Digital-Divide/C2/Compose-Options-for-Email/Gujarati
From Script | Spoken-Tutorial
|
|
00:01 | Compose Options for Emails. પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
00:10 | ઈમેઈલ પ્રાપ્ત કરવા વિષે જેમ કે To, Cc, Bcc. |
00:16 | ઈમેઈલ ટેક્સ્ટને ફોરમેટ કરતા. |
00:19 | ઈમેઈલ ને ફાઈલ અટેચટ કરવું. |
00:22 | Google Drive દ્વારા ફાઈલ શેર કરતા. |
00:25 | ઈમેઈલમાં ફોટો અથવા લીંક ઉમેરતા. |
00:29 | અને Compose window વિકલ્પ વિષે. |
00:33 | આ ટ્યુટોરીયલ માટે તમને ઈન્ટરનેટ કનેક્શન ની જરુયાત હશે. |
00:38 | અને વેબ બ્રાઉઝરની. |
00:40 | પ્રદર્શન માટે હું Firefox web browser નો ઉપયોગ કરીશ. |
00:45 | ચાલો શરૂઆત કરીએ.તમારું વેબ બ્રાઉઝર ખોલો અને ટાઈપ કરો http://gmail.com |
00:55 | Login page ખુલે છે. |
00:58 | સંબંધિત text boxes માં username અને password દાખલ કરો. |
01:04 | જો લોગીન પુષ્ઠ username, સાથે ખુલે છે તેનો અર્થ છે કે તમે આ એકાઉન્ટ તમારા મશીન પર પહેલેથી જ ઍક્સેસ કર્યું છે. |
01:12 | પાસવર્ડ દાખલ કરો. |
01:15 | Sign in બટન પર ક્લિક કરો. |
01:18 | આપણે આપણા Gmail page પુષ્ઠ પર છીએ. |
01:21 | ચાલો હવે ઈમેઈલ લખવાના ઉપલબ્ધ વિકલ્પો ને જોઈએ. |
01:26 | તો પ્રથમ Compose બટન પર ક્લિક કરો. |
01:31 | Compose window ખુલે છે. |
01:34 | To સેગ્મેન્ટ, જ્યાં આપણે પ્રાપ્ત કરનાર નું વિવરણ સ્પષ્ટ કરીએ છીએ. |
01:38 | આ ત્રણ વિકલ્પો ધરાવે છે To, Cc અને Bcc. |
01:44 | Cc એ Carbon Copy માટે વપરાય છે અને Bcc એ Blind Carbon Copy માટે વપરાય છે. |
01:51 | આપણને જે વ્યક્તિને ઈમેઈલ મોકલવો છે તેનું ઈમેઈલ એડ્રેસ To ફિલ્ડમાં ઉમેરો. |
01:58 | અહી screenshot છે. |
02:01 | જો આપણને એક કરતા વધુ વ્યક્તિને ઈમેઈલ મોક્લોવો છે તો આપણને ફક્ત To ફિલ્ડ માં email-ids ઉમેરવાની રહેશે. |
02:09 | અહી screenshot છે. |
02:12 | Useબીજી વ્યક્તિને પણ એક કોપી માર્ક કરવા માટે Cc વિકલ્પનો ઉપયોગ કરો. |
02:18 | બધા પ્રાપ્તકર્તાઓ જે To અને Ccફિલ્ડ્સમાં માર્ક છે તે બધા પ્રાપ્તકર્તાઓ ને જોઈ શકે છે. |
02:25 | અહી screenshot છે. |
02:28 | અન્યને બ્લાઈંડ કોપી માર્ક કરવા માટે Bcc વિકલ્પનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. |
02:34 | આ વિકલ્પમાં To અને Cc ના પ્રાપ્તકર્તાઓ Bcc માં ઉમેરાયલ પ્રાપ્તકર્તા ને જોઈ નથી શકતા. |
02:42 | Bcc નો પ્રાપ્તકર્તા To અને Cc ના પ્રાપ્તકર્તાઓને જોઈ શકે છે. |
02:47 | પણ તે અન્ય Bcc પ્રાપ્તકર્તા ને નથી જોઈ શકતા. |
02:51 | ઈમેઈલ મોકલનાર સંપૂર્ણ પ્રાપ્તિકર્તાઓ ની યાદી જોઈ શકે છે. |
02:55 | અહી screenshot છે. |
02:58 | મહત્વપૂર્ણ નોંધ: |
03:00 | આપણે કેટલી પણ email-ids ને recipients field To, Cc અને Bcc માં ઉમેરી શકીએ છીએ. |
03:08 | પરંતુ મહત્તમ મર્યાદા પ્રતિ દિવસ 500 'પ્રાપ્તિકર્તાઓ' છે. |
03:13 | પ્રત્યેક મેઈલ આઈડી ને space અથવા comma અથવા colon જુદા પડવા જોઈએ. |
03:20 | ચાલો હવે આપણાGmail Compose window પર પાછા જઈએ. |
03:25 | મૂળભૂત રીતે કર્સર To ફિલ્ડમાં હોય છે. |
03:29 | ચાલો આપેલ પ્રમાણે પ્રાપ્તકર્તાનું એડ્રેસ ઉમેરીએ. |
03:33 | To ફિલ્ડમાં ચાલો ઈમેઈલ આઈડી "ray.becky.0808@gmail.com" તરીકે ઉમેરીએ. |
03:46 | Cc ફિલ્ડમાં , "0808iambecky@gmail.com". |
03:55 | Bcc ફિલ્ડમાં , "stlibreoffice@gmail.com" અને "info@spoken-tutorial.org". |
04:10 | Subject લાઈનમાં ક્લિક કરો અને ઈમેઈલ વિષેનું થોડું વર્ણન કરવું. |
04:15 | હું ટાઈપ કરીશ: Partner with us". |
04:19 | કન્ટેન્ટસ એરિયામાં મેસેજ ટાઈપ કરીશું: |
04:24 | Spoken Tutorial Project is helping to bridge the digital divide. |
04:29 | Gmail આપણને આપણા ઈમેઈલમાં સામાન્ય ફોર્મેટિંગ કરવાની પરવાનગી આપે છે |
04:35 | મૂળભુત રીતે નીચે ની બાજુએ Compose window માં આ દ્રશ્યમાન છે. |
04:41 | જો નથી તો formatting toolbar', ને એક્સેસ કરવા માટે Formatting options બટન પર ક્લિક કરો. |
04:47 | અહી આપણા પાસે ઉદાહરણો છે જેમેકે fonts,sizes, bold, italic, underline, text color,align, numbered અને bulleted lists અને indentation. |
05:03 | આ વિકલ્પો કોઈ પણ word processor application ના સમાન જ છે. |
05:08 | તમે આ વિકલ્પો નું પોતેથી પણ અન્વેષણ કરી શકો છો. |
05:12 | આ રીતે જેમ મેં મારા ટેક્સ્ટને ફોરમેટ કર્યું છે. |
05:16 | formatting toolbar ને સંતાડવા માટે , Formatting options બટન પર ક્લિક કરો. |
05:22 | Compose window,માં અહી files, photos, links અને emoticons ને અટેચ કરવાના વિકલ્પો છે. |
05:32 | files' અથવા documents ને અન્ય સાથે શેર કરવા માટે, |
05:35 | આપણે Attach files અથવા Insert files using Drive" વિકલ્પનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. |
05:41 | બધા Mail પ્રબંધકો ફાઈલને attachment તરીકે મોકલવાની પરવાનગી આપે છે. |
05:46 | તમે 25 megabytes (MB) સુધીની સાઈઝ અટેચ કરી શકો છો. |
05:51 | તે કરતા મોટી ફાઈલને મોકલવા માટે તમે Insert files using Drive વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. |
05:59 | ચાલો પ્રથમ એક 'pdf file' અટેચ કરીએ જે સાઈઝમાં 1Mb કરતા પણ નાની છે. |
06:04 | Attach file આઇકન પર ક્લિક કરો જે એક paper clip. જેવું દેખાય છે. |
06:09 | આ file browser ને ખોલશે. |
06:12 | મેઈલ દ્વારા જે ફાઈલ તમને મોકલવી છે તેને બ્રાઉઝ અને પસંદ કરો. |
06:16 | ડેસ્કટોપ પરથી હું "myscript.pdf" પસંદ કરીશ અને Open પર ક્લિક કરીશ. |
06:23 | આપણે જોઈ શકીએ છીએ કે આપની ફાઈલ આપણા મેઈલસાથે અટેચ થયી ગયી છે. |
06:27 | Attach files વિકલ્પ નો ઉપયોગ કરીને આપને સમાન મેઈલમાં જ ઘણી બધી ફાઈલ અટેચ કરી શકીએ છીએ. |
06:34 | જે મેસેજ તમે અટેચ કર્યો છે તે ફાઈલને કાઢવા માટે ફાઈલની જમણી બાજુના 'x' માર્ક પર ક્લિક કરો. |
06:41 | 30Mb. ચાલો હવે 30Mb સુધીની ફાઈલ અટેચ કરીએ. |
06:46 | મારી માસે ડેસ્કટોપ પર એક zip file છે જે 30Mb સુધીની છે. |
06:52 | Attach files આઇકન પર ફરીથી ક્લિક કરો. |
06:56 | 30Mb zip file બ્રાઉઝ કરીને પસંદ કરો અને Open પર ક્લિક કરો. |
07:02 | આપણને એક પોપઅપ મેસેજ મળશે: |
07:04 | "The file you are trying to send exceeds the 25mb attachment limit". |
07:09 | અને આપણને Send using Google drive વિકલ્પ આપે છે . |
07:14 | Send using google drive બટન પર ક્લિક કરો. |
07:18 | હમણા માટે ચાલો હું આને બંદ કરું. |
07:21 | Insert files using Drive વિકલ્પ પર ક્લિક કરવા પર આપણને પહેલા જેવોજ સમાન વિન્ડો મળે છે. |
07:28 | અહી આપને 3 ટેબો જોઈ શકીએ છીએ: |
07:31 | 'My Drive', Shared with me અને Upload." |
07:36 | મૂળભૂત રીતે જે ફાઈઓ પહેલાથી જ અપલોડ કરાયેલી છે તે My Drive ટેબમાં ઉપલબ્ધ હશે. |
07:43 | અહી આપણે ફાઈલ જોઈ શકીએ છીએ. |
07:46 | આ ગૂગલ ટીમ દ્વારા એકાઉન્ટ બનાવતી વખતેજ શેર કરવામાં આવ્યું છે, |
07:51 | Shared with me ટેબ પર ક્લિક કરો . |
07:55 | અહી આપણે મેસેજ જોઈ શકીએ છીએ- "No one's shared any files with you yet!" |
08:00 | જો કોઈએ પણ તમારી સાથે ફાઈલ શેર કરી હોય તો તે Shared with Me tab માં ઉપલબ્ધ હોય છે. |
08:06 | હવે નવી ફાઈલ અપલોડ કરવા માટે Upload ટેબ પર ક્લિક કરો. |
08:12 | Select files from your computer બટન પર ક્લિક કરો. |
08:16 | જે તમને અપલોડ કરવું છે તે તમારા મશીન પર ફાઈલ બ્રાઉઝ કરીને પસંદ કરો અને Open પર ક્લિક કરો. |
08:23 | જો તમને વધુ ફાઈલ ઉમેરવી હોય તો Add more files બટન પર ક્લિક કરો. |
08:27 | હમણા માટે હું અને સ્કીપ કરું છું અને એક જ ફાઈલ અપલોડ કરવા સાથે આગળ વધીશ. |
08:33 | આ દાખલ કર્યા બાદ આપણને ઉલ્લેખ કરવું પડશે આપણે તેને મેઈલમાં કેવી રીતે દાખલ કરવું. |
08:40 | નોંધ લો કે નીચે જમણી બાજુએ બે બટનો છે- |
08:44 | Insert as Drive link અને |
08:46 | Attachment |
08:48 | મૂળભૂત રીતે, Insert as Drive link પસંદિત રહે છે |
08:52 | જો આપણે Attachment પસંદ કરીએ છીએ તો ફાઈલ attachment તરીકે દાખલ થાય છે. |
08:57 | આપણને તેને તેમજ રહેવા દઈશું |
09:00 | સ્ક્રીન ની ડાબી બાજુના ખૂણા પર Upload બટન પર ક્લિક કરો. |
09:05 | આ અપલોડ થવાનું શરુ થશે આ અમુક સમય લેશે જે તમારા ઈન્ટરનેટ ની સ્પીડ પર આધાર રાખે છે. |
09:11 | જો એક વખત તે પતિ જાય, અહી કન્ટેન્ટ એરિયામાં આપણે અપલોડ થયેલ ફાઈલની લીંક જોઈ શકીએ છીએ. |
09:17 | હવે ઈમેઈલમાં images ઉમેરવા માટે Insert Photo વિકલ્પ પર ક્લિક કરો. |
09:24 | Upload Photos વિન્ડો ખુલે છે. |
09:27 | આપણે આપણા કમ્પ્યુટર પરથી પણ અને વેબ સાઈટનું એડ્રેસ આપીને પણ ફોટો અપલોડ કરી શકીએ છીએ. |
09:34 | હમણાં માટે મને કોઈ પણ ઈમેજો અપલોડ નથી કરવી. |
09:38 | તો હું Cancel બટન પર ક્લિક કરું . |
09:41 | તમે આ વિકલ્પનું પોતે થી અન્વેષણ કરી શકો છો. |
09:44 | આગળ Insert Link પર ક્લિક કરો. |
09:49 | Edit Link ડાઈલોગ બોક્સ ખુલે છે. |
09:53 | Text to display ફિલ્ડમાં ટેક્સ્ટ ટાઈપ કરો જે તમે લીંક તરીકે રાખવા ઇચ્છતા હોય. |
09:58 | હું Spoken Tutorial ટાઈપ કરીશ. |
10:02 | Link to શેત્રમાં મૂળભૂત રીતે Web address વિકલ્પ પસંદિત છે. |
10:08 | ટેક્સ્ટ ફિલ્ડમાં url ને http://spoken-tutorial.org તરીકે ટાઈપ કરો. |
10:20 | OK બટન પર ક્લિક કરો. |
10:23 | હવે, કન્ટેન્ટ એરિયામાં તમે Spoken Tutorial અને તે hyperlinked. છે તે તમે જોઈ શકો છો. |
10:29 | ચાલો હું hyperlinked ટેક્સ્ટ પર ક્લિક કરો. |
10:32 | એક નાનો pop window ટેક્સ્ટની નીચે ખુલેલ છે. |
10:35 | અહી છે- Go to link:. |
10:38 | આ દ્ર્શ્યીત URL પર ક્લિક કરવાથી આપણને તે સ્પોકન ટ્યુટોરીયલ વેબ સાઈટના હોમપેજ પર લઇ જશે. |
10:45 | URL ને બદલવા અથવા લીંકને કાઢવા માટે આપણે Change અથવા Remove પર ક્લિક કરી શકીએ છીએ. |
10:53 | આપણે વિવિધ ચિત્રાત્મક રજૂઆત પણ emoticon આઇકનના મદદથી ઉમેરી શકીએ છીએ. |
10:59 | આ ફીચરને તમારા ઈમેઈલ વાતચીત દરમ્યાન ઉપયોગી સમયે તમે વાપરી શકો છો. |
11:04 | ટેક્સ્ટ Saved ની નોંધ લો જે Trash આઇકનના પહેલા જ છે. |
11:08 | જયારે પણ આપણે કન્ટેન્ટને દાખલ અથવા કાઢીએ છીએ ત્યારે આપણું ઈમેઈલ પોતેથી મૂળભૂત Drafts folder માં સેવ થયી જાય છે. |
11:16 | પાવર નિષ્ફળતા અથવા ઇન્ટરનેટ અલગતા કિસ્સામાં આ આપણને ટાઈપ મેસેજ મેળવવા માટે ખુબ ઉપયોગી છે. |
11:24 | જો આપણને આ મેસેજને કાઢી કાઢવો છે તો Trash આઇકન પર ક્લિક કરો. |
11:28 | આ પ્રક્રિયાથી ઈમેઈલ Drafts folder માંથી પણ ડીલીટ થશે. |
11:34 | Trash આઇકન ના આગળ More options બટન પર ક્લિક કરો. |
11:39 | Default to full-screen વિકલ્પ Compose window ને મોટો બનાવે છે. |
11:44 | Label – ના ફીચરો વિષે આપણે ભવિષ્યના ટ્યુટોરીયલમાં શીખીશું. |
11:49 | Plain text mode વિકલ્પ બધી જ ફોર્મેટિંગ જે આપણે કરી હતી તેને કાઢી કાઢે છે અને તેને સદા ટેક્સ્ટમાં રૂપાંતર કરે છે. |
11:57 | Print વિકલ્પ બનાવેલ મેઈલને આપણી મશીન થી જોડેલા પ્રિન્ટર પાસે પ્રિન્ટ કરવા માટે મોકલે છે. |
12:03 | Check Spelling ટાઈપ કરેલ કન્ટેન્ટની ચોકસાઈ તપાસે છે. |
12:07 | હવે આપણે મેઈલ મોકલવા માટે તૈયાર છીએ. |
12:09 | Send બટન પર ક્લિક કરો. |
12:12 | સ્ક્રીન પર આપણને આપેલ મેસેજ મળે છે- |
12:15 | This Drive file isn't shared with all recipients. |
12:19 | આ એટલા માટે કારણકે આપણે જે વ્યક્તિ આ ઈમેઈલમાં માર્કછે તેની સાથે આ ફાઈલ શેર નથી કરી. |
12:25 | Share & Send બટન પર ક્લિક કરો. |
12:29 | તમારા સ્ક્રીન પર તમે આ બે માંથી કોઈ પણ મેસેજ જોઈ શકો છો: |
12:32 | Your message is sending" |
12:34 | અથવા "Your message has been sent". |
12:38 | મોકલેલ મેઈલ જોવા માટે View Message લીંક પર ક્લિક કરો. |
12:43 | આપણે મોકલેલ મેઈલનું કન્ટેન્ટ આપણે જોઈ શકીએ છીએ. |
12:47 | ચાલો એક એક કરીને તેને તપાસીએ. |
12:50 | અહી attachments છે. |
12:52 | અને અહી URL link છે. |
12:55 | મેઈલ એડ્રેસ નીચે એક ઊંધો ત્રિકોણ છે જે આપણને હેડર ડીટેઇલ બતાડે છે. |
13:00 | ચાલો હું તે પર ક્લિક કરું. |
13:03 | આપણે બધા પ્રાપ્તકર્તાઓ ની ઈમેઈલ આઈડી To, Cc અને Bcc 'ફિલ્ડમાં જોઈ શકીએ છીએ. |
13:11 | ચાલો જોઈએ પ્રાપ્તકર્તાઓ ને ઈમેઈલ કેવું દેખાશે. |
13:16 | Cc માં માર્ક કરેલનીં આ મેઈલ આઈડી છે. |
13:21 | તમે હમણા મોકલેલ મેસેજ જોઈ શકો છો. ચાલો હું આને વાંચવા માટે ખોલું. |
13:27 | Show Details પર ક્લિક કરો. |
13:29 | આ To આને Cc ને દેખાડે છે પણ Bcc પ્રાપ્તકર્તા નથી દેખાડતા. |
13:35 | આ Bcc માં માર્ક થયેલ એકની મેઈલ આઈડી છે. |
13:41 | હમણાં મોકલેલ મેસેજ તમે જોઈ શકો છો. |
13:43 | ચાલો તેને વાંચવા માટે ખોલું. |
13:46 | Show Details પર ક્લિક કરો. |
13:49 | તમે To, Cc અને Bcc પ્રાપ્તકર્તાની માહિતી જોઈ શકો છો. |
13:55 | ચાલો હું મોકલનાર જીમેઇલ એકાઉન્ટ પર પાછી જાવું. |
13:59 | અહી જુઓ, આપણે Bcc માં બે પ્રાપ્તકર્તાઓ ને ઉલેખીયા છે. |
14:04 | પણ અહી આપણે ફક્ત એકજ ઈમેઈલ આઈડી જોઈ શકીએ છીએ બીજી વાડી દેખાતી નથી. |
14:10 | આ રીતે Bcc ફીચર કામ કરે છે. |
14:13 | આશા છે તમને આ તફાવત સારી રીતે સમજાઈ ગયો છે. |
14:17 | આ આપણને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે. |
14:20 | ચાલો સારાંશ લઈએ. |
14:22 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા: |
14:25 | ઈમેઈલ પ્રાપ્ત કરવા વિષે જેમ કે To, Cc, Bcc. |
14:30 | ઈમેઈલ ટેક્સ્ટને ફોરમેટ કરતા. |
14:33 | ઈમેઈલ ને ફાઈલ અટેચટ કરવું. |
14:36 | Google Drive દ્વારા ફાઈલ શેર કરતા. |
14:39 | Iઈમેઈલમાં ફોટો અથવા લીંક ઉમેરતા. |
14:43 | અને Compose window વિકલ્પ વિષે. |
14:47 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
14:52 | અને તેને ડાઉનલોડ કરીને જુઓ. |
14:55 | અમે વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
15:01 | વધુ જાણકારી માટે અમને લખો. |
15:04 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. |
15:11 | વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
15:16 | અહી આ ટ્યુટોરીયલ નો અંત થાય છે. |
15:21 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |