Geogebra/C3/Tangents-to-a-circle/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 "Geogebra માં વર્તુળ પર સ્પર્શરેખા" પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલના અંતે તમે વર્તુળ પર સ્પર્શરેખા દોરી શકશો, સ્પર્શરેખાઓના ગુણધર્મો સમજી શકશો.
00:17 અમે ધારીએ છીએ કે તમને Geogebra સાથે કામ કરવા માટેનું બેઝીક જ્ઞાન છે.
00:22 જો ન હોય, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ http://spoken-tutorial.org જુઓ.
00:27 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉબુન્ટુ Linux OS આવૃત્તિ 11.10 અને Geogebra આવૃત્તિ 3.2.47.0 વાપરી રહ્યી છું.
00:41 આપણે નીચેના Geogebra ટુલોનો ઉપયોગ કરીશું.

Tangents, Perpendicular Bisector, Intersect two Objects, Compass, Polygon અને Circle with Center and Radius.

00:58 ચાલો એક નવી Geogebra વિન્ડો ખોલીએ.
01:01 Dash home , Media Applications પર ક્લિક કરો. Type હેઠળ Education અને GeoGebra પસંદ કરો.
01:13 ચાલો વર્તુળ પર એક સ્પર્શરેખા બનાવીએ.
01:16 સ્પર્શરેખા એક રેખા છે જે માત્ર એક બિંદુ એ વર્તુળને સ્પર્શે છે.
01:22 સંપર્ક બિંદુને "સ્પર્શજ્યા બિંદુ" કહેવાય છે.
01:27 આ ટ્યુટોરીયલ માટે હું "Axes" લેઆઉટ ને બદલે "Grid" લેઆઉટનો ઉપયોગ કરીશ, ડ્રોઈંગ પેડ ઉપર જમણું ક્લિક કરો.
01:35 "Axes" અનચેક કરો અને "Grid" પસંદ કરો
01:39 ચાલો એક વર્તુળમાં સ્પર્શરેખા દોરીએ.
01:42 પ્રથમ ચાલો એક વર્તુળ દોરીએ.
01:45 ટૂલબારમાંથી “Circle with Center and Radius” ટુલ પસંદ કરો.
01:49 ડ્રોઈંગ પેડ ઉપર બિંદુ 'A' માર્ક કરો.
01:52 એક સંવાદ બોક્સ ખુલે છે.
01:53 ચાલો radius માટે વેલ્યુ '3' ટાઇપ કરીએ, OK ઉપર ક્લિક કરો.
01:58 વર્તુળ કેન્દ્ર 'A' અને ત્રિજ્યા '3 સે.મી.' સાથે દોરવામાં આવેલ છે.
02:04 ચાલો બિંદુ 'A' અને 'C' 'Move' કરીએ જે વર્તુળ ની સમાન ત્રિજ્યા છે.
02:09 "New point" ટુલ પર ક્લિક કરો, વર્તુળની બહાર બિંદુ 'B' માર્ક કરો.
02:15 "Segment between two points" ટુલ પસંદ કરો. બિંદુઓ 'A' અને 'B' જોડો. રેખાખંડ AB દોરવામાં આવેલ છે.
02:25 "Perpendicular Bisector" ટુલ પસંદ કરો, બિંદુઓ 'A' અને 'B' પર ક્લિક કરો. રેખાખંડ 'AB' ઉપર લંબ દ્વિભાજક દોરવામાં આવેલ છે.
02:37 રેખાખંડ 'AB' અને લંબ દ્વિભાજક એક બિંદુ પર છેદે છે, "Intersect two objects" ટુલ પર ક્લિક કરો.
02:44 આંતરછેદ બિંદુને 'C' તરીકે માર્ક કરો. ચાલો બિંદુ 'B' અને 'C' ને ખસેડીએ. લંબ દ્વિભાજક અને બિંદુ 'C' ને 'B' સાથે કેવી રીતે સ્થાનાકિત કરીએ.
02:59 'C' એ 'AB' નું મધ્ય બિંદુ છે એ કેવી રીતે ચકાસવું?
03:02 "Distance" ટુલ પર ક્લિક કરો. બિંદુઓ 'A' , 'C', 'C' ,'B' પર ક્લિક કરો. નોંધ લો કે 'AC' = 'CB' જેનો અર્થ છે 'C' એ 'AB' નું મધ્યબિંદુ છે.


03:20 ટુલબારમાંથી "Compass" ટુલ પસંદ કરો, બિંદુઓ 'C', 'B' પર ક્લિક કરો, આકૃતિ પૂર્ણ કરવા માટે ફરી એક વખત 'C' પર ક્લિક કરો.
03:30 બે વર્તુળો બે બિન્દુઓએ છેદાય છે.


03:33 "Intersect two objects" ટુલ પર ક્લિક કરો. છેદનબિંદુ તરીકે 'D' અને 'E' માર્ક કરો.
03:42 "Segment between two points" ટુલ પસંદ કરો.
03:45 'B', 'D' અને 'B' , 'E' બિંદુઓ જોડો.


03:53 રેખાખંડ 'BD' અને 'BE' એ વર્તુળ 'c' માટે સ્પર્શરેખા છે?
03:59 ચાલો વર્તુળ પરની સ્પર્શરેખા ના કેટલાક ગુણધર્મો નું અન્વેષણ કરીએ.
04:05 "Segment between two points" ટુલ પસંદ કરો.
04:08 'A', 'D' અને 'A', 'E' બિંદુઓ જોડો.
04:14 'ADB' અને 'ABE' ત્રિકોણ માં રેખાખંડ 'AD' = રેખાખંડ 'AE' (વર્તુળ 'C' ની ત્રિજ્યા).

ચાલો અલ્જેબ્રા વ્યુમાં જોઈએ, રેખાખંડ 'AD' = રેખાખંડ 'AE'.

04:34 '∠ADB' = '∠BEA' = વર્તુળ 'D' ના અર્ધવર્તુળનો ખૂણો. ચાલો ખૂણાઓ માપીએ.
04:48 "Angle" ટુલ પર ક્લિક કરો ... બિંદુઓ 'A', 'D', 'B' અને 'B', 'E', 'A', પર ક્લિક કરો. ખૂણાઓ સમાન છે.
05:04 રેખાખંડ 'AB' એ બંને ત્રિકોણ માટે સામાન્ય છે, તેથી '△ADB' '≅' '△ABE', "અનુરૂપતાના SAS નિયમ" દ્વારા.
05:20 તેનો અર્થ છે સ્પર્શરેખા 'BD' અને 'BE' સમાન છે !
05:26 અલ્જેબ્રા વ્યુ માંથી, આપણે શોધી શકીએ છીએ કે સ્પર્શરેખા 'BD' અને 'BE' સમાન છે.
05:33 નોંધ લો કે સ્પર્શરેખા હંમેશા વર્તુળની ત્રિજ્યા જ્યાં તે સ્પર્શે છે તેની જમણી બાજુ પર હોય છે,,

ચાલો બિંદુઓ 'B' અને 'C' ખસેડીએ. કેવી રીતે સ્પર્શરેખા, બિંદુ 'B' સાથે ખસે છે.

05:50 ચાલો હવે ફાઈલ સંગ્રહીયે. ક્લિક કરો "File" >> "Save As"
05:54 હું ફાઈલ નામ "Tangent-circle" તરીકે લખીશ. "Save" પર ક્લિક કરો.
06:09 ચાલો એક પ્રમેય નું વર્ણન કરીએ
06:11 "સ્પર્શજ્યા બિંદુ ઉપર સ્પર્શરેખા અને જ્યા નો મધ્ય નો કોણ, સમાન જ્યા દ્વારા અંતરિત એક ઉત્કીર્ણ કોણ સમાન હોય છે." સ્પર્શરેખા અને જ્યા વચ્ચેનો કોણ DFB = જ્યા BF નો ઉત્કીર્ણ કોણ FCB.
06:34 ચાલો આ પ્રમેય ચકાસીએ;
06:38 ચાલો એક નવી Geogebra વિન્ડો ખોલીએ. "File" >> "New" પર ક્લિક કરો. ચાલો એક વર્તુળ દોરીએ.
06:48 ટુલબારમાંથી "Circle with center through point" ટુલ પર ક્લિક કરો. કેન્દ્ર તરીકે બિંદુ 'A' માર્ક કરો અને 'B' મેળવવા માટે ફરીથી ક્લિક કરો.
06:59 "New point" ટુલ પસંદ કરો. પરિઘ ઉપર બિંદુ 'C' અને વર્તુળની બહાર બિંદુ 'D' માર્ક કરો.
07:06 ટુલબારમાંથી "Tangents" ટુલ પસંદ કરો . પરિઘ અને બિંદુ 'D' ઉપર ક્લિક કરો.
07:14 બે સ્પર્શરેખા વર્તુળ પર દોરવામાં આવે છે.
07:16 સ્પર્શરેખા વર્તુળ પર બે બિંદુઓ ઉપર મળે છે.
07:20 "Intersect two objects" ટુલ પસંદ કરો. સંપર્કના બિંદુઓ ને 'E' અને 'F' તરીકે માર્ક કરો.
07:28 ચાલો એક ત્રિકોણ દોરીએ. "Polygon" ટુલ પર ક્લિક કરો.
07:31 બિંદુઓ 'B' 'C' 'F' અને આકૃતિ પૂર્ણ કરવા માટે ફરીથી 'B' ઉપર ક્લિક કરો.
07:41 આ આકૃતિ માં 'BF' એ વર્તુળ 'C' ની જ્યા છે.
07:45 '∠FCB' વર્તુળ 'c' ઉપર સ્પર્શરેખા દ્વારા ઉત્કીર્ણ કોણ છે.
07:53 '∠DFB' એ વર્તુળ 'c' ઉપર સ્પર્શરેખા અને જ્યા ની મધ્ય નો કોણ છે.
08:01 ચાલો ખૂણાઓ માપીએ, "Angle" ટુલ પર ક્લિક કરો, બિંદુઓ 'D' 'F' 'B' અને 'F' 'C' 'B' પર ક્લિક કરો.
08:14 નોંધ લો કે '∠DFB' = '∠FCB. ચાલો બિંદુ 'D' અને 'C' ને સ્થાનાંકિત કરીએ, જે સ્પર્શરેખા અને જ્યા બિંદુ 'D' સાથે સ્થાનાંકિત થશે.
08:31 ચાલો હવે ફાઈલ સંગ્રહીયે. ક્લિક કરો “File”>> "Save As"
08:36 હું ફાઈલ નામ "Tangent-angle" તરીકે લખીશ અને "Save" ઉપર ક્લિક કરીશ. આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:50 સારાંશ માટે, આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે આપેલ ખાતરી કરતા શીખ્યા;
08:57 "એક બાહ્ય બિંદુ પરથી દોરાયેલ બે સ્પર્શરેખાઓ સમાન હોય છે"
09:01 "વર્તુળની ત્રિજ્યા અને સ્પર્શરેખા વચ્ચે દોરાયેલ કોણ 90 ^ 0 હોય છે"
09:07 "સ્પર્શરેખા અને જ્યા વચ્ચેનો કોણ, જ્યા દ્વારા અંતરિત એક ઉત્કીર્ણ કોણ સમાન હોય છે"
09:14 અસાઇનમેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે ખાતરી કરો કે:
09:17 "એક વર્તુળ ઉપર દોરાયેલ સ્પર્શજ્યા વચ્ચેનો કોણ, એ કેન્દ્રમાં સંપર્કના બિંદુઓ જોડતો રેખાખંડ દ્વારા જોડાયેલ કોણ માટે પૂરક છે".
09:30 ખાતરી કરવા માટે, એક વર્તુળ દોરો.

બાહ્ય બિંદુ પરથી સ્પર્શરેખા દોરો.

09:37 સ્પર્શરેખાના સંપર્કના બિંદુઓ માર્ક કરો. વર્તુળના કેન્દ્રને સંપર્કના બિંદુઓ સાથે જોડો.
09:44 કેન્દ્રમાં કોણ માપો, સ્પર્શરેખા વચ્ચે કોણ માપો.
09:49 લગભગ બે અંતઃકોણોનો સરવાળો શું છે? કેન્દ્ર અને બાહ્ય બિંદુ જોડો.
09:55 શું રેખાખંડ કેન્દ્ર ખાતે કોણ દ્વિભાજન કરે છે? સંકેત - Angle Bisector ટુલ નો ઉપયોગ કરો .
10:05 આઉટપુટ આ પ્રમાણે દેખાવું જોઈએ,


10:08 Sum of the angles is 180^0. રેખાખંડ એ કોણ ને દ્રીભાજન કરે છે.


10:16 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ http://spoken-tutorial.org/
10:19 તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો.
10:27 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલ મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
10:32 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
10:35 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10:42 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટ નો એક ભાગ છે.
10:47 જે આઇસીટી, MHRD ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10:54 આ મિશન પર વધુ જાણકારી આ લિંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
10:59 IIT - Bombay તરફ થી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana