GIMP/C2/Adjusting-Colours-with-Curves-Tool/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:24 | Meet the GIMP માં સ્વાગત છે. |
00:26 | આજનું ટ્યુટોરીયલ કાચા રૂપાંતરણ વિશે નથી પરંતુ વાસ્તવિક શો કરતી વખતે નવા કોડ બનાવવા પર અને છેલ્લા ટ્યુટોરીયલમાંથી કેટલાક એરરો સુધારવા પર છે. |
00:40 | આ ઈમેજ વિશે હું તમને કઈ કહેવા માંગું છું. |
00:44 | શો રેકોર્ડીંગ કરતી વખતે મેં કેટલાક વધારાના ફેરફારો કર્યા છે. |
00:50 | જેવું કે તમે જોઈ શકો છો કે સમુદ્ર સેજ ઝાંખો દેખાય છે અને તે અમુક અંશે ગ્રે છે અને તે પોતામાં વધુ વિવરણ ધરાવતો નથી અને જયારે હું અહીં Sea લેયર અને બીજા અન્ય લેયરોને બંધ કરું છું, તો તમે જોઈ શકો છો કે અહીં આ સમુંદ્રમાં કેટલાક વિવરણ છે. |
01:17 | અને જયારે હું લેયર માસ્ક તરફ જોઉં છું તમે જોઈ શકો છો કે મેં એ લેયર માસ્ક વાપર્યું છે જે વધારે કરીને ગ્રે છે એ વિસ્તાર માટે જે મને દર્શાવવો છે. |
01:30 | તો ચાલો આ પગલું ફરીથી કરીએ. |
01:37 | મેં sea લેયર રદ્દ કર્યું છે અને background લેયરની નકલ બનાવી લીધી છે. |
01:44 | મેં લેયરને sea તરીકે નામ આપ્યું છે અને તે લેયરને sky ની નીચે અને land ની ઉપર મુક્યું છે. |
01:57 | જે લેયર મારી પાસે હતા તેની સાથે હું કામ કરી શકત પણ મને સારું પરીણામ મળત નહી કારણ કે સમુંદ્રને સેજ ઘટ્ટ મેળવવા માટે મેં curves ટૂલ વાપર્યું હતું. |
02:10 | અને તે સાથે જ મેં ઘણી બધી રંગ માહીતી નષ્ટ કરી દીધી છે જે લેયરમાં હાજર હતી અને અહીં આ રીતે મને વધુ સારું પરીણામ મળશે. |
02:24 | હવે ફરીથી હું sea લેયરમાં લેયર માસ્ક ઉમેરું છું, હું લેયરની ગ્રે સ્કેલ કોપીનો ઉપયોગ કરું છું અને તેને ઉમેરું છું. |
02:35 | હું Show layer mask અને edit the layer mask પર ક્લિક કરું છું. |
02:41 | હું Curves ટૂલનો ઉપયોગ કરીશ અને આને નીચે ખેંચીને હું સમાન રીત ફરી ભજવીશ પરંતુ આ વખતે હું આ ઉપરનાં વળાંકને ઉપર ખેંચીશ. |
03:01 | હવે મારી પાસે લેયર માસ્ક છે જે સમુંદ્રનાં વિસ્તાર અને આકાશ માટે લગભગ સફેદ છે અને જમીનનાં વિસ્તાર માટે લગભગ કાળું છે. |
03:12 | કેટલીક ખોવાયેલ સંરચનાને સુધારિત કરવા માટે અહીં હું બ્રશ ટૂલ પસંદ કરું છું અને અહીં મોટો બ્રશ પસંદ કરું છું અને જમીન વિસ્તારને કાળા રંગથી રંગવાની શરૂઆત કરું છું. |
03:30 | મેં sea લેયરને કાળા રંગથી રંગવા માંગતી નથી તેથી હું ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ રંગ ફેરબદલ કરું છું. |
03:39 | અને સમુંદ્ર વિસ્તારમાં જાવ છું અને સફેદ રંગથી રંગવાની શરૂઆત કરું છું અને મને લાગે છે કે મને આ સેજ હળવેથી કરવું જોઈએ. |
03:56 | અહીં આ વિસ્તાર, મને લાગે છે કે ઘણો સારો હતો પણ તમે તે પછીથી બરાબર કરી શકો છો. |
04:04 | તો ચાલો હલકો બ્રશ પસંદ કરીએ અને આ જુઓ અહીં આપણને આ કિનારી તીક્ષ્ણ મળે છે. |
04:21 | જયારે હું show layer mask નિષ્ક્રિય કરું છું, આપણને જમીન અને સમુંદ્ર વચ્ચેની કિનારી પર અહીં ખેંચાણ જેવું દ્રશ્ય જોઈ શકાવાય છે. |
04:32 | ચાલો ઈમેજમાં ઝૂમ કરીએ અને તમે જોઈ શકો છો કે અહીં એક જગ્યાએ લેયર માસ્ક અને લેયર એકસાથે કામ નથી કરતા અને તેના પર હું પછીથી કામ કરીશ. |
04:50 | હવે હું shift + ctrl + E વડે સંપૂર્ણ ઈમેજ પર પાછી જઈશ. |
04:58 | હું curves ટૂલ પસંદ કરું છું અને તપાસ કરું છું કે લેયર માસ્ક પસંદ છે કે નહી અને પૂર્ણ ઈમેજ જોવા માટે હું sky લેયરનો સમાવેશ કરું છું અને અત્યારે હું ઈમેજમાં ક્લિક કરું છું અને કર્વ્સ સાથે રમી રહ્યી છું. |
05:28 | હવે તમે જોઈ શકો છો કે સમુંદ્ર અને જમીન વચ્ચેનું ખાલીપણ અદૃશ્ય થાય છે પણ સમુંદ્ર હવે ફરીથી ઝાંખું થાય છે. |
05:40 | પણ હું અહીં કર્વને ઉપર ખેંચી શકું છું અને મને અહીં સાફ સમુંદ્ર મળે છે. |
05:52 | અને મને લાગે છે કે મને તે વધારે પડતું ન કરવું જોઈએ. |
06:07 | હું જોઈ શકું છું સમુંદ્ર પર સૂર્ય કિરણો, વાદળોનાં પડછાયા, મોજાઓની વિભિન્ન રચનાઓ અને અમુક અંશ ભૂરો રંગ જે કે સમુંદ્ર પર હોવો જોઈએ. |
06:22 | અહીં આકાશની કિનારી પર આવેલ તેજસ્વી ભાગ સાથે એક સમસ્યા છે કારણ કે આકાશ એ ઘણું પ્રકાશમય થયું છે અને હું આ સમસ્યાને આગળના પગલાઓમાં ઉકેલી શકું છું. |
06:41 | ઠીક છે curves ટૂલની અસરો હું ઓપેસીટી સ્લાઈડર વડે વ્યવસ્થિત કરી શકું છું અને મને લાગે છે કે સારી અસર માટે મને તે સેજ ઓછું કરવું જોઈએ. |
06:58 | જોહ્ન આર્નોલ્ડ બ્રોડકાસ્ટ તરફથી સલાહ દર્શાવે છે કે આપણને શક્ય પૂર્ણ માત્રા પર જવું જોઈએ અને ત્યારબાદ સ્લાઈડર વડે નીચે આવવું જોઈએ કારણ કે નીચે આવતી વખતે અસર જોવી વધારે સરળ છે |
07:17 | અને આપણે યોગ્ય માત્રા સરળતાથી નિર્ધારિત કરી શકીએ છીએ. |
07:22 | અને મને લાગે છે કે મેં આ ભાગ સાથે વધારે કરી લીધું છે તો હું સ્લાઈડરને નીચે સરકાવું છું અને મને લાગે છે કે આ ઠીક છે. |
07:36 | ક્ષિતિજ પર આ પ્રકાશિત ભાગ ક્યાંથી આવ્યો? |
07:40 | હું sky લેયર નાપસંદ કરું છું અને તપાસ કરું છું પરંતુ આ તેના લીધે નથી. |
07:46 | તો હું sea લેયર નાપસંદ કરું છું અને તે sea લેયરનાં લીધે છે. |
07:52 | અને મને અહીં આ ભાગ ઘટ્ટ કરવો છે. |
07:55 | અને તે કરવા માટે હું ગ્રેડીઅંટ ટૂલ વાપરું છું. |
07:59 | હું લેયર માસ્ક પસંદ કરું છું અને ટૂલ બોક્સમાંથી હવે ગ્રેડીઅંટ ટૂલ પસંદ કરું છું અને મને જમીનનો ભાગ સફેદ જોઈએ છે અને આકાશનો ભાગ કાળો જોઈએ છે અને મને કિનારી અહીં જોઈએ છે. |
08:21 | ગ્રેડીઅંટ પૂર્ણ સફેદથી શરુ થાય છે અને કાળાથી અંત થાય છે. |
08:29 | તો હું આ ભાગમાં ઝૂમ કરું છું, હું ગ્રેડીઅંટ ટૂલ પસંદ કરું છું અને અહીં આ જગ્યાએથી શરુઆત કરું છું. |
08:38 | આ લાઈન બનાવતી વખતે હું ctrl કી અને ડાબું માઉસ બટન દબાવું છું અને સીધી લાઈન મેળવવા માટે હું ખેંચી રહ્યી છું અને બટનને અહીં છોડું છું. |
08:53 | તમે જોયું આ કામ કરી ગયું છે, ક્ષિતિજ પરનો પ્રકાશ જતો રહ્યો છે અને તમે જોઈ શકો છો કે જમીનની લેયર માસ્ક પણ જતી રહ્યી છે. |
09:06 | ચાલો પૂર્ણ ઈમેજ તરફ જોઈએ અને તમે જોઈ શકો છો કે આપણી તમામ સુધારણા જતી રહ્યી છે. |
09:18 | આમ ક્ષિતિજ સાથે વ્યવહાર કરવા માટે આ સારો માર્ગ નથી તેથી હું અહીં આ પગલું અનડુ કરું છું. |
09:27 | હવે પહેલા હું ચતુષ્કોણ પસંદ કરું છું અને તપાસ કરું છું કે લેયર માસ્ક પસંદ થયેલ છે કે નહી અને ચતુષ્કોણને આકાશ ભાગમાં દોરું છું. |
09:41 | હવે જયારે ચતુષ્કોણ દોરવામાં આવે છે ત્યારે હું તેની અંદર સુધાર કામ કરી શકું છું અને બાકી બચેલ લેયર માસ્કને અસર નહી થશે. |
09:54 | હવે હું ફરીથી સમાન રીત કરું છું. |
10:00 | અહીં પ્રકાશીય ભાગમાં ઝૂમ કરું છું અને લેયર માસ્ક પસંદ કરું છું. |
10:07 | મને ઉપર કાળું અને નીચે સફેદ જોઈએ છે, તો હું અહીંથી શરૂઆત કરીશ, ક્ષિતિજ સુધી સીધું જાવ છું અને હવે તમે જોઈ શકો છો કે ફક્ત સમુંદ્ર સફેદ છે અને જમીન અને આકાશ કાળું છે. |
10:33 | Shift + ctrl + A, તમામ સિલેક્શન નિષ્ક્રિય કરે છે, Shift + ctrl + E પૂર્ણ ઈમેજ પર પાછું જાય છે અને હવે વધારે સારું છે. |
10:52 | હું sky લેયરને એ રીતે સુધારિત કરવા ઈચ્છું છું કે જે રીતે મેં land લેયરને સુધારિત કરી હતી. |
11:01 | ફક્ત sky લેયરને બમણું કરો અને over lay મોડ પર સ્વીચ કરો. |
11:08 | આ ઘણું વધારે છે તેથી ઓપેસીટી સ્લાઈડરને સેજ નીચે ખેંચો અને આપણને આકાશમાં હજુ વધારે તેજસ્વીતા મળે છે. |
11:22 | અને હવે મને લાગે છે કે ઈમેજ લગભગ તૈયાર છે ફક્ત એક વસ્તુ શિવાય. |
11:29 | અહીં ઘરની આ દીવાલ વધારે પડતી ઘટ્ટ છે. |
11:33 | આ ડોજીંગ અને બર્નિંગ માટેનો કિસ્સો છે. |
11:38 | ડોજીંગ અને બર્નિંગ એ દિવસનાં અંધારમય ઓરડાનો પદ છે, જ્યાં તમે ફોટાને એનલાર્જર અને ફોટોગ્રાફિક પેપર વચ્ચે એનલાર્જરનાં પ્રકાશ કિરણમાં તમારો હાથ અથવા પેપર અથવા કે બીજું કઈ રાખી ટાળી શકો છો અને બર્નિંગ એ એનાથી વિરુદ્ધ છે. |
12:02 | જ્યાં તમે એક પેપર લો છો અને તેમાં એક ચોક્કસ પ્રકારનો એક છિદ્ર કાપો છો અને આમ ઈમેજનાં બીજા અન્ય ભાગોમાં અમુક પ્રકાશ નખાવાય છે. |
12:15 | કયું પગલું ક્યાં સમયે લેવું છે એ નક્કી કરવા હેતુ આ એક નીરસ પ્રક્રિયા છે તે માટે તમને પેપરની ઘણી બધી થપ્પીઓની જરૂર છે અને જયારે તમે એવી કોઈ પ્રક્રિયા જોવા ઈચ્છો છો ત્યારે, હું તમને Well Photographer ફિલ્મ જોવાનો આગ્રહ કરું છું. |
12:36 | આ જેમ્સ વિશેની ફિલ્મ છે અને આ એક જબરદસ્ત ફિલ્મ છે એ શિવાય કે આ એક અંધારમય ચેમ્બર દૃશ્ય છે. |
12:45 | હું ખરેખર તમને આ ફિલ્મ આગ્રહ કરું છું. |
12:49 | હવે ચાલો ડોજીંગ અને બર્નિંગ પ્રક્રિયા જોઈએ. |
12:52 | આપણી પાસે અહીં ટૂલ બોક્સમાં dodge and burn ટૂલ છે પરંતુ મને લેયર સાથે ફરી કામ કરવું ગમશે. |
13:02 | હું વધુ એક લેયર ઉમેરું છું અને હું તેને સફેદથી ભરવા માંગું છું. |
13:09 | હું કલર ચેનલમાં જાવ છું અને હું ગ્રે માટે 50% રાખું છું અને બીજા ચેનલમાં 128%. |
13:21 | આ ગ્રે રંગ 50% ગ્રે છે અને હું લેયર મોડને overlay સ્વીચ કરું છું અને તમે જોઈ શકો છો કે કંઈપણ થયું નથી. |
13:35 | હવે હું રંગોને બ્લેક એન્ડ વ્હાઈટમાં સ્વીચ કરું છું અને એક બ્રશ પસંદ કરું છું. |
13:45 | આ બ્રશનું માપ લગભગ બરાબર છે. પરંતુ હું ઓપેસીટી ટૂલ ઘટાડું છું માની લો કે 30% કે એથી ઓછું. |
13:55 | હવે હું એ ખાતરી કરું છું કે નવું લેયર પસંદ થયેલ રહે અને ફોરગ્રાઉન્ડ રંગને સફેદ અને બેકગ્રાઉન્ડ રંગને કાળો બદલું છું અને હું અહીં દીવાલને રંગવાથી શરૂઆત કરું છું. |
14:19 | અને કદાચિત તમે તે જોઈ શકો છો કે સંકોચને તેનું કામ કરી લીધું છે અને દીવાલની બાજુ ઉદ્દીપ્ત થાય છે. |
14:36 | આ પ્રક્રિયાને ડોજીંગ કહેવાય છે કારણ કે હું પ્રકાશ ફોટોગ્રાફિક પેપર પર રાખી રહ્યી છું અને આમ દીવાલ પ્રકાશિત થાય છે. |
14:49 | જ્યારે આપણે અહીં લેયર તરફ જોઈએ છીએ તમે જોઈ શકો છો કે મારી પાસે અહીં વધુ પ્રકાશિત વિસ્તાર છે અને અહીં ઈમેજનાં અમુક બીજા ભાગો છે જે સેજ ઝાંખા થઇ શકત. |
15:03 | ઉદાહરણ તરીકે કિનારા નજીકના ખડકો. |
15:09 | ઉત્તમ માર્ગ છે ઈમેજમાં ઝૂમ કરવું અને હું જોઈ શકું છું કે અત્યારે મેં દીવાલને વધુ પ્રકાશિત કરી છે અને રચના JPEG સંકોચનનાં લીધે લગભગ જતી રહ્યી છે. |
15:25 | પણ હું તેનું સમારકામ રંગ ફેરબદલ કરીને કરી શકું છું અને તે માટેની શોર્ટકટ કી ‘X’ છે અને તેને અહીં થોડું ઘટ્ટ કરું છું. |
15:44 | મને ઓપેસીટી સ્લાઈડર સેજ નીચે ખેંચવું જોઈએ અને આ ઠીક છે. |
15:54 | મને લાગે છે કે ક્ષિતિજ વધારે પ્રકાશમય છે તો તે ભાગને રંગવા માટે હું બ્રશનું ઘેરાવ માપ સંતુલિત કરું છું અને ઈમેજનાં એ ભાગને ઘટ્ટ કરવા માટે કાળો રંગ વાપરું છું. |
16:34 | રંગને ‘x’ કી વડે બદલી કરી અને તેને સેજ ઘટ્ટ બનાવી હું ઈમેજ દરમ્યાન કામ કરી શકું છું. |
16:53 | મને લાગે છે કે આ વધારે હતું અને મને એ વિશે વધુ ખાતરી નથી કે હું ત્યાં શું કરી રહ્યી છું. |
17:00 | તો પગલાને અનડુ કરો. |
17:03 | તમે તકનિક જોઈ શકો છો કે મેં એક લેયર બનાવ્યું અને તેને મધ્યમ ગ્રે કર્યું અને 128% દરેક ચેનલ માટે અને લેયર મોડને Overlay માં બદલું છું. |
17:17 | મધ્યમ ગ્રે અને Overlay મોડ કંઈપણ કરતુ નથી અને તમે ઈમેજમાં સફેદ અથવા કાળાથી રંગકામ કરી શકો છો. |
17:26 | સફેદ વડે રંગકામ કરવાથી તમે ઈમેજ સેજ ઉજળી બનાવો છો કાળા વડે તમે તેને ઘટ્ટ બનાવો છો. |
17:36 | મને લાગે છે કે આ ઈમેજ સુધારણા લીધે ખરેખર સમાપ્ત થયી છે. |
17:42 | હું તેના પર ફરીથી કામ નહી કરીશ સિવાય કે તમારામાંથી કોઈને સુધારણાઓમાં મેં આજે કરેલી ભૂલો મળે. |
17:53 | હું આશા રાખું છું કે મેં તે નથી કર્યું અને લેયરને dodge and burn તરીકે નામ આપું છું. |
18:10 | આજ માટે બસ આટલું જ હતું. |
18:13 | જો તમને ટીપ્પણી મોકલવી છે તો, કૃપા કરી info@meetthegimp.org પર લખો અને વધુ માહીતી માટે http://meetthegimp.org નો સંદર્ભ લો. |
18:33 | મને તમારાથી સાંભળવું ગમશે. |
18:36 | તમને શું ગમ્યું, મેં શું વધુ સારું કરી શકત, તમને ભવિષ્યમાં શું જોવું ગમશે, તે મને જણાવો. |
18:46 | IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |