Drupal/C4/RESTful-API-Implementation/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 RESTful API Implementation પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે સમજીશું કે RESTful API શું છે
00:11 Views' નો ઉપયોગ કરીને RESTful API ને ઈમ્પ્લીમેન્ટ (અમલીકરણ) કરતા શીખીશું
00:16 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું Ubuntu Linux 16.04
00:22 Drupal 8 અને Firefox web browser
00:25 તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
00:29 આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે, તમને Drupal નું સાદું જ્ઞાન હોવું જોઈએ.
00:34 જો નથી તો, સંદર્ભિત Drupal ટ્યુટોરીયલો માટે, કૃપા કરી દર્શાવેલ લીંકની મુલાકાત લો.
00:40 સાથે જ તમારી પાસે ચાલતું (કાર્યરત) Internet જોડાણ પણ હોવું જોઈએ.
00:44 RESTful API શું છે?
00:47 RESTful API REpresentational State Transfer (i.e REST) તકનીક પર આધારિત છે.
00:55 તેને RESTful web service તરીકે પણ ઓળખવામાં આવે છે.
01:00 RESTful API એ બાહ્ય clients ને server પર ડેટા લાવવા, ઉમેરવા અથવા મોડીફાય કરવા માટે પદ્ધતિઓ પ્રદાન કરે છે.
01:08 ઉદાહરણ તરીકે: સમાન server નો ઉપયોગ કરીને, આપણે કાં તો મોબાઇલ એપ્લિકેશન અથવા ડેસ્કટોપ વેબસાઇટ વાપરીને બેંક વ્યવહાર કરી શકીએ છીએ.
01:17 RESTful API એક સામાન્ય હેતુસર વપરાતી API છે.
01:20 તો કોઈપણ એપ્લિકેશનો, જેવી કે અન્ય વેબસાઈટ, મૂળ mobile apps અને IoT devices તમારા server સાથે ડેટાની આપલે કરી શકે છે.
01:31 ચાલો પગલાં દર પગલે RESTful API implementation process શીખીએ.
01:37 આપેલ પગલાંઓ Bitnami Drupal Stack ને લાગુ પડે છે.
01:41 પરંતુ મોટા ભાગના પગલાઓ અન્ય બીજા Drupal સંસ્થાપનને પણ લાગુ થાય છે.
01:47 Step 1

પહેલા આપણે આપણી Drupal8 site ખોલીશુ અને જોઈતા core modules સંસ્થાપિત કરીશું.

01:55 આવું કરવા માટે, Extend ટેબ પર જાવ.
01:59 નીચે સ્ક્રોલ કરો અને WEB SERVICES વિભાગ પર જાવ.
02:03 આપેલ મોડ્યુલો પર ચેક માર્ક મુકો: HAL, HTTP Basic Authentication, RESTful Web Services અને Serialization.
02:15 ત્યારબાદ સક્રિય કરવા માટે, નીચેની તરફે આવેલ Install બટન પર ક્લીક કરો.
02:20 સાથે જ આપણને REST UI module ને મેન્યુઅલી (જાતે) સંસ્થાપિત કરવાની જરૂર છે.
02:25 મેં તેને પહેલાથી જ મારી મશીનમાં સંસ્થાપિત કર્યું છે અને સક્રિય કર્યું છે.
02:29 module ને કેવી રીતે સંસ્થાપિત કરવું છે તે જાણવા માટે, આ શ્રેણીમાંના Creating Dummy Content ટ્યુટોરીયલ મારફતે જાવ.
02:37 Step No. 2

આગળ આપણે REST client થી વિનંતીઓ સ્વીકારવા માટે REST resources કોન્ફિગર કરીશું.

02:45 આવું કરવા માટે, Configuration ટેબ પર જાવ. WEB SERVICES અંતર્ગત REST પર ક્લીક કરો.
02:52 REST resources પુષ્ઠ હવે દૃશ્યમાન થાય છે.
02:55 Content ના Edit બટન પર ક્લીક કરીને આપણે formats ને પ્રતિબંધિત કરીશું.
03:01 નીચે સ્ક્રોલ કરો. Accepted request formats અંતર્ગત, json પર ચેક માર્ક મુકો.
03:08 તેને સંગ્રહવા માટે નીચેની તરફે આવેલ Save configuration બટન પર ક્લીક કરો.
03:13 હવે આપણી Drupal siteREST client થી json format requests સ્વીકૃત કરશે.
03:19 Step No. 3

આગળ આપણે authenticated users માટે યોગ્ય પરવાનગીઓ સુયોજિત કરવી જરૂરી છે.

03:26 સામાન્ય રીતે, અહીં ત્રણ પ્રકારના usersRESTful API વાપરી શકે છે.
03:32 anonymous user
03:34 authenticated user અને
03:36 કન્ટેન્ટને મોડીફાય કરવાની પરવાનગીઓ ધરાવતા authenticated users
03:41 હવે, આપણે આપણું Drupal એક authenticated user માટે સુયોજિત કરીશું જે તેના પોતાના કન્ટેન્ટોને બનાવી શકે, એડીટ કરી શકે, અને રદ્દ કરી શકે.
03:50 આવું કરવા માટે, People ટેબ પર જાવ.
03:53 Permissions ટેબ પર ક્લીક કરો.
03:57 નીચે સ્ક્રોલ કરો અને AUTHENTICATED USER માટે, આપેલ પર ચેક માર્ક મુકો Basic Page: Create new content
04:04 Basic Page: Delete own content
04:07 Basic Page: Edit own content
04:10 નીચેની તરફે આવેલ Save permissions બટન પર ક્લીક કરો.
04:13 મેં authenticated users ને તેમના પોતાના કન્ટેન્ટો બનાવવા, એડીટ કરવા અને રદ્દ કરવા માટે સક્રિય કર્યા છે.
04:20 તમે પોતાની જરૂર અનુસાર permissions આપી શકો છો.
04:24 Step No. 4

હવે આપણને content type ની જરૂર છે જેના પર આપણે RESTful API ઈમ્પ્લીમેન્ટ કરવા ઇચ્છીએ છીએ.

04:32 Structure ટેબ પર જાવ અને Content types પર ક્લીક કરો.
04:37 હું RESTful API ને ઈમ્પ્લીમેન્ટ કરવા માટે Events content type વાપરીશ.
04:42 તમે તમારી જરૂર અનુસાર કોઈપણ content type વાપરી શકો છો.
04:47 Step No. 5

હવે આપણને આપણા Events content type માટે એક View ની જરૂર છે.

04:53 Views વિશે જાણવા માટે, આ શ્રેણીના Displaying Contents using Views ટ્યુટોરીયલ મારફતે જાવ.
05:00 નવું view બનાવવા માટે, આપેલ પર જાવ Structure અને Views.
05:06 Add view ક્લીક કરો અને તેને નામ આપો Events underscore view.
05:12 content of type બદલીને All થી Events કરો.
05:17 REST EXPORT SETTINGS અંતર્ગત, ચેક કરો Provide a REST export.
05:22 REST export path આપણે events તરીકે ટાઈપ કરીશું.
05:27 નીચેની તરફે આવેલ Save and edit બટન ક્લીક કરો.
05:30 હવે આપણે આપણા ઇવેન્ટો (બનાવો) નું ડિસ્પ્લે સુયોજિત કરીશું.
05:34 FORMAT વિભાગ અંતર્ગત, Show વિકલ્પમાં, Entity પર ક્લીક કરો.
05:39 દૃશ્યમાન થયેલા REST export ડાયલોગ બોક્સમાં, Fields વિકલ્પ પસંદ કરો.
05:45 Apply બટન પર ક્લીક કરો.
05:47 Row style options ડાયલોગ બોક્સમાં, સેટિંગ્સ (સુયોજનો) એવી જ રહેવા દો.
05:53 ત્યારબાદ Apply બટન પર ક્લીક કરો.
05:55 આનાથી આપણને આપણા view માં fields ઉમેરવા મળશે.
06:00 હવે આપણે આપણા Events content type ના તમામ fields ઉમેરી શકીએ છીએ.
06:04 Add બટન પર ક્લીક કરો.
06:06 આનાથી ઉપલબ્ધ fields ની યાદી ખુલશે.
06:10 Search બોક્સમાં, ટાઈપ કરો body.
06:13 યાદીમાંથી Body પસંદ કરો, ત્યારબાદ Add and configure fields બટન પર ક્લીક કરો.
06:20 Apply બટન પર ક્લીક કરો.
06:22 બીજું અન્ય ફીલ્ડ ઉમેરવા માટે ફરીથી Add બટન પર ક્લીક કરો.
06:27 id માટે શોધ કરો અને યાદીમાંથી ID પસંદ કરો.
06:32 Add and configure fields બટન પર ક્લીક કરો.
06:36 ત્યારબાદ Apply બટન પર ક્લીક કરો.
06:38 PATH SETTINGS અંતર્ગત, આપણે આપણા events view નો પાથ જોઈ શકીએ છીએ.
06:43 view ને સંગ્રહવા માટે આપણે Save બટન પર ક્લીક કરીશું.
06:47 Step No. 6

આગળ આપણે ડેટાને પુનઃપ્રાપ્ત કરવા માટે એક નવું view બનાવીશું.

06:54 Displays પેનલમાં Add બટન પર ક્લીક કરો.
06:59 REST export વિકલ્પ પસંદ કરો.
07:02 હવે ચાલો આપણે આ નવા view ને કોન્ફિગર કરીએ.
07:05 FORMAT વિભાગ અંતર્ગત, Entity પર ક્લીક કરો.
07:09 Fields વિકલ્પ પસંદ કરો અને Apply બટન પર ક્લીક કરો.
07:14 એ તમામ fields ચેક કરો જે આપણને આપણા content type માં જોઈએ છે.

અને Apply બટન પર ક્લીક કરો.

07:20 અહીં તમે જોઈ શકો છો કે આપણને જોઈતા fields હવે ઉમેરાઈ ગયા છે.
07:25 PATH SETTINGS અંતર્ગત, No path is set લીંક પર ક્લીક કરીને આપણે પાથ સુયોજિત કરીશું.
07:31 Path ફીલ્ડમાં, ટાઈપ કરો events slash percentage sign.
07:37 Percentage ચિન્હ એ વેલ્યુઓ રજુ કરવા માટે વપરાય છે જે contextual filter માટે વાપરવામાં આવશે.
07:44 નીચેની તરફે આવેલ Apply બટન પર ક્લીક કરો.
07:47 હવે, જમણી બાજુએ, ADVANCED વિકલ્પ પર ક્લીક કરો.
07:51 CONTEXTUAL FILTERS અંતર્ગત, Add બટન પર ક્લીક કરો.
07:56 આપણી node ને સંદર્ભિત કરવા માટે આપણે contextual filter માટે એક ID ઉમેરીશું.
08:00 id માટે શોધો અને યાદીમાંથી ID પસંદ કરો.
08:05 Apply બટન પર ક્લીક કરો.
08:07 અન્ય સેટિંગ્સ (સુયોજનો) ને એવી જ રહેવા દો.
08:10 ત્યારબાદ Apply બટન પર ક્લીક કરો.
08:13 આ કોન્ફિગરેશનને સંગ્રહવા માટે Save બટન પર ક્લીક કરો.
08:17 આ સાથે, આપણે Views નો ઉપયોગ કરીને આપણી Drupal સાઈટમાં RESTful API સફળતાપૂર્વક ઈમ્પ્લીમેન્ટ કરી દીધી છે.
08:24 શ્રેણીમાં પછીથી, આપણે REST Client વાપરીને આપણી RESTful API કેવી રીતે તપાસવી છે તે શીખીશું.
08:31 આ સાથે, અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
08:34 ચાલો સારાંશ લઈએ.
08:36 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા- RESTful API અને Views નો ઉપયોગ કરીને RESTful API નું ઈમ્પ્લીમેન્ટેશન (અમલીકરણ).
08:45 એસાઇનમેન્ટ તરીકે - Article content type પર RESTful API ઈમ્પ્લીમેન્ટ કરો.
08:51 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

08:58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.

વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો.

09:09 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઈઆઈસીટી, માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એમએચઆરડી) તથા એનવીએલઆઈ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
09:19 આ ટ્યુટોરીયલનું યોગદાન વિશાલ જિંદલ દ્વારા કરાયું છે. IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki