COVID19/C2/Breastfeeding-during-COVID-19/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:02 કોવિડ-19 દરમ્યાન સ્તનપાન વિશેના સ્પોકન ટ્યુટોરીઅલમાં આપનું સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીઅલમાં આપણે જાણીશું કે
00:12 કોવિડ 19 શું છે અને
00:14 કોવિડ-19 દરમ્યાન સ્તનપાન વિશેનું માર્ગદર્શન મેળવીશું.
00:19 ચાલો સૌથી પહેલા આપણે સમજીએ કે કોવિડ-19 શું છે?
00:24 કોવિડ-19 એક ચેપી રોગ છે જે કોરોનાવાયરસ નામના વાયરસથી ઉત્પન્ન થાય છે.
00:33 આ વાયરસ વિશ્ર્વભરમાં ફેલાયેલો છે.
00:37 જ્યારે સંક્રમિત લોકોને છીંક અથવા ખાંસી આવે છે, ત્યારે છાંટા અથવા ટીપા ઉડે છે.
00:44 આએ છાંટા કોરોના વાયરસ ધરાવે છે.
00:49 જ્યારે બીજા લોકોના શ્ર્વાસમાં આ સંક્રમિત છાંટા કે ટીપા જાય છે ત્યારે સંક્રમણ ફેલાય છે.
00:56 આએ છાંટા ૧ થી ૨ મીટર સુધી ફેલાઈ શકે છે અને સપાટીઓ પર સ્થાયી થઈ શકે છે.
01:04 ત્યાં તે કલાકો અથવા દિવસો સુધી જીવીત રહે છે.
01:09 બીજા લોકો આ ચેપી સપાટીઓને તેમના હાથથી સ્પર્ષ કરે છે.


01:15 પછી તેઓ હાથ ધોયા વગર પોતાની આંખો
01:18 નાક

અથવા મોઢાને સ્પર્ષ કરે છે.

01:23 આ એક અન્ય રીત છે જેનાથી સંક્રમણ ફેલાય છે.
01:28 સંક્રમિત લોકોના લક્ષણો બહાર આવવાના શરૂ થાય તે પહેલાથી જ તેઓ વાયરસને ફેલાવી શકે છે.
01:35 આજ સુધી, ગર્ભાશયની અંદર આ વાયરસના સંક્રમણના કોઈ સ્પષ્ટ પુરાવા નથી.
01:43 સંક્રમિત માતાના સ્તનપાનમાં હજુ સુધી આ વાયરસ જોવા નથી મળ્યો.
01:51 આજ સુધી એવા પણ કોઈ પુરાવા નથી કે સ્તનપાન થકી તેનું સંક્રમણ થાય છે.
01:57 કોરોનાવાયરસ ના તબીબી લક્ષણો વિવિધ પ્રકારના છે
02:03 તાવ,

કફ કે ખાંસી,

02:05 શ્ર્વાસ લેવામાં તકલિફ,

થકાન,

02:07 માથાનો દુખાવો,

અને ગળાનો દુખાવો, સામાન્ય છે.

02:12 ઉલ્ટી,

ઝાડા,

02:14 છીંક

અને આંખોનો ચેપ અસામાન્ય છે.

02:19 સંક્રમિત લોકોને કોઈ પણ લક્ષણો ના હોય તે પણ શક્ય છે.
02:25 નવજાત શીશુઓ અને નાના બાળકોમાં કોવિડ-19 નું જોખમ ઓછું રહેલું છે.
02:30 નાના બાળકોમાં કોવિડ-19ની પુષ્ટિ થયેલા કેસો ખૂબ જ ઓછા છે.
02:37 મોટાભાગના સંક્રમિત બાળકોમાં ફક્ત હળવા લક્ષણો જણાય છે અથવા કોઈ લક્ષણો જોવા મળતા નથી.
02:44 ચાલો હવે આપણે કોવિડ-19 દરમ્યાન સ્તનપાન વિશેના માર્ગદર્શન વિશે ચર્ચા કરીએ.
02:51 સ્તનપાન દરેક બાળકો માટે આવશ્યક છે.
02:56 તેમાં કોવિડ-19ની શક્યતા અથવા પુષ્ટિ થયેલી માતાઓને જન્મેલા બાળકોનો પણ સમાવેશ થાય છે.
03:03 તેમાં કોવિડ-19 ની શક્યતા અથવા પુષ્ટિ થયેલા બાળકોનો પણ સમાવેશ થાય છે.
03:10 દરેક બાળકોને સ્તનપાનની માનક માર્ગદર્શિકા અનુસાર સ્તનપાન કરાવવું જોઈએ.
03:17 જન્મના 1 કલાકની અંદર સ્તનપાનની શરૂઆત કરવી જોઈએ.
03:22 છઃ મહિના સુધી માત્ર સ્તનપાન જ કરાવવું જોઈએ.
03:28 જરૂર પડે તો માતાનું કાઢેલું દૂધ પણ આપી શકાય છે.
03:34 પૂરક એટલે કે ઉપરનો ખોરાક, છઃ મહિનાની ઉમરે શરૂ કરવો જોઈએ.
03:40 ઓછામાં ઓછા 2 વર્ષ સુધી સ્તનપાન કરાવવું જોઈએ.
03:46 સ્તનપાન, દૂધ કાઢવું અને પૂરક ખોરાક આપવો એ આવશ્યક કુશળતાઓ છે.
03:54 તેના વિશેની સમજણ અમારા બીજા ટ્યુટોરીઅલમાં આપેલ છે.
03:59 મહેરબાની કરી અમારી વેબસાઈટ પર આરોગ્ય અને પોષણની સીરીઝ જુઓ.
04:06 કોવિડ-19 દરમ્યાન બાળકને સ્વચ્છતાપૂર્વક સ્તનપાન કરાવવા માટે ખાસ સંભાળ લેવી જોઈએ.
04:13 બાળકને સ્પર્શ કરતા પહેલા અને પછી માતાએ તેમના હાથ ધોવા જોઈએ.
04:21 તેણીએ દૂધ કાઢતા અથવા સ્તનપાન કરાવતા પહેલા અને પછી હાથ ધોવા જોઈએ.
04:28 હાથ સાફ કરવા માટે આલ્કોહોલ આધારીત હેન્ડ-રબ નો પણ ઉપયોગ કરી શકાય છે.
04:34 અગર તેણી કોવિડ-19 ની શક્યતા અથવા પુષ્ટિ ધરાવે તો મેડિકલ માસ્કની આવશ્યક્તા રહે છે.
04:43 તેણીએ સ્તનપાન કરાવતી વખતે
04:46 અને દૂધ કાઢતી વખતે માસ્ક પહેરવું જોઈએ.
04:49 માસ્ક ભેજવાળું અથવા ભીનું થઈ જાય તો તેને તરત જ બદલી લેવું જોઈએ.
04:55 ઉપયોગ કરેલા માસ્કનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ.
05:01 તેનો ફરી ઉપયોગ કરવો જોઈએ નહીં.
05:04 માતાએ માસ્કની આગળની બાજુને સ્પર્ષ કરવો જોઈએ નહીં.
05:09 તેણીએ માસ્કને પાછળની બાજુથી કાઢવું જોઈએ.
05:13 ક્યારેક તબીબી માસ્ક ઉપલબ્દ્ધ ના થઈ શકે.
05:19 તેવા કિસ્સામાં માતાએ ટીશ્યુ પેપર
05:22 અથવા સાફ કપડાનો

અથવા રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ.

05:27 તેણીએ તેમાં જ છીંકવું અથવા ખાંસવુ જોઈએ.
05:31 તેણીએ તાત્કાલિક તેનો કચરાના ડબ્બામાં ફેંકી અને હાથ ધોઈ લેવા જોઈએ.
05:38 ઉપયોગ કરેલા ટીશ્યુ પેપર

અથવા કપડા

05:40 અથવા રૂમાલને જરૂર પ્રમાણે વારંવાર બદલવું જોઈએ.
05:46 અગર તબીબી માસ્ક ઉપલબ્દ્ધ ના હોય તો કાપડના માસ્કનો પણ ઉપયોગ કરી શકાય છે.
05:53 દરેક વખતે સ્તનપાન કરાવતા પહેલા માતાએ તેના સ્તન ધોવાની જરૂર નથી.
05:58 અગર તેણી તેની છાતી પર ખાંસે તો તેણીએ સ્તન ધોવા જોઈએ.
06:04 ઓછામાં ઓછી ૨૦ સેકેન્ડ સુધી સ્તન ધોવા માટે તેણીએ સાબુ અને પાણીનો ઉપયોગ કરવો જોઈએ.
06:12 બાળકની સંભાળ રાખનારાઓએ બાળકને સ્પર્ષ કરતા પહેલા અને પછી તેઓના હાથ ધોવા જોઈએ.
06:19 રૂમમાંની દરેક સપાટીઓને નિયમિતપણે સાફ કરી અને ડિસઈન્ફેક્ટેડ એટલે કે સંક્રમણ રહિત કરવી જોઈએ.
06:26 અમુક સંક્રમિત માતાઓ એટલી અસ્વસ્થ હોઈ શકે કે તેઓ સ્તનપાન કરાવી શક્તી નહીં.
06:32 તેવા કિસ્સાઓમાં, બાળકને માતાનું દૂધ કાઢીને પીવડાવવું જોઈએ.
06:39 એક નર્સ અથવા કૌટુંબિક સભ્ય બાળકને આ દૂધ પીવડાવી શકે છે.
06:45 તે વ્યક્તિ સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલી હોવી જોઈએ નહીં.
06:51 બાળકને અથવા દૂધને સ્પર્ષ કરતા પહેલા તેઓને ૨૦ સેકેન્ડ સુધી હાથ ધોવા જોઈએ
06:59 હાથ ધોયા બાદ તેઓએ માસ્ક પણ પહેરવું જોઈએ.
07:05 માતાનું કાઢેલૂં દૂધ બાળકને પેશ્ચરાઈઝ એટલે કે જંતુનાશની વિધિ કર્યા વિના જ પીવડાવી શકાય છે.
07:11 માતાએ કાઢેલા દૂધને એક જગાએ થી બીજી જગાએ ખૂબ જ સંભાળપૂર્વક લઈ જવું તેમજ જાળવવું જોઈએ.
07:18 માતા સ્વસ્થ થઈ જાય એટલે સ્તનપાન ફરી શરૂ કરવું જોઈએ.
07:24 અમુક સંક્રમિત માતાઓ એટલી અસ્વસ્થ હોઈ શકે કે તેઓ દૂધ કાઢી શકે નહીં.
07:29 તેવા કિસ્સાઓમાં, બાળકને પોષણ પૂરૂ પાડવા અન્ય વિકલ્પોનો પ્રયત્ન કરવો જોઈએ.
07:35 દાતા માતૃ સ્તન-દૂધ બેંક પાસેથી સ્તન-દૂધ ઉપલબ્દ્ધ હોય તો તેની તપાસ કરવી.
07:41 માતા સ્વસ્થ થાય ત્યાર સુધી, બાળકને દાતા માતૃનું સ્તન-દૂધ પીવડાવવું.
07:47 અગર દાતા માતૃનું સ્તન-દૂધ ઉપલબ્દ્ધ નથી તો વેટ નર્સિંગનો પ્રયત્ન કરવો.
07:56 વેટ-નર્સિંગ એટલે એવી સ્ત્રી, જે બાળકની માતા નથી પરંતુ તે બીજાના બાળકને સ્તનપાન કરાવે છે.
08:03 અગર વેટ-નર્સિંગ શક્ય ના હોય તો બાળકને પશુનું દૂધ આપવું.
08:11 બાળકને પશુનું દૂધ આપતા પહેલા હમેશા તેને ઉકાળી લેવું.
08:16 આએ વિકલ્પો માટે આરોગ્ય સંભાળ આપનારની સલાહ લેવી.
08:23 ફોર્મ્યુલા મિલ્ક એટલે કે પાવડરનું દૂધ,
08:25 દૂધની બોટલો
08:27 અને પ્લાસ્ટિક, રબર અથવા સિલિકોન નિપ્પલોનો ઉપયોગ કરવો નહીં.
08:32 માતા સ્વસ્થ થઈ જાય એટલે ફરી તેને સ્તનપાન શરૂ કરવામાં સહાય કરવી.
08:38 અન્ય એક અગત્યની પ્રક્રિયા છે માતા અને બાળક વચ્ચે ત્વચા-થી-ત્વચાનો સંપર્ક.
08:46 માતાને કોવિડ-19 હોય તો પણ જન્મના તુરંત બાદ તેની શરૂઆત કરવી જોઈએ.
08:53 આથી સ્તનપાનની શરૂઆત થવામાં સહાય મળી રહે છે.
08:58 કંગારુ મધર કેર પદ્ધતિ, દિવસ અને રાત કરવી જોઈએ.
09:04 સ્તનપાન અને ત્વચા-થી-ત્વચાના સંપર્કથી બાળકોમાં મૃત્યુનું જોખમ ઘટે છે.
09:12 આથી તાત્કાલિક અને આજીવન, આરોગ્ય અને વિકાસના લાભ મળી રહે છે.
09:20 સ્તનપાનથી માતાઓ ને સ્તન અને અંડાશયના કેન્સરનું જોખમ પણ ઓછું થાય છે.
09:27 સંક્રમણ લાગવાના જોખમો કરતા, આએ ફાયદાઓ નોંધપાત્ર પ્રમાણમાં વધુ છે.
09:34 અંતે, માતા અને કૌટુંબિક સભ્યોને ચેતવણીના સંકેતો વિશે સલાહ સૂચનો પૂરા પાડવા જોઈએ.
09:42 બાળકમાં ચેતવણીના સંકેતો જોતા રહેવા વિશે તેઓને તાલિમ પૂરી પાડવી જોઈએ.
09:48 અગર તેઓને કોઈ સંકેતો દેખાય, તો તેઓએ ડોક્ટરને જાણ કરવી જોઈએ.
09:54 આએ ટ્યુટોરીઅલમાંનું માર્ગદર્શન, અત્યાર સુધી ઉપલબ્દ્ધ મર્યાદિત પુરાવાઓના આધારે આપેલ છે.
10:01 નવા પુરાવા પ્રાપ્ત થતા, અમુક ભલામણોમાં ફેરફાર આવી શકે છે.
10:08 મહેરબાની કરી, સરકારના તાજેતરના નિયમો અનુસાર આએ માર્ગદર્શનનો ઉપયોગ કરવો.
10:14 આ સાથે આપણે ટ્યુટોરીઅલને સમાપ્ત કરીએ છીએ.

અમારી સાથે જોડાવવા બદલ આભાર

Contributors and Content Editors

Helpgrid, Sakinashaikh