Digital-Divide/D0/First-Aid-on-Snake-Bite/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:02 તમારામાંથી ઘણાં તમારા ગામડામાંના આ દૃશ્યથી પરિચિત હશો - બાળકોનું એક જૂથ ખુલ્લા વિસ્તારમાં રમી રહ્યું છે.
00:11 આ બાળકને જુઓ, જે દડાની પાછળ જઈ રહ્યો છે.
00:13 તે નજીક આવેલ નાના ઝાડવાં વિસ્તારમાં દાખલ થાય છે.
00:16 તેને એક સાપ દેખાય છે.
00:18 એજ સમયે, તે તેનાં છુપાવા માટે સરકે છે.
00:22 ગભરાયેલ બાળક પથ્થર ફેંકીને સાપને ભગાવવાનો પ્રયાસ કરે છે.
00:27 સાપ સરકીને જતો નથી.
00:30 એનાં બદલે તે બાળકની તરફ વળે છે અને તેને પગ પર કરડે છે.
00:34 બાળક મદદ માટે ચીસ પાડે છે.
00:36 તેનાં મિત્રો મદદ માટે તેની તરફ દોડે છે..
00:40 તેઓ પગ પર બે લાલ નિશાન જુએ છે.
00:43 તેઓ બાળકને ઝાંડવાંમાથી ખેંચી કાઢે છે.
00:46 અહીં ખળભળાટ છે.
00:48 બધાજ બાળકો પ્રાથમિક ઉપચાર વિશે જુદા જુદા વિકલ્પો આપે છે.
00:53 અહીં સાપ ડંખ વિશે પ્રાથમિક ઉપચારનાં જાણનું મહત્વ સામે આવે છે.
00:58 સાપ ડંખ પર પ્રાથમિક ઉપચાર પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
01:03 આ ટ્યુટોરીયલમાં આપણે જોઈશું
01:05 * પ્રાથમિક ઉપચારનું કેટલું મહત્વ છે. અને
01:08 * સાપ ડંખ પર પ્રાથમિક ઉપચાર કેવી રીતે આપવું.
01:12 પ્રાથમિક ઉપચાર માહિતી પર જઈએ એ પહેલા,
01:16 આપણે પુન:અવલોકન કરીશું કે બાળકોનાં જુથે તેમનાં મિત્રને બચાવવાં માટે શું કર્યું હતું.
01:20 તેમણે બાળકને નીચે સુવડાવ્યો હતો.
01:23 અને ત્યારબાદ તેને દવાખાનામાં ખસેડવાં માટે મોટા માણસોની મદદ લીધી.
01:29 ત્યારબાદ તેમણે ઘા ફરતે એક કપડું બાંધ્યું.
01:33 શું તે યોગ્ય પ્રાથમિક ઉપચાર હતો?
01:36 હા! એક રીતે આ યોગ્ય હતું.
01:40 આ કિસ્સામાં, દવાખાનું ખુબ દૂર ન હતું.
01:43 તેથી બાળકને તબીબી સહાય સમયસર મળી ગયી.
01:47 સાપ ડંખની પરિસ્થિતિમાં પ્રાથમિક ઉપચાર આપવાની યોગ્ય રીત આ પ્રમાણે છે -
01:52 વ્યક્તિને સમતલ સપાટી પર સુવડાવો.
01:56 અસરગ્રસ્ત ભાગ પર કપડું લપેટો.
02:00 આ પ્રાથમિક ઉપચારનો પ્રાથમિક હેતુ ઝેરને શરીરમાં પરિભ્રમણ થતું રોકવાનો છે.
02:08 અને આપણે ઘા ફરતે કપડું કેવી રીતે લપેટવું જોઈએ?
02:11 પગનાં ઉપરનાં ભાગથી લપેટવાનું શરૂ કરો અને નીચેની તરફ વધો.
02:16 આગળની સારવાર માટે વ્યક્તિને તરત નજીકનાં દવાખાને લઇ જાવ.
02:21 આ રીતે, સમયસર આપેલ પ્રાથમિક ઉપચાર ઘણાં નુકસાન અટકાવે છે.
02:27 યાદ રાખો, અયોગ્ય પ્રાથમિક ઉપચાર વ્યક્તિની પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.
02:32 સાપ ડંખની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ
02:35 - સૌપ્રથમ પીડિત વ્યક્તિને નીચે સુવડાવો.
02:38 જયારે તમે કપડું લપેટો છો ત્યારે સેજ દબાણ આપો
02:42 અને સાપ ડંખની પરિસ્થિતિમાં શું ન કરવું જોઈએ
02:45 - કરડેલી જગ્યા પાસેથી ચામડી અથવા માંસને કાપવું નહી.
02:50 - કરડેલી જગ્યા પર અથવા તેની આજુબાજુ બરફ લગાડવો નહી.
02:53 વ્યક્તિને વીજળીનાં ઝાટકા આપવાં નહી.
02:57 કરડેલી જગ્યામાંથી લોહી અથવા ઝેરને ચૂસવાનો પ્રયાસ કરવો નહી અને
03:03 કપડાને વધુ ચુસ્ત બાંધવું નહી. તેનાંથી સડો થઇ શકે છે.
03:07 આ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનાં પહેલનો બ્રીજ ધ ડીજીટલ ડીવાઈડ નો એક ભાગ છે.
03:13 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર વધુ જાણકારી માટે
03:16 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
03:22 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
03:25 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
03:29 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
03:34 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
03:38 વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
03:44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર' પ્રોજેક્ટનો એક ભાગ છે.
03:48 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
03:55 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે://spoken-tutorial.org\NMEICT-Intro
04:02 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Mousumi, Pratik kamble, Ranjana