Digital-Divide/D0/Printer-Connection/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 પ્રીંટર જોડાણ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે પ્રીંટરને કમ્પ્યુટર સાથે જોડાણ કરતા શીખીશું.
00:11 આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું
00:13 ઉબુન્ટુ લિનક્સ ૧૨.૧૦ ઓએસ
00:17 અને કેનન પ્રીંટર(Cannon printer)
00:20 ચાલો હું તમને કમ્પ્યુટરનાં વિવિધ ઘટકોથી પરિચય કરાવું.
00:25 આ છે 'સીપીયુ(CPU)
00:27 મોનીટર(Monitor)
00:29 કીબોર્ડ(Keyboard), માઉસ(Mouse)
00:32 અને પ્રીંટર(Printer)
00:34 ચાલો સીપીયુ તરફ જોઈએ.
00:41 ઘણા સીપીયુ માં, કેટલાક યુએસબી પોર્ટ આગળની બાજુએ હોય છે
00:46 અને કેટલાક પાછળની બાજુએ.
00:49 હવે, ચાલો આપણા પ્રીંટર પર નજર ફેરવીએ.
00:53 સામાન્ય રીતે પ્રીંટરનાં આગળનાં અથવા ઉપરનાં ભાગ પર એક પાવર સ્વીચ હોય છે.
01:00 અને પ્રીંટરની પાછળની બાજુએ પાવર સ્લોટ અને યુએસબી પોર્ટ હોય છે.
01:11 પ્રીંટરનું જોડાણ કમ્પ્યુટર સાથે કરવા માટે, આપણને યુએસબી કેબલનો ઉપયોગ કરવો પડશે.
01:16 ચાલો પ્રીંટર સાથે યુએસબી કેબલ જોડીએ.
01:22 હવે ચાલો યુએસબી કેબલનાં બીજા છેડાને, સીપીયુ નાં યુએસબી પોર્ટ માં જોડીએ.
01:30 હવે, આપણું પ્રીંટર કમ્પ્યુટર સાથે જોડાઈ ગયું છે.
01:33 પ્રીંટર પરનાં પાવર બટનને દબાવો.
01:37 હવે, આપણા કમ્પ્યુટરની મદદથી ચાલો પ્રીંટરને કોનફીગર કરીએ.
01:43 ચાલો ડેસ્કટોપ પર જઈએ.
01:46 લોન્ચર બાર' નાં ઉપરની બાજુએ ડાબા હાથે આવેલ, ડેશ હોમ આઇકોન પર ક્લિક કરો.
01:53 સર્ચ બાર' માં, Printing ટાઈપ કરો
01:58 પ્રીંટર આઇકોન દેખાશે.
02:02 તે પર ક્લિક કરો.
02:04 ઉબુન્ટુની જૂની આવૃત્તિમાં, ક્લિક કરો
02:07 System (સીસ્ટમ), Administration(એડમિનિસ્ટ્રેશન)
02:09 અને Printing.(પ્રિન્ટીંગ)
02:12 હવે, પ્રિન્ટીંગ ડાયલોગ બોક્સ દૃશ્યમાન થાય છે.
02:16 તે દર્શાવે છે - There are no printers configured yet.
02:21 ઉપર ડાબે ખૂણે, એક Add નામનું બટન, તેના પર લીલા પ્લસની નિશાની ધરાવતું છે. તેના પર ક્લિક કરો.
02:30 તે New Printer ડાયલોગ બોક્સ ખોલશે.
02:34 ડાબા હાથની બાજુએ, કમ્પ્યુટર સાથે જોડાયેલ પ્રીંટર ઉપકરણોની યાદી દૃશ્યમાન થાય છે.
02:42 અહીં, ચાલો આપણું પ્રીંટર પસંદ કરીએ, દા.ત., કેનન પ્રીંટર અને ફોરવર્ડ પર ક્લિક કરીએ.
02:51 ત્યારબાદ તે આપમેળે ડ્રાઈવર માટે શોધ કરવાનું શરુ કરશે.હું Cancel પર ક્લિક કરીશ.
02:59 હવે, ડાયલોગ બોક્સ Choose Driver વિકલ્પ પર જશે.
03:04 Default વિકલ્પ મોટા ભાગનાં કિસ્સામાં કામ કરશે.
03:08 જો કે, મારી પાસે કેનન પ્રીંટર છે, તેથી આ યાદીમાં, તે મૂળભૂત રીતે પસંદ થાય છે.
03:16 હવે Forward પર ક્લિક કરો.
03:19 Model પેજમાં, મારું પ્રીંટર મોડેલ આપમેળે શોધાયેલ છે.
03:26 તે કૌંસમાં, Recommended તરીકે દર્શાવાયું છે.
03:31 એ સાથે જ Drivers વિભાગમાં, તે મારા પ્રીંટર માટે અનુરૂપ ડ્રાઈવર દર્શાવે છે.
03:38 હવે, ફરીથી Forward પર ક્લિક કરો.
03:42 હવે, આપણને આપણા પ્રીંટરને વર્ણન કરવા માટે પૂછવામાં આવે છે - પ્રીંટરનું નામ અને તેનું સ્થાન.
03:49 હું તેને Default તરીકે રાખીશ અને Apply પર ક્લિક કરીશ.
03:53 આપણું પ્રીંટર સફળતાપૂર્વક કમ્પ્યુટરમાં ઉમેરાઈ ગયું છે.
04:00 એક મેસેજ દ્રશ્યમાન થાય છે "Would you like to print a test page?"
04:04 ચાલો Print Test Page વિકલ્પ પર ક્લિક કરીએ.
04:08 એક પોપ અપ મેસેજ સાથે દ્રશ્યમાન થશે.
04:12 "Submitted - Test Page submitted as Job..." અને તેનો ક્રમાંક.
04:18 OK પર ક્લિક કરો.
04:20 ફરીથી Printer Properties ડાયલોગ બોક્સમાં OK પર ક્લિક કરો.
04:24 પ્રીંટરમાંથી આ આપણી ટેસ્ટ પ્રિન્ટ છે.
04:29 આપણું પ્રીંટર હવે ડોક્યુંમેંટોને પ્રીંટ કરવા માટે તૈયાર છે.
04:34 ચાલો Printer ડાયલોગ બોક્સને બંધ કરીએ.
04:37 ચાલો હું ઝડપથી ડેમોનસ્ટ્રેટ કરું અને ડોક્યુંમેંટને પ્રીંટ કેવી રીતે કરવું.
04:42 એક ડોક્યુંમેંટ ખોલો.
04:45 ત્યારબાદ, Ctrl અને P કી એકસાથે દબાવો.
04:49 Print ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
04:53 નોંધ લો કે જોડાણ થયેલ પ્રીંટર મૂળભૂત રીતે પસંદ કરાયેલ છે.
04:58 આ ડાયલોગ બોક્સમાં, આપણી પાસે અનેક વિકલ્પો છે.
05:03 Range આપણને આપણે જે પ્રીંટ કરવા માટે ઈચ્છીએ છીએ તે પુષ્ઠોની શ્રેણી પસંદ કરવાની પરવાનગી આપે છે.
05:08 Range હેઠળ કેટલાક વિકલ્પો ઉપલબ્ધ છે.
05:12 All pages વિકલ્પ ડોક્યુંમેંટમાંનાં તમામ પુષ્ઠ ને પ્રીંટ કરે છે.
05:16 Current page વિકલ્પ ફક્ત વર્તમાન પસંદ કરેલ પુષ્ઠને પ્રીંટ કરે છે.
05:22 Pages વિકલ્પ આપણી વિગતવર્ણન અનુસાર પુષ્ઠોને પ્રીંટ કરે છે, ઉદાહરણ તરીકે, ૩-૪.
05:31 આગળ, ચાલો Copies હેઠળ ઉપલબ્ધ વિકલ્પો જોઈએ.
05:36 Copies વિકલ્પ એ છે જ્યાં આપણે આપણને ઈચ્છિત પ્રમાણમાં જોઈતી પ્રીંટ પસંદ કરીએ છીએ.
05:42 જો આપણે Copies ને 2 માં બદલીએ છીએ, ત્યારે પસંદ કરાયેલ પુષ્ઠની 2 નકલો પ્રીંટ થશે.
05:49 અને Print બટન પર ક્લિક કરો.
05:52 જો તમે તમારું પ્રીંટર બરાબર રીતે કોનફીગર કર્યું છે, તો તમારું ડોક્યુંમેંટ પ્રીંટ થવાનું ચાલુ થશે.
05:58 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે, આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
06:05 પ્રીંટરને કમ્પ્યુટરથી જોડાણ કરવું
06:07 પ્રીંટર સુયોજનોને કોનફીગર કરવું
06:10 ડોક્યુંમેંટ પ્રીંટ કરવું
06:12 અને એ સાથે જ આપણે ઉપલબ્ધ વિવિધ પ્રીંટ વિકલ્પો વિશે શીખ્યા.
06:17 આ માહિતી ઉપયોગી હતી એવી અમે આશા રાખીએ છીએ.
06:20 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
06:24 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
06:27 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
06:32 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ- સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે

જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે

વધુ વિગત માટે, contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો

06:49 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.

જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.

આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે:

07:10 જોવા બદ્દલ આભાર.
07:12 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble, Ranjana