Health-and-Nutrition/C2/General-guidelines-for-Complementary-feeding/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:02 પૂરક ખોરાક વિશેના સામાન્ય માર્ગદર્શન પરના સ્પોકન ટ્યુટોરીઅલમાં આપનું સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીઅલમાં આપણે
00:14 છઃ મહિનાના બાળકો માટે પૂરક ખોરાક શરૂ કરવાનું મહત્વ
00:19 તેમજ છઃ થી ચોવિસ મહિનાના બાળકો માટે પૂરક ખોરાકના માર્ગદર્શન વિશે જાણીશું.
00:27 ચાલો આપણે શરૂઆત કરીએ.
00:29 જન્મના સમયથી છઃ મહિનાની ઉમર સુધી બાળકને માત્ર સ્તનપાન જ કરાવવું જોઈએ.
00:37 છઃ મહિનાનો અર્થ એ નથી કે બાળકના જીવનના છઃ મહિનાની શરૂઆત થવી.
00:45 તેણે તેના જીવનના છઃ મહિના પૂર્ણ કરી અને સાતમાં મહિનાની શરૂઆત કરી હોવી જોઈએ.
00:52 આ ઉમરે, બાળક માટે માત્ર સ્તનપાન જ પૂરતું નથી હોતું.
00:59 સ્તનપાનની સાથે સાથે, બાળકને ઘરે બનાવેલો પોષ્ટિક ખોરાક પણ આપવો જોઈએ.
01:06 આ ખોરાકને પૂરક ખોરાક કહે છે.
01:11 બાળકને આ ખોરાક છઃ મહિનાથી ચોવીસ મહિના સુધી આપવો જોઈએ.
01:18 બાળકને લાંબા, સ્વસ્થ અને બુદ્ધિશાળી બનાવવામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે.
01:26 છઃ મહિનાની ઉમરે પૂરક ખોરાકની શરૂઆત કરવી અગત્યની બાબત છે.
01:33 નહીં તો બાળકના વિકાસ અને વૃદ્ધિમાં અવરોધ આવી શકે છે.
01:39 એ પણ શક્ય છે કે બાળક પછીથી ઘટ ખોરાક લેવાનો અસ્વીકાર કરે.
01:47 યાદ રાખો કે પૂરક ખોરાક સ્તનપાનને ટેકો પૂરો પાડે છે.
01:53 તેથી, ઓછામાં ઓછી બે વર્ષની ઉમર સુધી સ્તનપાન ચાલુ રાખવું જોઈએ.
02:00 પૂરક ખોરકનો પ્રકાર
02:02 એકરૂપતા અને માત્રા
02:04 બાળકની ઉમર સાથે બદલાય છે.
02:10 દરેક વયજૂથ માટે વિશિષ્ટ ભલામણો હોય છે.
02:16 આ શ્રેણીના બીજા ટ્યુટોરીઅલમાં તેની વિગતવાર ચર્ચા કરવામાં આવેલ છે.
02:23 ચાલો હવે આપણે દરેક ઉમર માટે પૂરક ખોરાક વિશેના મહત્વના માર્ગદર્શન વિશે ચર્ચા કરીએ.
02:31 કોઈ પણ નવો ખોરાક બાળકને અલગથી આપવો જોઈએ.
02:37 થોડા સમય બાદ, તેને બીજા ખોરાકની સાથે આપવું જોઈએ.
02:42 આથી, બાળકને કોઈ ચોક્કસ ખોરાક પ્રત્યે એલર્જી છે કે નહીં તે જાણવા સહાય મળી રહેશે.
02:48 સારા પોષણ માટે વિવિધ પ્રકારનો ખોરાક લેવો આવશ્યક છે.
02:54 દર ચોથા દિવસે, બાળકના આહારમાં એક નવો ખોરાક ઉમેરવો.
03:01 અગાઉ આપેલા ખોરાકની સાથે નવા ખોરાકની એક મોટી ચમચી આપી શરૂઆત કરવી.
03:08 ધીમે ધીમે દરરોજ તેની માત્રા વધારવી.
03:12 ધીમે ધીમે ખોરાકના દરેક આઠ જૂથમાં પોષણયુક્ત આહાર ઉમેરવો જોઈએ.
03:20 ખોરાકનું પેહલું જૂથ છે, અનાજ અને કંદ મૂળ.
03:27 ફણગાવેલા કઠોળ, બીજ અને દાણા બીજું જૂથ છે.
03:32 ત્રીજું જૂથ છે દૂધના ઉત્પાદકો
03:37 ચોથું જૂથ છે માંસ, મચ્છી અને ચીકન.
03:42 પાંચમું જૂથ છે ઈંડા.
03:46 વિટામિન A થી ભરપુર ફળો અને શાકભાજી છઠ્ઠું જૂથ છે.
03:52 અન્ય ફળો અને શાકભાજી સાતમું જૂથ છે.
03:57 અંતે, આઠમું જૂથ, પરંતુ સૌથી અગત્યનું છે સ્તનપાન.
04:04 ખોરાકના અન્ય જૂથો સાથે દરરોજ તેનો સમાવેશ કરવો જોઈએ.
04:11 સામાન્યપણે, બાળકના ખોરાકમાં દરેક આઠ જૂથનો સમાવેશ થવો જોઈએ.
04:17 અગર બાળકનો ખોરાક, આમાંના પાંચ કરતા ઓછા જૂથ ધરાવે છે તો તે ગંભીર સમસ્યા છે.
04:24 તાત્કાલિક તેનો સુધાર કરવો જોઈએ.
04:28 અમુક બાળકોને બિલ્કુલ સ્તનપાન પ્રાપ્ત થતું નથી.
04:33 તેઓના આહારમાં દરરોજ બાકીના સાત જૂથોમાંથી ખોરાકનો સમાવેશ કરવો.
04:40 તેમજ દરરોજ તેઓને ૫૦૦ મી.લી પશુનું દૂધ અને બે વધારાનો ખોરાક આપવો.
04:49 બાળકને પશુનું દૂધ આપતા પહેલા હમેશા તેને ઉકાળવું.
04:55 ચાલો હવે આપણે બાળકના આહારમાં ખોરાકનો નવો જૂથ ઉમેરવાના ક્રમ વિશે ચર્ચા કરીએ.
05:02 સ્તનપાન સાથે, પહેલા પાંચ જૂથોમાંથી પૂરક ખોરાક આપવાની શરૂઆત કરવી.
05:09 છઃ મહિનાની ઉમર પછી બાળકને વધુ માત્રામાં પોષણની આવશ્યક્તા હોય છે.
05:16 જો કે, શરૂઆતના દિવસોમાં અપાતા ખોરાકની માત્રા ઓછી હોય છે.
05:24 તેથી પહેલા પાંચ જૂથમાંથી ગાઢ પોષક ખોરાક આપી શકાય છે.
05:31 આ ખોરાક પ્રોટીન અને સારા ચરબી જેવા પોષણથી ભરપુર હોય છે.
05:38 તે બાળકની ઊંચાઈ અને સ્નાયુના વિકાસ માટે અગત્યના છે.
05:45 બાળકના મગજના વિકાસ માટે સારી ચરબી અગત્યની હોય છે.
05:50 આ ખોરાક બાદ, ફળો અને શાકભાજી આપવાના શરૂ કરવા.
05:57 ફળો અને શાકભાજી વિટામિન અને ખનીજથી ભરપુર હોય છે.
06:03 જો કે તે પહેલા પાંચ જૂથની જેમ પ્રોટીન અને ફેટ્સની વધુ માત્રા નથી ધરાવતા.
06:11 તેથી, વજનની ઉણપ અથવા અટકાવ રોકવા માટે તેની શરૂઆત પછીથી કરવી.
06:18 તેમજ ફળો સ્વાદમાં મીઠા હોય છે.
06:23 એ અગત્યનું છે કે બાળકો મીઠા સ્વાદ પહેલા અન્ય વિવિધ પ્રકારના સ્વાદ લેવાનો પ્રયત્ન કરે.
06:31 વિવિધ સ્વાદ લેવાથી બાળકો અલગ-અલગ ખોરાકનો સ્વીકાર કરશે.
06:37 આથી, બાળકોને, કોઈ અમુક જ સ્વાદના ખોરાક લેવાની ખોટી આદત પડતી નથી.
06:44 તેથી, બાળકના આહારમાં, બીજા અન્ય પ્રકારના ખોરાક ઉમેર્યા બાદ ફળોનો સમાવેશ કરવો.
06:51 દિવસમાં એક અથવા બે વખત ઋતુના તાજા સ્થાનિક ફળો આપવા.
06:59 નિયમિત ખોરાક બાદ, મિષ્ઠાન તરીકે ફળો આપી શકાય.
07:05 બાળકના નિયમિત આહારની સાથે ફળોની પેસ્ટ ઉમેરવી નહીં.
07:11 આ વયજૂથમાં ફળોનો રસ આપવો નહીં.
07:16 તેમાં ઘરે બનાવેલા તેમજ તૈયાર ફળોના રસનો સમાવેશ થાય છે.
07:23 યાદ રાખો કે બે વર્ષ સુધી સ્તનપાન ચાલુ રાખવું.
07:28 બાળકને ગળામાં ફસાઈ અથવા અટકાઈ જાય તેવા કઠણ ખોરાક આપવાનું ટાળો.
07:34 આ પ્રકારના કઠણ ખોરાકના ઉદાહરણ છે આખા દાણા, દ્રાક્ષ, ચણા અને કાચા ગાજરના ટુકડા.
07:44 સ્વચ્છતા સાથે, તાજો રાંધેલો ઘરનો ખોરાક, બાળક માટે શ્રેષ્ઠ છે.
07:51 અગર બાળકના ખોરાકને જાળવવો હોય, તો મહેરબાની કરી સુરક્ષિતપણે જાળવવા વિશેનું અમારૂ ટ્યુટોરીઅલ જુઓ.
07:57 બાળકના ખોરાકની સુરક્ષિતપણે તૈયારી અને જાળવણીની સમજણ વિશે પણ એ જ ટ્યુટોરીઅલમાં ચર્ચા કરેલ છે.
08:06 વધુ વિગત માટે અમારી વેબસાઈટની મુલાકાત લો.
08:10 ખોરાકની સાથે, બાળકને ઉકાળીને અને ઠંડુ કરેલું પાણી પણ આપી શકાય.
08:18 દિવસમાં બે વખત 30 થી 60 મી.લી પાણી આપી શરૂઆત કરવી.
08:25 ગરમીની ઋતુમાં તેમજ બાળકની માંગ અનુસાર તેને વધારવું જોઈએ.
08:31 સ્તનપાન અને પાણી, બાળક માટે શ્રેષ્ઠ પીણું છે.
08:37 જો કે તેને યોગ્ય સમયાનુસાર આપવું જોઈએ.
08:42 આહાર પહેલા બાળકને સ્તનપાન અથવા પાણી આપવું નહીં.
08:48 બાળક ભૂખ્યું હશે તો નવા ખોરાક લેવાનો પ્રયત્ન કરશે.
08:54 આહાર લેવાની ૨૦ થી ૩૦ મિનિટ પહેલા અથવા પછી બાળકને સ્તનપાન અથવા પાણી આપી શકાય છે.
09:02 બાળકના સારા વિકાસ માટે પર્યાપ્ત પૂરક ખોરાક આપવો અગત્યનું છે.
09:08 આ સાથે આપણે ટ્યુટોરીઅલ સમાપ્ત કરીએ છીએ.

જોડાવવા બદલ આભાર.

Contributors and Content Editors

Helpgrid