સરળતાથી જોડાશે.
03:47 આ દૂધના નિકાલથી ચેપનું જોખમ, ડીંટડીના ચીરા અને પીડાદાયક ગાંઠની સમસ્યા પણ ઘટશે.
03:55 ત્યારબાદ, માતાને તેના બાળકને છાતીથી યોગ્ય રીતે જોડાણ કરાવવા માટે માર્ગદર્શન આપવું જોઈએ.
04:01 વારેઘડીએ ધવડાવાની પક્રિયા એ છાતીના દૂધનો પુરવઠો નક્કી કરે છે.
04:09 તેથી, માતાએ ધવડાવવાનું રોકવું ન જોઈએ.
04:13 ધવડાવતી વખતે- માતાએ ઓછા દુખાવાવાળી છાતીના બાજુએથી ધવડાવવાનું શરુ કરવું જોઈએ.
04:20 ધવડાવવું હજી પણ પીડાકારક હોય તો- તે પોતાના હાથ વડે દૂધ નીકાળી શકે છે અને બાળકને ચમચી અથવા કપ વડે તે પીવડાવી શકે છે.
04:32 એ સાથે જ, જેમ અગાઉ ચર્ચા કરી હતી, દરેક ધાવણ બાદ અસરગ્રસ્ત ભાગ પર પછીથી નીકળતું ઘટ્ટ દૂધ લગાવો.
04:42 યાદ રાખો, સોજાયેલી કે ચિરાડ પડેલી ડીંટડીઓ પર તેમજ તંદુરસ્ત ડીંટડીઓ પર પણ દર્શાવેલી વસ્તુઓ ન લગાવો-
04:49 સાબુ, તેલ, લોશન, બામ અને અત્તર.
04:54 તેમાં બળતરાયુક્ત પદાર્થો હોઈ શકે છે.
04:57 માતાને જો સોજાયેલી કે ચિરાડ પડેલી ડીંટડીની સમસ્યા હોય તો તેની સ્થિતિ વધુ ખરાબ થશે.
05:03 ગંભીર પરિસ્થિતિઓમાં, માતાએ doktn અથવા આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરવો જોઇએ.
05:09 સોજાયેલી કે ચિરાડ પડેલી ડીંટડીની સમસ્યાને રોકવા માટે, બાળકના જન્મ બાદ તુરત ધવડાવવાનું શરુ કરવું
05:15 ધવડાવતી વખતે હંમેશા ખાતરી કરો કે બાળક ઊંડાણપૂર્વક જોડાયેલુ હોય.
05:22 ડીંટડીની અવસ્થા જે આપણે આગળ ચર્ચા કરીશું તે છે- સપાટ અથવા ઊંધી વળેલી ડીંટડીઓ.
05:28 સપાટ ડીંટડીઓ એરીઓલાના સ્તરથી બહાર નીકળેલી હોતી નથી.
05:33 જ્યારે કે, ઊંધી વળેલી ડીંટડીઓ સામાન્ય રીતે અંદરની બાજુએ વળેલી હોય છે.
05:38 માતા માટે એ હકીકત સમજવી ખૂબ મહત્વની છે કે - ધાવણ માટે સપાટ અથવા ઊંધી વળેલી ડીંટડીઓ એ અડચણ નથી.
05:48 જો કે, યોગ્ય ધાવણ કરતી વખતે બાળક એરીઓલાથી ધાવે છે ન કે ડીંટડીઓથી.
05:56 નોંધ લો, સપાટ અથવા ઊંધી વળેલી ડીંટડીઓના કિસ્સામાં- પ્રસુતિના પહેલા અઠવાડિયામાં માતાને મદદની જરૂર છે.
06:03 આ સમયગાળા દરમ્યાન- સ્વાસ્થ્ય કાર્યકરે માતાને યોગ્ય ધવડાવવાની રીતવિશે માર્ગદર્શન આપવું જોઈએ.
06:08 તેનાથી તેનો આત્મવિશ્વાસ વધશે.
06:11 યાદ રાખો, માતાને જો સપાટ અથવા ઊંધી વળેલી ડીંટડીઓ હોય તો અસરકારક જોડાણ માટે શ્રેષ્ઠ પકડ છે-ક્રોસ ક્રેડલ પકડ
06:22 ફૂટબોલ પકડ અને અર્ધ-ટેકાવાળી સ્થિતી.
06:26 અગાઉનાં ટ્યુટોરીયલમાં સમજાવ્યા મુજબ, કોઈપણ પકડમાં, આ અત્યંત મહત્વનું છે કે- માતાએ છાતીને યોગ્ય રીતે પકડી રાખવી જોઈએ,
06:37 જ્યાં બાળકનાં હોંઠ અને માતાની આંગળીઓ સમાન દિશામાં રહેશે.
06:42 નોંધ લો, અયોગ્ય ધવડાવવા નીરીત ના કારણે સોજાયેલી ડીંટડીની સમસ્યા થશે.
06:47 યાદ રાખો- દૂધની બાટલી અથવા ડીંટડીનાં કવચનો ઉપયોગ કરવો નહી.
06:52 આનાથી બાળકને સપાટ અથવા ઊંધી વળેલી ડીંટડીવાળી છાતીથી ધાવવામાં મુશ્કેલી રહેશે.
07:00 માતાએ બાળક સાથે ભરપુર ચામડીથી ચામડીનો સંપર્ક સાધવો જોઈએ.
07:04 આનાથી માતામાં ઓક્સીટોસીન હોર્મોન વધવામાં મદદ મળે છે અને છાતીનું દૂધ સરળતાથી બહાર આવે છે.
07:12 હંમેશા યાદ રાખો, યોગ્ય રીતે ધવડદાવવાની રીત એ મોટાભાગની આવી ડીંટડીની સ્થિતિ ટાળવા માટે મહત્વ ની વાત છે.
07:20 ધાવણ કરાવનારી માતાઓમાં ડીંટડીની સ્થિતિ પરનાં આ ટ્યુટોરીયલનો અહીં અંત થાય છે.
07:26 IIT Bombay તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
07:30 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Debosmita, Jyotisolanki