Digital-India/C2/Use-SBI-pay-app/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 SBI Pay app કેવી રીતે ઉપયોગ કરવો તે પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું - પૈસા ટ્રાન્સફર કરતા અને
00:12 SBI Pay app નો ઉપયોગ કરીને તમારા બધા લેવડદેવડ નું ટ્રેક રાખતા.


00:18 પહેલાનું ટ્યુટોરીયલ વેબસાઈટ પર છે, જેમાં આપણે શીખ્યા SBI Pay app પર રજીસ્ટર કેવી રીતે કરવું.
00:27 નોંધ લો કે આ ટ્યુટોરીઅલ ને તમે જોઈને સમજ્યા અને SBI Pay app ને તમારા ફોન પર ઇન્સ્ટોલ કર્યું.


00:35 ઇંસ્ટોલિંગ કર્યા પછીથી બધા એક વખતનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી છે.
00:41 જે છે SBI Pay app નો પાસવર્ડ અને MPIN .
00:47 ચાલો હવે શીખીએ કે SBI Pay app નો ઉપયોગ કેવી રીતે કરવો.
00:52 અહીં દેખાડ્યા પ્રમાણે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર SBI Pay ને શોધો.


00:59 અહીં ડેમોન્સ્ટ્રેડ કર્યું છે તે રીતે આઇકન પસંદ કરીને એપ ને ખોલો.


01:05 રજીસ્ટ્રેશન કરતી વખતે જે પાસવર્ડ તમે બનાવ્યો હતો તે માટે પૂછે છે તેને દાખલ કરો.
01:11 ચાલો તે કરીએ અને Submit બટન પર ક્લિક કરો.
01:15 એપ તમને આગળની સ્ક્રીન લઇ જશે જે છે મેઈન મેનુ.
01:21 ચાલો હવે શીખીએ SBI Pay app નો ઉપયોગ કરીને પૈસા કેવી રીતે ટ્રાન્સફર કરવા.


01:27 Pay વિકલ્પ પસંદ કરો.
01:30 એપ તમને આ પેજ પર લઇ આવશે.
01:33 અહીં તમે જે બેંક ખાતા થી પૈસા ચુકવવા છે તે ખાતું પસંદ કરો.


01:39 જે બેંક ખાતું તમે પહેલા રજીસ્ટર કર્યું હતું તે આ યાદીમાં દેખાય છે.


01:44 તે ખાતા ને પસંદ કરો.
01:47 Payee’s Virtual Address માં નાણાં લેનારની સંબંધિત વિગત દાખલ કરો.
01:53 કૃપા કરીને નોંધ લો - નાણાં લેનારે પણ પોતાના ફોન માં SBI Pay ને રજીસ્ટર કર્યું હોવું જોઈએ.


01:59 એપ તુરંતજ તેની વિગતો નું પુષ્ટિકરણ કરે છે.
02:03 અને પોતેથી નાણાં લેનાર નું નામ દેખાડે છે.
02:07 Remarks ફિલ્ડમાં આગળના સંદર્ભ માટે તમે કોઈ પણ રિમાર્ક લખી શકો છો.


02:14 પછી Transaction Amount ફિલ્ડમાં રકમ દાખલ કરો.


અને Pay બટન પસંદ કરો.

02:22 એપ તમને MPIN દાખલ કરવા માટે પૂછે છે.
02:26 ચાલો અહીં MPIN દાખલ કરીએ.
02:30 અને , Submit બટન પર ક્લિક કરો.
02:32 રાહ જુઓ જો તમને બફરીંગ ચિન્હ દેખાય છે.
02:36 હવે તમને સફળતાનો મેસેજ તમારા સ્ક્રીન પર મળે છે.
02:41 ટ્રાન્સેક્શન નાની માહિતી નો મેસેજ પણ તમને તમારા બેંક દ્વારા પ્રાપ્ત થાય છે.


02:48 આ દેખાડે છે કે તમારું ટ્રાન્સેક્શન પૂર્ણ થયું.
02:52 જે પૈસા તમે ટ્રાન્સફર કર્યા છે તે લેનારને મળે છે.
02:56 આ રીતે આપણે SBI Pay app નો ઉપયોગ કરીને પેમેંટ કરી શકીએ છીએ.
03:01 ચાલો મેઈન મેનુ પર પાંચ જઈએ.
03:04 મેઈન મેનુ માંથી My UPI Transactions વિકલ્પ પસંદ કરીને તમે તમારા બધા વ્યવહારો જોઈ શકો છો.


03:13 આ વ્યવહાર જે આપણે હમણાં જ કર્યો હતો.
03:18 અહીં બતાડ્યા પ્રમાણે જે રકમ મેળવી રહ્યું છે તેને પણ તેના બેંક પાસેથી SMS મળે છે.


03:25 તે મેઈન મેનુમાં થી My UPI Transactions ને વાપરીને પણ સમાનની તપાસ કરી શકે છે.


03:33 આ આપણને ટ્યુટોરીયલના અંતમાં લાવે છે.
03:38 ચાલો સારાંશ લઈએ.
03:39 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા -

SBI Pay app નો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફર કરતા અને તમારા બધા નાણાંકીય વ્યવહારો નું ટ્રેક રાખતા.


03:50 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટિમ વિવિધ માહિતીઓ અને સામાન્ય જાગૃતિ વિષયો પર ઓડીઓ -વિડિઓ ટ્યુટોરીયલ બનાવે છે. અને ટ્રેનિંગ પ્રોગ્રામ પણ કરે છે.



04:03 પૂર્ણ યાદી વિષયો માટે આ સાઈટ ની મુલાકાત લો http://spoken-tutorial.org
04:11 વધુ વિગતો માટે અમને લખો. contact@spoken-tutorial.org

આશા કરું છું કે આ ટ્યુટોરીયલ મદદરૂપ છે .

04:21 આઈ આઈ ટી બોમ્બે તરફથી હું જ્યોતિ સોલંકી વિદાઈ લઉ છું.ધન્યવાદ.

Contributors and Content Editors

Jyotisolanki, Nancyvarkey