DWSIM-3.4/C2/Rigorous-Distillation/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:00 DWSIM માં Simulating a Rigorous distillation column પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:07 Kannan Moudgalya દ્વારા રચિત છે.
00:10 આ ટ્યુટોરીયલમાં આપણે Distillation column નું ઉગ્ર સિમ્યુલેશન હાથ ધરીશુ.
00:15 આપણે column pressure profile સ્પષ્ટ કરવાનું શીખીશું.
00:20 આપણે જોશું કે tray efficiencies ને ક્યાં સ્પષ્ટ કરવી છે.
00:23 આપણે તપાસ કરીશું કે પ્રોડક્ટની રચના જોઈએ એ પ્રમાણે છે કે નહિ.
00:29 આપણે column profiles જોવાનું પણ શીખીશું.
00:34 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું. DWSIM 3.4.
00:39 આ ટ્યુટોરીયલના આભ્યાસ માટે તમને આપેલની જાણકારી હોવી જોઈએ:
00:41 simulation file માં કેવી રીતે DWSIM કેવી રીતે ખોલવી.
00:45 flowsheet માં કંમ્પોનેટો કરવી રીતે ખોલવી.
00:47 thermodynamic packages કેવી રીતે પસંદ કરવા.
00:51 કેવી રીતે material અને energy streams ઉમેરવી અને તેમની પ્રોપર્ટી સ્પષ્ટ કરવી.
00:57 આપણી વેબસાઈટ spoken tutorial dot org પૂર્વ જરૂરિયાત ટ્યુટોરીયલોની વિગતો આપે છે.
01:05 તમે આ સાઈટ પરથી આ ટ્યુટોરીયલો અને તેને લગતી તમામ ફાઈલો એક્સેસ કરી શકો છો.
01:12 slide એકાદ પૂર્વજરૂરિયાત ટ્યુટોરીયલમાંથી સમસ્યાનો ઉકેલ દર્શાવે છે.
01:17 અને આ shortcut distillation વાપરીને ઉકેલવામાં આવ્યું છે.
01:23 ચાલો DWSIM. માં સંદર્ભિત ફાઈલ ઉકેલવા માં આવ્યું છે.
01:28 મેં પહેલાથી જ DWSIM. ખોલ્યું છે.
01:31 મેં પહેલાથી જ ફાઈલ shortcut dash end dot dwxml લોડ કર્યું છે.
01:38 આ ફાઈલ તમને આમારી વેબસાઈટ spoken tutorial dot org પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.
01:45 ચાલો હું અને "rigorous" તરીકે સેવ કરું.
01:58 તમે જોઈ શકો છો કે ફાઈલ નું નામ હવે "rigorous" થયું છે.
02:03 Configure Simulation બટન પર ક્લિક કરો.
02:06 Thermodynamics ટેબની Options મેનુ જુઓ.
02:13 ચાલો હું આ ક્લિક કરૂ.
02:15 તેની ઉપર આવેલ સફેદ ખાલી જગ્યામાં તમને Units System નામનું વિકલ્પ મળશે.ચાલો હું તેના પર ક્લિક કરું.
02:22 જમણી બાજુએ આવેલ columnપર Pressure જુઓ.
02:26 તેને જોવા માટે હું તેને અહીં લાવું છું.
02:30 તેનું એકમ atmosphere. કરો.
02:35 એજ પ્રમાણે Delta_P નું એકમ પણ atmosphere. કરો.
02:42 Molar flow rate નું એકમ પણ kilo moles per hour કરો.
02:50 Back to simulation. પર ક્લિક કરો.
02:53 ચાલો હું આ સ્લાઈડ પર જાવું.
02:56 આપણે DWSIM, માં અત્યારે ખોલેલી ફાઈલ આ સ્લાઈડમાંની સમસ્યા ઉકેલે છે.
03:02 ઉકેલ આગડની સ્લાઈડમાંની સમસ્યા ઉકેલે છે.
03:05 આ સમસ્યા spoken tutorial માં shortcut distillation માં ઉકેલાયી હતી.
03:11 આ વેલ્યુઓ rigorous distillation column સમસ્યા આધાર નિર્માણ કરે છે.
03:17 તમે કદાચિત આ વેલ્યુઓને કાગળના ટુકડા પર લખવા ઈચ્છી શકો છો.


03:20 આપણને આ વેલ્યુઓની જરૂરિયાત ટૂંકમાં જ લાગશે.
03:24 ચાલો rigorous distillation column ને Shortcut column થી બદલી કરવાથી શરૂઆત કરીએ.


03:31 ચાલો હું પછી simulation પર જાવું.
03:33 Shortcut column પર જમણું ક્લિક કરીને તેને deleteકરો.
03:40 પ્રોમ્પ્ટ કરવા પર yes જવાબ આપો.
03:43 Object Palette માં Distillation column શોધો.
03:46 તેના પર ક્લિક કરો અને તેને shortcut distillation column ની જગ્યાએ ડ્રોપ કરો.
03:52 તમને તેનું સ્થાન સુવ્યવસ્થિત કરવું પડી શકે છે.
03:55 column ક્લિક કરીને તેને પસંદ કરો.
03:59 Selected Object વિન્ડો પર જાવ.
04:02 Properties ટેબ અંતર્ગત Connections મેનુ જુઓ.
04:05 તે ત્રીજી આઈટમ છે.
04:08 આમાં આપણે Edit Connections જોઈ શકીએ છીએ. તેના પર ક્લિક કરો.
04:13 તુરંત જ તેને ક્લિક કર્યા બાદ અંતમાં જમણી બાજુએ એક બટન દ્રશ્યમાન થાય છે.
04:16 ત્રણ બિદું વાળું એક બટન તેના પર ક્લિક કરો.
04:21 હવે અહીં એક પૉપ અપ વિન્ડો છે.
04:23 Feeds મેનુ અંતર્ગત મૂળભૂત + (plus) બટન પર ક્લિક કરો જે Add બટન છે.
04:29 To Stage કોલમ અંતર્ગત મૂળભૂત રીતે Condenser વિકલ્પ છે.
04:36 અહીં આપણને એ ટપ્પો સ્પષ્ટ કરવો પડશે જ્યાં feed દાખલ થાય છે.
04:41 Condenser. આગળ આવેલ એરો પર ક્લિક કરો.
04:44 મારી DWSIM, આવૃત્તિમાં મને બીજીવાર ક્લિક કરવું પડ્યું હતું.
04:49 આપણે stages ની યાદી જોઈ શકીએ છીએ.
04:51 stage પસંદ કરો જ્યાં આપણે Distillation column દાખલ કરવા માટે feed ઇચ્છિએ છીએ.
04:57 અહીં આપણે Stage_6 પસંદ કરીએ છીએ.
05:00 હવે આપણે material stream પસંદ કરીશું.
05:03 Stream મેનુ નીચે આવેલ ડાઉન એરો પર ક્લિક કરો..
05:08 તમને આને પણ બે વાર ક્લિક કરવું પડશે.
05:10 Feed પર ક્લિક કરો.
05:12 FeedStage_6.પર જવું જોઈએ એવી જોડણી આપણે કરી ધીધી છે.
05:17 વાસ્તવિક જોડણી પછીથી flowsheet માં કરવામાં આવેશે.
05:22 આ આપણને shortcut distillation column માં મળેલ ઉકેલ અનુસાર છે.
05:27 ચાલો આને સલાઇડ માં જોઈએ, આપણે optimal feed location છઠ્ઠું દેખાય છે.
05:31 ચાલો પાછા DWSIM પર જઈએ.
05:35 એજ પ્રમાણે આપણને product streams ને જોડાણ કરવું પડશે.
05:39 Condenser ને Distillate થી જોડાણ કરો,
05:42 Reboiler ને Bottoms. થી જોડાણ કરો.
05:46 હવે આપણે heat duties ને reboiler અને condenser થી જોડાણ કરીશું.
05:50 C-Duty સાથે Condenser અને R-Duty સાથે Reboiler ને જોડાણ કરો.
05:58 આપણે હવે તમામ જોડણીઓ ને જોડાણ માં પરિવર્તિત કરીશું.
06:02 કોઈ પણ એક Feed અથવા Condenser અથવા Reboiler. પર ક્લિક કરો.
06:09 આનાથી જોડીઓ દ્વારા દર્શાવેલ જોડાણ પૂર્ણ થાય છે.
06:14 આપણે આને ખસેડીને તપાસ કરી શકીએ છીએ.
06:17 તમે જોઈ શકો છો કે જોડાણ થયી ગયું છે.
06:21 ચાલો હું આ કલોસ કરું
06:24 આને વધુ સરસ દેખાડવા માટે ચાલો હું કેટલીક સ્ટ્રીમો ખાસેડું.
06:35 Column પર ક્લિક કરીને તેને પસંદ કરો.
06:37 Properties ટેબ અંતર્ગત Column Properties વિભાગ જુઓ.
06:43 તે પહેલું વિકલ્પ છે.
06:44 આ વિભાગનો ઉપયોગ Distillation Column ના વિવિધ એટ્રિબ્યુટો સ્પષ્ટ કરવા માટે વપરાય છે.
06:51 આ વિભાગમાં પ્રથમ વિકલ્પ Condenser Pressure. છે.
06:55 મૂળભૂત રીતે તે 1 atmosphere છે .
06:59 આપણે તેને એમ જ રહેવા દઈશું.
07:00 આગળ છે Reboiler Pressure.
07:04 હું તેની વેલ્યુ 1.1 atmosphere કરીશ.
07:09 આને વાપરી ને હું column માં linear profile કેવી રીતે સ્થાપિત કરીશ તે દર્શાવિશ.
07:16 આગળ Number of Stages વિકલ્પ જુઓ.
07:20 તમને અહીં trays ની કુલ સંખ્યા દાખલ કરવી પડશે.
07:24 અહીં 15 દાખલ કરો.
07:27 કારણકે આ ક્રમાંક DWSIM કન્ડેન્સર પણ ધરાવે છે.
07:32 આપણે total condenser વાપરવાની યોજના બનાવીએ છીએ.
07:33 તો, આ ક્રમાંક શોર્ટકટ પદ્ધતિ દ્વારા આપાયેલ સંતુલન સ્ટેજો કરતા એક વધારે હોવો જોઈએ.
07:41 શોર્ટકટ પધ્ધતિ આપણે સંતુલન સ્ટેજ 14 મળ્યું છે.
07:47 આપણે તેને સ્લાઈડમાં જોઈ શકીએ છીએ.
07:50 ચાલો પાછળ જઈએ.
07:51 આગળનું વિકલ્પ છે Edit Stages. તે પર ક્લિક કરો.
07:57 જમણી બાજુએ અંતમાં આવેલ બટન દબાવો.
08:01 તે condenser અને reboiler pressures ને 1 અને 1.1 વાતાવરણ પર દર્શાવે છે.
08:08 આપણે અત્યારે વેલ્યુઓ દાખલ કરીએ છીએ.
08:12 જે નવું સ્ટેજ ઉમેરાયું છે તેને શૂન્ય દબાણ આસાઇન થયું છે જે અયોગ્ય છે.
08:20 આપણે ઇચ્છિએ છીએ કે લગભગ તમામ વચ્ચેના સ્ટેજ દબાણો ઈન્ટરપોલેટેડ વેલ્યુ લે.
08:28 જમણી કોલમ પર જાવ અને નીચે આવેલ interpolation ચિન્હ પર ક્લિક કરો.
08:35 તુરંત જ ઈન્ટરપોલેટેડ વેલ્યુઓને દરેક સ્ટેજ અસાઈન થાય છે.
08:41 આપણે દબાણને એકથી તેર સ્ટેજો માંથી કઈ પણ કરી શકે છે.
08:47 ઉદાહરણ તરીકે હું આ દબાણ પર ક્લિક કરીશ અને તેને (1) atmosphere. બદલીશ.
08:56 ચાલો હું અને undo કરું જે માટે ફરીથી ઈન્ટરપોલેટેડ વેલ્યુઓ દબાવીશ.
09:02 આ અત્યન્ત ઉપયોગી અને મહત્વ નું મેથડ છે.
09:05 જયારે પણ trays' ની સંખ્યા બદલાય છે ત્યારે તમને interpolate બટન દબાવું પડશે.
09:10 જો તમે આ ભૂલી જાવ છો તો અહીં ઘણી બધી સમસ્યાઓ થયી શકે છે.
09:14 ઉદાહરણ તરીકે અહીં નકારાત્મક flow rates થઇ શકે છે.
09:18 આ ટ્યુટોરીયલના અંતમાં Assignment 3 માં આને કરવાનું યાદ રાખો.
09:22 અહીં આપ્યા પ્રમાણે આપણે એકથી વધુ સ્ટેજોમાં efficiency પણ બદલી શકીએ છીએ.
09:30 આ પૉપ અપClose કરો.
09:32 આગળ આપણી પાસે Condenser type છે.
09:35 આ માટે આપણને ઉપર જવું પડશે.
09:38 મૂળભૂત રીતે તે Total condenser છે.
09:41 આપણે આને આવુજ રહેવા દઈશું.
09:44 આગળ વાતાવરણમાં આપણી પાસે Condenser Pressure drop છે મૂળભૂત રીતે તે 0. છે.
09:49 આપણે આને આવું જ રહેવા દઈશું.
09:53 આગળ આપણી પાસે Condenser Specifications છે.
09:56 આ મેનુ અંતર્ગત આપણી પાસે મૂળભૂત રીતે Stream_Ratio તરીકે પ્રકાર છે.
10:03 આના નીચે આપણે Value મેનુ જોઈ શકીએ છીએ.
10:07 તેની બાજુ field પર ક્લિક કરો.
10:10 જોઈતું Reflux ratio દાખલ કરો.
10:13 અહીં આપણે તે 2 તરીકે દાખલ કરીએ છીએ.
10:16 યાદ કરો shortcut distillation માંથી ન્યુનતમ રિફ્લક્સ ગુણોત્તર 1.47 હતો.
10:26 1.47 ને 1.3 થી ગુણવાથી અને નજીકની વેલ્યુમાં સ્વરાવથી આપણને બે મળે છે.
10:33 આગળ આપણી પાસે Reboiler Specifications છે.
10:38 આ મેનુ અંતર્ગત આપણી પાસે મૂળભૂત રીતે Product Molar Flow Rate તરીકે પ્રકાર છે.
10:47 જો જરૂરી હોય તો એકમ kmol/per hour કરો.
10:55 આપણે Value મેનુ જોઈએ છીએ.
10:58 જોઈતું Molar flow rate દાખલ કરો.અહીં આપણે તે 61.1 તીરકે દાખલ કરીએ છીએ.
11:05 આ શોર્ટકટ ઉકેલ દ્વારા સૂચવવામાં આવ્યું છે.
11:09 આપણે તેને સ્લાઈડમાં જોઈ શકીએ છીએ.
11:13 હવે આપણે ઉકેલ પધ્ધતિ પસંદ કરીશું.
11:17 Properties ટેબ માંથી Solving Method વિકલ્પ જુઓ તે આઈટમ 7 છે.
11:26 તેની બાજુમાં આવેલ fieldપર ક્લિક કરો.
11:30 જમણી બાજુએ અંતમાં આવેલ એરો પર ક્લિક કરો.
11:33 આપણને solving methods ની યાદી દેખાય છે.
11:36 WangHenke_BubblePoint પસંદ કરો.
11:41 હવે આપણે simulation ને run કરીશું.
11:43 આ કરવા માટે calculator વિકલ્પ પર જાવ.
11:47 Play બટન પર ક્લિક કરો.
11:50 હવે Recalculate All બટન પર ક્લિક કરો.
11:55 જયારે ગણતરી પૂર્ણ થાય ત્યારે product compositions. પર ક્લિક કરો.
12:01 એક stream પસંદ કરો ઉદાહરણ તરીકે distillate.
12:05 molar compositions વિકલ્પમાંથી પ્રોડક્ટ કમોઝીશન કેવી રીતે તપાસ કરવું છે તે તમે જાણો છો.
12:15 હવે Distillation column પર ક્લિક કરો.
12:19 Properties ટેબ અંતર્ગત મેનુ જુઓ તે આઈટમ 8 છે.
12:27 આ તમામ જોઈતા પરિણામો દર્શાવે છે જેમકે Condenser Duty, Reboiler Duty અને Column Profiles.
12:34 Column profiles જોવા માટે તેના પર ક્લિક કરો.
12:39 આપણે જમણી બાજુએ અંતમાં દ્રશ્યમાન થતા બટન દેખાશે તેના પર ક્લિક કરો.
12:44 હવે આપણને જમણી બાજુએ અંતમાં દ્રશ્યમાન થતા બટન દેખાશે. તેના પર ક્લિક કરો.
12:46 આપણે જોઈ શકીએ છીએ temperature અને pressure profiles
12:51 Flows profiles,
12:53 Component flows અને Component fractions.
12:58 જો તમને ચોક્સ ક્રમાંકો જાણવા હોય Graph ટેબની જમણી બાજુએ આવેલ Table ટેબ નો ઉપયોગ કરો.
13:07 ચાલો હું આ close કરું.
13:10 ચાલો આ ફાઈલ ને સેવ કરીએ.
13:15 ચાલો સારાંશ લઈએ .
13:17 આપણે શીખ્યું કે કેવી રીતે ઉગ્ર Distillation column સીમ્યુલેટ કરી શકાય છે.
13:21 પ્રેશર પ્રોફાઇલો સ્પષ્ટ કરવી.
13:23 પ્રેશર પ્રોફાઈલ સ્પષ્ટ કરવી.
13:26 કોલમ પ્રોફાઇલો ચકાસવી.
13:30 ચાલો હું અમુક અસાઈનમેંટ આપું.
13:33 reboiler pressure = 1 atmosphere એક એટમોસ્ફિયરના અચલ column pressure માટે ગણતરી દોહરાવો.જે કે આપેલ સાથે છે.
13:42 શું તમને પરિણામમાં મહત્વ ફેરફારો દેખાય છે.
13:46 આગળ એક એટમોસ્ફિયર ના અચલ પ્રદેશ પર distillation column સીમ્યુલેટ કરો.જે કે રિબોઇલર પ્રેશર પણ 1 એટમોસ્ફિયર પર હોય.
13:55 reflux ratio ને 2 થી વધવા પર શું શુદ્ધતા માં શુધાર થાય છે.
14:01 જો વાસ્તવિક શુદ્ધતા જોઈએ એ પ્રમાણે હોય તો તમે કયો રિફ્લેક્સ રેશિયો ઉપયોગમાં લેશો.
14:07 ભવિષ્યના ટ્યુટોરીયલ માં આપણે દર્શાવીશું કે આ બધું સરળતાથી કરવામાં sensitivity analysis કેવી રીતે મદદ કરે છે.
14:16 આગળના અસાઈમેંન્ટમાં આપણે reflux ratio 2 કોલમ સીમ્યુલેટ કરીશું.
14:22 column pressure ને 1 એટમોસ્ફિયર પર અચલ રાખો .
14:24 ટ્રે ની કુલ સંખ્યાને 1 થી વધારો જે કે 15 માંથી 16.
14:31 જો કે ટ્રે ની સંખ્યા બદલાય છે તો તમને interpolate વિકલ્પ વાપરવું પડશે.
14:36 આ પહેલા પણ ઉલ્લેખવામાં આવ્યું હતું.
14:38 ટ્રેની વેલ્યુ સંખ્યા સાથે શું શુદ્ધતા વધી છે?
14:44 આગળના અસાઈમેંન્ટ માં આપેલ સંબધો ચકાશો.
14:48 Composition of vapour flow to the condenser = distillate product composition.
14:54 આ સમીકરણ કેમ સંતુષ્ટ થવું જોઈએ તે સમજાવો.
14:58 આગળના અસાઈમેંન્ટમાં રિબોઇલરના વેરીએબલોની સંસગતતા ચકાસો.
15:03 આ હેતુ માટે રિબોઇલર પર compositions, temperature અને pressure વાપરો.
15:10 આ બધું સમકક્ષ ફ્લેશ ગણતરી મારફતે કરો.
15:15 છેલ્લા અસાઈમેંન્ટમાં દાખલને જુદીથી બદલો.
15:20 પરિણામોની તુલના કરો.ગણતરીના સમયની તુલના કરો.
15:25 અહીં આ ટ્યુટોરીઅલ નો અંત થાય છે.
15:27 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
15:31 જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો ,તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
15:36 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
15:42 તમને આ Spoken Tutorial માં કોઈ પ્રશ્ન છે?
15:45 તમને જ્યાં પ્રશ્ન છે તે minute અને second પસંદ કરો.
15:49 તમારો પ્રશ્ન ટૂંકમાં સમજાવો.
15:51 FOSSEE ટિમ તરફથી કોઈપણ તેનો જવાબ આપશે.
15:54 આ સાઈટ નો સંદર્ભ લો.
15:56 FOSSEE ટિમ પ્રખ્યાત પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોની કોડિગ ને સહકાર આપે છે.
16:02 જેઓ આ કરે છે તેનો ને અમે માનવેતન અને સર્ટિફિકેટ આપીએ છીએ.
16:06 વધુ વિગતો માટે આ સાઈટ ની મુલાકાત લો.
16:10 FOSSEE ટિમ વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને DWSIM. માં સ્થળાંતર કરવા માં મદદ કરે છે.
16:16 જેઓ આ કરે છે તેનો ને અમે માનવેતન અને સર્ટિફિકેટ આપીએ છીએ.
16:20 વધુ વિગતો માટે આ સાઈટ ની મુલાકાત લો.
16:24 Spoken Tutorial અને FOSSEE પ્રોજેક્ટસ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે.
16:31 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Nancyvarkey