GChemPaint/C3/Resonance-Structures/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
TimeNarration
00:01 નમસ્તે મિત્રો. GChemPaint માં Resonance Structures પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
00:09 રાસાયણિક પ્રતિક્રિયાઓ દર્શાવવા માટે વિવિધ પ્રકારનાં બાણોનો ઉપયોગ અને
00:14 એક અણુમાં ભાર અને ઇલેક્ટ્રોનની જોડણી ઉમેરવી
00:18 આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું,
00:20 Ubuntu Linux ઓએસ આવૃત્તિ 12.04.
00:24 GChemPaint આવૃત્તિ 0.12.10.
00:29 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે GChemPaint સાથે પરિચિત હોવા જોઈએ.
00:34 જો નથી તો, સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:39 હું GChemPaint વિન્ડો પર જઈશ.
00:42 મેં એક નવો GChemPaint વિન્ડો ખોલ્યો છે.
00:45 અહીં તમે EthylChloride અને Methylbromide બંધારણો જોઈ શકો છો.
00:50 હું તમને બતાવીશ કે Carbo-cation ને કેવી રીતે મેળવવું.
00:55 EthylChloride નાં Chlorine પરમાણુ પર ચાલો ઇલેક્ટ્રોનની જોડણી ઉમેરીએ.
01:01 Add an electron pair ટૂલ પર ક્લિક કરો.
01:04 Chlorine' પરમાણુ પર ક્લિક કરો અને શું થાય છે તેનું અવલોકન કરો
01:09 આગળ, હું બતાવીશ Carbon-Chlorine બંધાણમાં ઇલેક્ટ્રોનની જોડણીનું શિફ્ટ
01:14 Add a curved arrow to represent an electron pair move ટૂલ પર ક્લિક કરો.
01:18 પ્રોપર્ટી વિન્ડો ખુલે છે.
01:21 End arrow at center of new bond ચેક બોક્સ પર ક્લિક કરો.
01:26 તે ઇલેક્ટ્રોન જોડણીને યોગ્ય સ્થિતિમાં ખસેડે છે.
01:30 Carbon-Chlorine બોન્ડ પર ક્લિક કરો.
01:33 કર્સરને વળાંકવાળા બાણ પર મુકો અને ઇલેક્ટ્રોન શિફ્ટનું અવલોકન કરો.
01:39 મેં આ રચનાની એક નકલ બનાવીશ.
01:42 હવે, Add an arrow પર ક્લિક કરો અને બંધારણો વચ્ચે ક્લિક કરો.
01:48 Carbo-cation બનવાનું એક પાયા દ્વારા જેમ કે Sodium Hydroxide(NaOH) દ્વારા ઈનીશલાઈઝ થાય છે.
01:54 Add or modify a group of atoms ટૂલ પર ક્લિક કરો, બાણની ઉપર બાજુએ ક્લિક કરો.
02:00 ટાઈપ કરો NaOH.
02:04 Selection ટૂલ પર ક્લિક કરીને NaOH પસંદ કરો.
02:09 બાણ પર જમણું-ક્લિક.
02:12 સબમેનુમાં, Arrow પસંદ કરો.Attach selection to arrow પર ક્લિક કરો.
02:18 Arrow associated મથાળા સાથે એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
02:23 Role ડ્રોપ-ડાઉનમાં, “Reactant” પસંદ કરો અને Close પર ક્લિક કરો.
02:29 હવે, ચાલો બીજા EthylChloride ને Ethyl Carbo-cation અને Chloride ions માં પરિવર્તિત કરો.
02:36 Eraser ટૂલ પર ક્લિક કરો અને Carbon-chlorine બોન્ડ પર ક્લિક કરો.
02:42 Ethane(CH3-CH3) અને HCl ની રચના થાય છે.
02:45 જ્યારે ઇલેક્ટ્રોનો Carbon માંથી Chlorine માં ખસે છે, Carbon ઘન ભાર મેળવે છે.
02:51 Increment the charge ટૂલ પર ક્લિક કરો.
02:54 Carbon-chlorine બોન્ડ જ્યાંથી રદ્દ થયો છે એ સ્થાને ક્લિક કરો.
02:59 Ethyl Carbo-cation(CH3-CH2^+) ની રચના થાય છે.
03:02 ક્લોરાઈડ આયન બનાવવા માટે, Decrement the charge ટૂલ પર ક્લિક કરો.
03:07 HCl પર ક્લિક કરો. Chloride(Cl^-) આયન બને છે.
03:12 હવે ચાલો એકલ ઇલેક્ટ્રોન શિફ્ટ પર ખસીએ.
03:15 ચાલો free radicals મેળવવા માટે Methylbromide બંધારણનો ઉપયોગ કરીએ.
03:20 Add a curved arrow to represent a single electron move ટૂલ પર ક્લિક કરો.
03:26 વળાંકવાળો બાણ મેળવવા માટે Methylbromide બોન્ડ પર ક્લિક કરો.
03:30 Pencil ટૂલને બોન્ડ પર સેજ ખસકાવો, બીજો વળાંકવાળો બાણ મેળવવા માટે ફરીથી ક્લિક કરો.
03:38 પ્રથમ બાણ bromo(Br) પર જાય છે અને બીજું બાણ methyl(CH3) તરફે જાય છે.
03:44 બંધાણ થયેલ ઇલેક્ટ્રોન જોડણીમાંથી Bromo(Br) અને methyl(CH3) બંનેને એક એક ઇલેક્ટ્રોન મળશે.
03:51 ઉત્પાદનો દર્શાવવા માટે, ચાલો એક બાણ ઉમેરીએ.
03:54 Add an arrow પર ક્લિક કરો, Methylbromide ની બાજુમાં આવેલ Display area પર ક્લિક કરો.
04:00 free radicals ની રચના પ્રતિક્રિયામાં ઉષ્ણતાનો સમાવેશ કરે છે.
04:04 Add or modify a text ટૂલ પર ક્લિક કરો.
04:08 બાણની ઉપર બાજુએ આવેલ Display area પર ક્લિક કરો.
04:11 લીલા બોક્સમાં “Heat” ટાઈપ કરો.
04:14 Selection ટૂલ પર ક્લિક કરીને “Heat” પસંદ કરો.
04:19 બાણ પર જમણું-ક્લિક.
04:21 સબમેનુમાં પસંદ કરો Arrow અને Attach selection to arrow પર ક્લિક કરો.
04:27 Arrow associated મથાળ સાથે એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
04:32 Role ડ્રોપ ડાઉન યાદી ઘણા વિકલ્પો ધરાવે છે તેની નોધ લો.
04:37 Role ડ્રોપ-ડાઉનમાં, “Temperature” પસંદ કરો અને,
04:40 Close પર ક્લિક કરો.
04:43 હવે ચાલો free radicals બનાવીએ.
04:46 મેં આ બંધારણની એક નકલ બનાવીશ.
04:50 Eraser ટૂલ પર ક્લિક કરો અને Carbon-bromine બોન્ડ પર ક્લિક કરો.
04:55 Methane(CH4)' અને Hydrogen-bromide(HBr) ની રચના થાય છે.
04:59 Add an unpaired electron ટૂલ પર ક્લિક કરો.
05:02 Methane(CH4) અને Hydrogen-bromide(HBr) પર ક્લિક કરો.
05:06 'Methyl(CH3) અને Bromium(Br) free radicals ની રચના થાય છે.
05:10 Selection ટૂલ પર ક્લિક કરો.
05:12 પ્રતિક્રિયા માર્ગ બનાવવા માટે, પહેલા સંપૂર્ણ પ્રતિક્રિયા પસંદ કરો.
05:17 હવે, પસંદ કરેલ પર જમણું-ક્લિક કરો.
05:20 સબમેનુ ખુલે છે.
05:22 Create a new reaction પર ક્લિક કરો.
05:25 પ્રતિક્રિયા માર્ગ બને છે.
05:28 પ્રતિક્રિયા માર્ગ જોવા માટે ડ્રેગ કરો.
05:30 એજ પ્રમાણે, હું પાછલી પ્રતિક્રિયા માટે પ્રતિક્રિયા માર્ગ બનાવીશ.
05:37 તેમજ આપણે જો ઈચ્છીએ તો, પ્રતિક્રિયા માર્ગને રદ્દ પણ કરી શકીએ છીએ.
05:41 આમ કરવા માટે, પ્રતિક્રિયા પર ફરીથી જમણું-ક્લિક કરો.
05:45 Destroy the reaction પર ક્લિક કરો.
05:48 આ ક્રિયા પ્રતિક્રિયા માર્ગને રદ્દ કરશે.
05:51 આમાંનાં કોઈપણ ઓબજેક્ટને ડ્રેગ કરો, અને તમે જોશો કે તેને વ્યક્તિગત રીતે ખસેડી શકાવાય છે.
05:57 હવે આપણે double headed arrow નો ઉપયોગ કરીને Resonance અથવા Mesomery પર જઈશું.
06:02 મેં Nitromethane નાં બંધારણ સાથે એક નવો GChemPaint વિન્ડો ખોલ્યો છે.
06:08 બંધારણ અંતર્ગત ઇલેક્ટ્રોન શિફ્ટ દર્શાવવા માટે મેં વળાંકવાળા બાણો અને ભારો ઉમેર્યા હતા.
06:14 હવે ચાલો બે માથાવાળા બાણને ઉમેરીએ.
06:16 Add a double headed arrow પર ક્લિક કરો.
06:20 Nitromethanes વચ્ચે આવેલ Display area પર ક્લિક કરો.
06:25 બે બંધારણો એ Nitromethane નાં "Resonance structures" છે..
06:30 બંધારણ પસંદ કરવા માટે CTRL+A દબાવો.
06:33 પસંદ કરેલ પર જમણું-ક્લિક કરો.
06:35 સબમેનુ ખુલે છે.
06:37 Create a new mesomery relationship પર ક્લિક કરો.
06:41 સંબંધ જોવા માટે ડ્રેગ કરો.
06:44 અહીં Resonance Structures of Benzene માટે સ્લાઈડ છે.
06:48 હવે, ચાલો retro-synthetic બનાવતા શીખીએ.
06:52 જોઈતા બંધારણો સાથે મેં એક નવો GChemPaint વિન્ડો ખોલ્યો છે.
06:57 Retrosynthetic માર્ગ ઉત્પાદનથી શરુ થાય છે અને તમામ ઇન્ટરમિડીયેટો પ્રક્રિયકમાં જાય છે.
07:04 આ માર્ગમાં, અંતિમ ઉત્પાદન Ortho-nitrophenol છે અને શરૂઆતી પદાર્થ Benzene છે.
07:10 retro-synthetic માર્ગ દર્શાવવા માટે, ચાલો retro-synthetic બાણ ઉમેરીએ.
07:15 Add an arrow for a retrosynthesis step પર ક્લિક કરો.
07:20 તમામ સંયોજનો વચ્ચે ક્લિક કરો.
07:25 બંધારણો પસંદ કરવા માટે CTRL+A દબાવો.
07:28 પસંદ કરેલ પર જમણું ક્લિક કરો.
07:30 સબ-મેનુ ખુલે છે.
07:32 Create a new retrosynthesis pathway પર ક્લિક કરો.
07:36 બનાવેલ માર્ગ જોવા માટે ડ્રેગ કરો.
07:39 આપણે જે શીખ્યા તેનો સારાંશ લઈએ.
07:41 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા
07:44 વળાંકવાળા બાણો વાપરીને ઇલેક્ટ્રોન શિફ્ટ દર્શાવવું
07:48 રીએક્શન બાણો પર પ્રતિક્રિયા સ્થિતિ લગાડવી.
07:52 રીએક્શન બાણ વાપરીને પ્રતિક્રિયા માર્ગ બનાવવા અને નષ્ટ કરવા.
07:57 બે માથાવાળું બાણ વાપરીને નવું mesomery સંબંધ બનાવવું
08:01 retro-synthetic બાણ વાપરીને એક retro-synthetic માર્ગ બનાવવો.
08:06 એસાઈનમેંટ તરીકે એરો પ્રોપર્ટીનો ઉપયોગ કરીને
08:10 Butane અને Sodiumbromide મેળવવા હેતુ Dryether દ્રાવક સાથે Bromo-Ethane (C2H5Br) અને Sodium(Na) નાં પ્રતિક્રિયા માટે એક પ્રતિક્રિયા માર્ગ બનાવો.
08:20 પ્રતિક્રિયા પરમાણુ માટે stoichiometric સહગુણાંકો ઉમેરો.
08:24 Naphthalene, Anthracene અને Carbon-dioxide નાં રેઝોનન્સ બંધારણો દોરો.
08:30 આ જોઈતો પ્રતિક્રિયા માર્ગ છે.
08:33 Naphthalene, Anthracene અને Carbon-dioxide નાં રેઝોનન્સ બંધારણો છે.
08:39 આ યુઆરએલ પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
08:43 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:45 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:50 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
08:54 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:57 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો.
09:03 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:08 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
09:16 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro.
09:21 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya