Drupal/C2/Creating-Dummy-Content/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Creating Dummy Content પરનાં સ્પોકન ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીઅલમાં આપણે devel module વાપરીને ડમી કંટેટ બનાવતા શીખીશું.
00:12 આ ટ્યુટોરીઅલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું:Ubuntu Operating System'Drupal 8' અને Firefox વેબ બ્રાઉઝર.તમે તમારા પસંદનું કોઈ પણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
00:25 આપણી ડ્રૂપલ સાઈટ બનાવતી વખતે એક વસ્તુની આપણને જરૂર એ છે કે તેમાં ઘણા બધા કંટેટ હોવા જોઈએ. તે આપણને layouts, views અને designs સમજવામાં મદદ કરશે.
00:36 પરંતુ આદર્શ રીતે, આપણે વાસ્તવિક કંટેટને વાપરવું ન જોઈએ. માનો કે, આપણને Content type, કે field બદલવુ છે.
00:44 સમસ્યા એ છે કે આપણને વાસ્તવિક કંટેટમાં જઈને એડિટ કરવું પડશે, જે કે સમયની બરબાદી છે.
00:50 પણ આ પગલું અત્યંત મહત્વપૂર્ણ છે. આપણને આપણું કંટેટ ટાઈપ ચકાસવું જોઈએ જેથી એ ખાતરી થાય કે તે આપણને જોઈતા પ્રમાણે કામ કરી રહ્યું છે કે નહીં.
00:57 આપણે અત્યાર સુધી ફક્ત અમુક પ્રકારના ફિલ્ડ્સ આવર્યા છે.
01:01 Cincinnati node આ રહી. Cincinnati group તેમની મુલાકાત માટે ફી વસૂલવા માંગે છે.
01:07 અને તેઓને આ સાઈટ પર મૂકવું છે.
01:10 પૈસા માટે આપણે decimal વાપરી શકીએ છીએ, અથવા કે integer જે કે પૂર્ણ સંખ્યા છે.
01:15 માનો કે તમે ઈંટીજર પસંદ કર્યું છે. કારણકે તેઓ ફક્ત 10 ડોલર વસુલે છે પણ પછીથી તેઓ 10.99 ડોલર વસૂલવાનું કહે છે.
01:24 તો પછી આપણે મુશ્કેલીમાં છીએ.
01:26 ઈંટીજરને ડેસીમલમાં બદલી શકાતું નથી , ખાસ કરીને જો આપણે પહેલાથી કંટેટ ઉમેર્યું હોય.
01:32 અને તેથી આ એ વસ્તુઓ છે જે આપણે પહેલેથી યોજના કરવાની જરૂર છે.
01:37 આ તમામને આપણે નકલી કંટેટ વાપરીને તપાસી શકીએ છીએ. આપણી તપાસણી પૂર્ણ થયા પછીથી, આને સરળતાથી દાખલ કરી શકાય છે, અને સરળતાથી રદ્દ કરી શકાય છે.
01:48 આ યાદ રાખો - આપણને સેંકડો વાસ્તવિક કંટેટ નથી જોઈતા પરંતુ ફક્ત કેટલાક નકલી કંટેટ જોઈએ છે.
01:54 આ સમસ્યાનો ઉકેલ છે Devel module. drupal.org/project/devel પર જાવ.
02:02 હજુ સુધી, આપણે મોડ્યુલ્સ વિશે વાત કરી નથી અથવા આપણી ડ્રૂપલ વેબ સાઈટને હજુ સુધી વિસ્તારિત કરી નથી. આ બધું આપણે આવનારા ટ્યૂટોરીયલોમાં કરીશું.
02:11 પરંતુ અહીં આપણે Devel Module ને ઈંસ્ટોલ કરતા અને વાપરતા શીખીશું. આ આપણને વિચાર આપશે કે Drupal Modules કેટલું સામર્થય આપણને આપી શકે છે.
02:21 નીચે તરફ સ્ક્રોલ કરીને Download વિભાગ જુઓ. આ સ્ક્રીન કદાચિત તમારી સ્ક્રીન કરતા તદ્દન જુદી દેખાય શકે છે.
02:28 Drupal 8 dot x આવૃત્તિ લીલા વિસ્તાર મૂકી હોઈ શકે છે. તેથી તમે તેને ક્લિક કરો એ ખાતરી કરી લો.
02:34 જો નથી તો Development release પર ક્લિક કરો.
02:38 હવે આ કરવાનાં બે માર્ગો છે. આપણે તેને ડાઉનલોડ કરી શકીએ છીએ, પણ તેનાથી ઘણી વણજોઈતી ફાઈલો આપણા ડેસ્કટોપ પર આવી જશે.
02:44 અથવા આપણે જમણું ક્લીક કરી શકીએ છીએ. અને આપણા બ્રાઉઝર પાર આધાર રાખીને, આપણે Copy Link અથવા Copy Link Location જોશું.
02:53 બંનેમાંથી કોઈપણ રીતે, .tar ફાઈલના લીંકને ક્લીક કરો અથવા કે .zip ફાઈલ. પણ આ dev ફાઈલ પર ક્લીક ન કરો, કારણ કે તે કામ કરશે નહીં.
03:01 આ વાસ્તવિક ફાઈલનાં લીંકો છે.
03:04 એકવાર આપણને તે મળ્યાબાદ, આપણી site પર પાછા આવીએ. ક્લીક કરો Extend અને Install new module .
03:11 Install from a URL ફિલ્ડમાં URL પેસ્ટ કરો. તમારી પાસે જો સારું ઈન્ટરનેટ જોડાણ હોય તો, તમે URL માંથી સંસ્થાપિત કરી શકો છો.
03:22 નહીં તો, તમારી સુવિધા માટે, આ પુષ્ઠ પર Code Files લીંકમાં devel પેકેજ આપવામાં આવ્યો છે.
03:31 તેને ડાઉનલોડ કરો અને Choose File વિકલ્પ વાપરીને તેને અપલોડ કરો. છેલ્લે, Install ક્લીક કરો.
03:41 હવે, Enable newly added modules પર ક્લીક કરો.
03:45 તેને મીનીમાઇઝ કરવા માટે CORE પર ક્લીક કરો. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરો.
03:50 DEVELOPMENT બ્લોક અંતર્ગત, આપણે Devel અને Devel generate જોઈ શકીએ છીએ. હમણાં માટે બીજા અન્યને અવગણો.
03:57 Devel અને Devel generate માં ચેકમાર્ક મુકો. ત્યારબાદ, નીચેની તરફ સ્ક્રોલ કરો અને Install ક્લીક કરો.
04:05 યાદ રહો Drupal માં, આપણને હંમેશા એ વાતની ખાતરી રાખવી પડે છે કે આપણે Save, Install, વગેરે પર ક્લીક કરતા રહીએ.
04:12 આપણને એક લીલો સંદેશ અહીં મળવો જોઈએ – 2 modules have been enabled
04:17 તમને જો કોઈ સાવધાની સંદેશ લાલ રંગમાં દેખાય તો ચિંતા ન કરો, જ્યાં સુધી તે કોઈ એક ગંભીર એરર ન હોય.
04:23 કન્ટેન્ટનો પૂર્ણ ગુચ્છો ઉત્પન્ન કરવા માટે, Configuration પર ક્લીક કરો. ત્યારબાદ ડાબા હાથે, આપણને Generate content લીંક દેખાશે. તેના પર ક્લીક કરો.
04:34 હવે, જોઈતી તપાસણી કરવા માટે, આપણે જોઈએ એટલા કન્ટેન્ટ ઉત્પન્ન કરવા માટે સમર્થ રહીશું.
04:41 આપણે પસંદ કરીશું Events અને User Groups, કારણ કે તપાસ માટે આ 2 Content types ની જરૂર છે.
04:47 , અહીં "Delete all content in these content types before generating new content" છે. આ નકલી કન્ટેન્ટને રદ્દ કરવા માટે છે.
04:56 એક ચેકમાર્ક મૂકીએ અને 0 (zero) nodes ઉત્પન્ન કરીએ. આનાથી તમામ Events અને User Groups રદ્દ થશે.
05:05 તે એને પણ સમાવેશ કરશે જે આપણે પોતેથી બનાવ્યો હતો. ઉદાહરણ તરીકે - આપણું Cincinnati User Group પણ જતું રહેશે જો આપણે આ કર્યું હોત.
05:15 તો, ચાલો તેને અનચેક કરીએ. ચાલો 50 nodes ઉત્પન્ન કરીએ.
05:20 એક year પાછળ જાવ.
05:22 આપણી નોડસ પર આપણી પાસે કોઈપણ comments નથી.
05:25 Maximum number of words in titles ને 2 કરો. જો તમે તે નથી કરતા તો, આ ઘણી બધી લાંબી Lorem Ipsum ટેક્સ્ટ ઉત્પન્ન કરશે.
05:35 Generate ક્લીક કરો. તરત જ, આપણને સફળતાનો સંદેશ મળે છે. તે કામ કરે છે કે નહીં તે જોવા માટે, Content પર ક્લીક કરો.
05:44 અહીં 50 નવા નોડોની યાદી છે - અર્ધા Events અને અર્ધા User groups.
05:50 તેમાંથી કોઈ એક પર ક્લીક કરો અને આપણે જોશું કે - Devel Description, Event Logo માં, ઘણી બધી ટેક્સ્ટ ઉત્પન્ન કરી છે.
05:57 નકલી Event Website, Date, એ એકાદ User Groups ને Sponsor તરીકે પસંદ કર્યું છે અને અમુક Event Topics પસંદ કર્યા છે.
06:08 આપણી site સાથે જે આપણને કરવાની જરૂર છે તે આપણા layouts, આપણી views અને તમામ બીજી વસ્તુઓ આપણે હવે કરી શકીએ છીએ.
06:15 નકલી કન્ટેન્ટ ઉત્પન્ન કરીને Devel એ આપણો ઘણો બધો સમય બચાવવામાં મદદ કર્યું છે.
06:20 ડ્રૂપલની આ એક મહાન વિશિષ્ટતા છે, જે કે drupal.org પરથી ડાઉનલોડ કરેલ Module માંથી પ્રદાન કરવામાં આવી છે. આને Contributed Modules કહેવાય છે. આના વિશે આપણે પછીથી શીખીશું.
06:32 અહીં આપણું આ ટ્યુટોરીઅલ સમાપ્ત થાય છે.
06:35 ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા devel મોડ્યુલ્સ વાપરીને નકલી કંટેટ બનાવતા
06:48 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત કરાયો છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત થયો છે. .
06:57 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
07:03 સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો.
07:11 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આપેલ દ્વારા ફાળો અપાયેલ છે:NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture, Government of India.
07:23 આઈઆઇટી બોમ્બે તરફથી હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki