Digital-Divide/D0/Oral-Dental-Hygiene-and-Care/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:02 | રામુ સવારે ઉઠયો અને શાળા માટે તૈયાર થવા માટે શરૂ થાય છે. |
00:08 | તે ઊંઘમાં છે, પરંતુ બ્રશ લઇ, પેસ્ટ લગાવી બ્રશ કરવાનું શરૂ કરે છે. |
00:15 | તે ઝડપથી બ્રશ કરે છે કારણ કે તેને શાળા જવા માટે જલ્દી છે. |
00:20 | તે કોગળા કરે છે અને સ્નાન માટે જલ્દીથી જાય છે. અને તૈયાર થાય છે. |
00:25 | રામુની માતા તેને નાસ્તા માટે બોલાવે છે. |
00:28 | રામુ નાસ્તો ખાય છે. |
00:31 | ખોરાક તેના દાંત વચ્ચે અટકી જાય છે અને તે મોટેથી બુમ પાડે છે. |
00:36 | માતા તેને પાણી આપે છે અને શાળા માટે જલ્દીથી જવા માટે કહે છે કારણ કે તે પહેલેથી જ મોડો છે. |
00:43 | રામુને, હજી પણ દુખાવો છે, તે તેનું બેગ લઇ ઘરમાંથી નીકળે છે. |
00:48 | તે તેના માર્ગ પર એક મિત્રને મળે છે. |
00:51 | તેને દુખાવામાં જોઈ, તેમનો મિત્ર સુરેશ, તેને શું થયું છે એમ પૂછે છે. |
00:56 | રામુ બનેલ ઘટનાનું વર્ણન કરે છે. |
00:59 | સુરેશ શાંતિથી રામુને સાંભળે છે. |
01:02 | તે પછી તેના પડોશમાં રહેતા એક દંત ચિકિત્સક કાકા વિશે તેને કહે છે. |
01:07 | સુરેશ રામુ શાળા પછી દંત ચિકિત્સક કાકા પાસે લઇ જવા માટે વચન આપે છે. |
01:13 | ડિજીટલ ડીવાઈડ બ્રીજીંગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે |
01:18 | અહીં આપણે મુખની સારી સ્વચ્છતા, પ્રાથમિક કાળજી જાળવણી અને દંત ચિકિત્સકની સલાહ લેવા વિષે વાત કરીશું. |
01:27 | શાળાથી પાછા આવતી વખતે સુરેશ અને રામુ દંત ચિકિત્સકને મળે છે. |
01:33 | દંત ચિકિત્સક રામુનો દાંત તપાસે છે અને તેમને જાણ કરે છે કે તેઓ એક નાનું પોલાણ ધરાવે છે. |
01:39 | તે પછી બાળકોને પોલાણ થવા માટેના કારણો કહે છે. |
01:45 | દાંત વચ્ચે ખોરાક અટકવાથી, |
01:48 | યોગ્ય રીતે દાંત સાફ ન કરવાથી, |
01:52 | વધુ પ્રમાણમાં સાઇટ્રિક એસિડ ધરાવતા હળવા પીણાંથી, |
01:57 | દંત ચિકિત્સક પછી આ પ્રકારના દુખાવા ટાળવા માટે મદદ કરનાર પગલાં સૂચવે છે. |
02:04 | ખનિજ અને કેલ્શિયમ સમૃદ્ધ ખોરાક ખાવું. |
02:08 | * યોગ્ય રીતે તમારા દાંત સાફ કરવા. |
02:11 | * દિવસમાં બે વખત બ્રશ કરવું. |
02:14 | * દર ભોજન પછી કોગળા કરવા. |
02:17 | દર છ મહિને ડેન્ટલ મુલાકાત માટે આવે છે તે બધા વયના જૂથો માટે સારૂ માનવામાં આવે છે. |
02:24 | દંત ચિકિત્સકની મુલાકાત લો |
02:25 | * જો દાંત અસમાન, ગીચ અથવા ખીચદા વાળા હોય, |
02:31 | * દાંતમાં પોલાણ હોય તો. |
02:34 | * જો તમારા દાંત ગરમ અને ઠંડા ખોરાક માટે સંવેદનશીલ છે. તો આ સાફ કરવા માટેની કેટલીક તરકીબો છે. |
02:38 | * ધીમેધીમે ચાવવાના વિસ્તારની બાહ્ય અને આંતરિક બાજુ પર બ્રશ કરો. |
02:45 | * સારા શ્વાસની જાળવણી રાખવા માટે અને અને જંતુઓથી દૂર રહેવા માટે જીભ પણ સાફ કરો. |
02:53 | મેચિંગ વૈકલ્પિક * Miswak એક peelu વૃક્ષના ડાળખા માંથી કાપેલી ચ્યુઇંગ સ્ટીક છે. |
02:58 | * આ સ્ટીક ચાવવાની જરૂર છે. |
03:01 | * પછી આ ચાવેલ સ્ટીક કુદરતી બ્રશ તરીકે ઉપયોગ કરી શકાય છે.
|
03:06 | યાદ રાખો, તમારા દાંતની કાળજી લેવી, અને સમય સમય પર દંત ચિકિત્સકની મુલાકાત લેવી મુખની સ્વચ્છતા જાળવવા માટે મદદ કરે છે. |
03:14 | અમને સાંભળવા બદલ આભાર અને સુરક્ષિત રહો. |
03:17 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
03:24 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
03:29 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
03:35 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
03:48 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
03:46 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
03:51 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
03:57 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, http://spoken-tutorial.org/NMEICT-Intro |
04:14 | આ ટ્યુટોરીયલ માટે એનિમેશન ઉડયા ચંદ્રિકા દ્વારા કરવામાં આવેલ છે |
04:21 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |