Git/C2/Basic-commands-of-Git/Gujarati
From Script | Spoken-Tutorial
| 00:01 | Basic commands of Git. પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
| 00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું Git repository અને Gitના અમુક સામાન્ય કમાંડો. |
| 00:13 | આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું. Ubuntu Linux 14.04 , Git 2.3.2 અને gedit Text Editor. |
| 00:23 | તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો, |
| 00:27 | આ ટ્યુટોરીયલને અનુસરવા માટે તમને ટર્મિનલ પર લીનક્સ કમાંડને રન કરવાનું સમાન્ય જ્ઞાન હોવું જોઈએ. |
| 00:34 | જો નથી તો લીનક્સ ટ્યુટોરીયલ માટે અમારી વેબ સાઈટની મુલાકાત લો. |
| 00:40 | ચાલો હવે જોશું કે Git repository. શું છે. |
| 00:44 | Git repository એ ફોલ્ડર છે જ્યાં આપણા પ્રોજેક્ટના બધા ડેટાને સ્ટોર કરી શકાય છે. |
| 00:50 | આ તમને લોકલ મશીન અથવા રીમોર્ટ મશીન પર મળી શકે છે. |
| 00:55 | સમાન્ય ફોલ્ડર અને Git repository વચ્ચે આપેલ તફાવત છે. |
| 01:00 | સમાન્ય ફોલ્ડર ફક્ત ફાઈલો અને ડિરેક્ટરીઓ ધરાવે છે . |
| 01:04 | પરંતુ Git repository ફાઈલો અને ડિરેક્ટરીઓ ના સેટ ના ઉપરાંત હિસ્ટ્રી ધરાવે છે. |
| 01:11 | હવે ચાલો આપણી લોકલ મશીનમાં Git repository બનાવતા શીખીએ. |
| 01:17 | ટર્મિનલ ખોલવા માટે Ctrl+Alt+T keys દબાવો. |
| 01:22 | મારી મશીન પર મારા હોમ ડિરેક્ટરીમાં હું Git repository માટે એક ડિરેક્ટરી બનાવીશ. |
| 01:28 | તમે તમારી ઈચ્છા અનુસાર તમારી મશીન પર ક્યાં પણ ડિરેક્ટરી બ નવી શકો છો. |
| 01:33 | મૂળભૂત રીતે આપણે આપણી હોમ ડિરેક્ટરીમાં છીએ. |
| 01:37 | ટાઈપ કરો : mkdir space mywebpage અને Enter દબાવો . |
| 01:44 | તો હવે આપણે આપણી ડિરેક્ટરીમાં એક "mywebpage" ડિરેક્ટરી બનાવી દીધી છે. |
| 01:49 | આ ડિરેક્ટરીમાં જવા માટે ટાઈપ કરો: cd space mywebpage અને એન્ટર દબાવો. |
| 02:00 | "mywebpage" ડિરેક્ટરીને Git repository બનાવવા માટે ટાઈપ કરો : git space init' અને એન્ટર દબાવો . |
| 02:08 | તમે મેસેજ જોઈ શકો છો “Initialized empty Git repository”. |
| 02:13 | આ દર્શાવે છે કે Git સફળતા પૂર્વક ઇનીશીલીઝ થયી ગયું છે . |
| 02:17 | અને આપણી સીસ્ટમ પર અહી આ પાઠ પર Git repositoryબની છે. |
| 02:24 | ઇનિશિલાઇઝ પછી mywebpage ફોલ્ડર અંતર્ગત એક સંતાયેલું ફોલ્ડર dot git બનશે. |
| 02:32 | સંતાયેલું ફોલ્ડર જોવા માટે ટાઈપ કરો : ls space hyphen a અને એન્ટર દબાવો. |
| 02:39 | આ dot git ફોલ્ડર દર્શાવે છે આ dot git ફોલ્ડર રદ કરવાથી સમગ્ર repository રદ થયી જાય છે. |
| 02:47 | તો તેથી તમને આ dot git ફોલ્ડર પ્રત્યે કાળજી રાખવી જોઈએ. |
| 02:51 | હવે આપણે આપણી ઓળખ Git માટે સેટ કરવાની છે. |
| 02:55 | ઈમેઈલ એડ્રેસ સેટ કરવા માટે ટાઈપ કરો : git space config space hyphen hyphen global space user dot email space priya[dot]spoken@gmail.com અને એન્ટર દબાવો. |
| 03:12 | અહી મેં વાપર્યું છે priya[dot]spoken[at]gmail[dot]com. |
| 03:18 | તમે તમારું માન્ય ઈમેઈલ એડ્રેસ વાપરી શકો છો. |
| 03:21 | યુજર નેમ સેટ કરવા માટે ટાઈપ કરો : git space config space hyphen hyphen global space user dot name space Priya અને એન્ટર દબાવો. |
| 03:36 | મેં "Priya" ને યુજર નેમ તરીકે વાપર્યું છે. "Priya" ના બદલે તમે અહી તમારું નામ વાપરી શકો છો |
| 03:43 | નામ અને ઈમેઈલ એડ્રેસ જે આપણે સેટ કર્યું તે એ વ્યક્તિ ની ઓળખ છે જે Git. પર કામ કરી રહ્યો છે . |
| 03:51 | આગળcommit મેસેજ આપવા માટે હું gedit text editor કોન્ફીગર કરીશ. |
| 03:57 | ટાઈપ કરો : git space config space hyphen hyphen global space core dot editor space gedit અને એન્ટર દબાવો. |
| 04:09 | હવે Git માં , gedit કોન્ફીગર થયી ગયું છે. |
| 04:14 | અહી ગ્લોબલ ફ્લેગ એ ઓપ્શનલ છે. |
| 04:17 | ગ્લોબલ ફ્લેગ પર વધુ જાણકારી મેળવવા માટે આપણે આપણી સ્લાઈડ પર પાછા ફરીશું . |
| 04:22 | એકલી મશીન માં મલ્ટીપલ repositories બનાવી શકો છો. |
| 04:26 | જો તમે hyphen hyphen global ફ્લેગ વાપરો છો તો સેટિંગ મશીનમાંની તમામ repositories લાગુ થશે. |
| 04:34 | તેથી જયારે તમે નવી Git repository, બનાવો ત્યારે આ સેટિંગ મૂળભૂત રીતે લાગુ થશે , |
| 04:42 | જો તમને કોઈ એક repository માટે જ ઓળખ જોઈએ છે તો hyphen hyphen global ફ્લેગ વાપરવું નહી. |
| 04:49 | ટર્મિનલ પર પાછા જાવ. |
| 04:51 | હવે ચાલો આપણે પહેલા સેટ કરેલ ઓળખની કોન્ફીગર વિગતો તપાસ કરીએ છીએ, |
| 04:57 | ટાઈપ કરો : git space config space hyphen hyphen list અને એન્ટર દબાવો. |
| 05:04 | હવે તમે editor name, email address અને username જોઈ શક્પો છો. |
| 05:10 | નિદર્શન માટે હું 'html' ફાઈલ વાપરીશ. |
| 05:14 | તમે તમારી પસંદગીની કોઈ પણ ફાઈલ પ્રકાર વાપરી શકો છો ઉ.દા. . text files અથવા doc files. |
| 05:22 | ચાલો ટર્મિનલ પર પાછા જઈએ prompt સાફ કરીએ. |
| 05:26 | હવે ટાઈપ કરો : gedit space mypage.html space ampersand. |
| 05:34 | જો તમે બીજી કોઈ ફાઈલ વાપરી રહ્યા છો, તો "mypage.html" ના બદલે તે ફાઈલનું નામ આપો. |
| 05:41 | એમ્પરસેંડ '&' (ampersand) નો ઉપયોગ આપણે પ્રોમ્પ્ટ સાફ કરવા માટે કરીએ છીએ હવે એન્ટર દબાવો. |
| 05:47 | મેં પહેલાથી સંગ્રહ કરેલ મારા રાઈટર ડોક્યુમેન્ટ માંથી આ ફાઈલ માં અમુક કોડ કોપી અને પેસ્ટ કરીશ. |
| 05:54 | એજ પ્રકારે તમારી ફાઈલ માં અમુક વિષયવસ્તુ ઉમેરો. |
| 05:58 | હવે હું મારી ફાઈલ સિવ કરીશ. |
| 06:00 | તો મારી પાસે એક html ફાઈલ જેમાં કોડ છે તે છે. |
| 06:05 | નોંધ: જ્યાં પણ હું mypage.html વાપરું ત્યાં તમને તમારી ફાઈલ નું નામ આપવું પડશે. |
| 06:13 | આગળ આપણે Git ને "mypage.html" ફાઈલ અનુસરવા જણાવીશું. |
| 06:18 | ટર્મિનલ પર પાછા જવ અને ટાઈપ કરો : git space add space mypage.html અને એન્ટર દબાવો. |
| 06:27 | હવે આપણે Git ની વર્તમાન સ્થિતિ તપાસ કરીશું ,તો ટાઈપ કરો: git space status અને એન્ટર દબાવો. |
| 06:36 | તમે “new file: mypage.html” જોઈ શકો છો. આનો અર્થ એ છે કે Git એ "mypage.html" ફાઈલ માં થયેલ ફેરફારોને અનુસરવાનું શરુ કરી દીધું છે. |
| 06:48 | આને tracking કહેવાય છે. |
| 06:51 | ચાલો આપણે આપણી ફાઈલ mypage.html પર પાછા જઈએ. |
| 06:55 | અને આ ફાઈલ માં હજુ થોડી કોડ લાઈન ઉમેરીએ. |
| 06:58 | પહેલાની જેમ હું મારી રાઈટર ફાઈલમાં થી કોપી ને પેસ્ટ કરીશ. |
| 07:06 | ફાઈલને Save કરીને બંદ કરો. |
| 07:10 | ત્યારબાદ પાછા ટર્મિનલ પર જાવ. પહેલાની જેમ Git નું વર્તમાન સ્ટેટ્સ જોવા માટે એન્ટર દબાવો. |
| 07:21 | આ દર્શાવે છે “Changes not staged for commit:” અને “modified: mypage.html”. |
| 07:28 | આનો અર્થ છે કે આપને કરેલ ફેરફારો staging area માં ઉમેરાયા નથી. |
| 07:34 | Staging area પર વધુ જાણકારી મેળવવા માટે ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ. |
| 07:39 | Staging area આ એક ફાઈલ છે જે ફેરફાર માહિતી સંગ્રહ કરે છે.જેને કમીટ કરવાની જરૂરિયાત છે. |
| 07:46 | ફાઈલ કંટેટોને તેમના પર કમીટીંગ કરવા પહેલા staging area માં ઉમેરવું જોઈએ. |
| 07:51 | commit વિષે વિસ્તારમાં આપણે આવનારા ટ્યુટોરિયલ્સમાં ચર્ચા કરીશું. |
| 07:56 | Git ની જૂની આવૃતિઓ staging area. ના બદલે index ટર્મ વાપરતી હતી. |
| 08:01 | ચાલો હવે જોઈએ કે staging area માં ફાઈલના નવા ફેરફાર કેવી રીતે ઉમેરવા. |
| 08:07 | ટર્મિનલ પર પાછા જઈએ ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
| 08:11 | ટાઈપ કરો: git space add space mypage dot html અને એન્ટર દબાવો. |
| 08:19 | Git નું સ્ટેટ્સ તપાસવા માટે ટાઈપ કરો: git space status અને એન્ટર દબાવો. |
| 08:26 | હવે તમે મેસેજ જોઈ શકો છો “Changes to be committed:”. |
| 08:30 | 'આનો અર્થ એ છે કે ફાઈલ staging area માં ઉમેરાય ગયી છે આને કમીટ કહેવાય છે. |
| 08:37 | હવે આપણે આ સ્થાને કોડ freeze કરીશું. |
| 08:40 | આપણે જયારે આપણા કાર્યમાં અમુક એક સ્થિતિએ પહોચીએ છીએ ત્યારે આપણે તેને repository માં સંગ્રહ કરી શકીએ છીએ. આને commit. કહેવાય છે . |
| 08:49 | દરેક commitઆપેલી મહીતું સાથે સંગ્રહિત થાય છે username, email-id, date, time અને commit message. |
| 08:57 | હવે ચાલો જોઈએ commit કેવી રીતે કરવું.ટર્મિનલ પર પાછા જાવ અને ટાઈપ કરો: git space commit અને એન્ટર દબાવો. |
| 09:07 | commit મેસેજ મેળવવા માટેgedit text editor પોતેથી ખુલશે. |
| 09:13 | પ્રથમ લાઈન માં હું ટાઈપ કરીશ : “Initial commit” કમીટ મેસેજ તરીકે . |
| 09:18 | તમે તમને જોઈતું કોઈ પણ માહિતી પૂર્ણ મેસેજ ટાઈપ કરી શકો છો. |
| 09:22 | અહી તેમ જોઈ શકો છો કે અમુક લાઈનો hash થી શરુ થાય છે. તમે તેને એમજ રહેવા દઈ શકો છો. |
| 09:30 | commit message hash લાઈન ની પહેલા અથવા પછી લખો. |
| 09:35 | ભવિષ્યમાં આ commit message સાથે આપણે આ તબક્કા સુધી કર્યું તે ઓળખી શકીએ છીએ. |
| 09:41 | ચાલો હું સેવ કરીને એડિટર ને બંદ કરું. |
| 09:44 | તમને અમુક વિગતો દેખાશે જેમકે : commit message, આપણે કેટલી ફાઈલો નું ફેરફાર કર્યું છે.
આપણે કેટલું દાખલ કર્યું છે અને .ફાઈલનું નામ. |
| 09:56 | હવે ચાલો git log વાપરીને commit વિગતો જોઈએ. |
| 10:00 | ટાઇપ કરો : git space log અને એન્ટર દબાવો. |
| 10:06 | આપણી પાસે આપણી repository. માં ફક્ત એક જ commit છે. |
| 10:09 | તો એક યુનિક ID દર્શાવે છે જેને commit hash અથવા SHA-1 hash કહેવાય છે. |
| 10:16 | SHA-1 hash વિષે વધુ જાણકારી માટે આપણી સ્લાઈડ પર પાછા જાવ. |
| 10:20 | SHA-1 hash એક commit hash or SHA-1 hash અક્ષરોનું યુનિક id છે. |
| 10:25 | ગિટ hash value. દ્વારા તેના ડેટાબેઝ માં તમામ માહિતીઓ સંગ્રહિત કરે છે. |
| 10:31 | SHA-1 hash. દ્વારા ગિટ કમીટસ ઓળખાવાય છે. |
| 10:35 | આવનારા ટ્યુટોરિયલોમાં તમને SHA-1 hash નું મ્હ્ત્વ સમજશો. |
| 10:41 | ચાલો આપણા ટર્મિનલ પર પાછા જઈએ. |
| 10:43 | આ commit ની વિગતો દર્શાવે છે જેમકે author name, email address, date, time અને commit message જે આપણે પહેલા આપ્યા હતા. |
| 10:56 | આ સાથે આપણે આ ટ્યુટોરીયલના અંતમાં આવ્યા છીએ. |
| 11:00 | ચાલો આ ટ્યુટોરીયલનો સારંશ લઈએ: Git repository અને Git ના અમુક સમાન્ય કમાંડો જેમકે git init, status, commit અને log. |
| 11:14 | અસાઇનમેન્ટ તરીકે તમારા મશીન માં એક ડિરેક્ટરી બનાવો અને તેને repository બનાવો. |
| 11:20 | એક ટેક્સ્ટ ફાઈલ બનાવો અને તેમાં કેટલાક કંટેટ ઉમેરો. |
| 11:25 | staging area માં ફાઈલ ઉમેરો. |
| 11:29 | તમારી repository ફાઈલ Commit કરો અને. |
| 11:32 | git log કમાંડ વાપરીને commit વિગતો જુઓ. |
| 11:35 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
| 11:43 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.વધુ વિગતો માટે, અમને લખો. |
| 11:55 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વરા ફાળો આપવામાં આવ્યો છે. |
| 12:02 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
| 12:08 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |