Health-and-Nutrition/C2/Complementary-food-for-6-to-24-month-old-babies/Gujarati
From Script | Spoken-Tutorial
|
|
00:00 | ૬ થી ૨૪ મહિનાના બાળકો માટે પૂરક ખોરાક વિશેના સ્પોકન ટ્યુટોરીઅલમાં આપનું સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીઅલમાં, આપણે ઘરે બનાવેલા પોષ્ટિક પૂરક ખોરાક, |
00:16 | તેની માત્રા, |
00:18 | પ્રકાર |
00:20 | અને સંખ્યા વિશે જાણીશું. |
00:23 | ચાલો આપણે ૬-મહિનાના બાળક માટેના પૂરક ખોરાકથી શરૂઆત કરીએ. |
00:29 | યાદ રાખો કે બાળકના ૬ મહિના પૂર્ણ થયા બાદ જ પૂરક ખોરાકની શરૂઆત કરવી જોઈએ. |
00:38 | બાળકનો પ્રથમ ખોરાક માત્ર એક જ ખાદ્યવસ્તુથી બનાવેલી ઘટ પેસ્ટના રૂપમાં હોવો જોઈએ. |
00:46 | ચાલો, આપણે આહારમાં ઉપયોગી થતા ખોરાકના અમુક ઉદાહરણો જોઈએ. |
00:52 | ફણગાવેલા, રાંધેલા અને પેસ્ટ બનાવેલા આખા ચણા જેવા કઠોળનો ઉપયોગ કરી શકાય |
01:00 | ફણગાવેલા, રાંધેલા અને પેસ્ટ બનાવેલા અનાજ જેમ કે રાગીનો પણ ઉપયોગ કરી શકાય |
01:07 | પલાળેલી, રાંધેલી અને પેસ્ટ બનાવેલી મગની દાળનો ઉપયોગ પણ કરી શકાય. |
01:16 | માંસાહારી ખોરાક જેમ કે ચીકન અથવા મચ્છીને પણ રાંધી અને પેસ્ટ કરીને ઉપયોગ કરી શકાય. |
01:25 | ઘટ પેસ્ટ બનાવવા માટે કોઈ પણ એકની પસંદગી કરો. |
01:30 | અહીં, પહેલા ખોરાક તરીકે, ફણગાવેલા, રાંધેલા અને પેસ્ટ કરેલા રાજમા પસંદ કરેલ છે. |
01:38 | જરૂર પડે, તો પેસ્ટ બનાવવા માટે ખોરાકમાં થોડું માતાનું દૂધ પણ ઉમેરી શકાય. |
01:45 | માતાનું દૂધ ના મળે તો જ ઉકાળી અને ઠંડું કરેલું પાણી પણ વાપરી શકાય. |
01:53 | પ્યુરી અથવા પેસ્ટની એકરૂપતા ખૂબ જ અગત્યની છે. |
01:59 | ચમચી નમે તો પણ તેમાંની પેસ્ટ એકદમ ધીમેથી નીચે પડે તેટલી ઘટ હોવી જોઈએ. |
02:06 | આ આહાર બાળકને પહેલા દિવસે એક મોટી ચમચી ભરીને આપવો. |
02:14 | એજ દિવસે, બીજા સમયે, આ જ આહારની બીજી ચમચી આપવી. |
02:21 | પહેલા દિવસે, આ આહાર સાથે બાળકને પર્યાપ્ત સ્તનપાન કરાવવું. |
02:29 | એ બાબતની નોંધ લેવી કે આ ટ્યુટોરીઅલમાં ઉપયોગ કરેલી ચમચીમાં ૧૫ ગ્રામ ખોરાક આવી શકે છે. |
02:37 | બીજા દિવસે, આહાર વખતે, આ જ ખોરાકની બે ચમચી આપવી. |
02:44 | સ્તનપાનની સહિત, તે દિવસે, આ પ્રકારનો આહાર બે વખત આપવો. |
02:50 | ત્રીજા દિવસે, દરેક આહાર વખતે, આ જ ખોરાકની 3 ચમચી આપવી. |
02:57 | સ્તનપાનની સહિત, તે દિવસે, આ પ્રકારનો આહાર બે વખત આપવો. |
03:03 | ચોથા દિવસે, બીજો નવો ખોરાક આપવાની શરૂઆત કરવી. |
03:09 | કોઈ પણ ખોરાક જૂથમાંથી એક નવો ઘટ પોષ્ટિક ખોરાક પસંદ કરવો. |
03:15 | આ શ્રેણીના બીજા ટ્યુટોરીઅલમાં ખોરાકના જૂથની સમજણ આપેલ છે. |
03:22 | અહીં બીજા ખોરાક તરીકે, ફણગાવેલ, રાંધેલ અને પેસ્ટ કરેલ રાગીની પસંદગી કરેલ છે. |
03:30 | માતાના દૂધ અથવા ઉકાળેલા અને ઠંડા કરેલા પાણી વડે આ ખોરાકની ઘટ પેસ્ટ બનાવવી. |
03:38 | આહારમાં બીજા ખોરાકની એક ચમચી સાથે શરૂઆત કરવી. |
03:44 | પહેલા ખોરાકની ત્રણ ચમચી પેસ્ટની સાથે આ આપવું. |
03:50 | દરેક આહારમાં કુલ ચાર ચમચી ખોરાકની પેસ્ટ આપવી જોઈએ. |
03:57 | સ્તનપાનની સહિત, ચોથા દિવસે, આ પ્રકારનો આહાર બે વખત આપવો. |
04:03 | પાંચમાં દિવસે, બીજી પેસ્ટની માત્રા વધારીને બે ચમચી કરવી. |
04:11 | પહેલા ખોરાકની પેસ્ટની બે ચમચી સહિત દરેક આહાર વખતે આ આપવું. |
04:18 | સ્તનપાનની સહિત, પાંચમાં દિવસે, આ પ્રકારનો આહાર બે વખત આપવો. |
04:24 | છઠ્ઠા દિવસે, બીજી પેસ્ટની માત્રા વધારીને ત્રણ ચમચી કરવી. |
04:32 | પહેલા ખોરાકની એક ચમચી સહિત, દરેક આહાર સાથે આ આપવું. |
04:39 | સ્તનપાનની સહિત, છઠ્ઠા દિવસે, આ પ્રકારનો આહાર બે વખત આપવો. |
04:45 | સાતમાં દિવસે, ત્રીજી નવી પોષ્ટિક ખોરાકની ઘટ પેસ્ટ આપવાની શરૂઆત કરવી. |
04:53 | આ ચિત્રમાં ખોરાકની ત્રીજી નવી પેસ્ટ બનાવવા માટે, ઈંડાની પસંદગી કરેલ છે. |
04:59 | દરેક આહારમાં ત્રીજા ખોરાકની પેસ્ટની એક ચમચી સાથે શરૂઆત કરવી. |
05:05 | પહેલા અને બીજા ખોરાકની પેસ્ટની ત્રણ ચમચી સાથે આ આપવું. |
05:12 | દરેક આહારમાં ખોરાકની પેસ્ટની કુલ ચાર ચમચી આપવી જોઈએ. |
05:19 | સ્તનપાનની સહિત, સાતમાં દિવસે, આ પ્રકારનો આહાર બે વખત આપવો. |
05:25 | ધીમે ધીમે ખોરાકની ત્રીજી પેસ્ટની માત્રા વધારી, ત્રણ ચમચી કરવી. |
05:33 | તેને હમેશા અગાઉ આપેલ પેસ્ટની સાથે આપવું. |
05:38 | દરેક આહારમાં ખોરાકની પેસ્ટની કુલ ચાર ચમચી આપવી. |
05:45 | છઃ મહિનાના બાળકને સ્તનપાન સહિત દિવસમાં આ પ્રકારના બે આહાર આપવા. |
05:53 | તેવી જ રીતે દસમાં દિવસે, ચોથા નવા પોષ્ટિક ખોરાકની ઘટ પેસ્ટ આપવી. |
06:00 | આ ચિત્રમાં ખોરાકની ચોથી નવી પેસ્ટ બનાવવા માટે, મચ્છીનો ઉપયોગ કરેલ છે. |
06:07 | ત્યારબાદ, તેરમાં દિવસે, પાંચમો નવો ખોરાક આપવો અને તે પ્રમાણે ચાલુ રાખવું. |
06:14 | દર ચોથા દિવસે, નવો ખોરાક ઉમેરવો. |
06:19 | દરેક ખોરાક જૂથમાંથી બાળક વિવિધ પ્રકારના ખોરાક લઈ લે ત્યાર સુધી આમ ચાલુ રાખવું. |
06:26 | નવા કઠોળ અને અનાજ શરૂ કર્યા બાદ, બાળકના ખોરાકમાં હમેશા તેનું મિશ્રણ કરો. |
06:34 | છઃ મહિનાની ઉમર બાદ, આ પ્રકારના મિશ્રણ શક્ય તેટલા જલ્દી આપવા.
|
06:41 | આથી બાળકને સંપૂર્ણ પ્રોટીન મળી રહેશે.
|
06:46 | ખોરાકમાંથી પોષક તત્વોનું શોષણ વધારે તેવા વિવિધ રાંધણનો પ્રયોગ કરવો.
|
06:53 | તેના અમુક ઉદાહરણો છે શેકવું, પલાળવું, ફણગાવવું, આથો લાવવો અને રાંધવું.
|
07:02 | આ શ્રેણીના બીજા ટ્યુટોરીઅલમાં આ પ્રયોગોની વિગતવાર ચર્ચા કરવામાં આવેલ છે.
|
07:10 | સ્વચ્છતા સાથે, તાજો રાંધેલો ઘરનો ખોરાક, બાળક માટે શ્રેષ્ઠ છે.
|
07:17 | અગર બાળકના ખોરાકને જાળવવાનો હોય, તો ભલામણ કરેલા સુરક્ષાના માર્ગદર્શન અનુસરવા.
|
07:25 | બાળકના ખોરાકની સુરક્ષિત તૈયારી અને જાળવણીની સમજણ બીજા ટ્યુટોરીઅલમાં આપેલ છે.
|
07:32 | એ જ ટ્યુટોરીઅલમાં બાળકને સુરક્ષિતપણે ખોરાક આપવાની ચર્ચા પણ કરેલ છે. |
07:39 | વધુ વિગતો માટે અમારી વેબસાઈટની મુલાકાત લો.
|
07:44 | ચાલો હવે આપણે સાત મહિનાના બાળક માટે પૂરક ખોરાકની ચર્ચા કરીએ.
|
07:51 | આ ઉમરે, દરેક આહાર વખતે ધીમે ધીમે ખોરાકની માત્રા વધારીને અડધો કપ કરવી.
|
07:58 | તેમજ સ્તનપાન સહિત, આહારની માત્રા વધારી દિવસમાં ત્રણ વખત કરવી
|
08:06 | એ બાબતની નોંધ લેવી કે આ ટ્યુટોરીઅલમાં ઉપયોગ કરેલ કપમાં ૨૫૦ મી.લી.ની ક્ષમતા ધરાવે છે. |
08:14 | આ ઉમરે ખોરાકની એકરૂપતા બદલવી જોઈએ. |
08:21 | સાત મહિનાના બાળકને અપાતો ખોરાક હાથેથી છુંદેલો અથવા નરમ ટુકડા ઘરાવતો હોવો જોઈએ. |
08:28 | આ પ્રકારના ખોરાકનું ઉદાહરણ છે ફણસના દાણાની રાબ. |
08:33 | બાળક જ્યારે આઠ મહિનાનું થાય ત્યારે ખોરાકની માત્રા વધારી દિવસમાં ચાર વખત કરવી. |
08:41 | આહાર દિઠ અડધો કપ ખોરાક આપવાનું ચાલુ રાખો. |
08:46 | સ્તનપાન ચાલુ રાખો. |
08:49 | આ ઉમરે બાળકને ખોરાકની પેસ્ટ આપવાનું બંદ કરવું. |
08:56 | નરમ અને પોષણયુક્ત મજબૂત ખોરાક આપવાની શરૂઆત કરવી. |
09:01 | આ પ્રકારના ખોરાકનું ઉદાહરણ છે ફણગાવેલા અને રાંધેલા સફેદ ચણા.
|
09:08 | બાળક જ્યારે નવ થી અગ્યાર મહિનાનું થાય ત્યારે તેને ફિંગર ફુડ આપવાની શરૂઆત કરવી.
|
09:15 | બાળક ફિંગર ફુડ હાથ વડે સીધું ખાઈ શકે છે.
|
09:22 | આ પ્રકારના ખોરાકના ઉદાહરણ છે, બાફેલા ઈંડા અને શાકભાજીના રાંધેલા ટુકડા. |
09:29 | આ ઉમરે આહારની માત્રા વધારી દિવસમાં પાંચ વખત કરવી.
|
09:35 | દરેક આહાર સાથે અડધો કપ ખોરાક આપવાનું ચાલુ રાખો. |
09:41 | સ્તનપાન ચાલુ રાખો.
|
09:44 | બાર મહિના પૂર્ણ થયા બાદ, બાળક કુટુંબનો ખોરાક લઈ શકે છે.
|
09:52 | આ ઉમરે, ખોરાકની માત્રા વધારી દરેક આહારમાં એક કપ કરવી. |
09:59 | સ્તનપાન સહિત દિવસમાં પાંચ આહાર આપવાના શરૂ રાખવા.
|
10:05 | ત્રણ મુખ્ય આહાર અને બે નાસ્તા તરીકે દિવસમાં પાંચ આહાર આપી શકાય છે.
|
10:12 | નાસ્તા માટે, પોષ્ટિક આહારનો એક કપ આપવો જોઈએ.
|
10:19 | નાસ્તાના ઉદાહરણોમાં ફળો, દહીં, પનીર અને રાંધેલા શાકભાજી હોઈ શકે છે.
|
10:28 | રાંધતી વખતે આ નાસ્તામાં પોષ્ટિક દાણા, બીજ અને પાંદડાનો પાવડર ઉમેરવો.
|
10:36 | આ શ્રેણીના બીજા ટ્યુટોરીઅલમાં પોષ્ટિક પાવડરની રેસીપીઓ વિશે ચર્ચા કરેલ છે.
|
10:44 | યાદ રાખો કે ઓછામાં ઓછા બે વર્ષ સુધી સ્તનપાન ચાલુ રાખવું જોઈએ.
|
10:51 | બાળકના પ્રથમ જન્મદિવસ પહેલા તેને ઝીંગા અને કરચલા આપવા નહીં. |
10:58 | તેમજ, બાળક માટે બનાવેલા ખોરાકમાં મીઠું ઉમેરવું નહીં.
|
11:05 | બે વર્ષ પૂર્ણ થયા પહેલા, બાળકને કોઈ પણ પ્રકારની ખાંડ આપવી નહીં. |
11:13 | તેમાં ગોળ, મધ અને ફળોના રસનો પણ સમાવેશ થાય છે. |
11:19 | તેમજ, ચા, કોફી, પડીકા અથવા ડ્રિંક્સ |
11:25 | અને કોઈ પણ બહારનો ખોરાક આપવો નહીં. |
11:29 | આ હતું બાળકની ઉમર પ્રમાણેનું પૂરક ખોરાક વિશેનું વિશિષ્ટ માર્ગદર્શન. |
11:36 | દરેક ઉમરના બાળકો માટે ખોરાકના અન્ય ઘણા મહત્વના માર્ગદર્શન છે. |
11:43 | તેની વિગતવાર ચર્ચા આ શ્રેણીના બીજા ટ્યુટોરીઅલમાં કરવામાં આવેલ છે. |
11:50 | આ સાથે આપણે ટ્યુટોરીલને સમાપ્ત કરીએ છીએ.
જોડાવવા બદલ આભાર. |