Blender/C2/Types-of-Windows-Properties-Part-1/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:06 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00:10 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. |
00:30 | આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે? |
00:35 | પ્રોપર્ટીઝ વિન્ડોમાં Render panelશું છે? |
00:39 | પ્રોપર્ટીઝ વિન્ડોની રેન્ડર પેનલમાં વિવિધ સેટિંગ્સ શું છે? |
00:45 | હું માનું છુ કે બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે તમને ખબર છે. |
00:50 | જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો |
00:59 | પ્રોપર્ટીઝ વિન્ડો વિવિધ પેનલ ધરાવે છે. તે આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. |
01:09 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ પર, આઇકોનની એક પંક્તિ છે |
01:15 | આ આઇકોન વિવિધ પેનલનું પ્રતિનિધિત્વ કરે છે.જે પ્રોપર્ટીઝ સેક્શન અંદર આવે છે. |
01:22 | Render, Scene, World, Object, વગેરે. |
01:31 | આ પેનલ વિવિધ સેટિંગ્સ ધરાવે છે, જે બ્લેન્ડર માં કામ કરતી વખતે ખૂબ જ ઉપયોગી છે. |
01:38 | વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણે પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું જ જોઇએ. |
01:43 | પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધાર પર ડાબું ક્લિક કરો. પકડી રાખો અને ડાબી તરફ ખેચો. |
01:53 | આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે. |
02:00 | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારા ટ્યુટોરીયલ How to Change Window Types in Blender ને જુઓ |
02:12 | પ્રોપર્ટીઝ વિંડોમાં Render એ પ્રથમ પેનલ છે. |
02:16 | જ્યારે આપણે બ્લેન્ડર ખોલીએ છે તો તે બ્લેન્ડર ઈન્ટરફેસ પર મૂળભૂત રીતે દ્રશ્યમાન થાય છે.. |
02:24 | આ પેનલ માં આ સેટિંગ્સ એનિમેશનના અંતિમ આઉટપુટ ને બનાવવા માટે વપરાય છે |
02:31 | Imageનો ઉપયોગ સક્રિય કૅમેરા વ્યુની સિંગલ ફ્રેમ ઇમેજને રેન્ડર કરવા માટે વપરાય છે. |
02:39 | imageપર ડાબું ક્લિક કરો. કી બોર્ડ શોર્ટકટ માટે F12 દબાવો. |
02:48 | સક્રિય કૅમેરા વ્યુ, સિંગલ ફ્રેમ ઈમેજ ના તરીકે રેન્ડર થયું છે. |
02:56 | 3D વ્યુમાં પાછા જવા માટે કી બોર્ડ પર ESCદબાવો. |
03:03 | Animation નો ઉપયોગ સમગ્ર શ્રેણીની ફ્રેમ અથવા ઇમેજ ક્રમને રેન્ડર કરવા માટે અને મૂવી ફાઈલ બનાવવા માટે થાય છે. |
03:14 | મૂળભૂત રીતે, ટાઈમલાઈન પર ફ્રેમ શ્રેણી 1 થી 250 સુધી છે. |
03:22 | Animationપર ડાબું ક્લિક કરો. સમગ્ર ફ્રેમ શ્રેણી, ફ્રેમ 1 થી ફ્રેમ 250 સુધી રેન્ડર થઇ રહી છે. |
03:39 | રેન્ડર પ્રોગ્રેસ રોકવા માટેEsc દબાવો |
03:43 | 3D વ્યુ પર પાછા જવા માટે Esc દબાવો. |
03:48 | રેન્ડર પેનલમાં Display પર જાઓ. |
03:52 | ડિસ્પ્લે આપણને સ્ક્રીન પર રેન્ડર પ્રોગ્રેસ કેવી રીતે જોવું તે પસંદ કરવા માટે મદદ કરે છે |
03:58 | મૂળભૂત રીતે ડિસ્પ્લે Image Editor modeમાં છે. ચાલો હું સમજાવું. |
04:05 | સક્રિય કૅમેરા View રેન્ડર કરવા માટે F12 દબાવો. |
04:09 | રેન્ડર ડિસ્પ્લે UV/Image Editor તરીકે પ્રદશિત થાય છે. |
04:15 | દરેક વખતે આપણે સક્રિય કૅમેરા વ્યુ ને રેન્ડર કરીએ છીએ ત્યારે 3D વ્યુ એ UV/Image Editorમાં બદલાય છે. . |
04:22 | UV/Image Editor વિષે શીખવા માટે Types of windows - UV/Image Editor ટ્યુટોરીયલ જુઓ. |
04:32 | 3D વ્યુ પર પાછા જવા માટે Esc દબાવો. |
04:36 | Renderપેનલ માં Displayપર જાઓ, image editorપર ડાબું ક્લિક કરો. |
04:44 | આ ડ્રોપ ડાઉન મેનુ render display વિકલ્પોની યાદી બતાવે છે. |
04:51 | Full Screen ને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો. |
04:56 | સક્રિય કૅમેરા વ્યુને રેન્ડર કરવા માટેF12દબાવો. |
05:02 | હવે, સમગ્ર બ્લેન્ડર સ્ક્રીન UV/Image editor દ્વારા બદલાય છે. |
05:09 | ફૂલ સ્ક્રીન રેન્ડર મોડથી બહાર નીકળવા માટેEscદબાવો અને બ્લેન્ડર વર્કસ્પેસ પર પાછા આવો. |
05:16 | રેન્ડર પેનલમાં Display પર જાઓ.Full screenડાબું ક્લિક કરો. યાદીમાંથીNew windowપસંદ કરો. |
05:28 | સક્રિય કૅમેરા વ્યુ રેન્ડર કરવા માટે F12 દબાવો. |
05:32 | હવે, રેન્ડર ડિસ્પ્લે બ્લેન્ડર વર્કસ્પેસ પર એક નવી વિંડો તરીકે દ્રશ્યમાન થાયછે. |
05:39 | જ્યારે તમે તમારા એનિમેશનના પ્રિવ્યુને રેન્ડર કરશો ત્યારે આ ખૂબ જ ઉપયોગી થશે. |
05:45 | આ કેવી રીતે કરવું તે આપણે પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું. |
05:50 | રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો. |
05:56 | રેન્ડર પેનલમાં Display પર જાઓ.New windowપર ડાબું ક્લિક કરો. |
06:01 | Image editor modeને પસંદ કરવા માટે ડાબું ક્લિક કરો. ડીસ્લ્પે Image Editor mode માં છે. |
06:08 | આગામી સેટિંગ આપણે જોશું Dimensions. અહીં આપણે આપણા જરૂરી આઉટપુટ પર આધાર રાખી વિવિધ રેન્ડર પ્રીસેટ્સને કસ્ટમાઇઝ કરી શકિયે છે. |
06:21 | Render Presetsપર ડાબું ક્લિક કરો, ડ્રોપ ડાઉન મેનુ દ્રશ્યમાન થાય છે. |
06:27 | અહીં તમામ મુખ્ય રેન્ડર પ્રીસેટ્સની યાદી છે. ''''DVCPRO, HDTV, NTSC,' PAL વગરે . |
06:41 | હવે, આપણે આ બાજુ પર છોડી અને 'રેન્ડર ડાયમેન્શન' સેટિંગ્સ સાથે આગળ વધીએ. |
06:50 | રિઝોલ્યૂશન એ રેન્ડર ડિસ્પ્લે અને સક્રિય કૅમેરા વ્યુની પહોળાઈ અને ઊંચાઈ છે |
06:57 | મૂળભૂત રીતે, બ્લેન્ડર 2.59 માં,1920 by 1080 pixels રિઝોલ્યૂશન છે . |
07:09 | '50%' આ રેન્ડર રિઝોલ્યૂશનનું ટકાવારી માપ છે. |
07:14 | એનો અર્થ એ થાય છે કે વાસ્તવિક રિઝોલ્યૂશન માત્ર 50% રેન્ડર કરવામાં આવશે. ચાલો હું સમજાવું. |
07:22 | સક્રિય કૅમેરા વ્યુ રેન્ડર કરવા માટેF12દબાવો. આ મૂળભૂત રેન્ડર રિઝોલ્યૂશન છે. |
07:29 | આ વાસ્તવિક રિઝોલ્યૂશનનું માત્ર અડધુ અથવા 50% છે |
07:35 | રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો. |
07:40 | રેન્ડર પેનલમાં રિઝોલ્યૂશન હેઠળ ' '50% પર ડાબું ક્લિક કરીને પકડી રાખો, અને જમણી તરફ ખેચો. |
07:50 | ટકાવારી '100% થી બદલાય છે. ટકાવારી બદલવા માટે બીજો માર્ગ છે - |
08:00 | 100%.પર ડાબું ક્લિક કરો. હવે કીબોર્ડ પર 100ટાઈપ કરો અને enterદબાવો. |
08:12 | સક્રિય કૅમેરા વ્યુ રેન્ડર કરવા માટેF12દબાવો. |
08:18 | અહી 1920 by 1080 pixelsનું પૂર્ણ 100% રિઝોલ્યૂશન રેન્ડર છે. |
08:27 | રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો, હવે મારે રિઝોલ્યૂશન 720 by 576 pixels માં બદલવું છે. |
08:38 | 1920 પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર 720 ટાઈપ કરો enterદબાવો. |
08:49 | ફરીથી 1080પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર 576 ટાઈપ કરો અને enterદબાવો. |
09:01 | સક્રિય કૅમેરા વ્યુ રેન્ડર કરવા માટે F12 દબાવો. |
09:07 | અહી 720 by 576 pixelsનું પૂર્ણ 100% રિઝોલ્યૂશન રેન્ડર છે. |
09:16 | રેન્ડર ડિસ્પ્લે વિન્ડો બંધ કરો. |
09:21 | રેન્ડર પેનલમાં Dimensions હેઠળ Frame range પર જાઓ. |
09:27 | Frame Range તમારી મુવી માટે રેન્ડરેબ્લ એનિમેશનની લંબાઈને નક્કી કરે છે. |
09:33 | મેં પહેલાં કહ્યું તે પ્રમાણે, મૂળભૂત રીતે, ફ્રેમ શ્રેણી ' 1 to 250 છે. |
09:40 | Start 1પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર0ટાઈપ કરો અને enterદબાવો. |
09:51 | આ આપણા એનિમેશન લંબાઈની શરૂઆતની ફ્રેમ અથવા પ્રથમ ફ્રેમ છે |
09:57 | End 250પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર 100 ટાઈપ કરો અને enterદબાવો. |
10:09 | આપણા એનિમેશન લંબાઈ ની આ અંતિમ અથવા છેલ્લી ફ્રેમ છે. |
10:16 | હવે આપણા એનિમેશન માટે આપણી પાસે નવી ફ્રેમ રેંજ છે. |
10:23 | 3D વ્યુ નીચે, ટાઈમલાઈન પર જાઓ. |
10:26 | નોંધ લો ડિસ્પ્લે હવે કેવી રીતે બદલાયી ગયી છે. કારણકે આપણે હવે રેન્ડર પેનલ માં ફ્રેમ રેંજ બદલી છે. |
10:36 | ટાઈમ લાઈન વિન્ડો, વિષે શીખવા માટે અમારું Types of Windows - Timeline ટ્યુટોરીયલ જુઓ. |
10:16 | રેન્ડર પેનલમાં Dimensions હેઠળ Aspect Ratio પર જાઓ. |
10:54 | નોંધ લો,જયારે આપણે રિઝોલ્યૂશન બદલ્યું ત્યારે aspect ratio પણ બદલાય છે. |
11:01 | ફ્રેમ રેટ આપણી મુવીમાં એક સેકન્ડ માં એનીમેટ થતી ફ્રેમની સંખ્યા નક્કી કરે છે. |
11:09 | મૂળભૂત રીતે 24 fps અથવા ફ્રેમસ પ્રતિ સેકેંડ છે. |
11:16 | 24 fps પર ડાબું ક્લિક કરો. ડ્રોપ ડાઉન મેનુ દ્રશ્યમાન થાય છે. |
11:25 | અહીં તમામ મુખ્ય frame ratesની યાદી છે જે એનિમેશન મુવી બનાવતી વખતે વપરાય છે. |
11:31 | તમે તમારી જરૂરિયાત મુજબ કોઇ એક પસંદ કરી શકો છો. |
11:37 | FPS 24 પર ડાબું ક્લિક કરો .તમારા કી બોર્ડ પર15ટાઈપ કરો અને enterદબાવો. |
11:48 | હવે આપણી ફ્રેમ રેટ 15 frames per second સાથે બદલાઈ ગયેલ છે. |
11:55 | આગળ Output છે. શું તમે ડાબી બાજુ પર tmpલખેલું આડું બાર અને જમણી બાજુ પર file browser આઇકોન જોઈ શકો છો? |
12:07 | અહીં આપણે આપણા રેન્ડર ફાઈલો માટે આઉટપુટ ફોલ્ડર સ્પષ્ટ કરી શકીએ છે. |
12:13 | file browserઆઇકોન પર ડાબું ક્લિક કરો. |
12:18 | ફાઇલ બ્રાઉઝર વિશે શીખવા માટે,Types of Windows - File Browser and Info Panel ટ્યુટોરીયલ જુઓ. |
12:28 | તમારું આઉટપુટ ફોલ્ડર પસંદ કરો. હું My Documents પસંદ કરું છું. |
12:35 | Create new directory પર ડાબું ક્લિક કરો. OUTPUTટાઈપ કરો અને enter દબાવો. |
12:47 | ફોલ્ડરને ખોલવા માટે Outputપર ડાબું ક્લિક કરો. |
12:52 | Acceptપર ડાબું ક્લિક કરો. હવે આપણી બધી રેન્ડર ફાઇલો My Documents માં Output ફોલ્ડરમાં સેવ કરવામાં આવશે. |
13:04 | આઉટપુટ ફોલ્ડર બાર નીચે ઈમેજ ફોર્મેટ મેનૂ છે. |
13:08 | અહીં આપણે રેન્ડર ઈમેજો અને મુવી ફાઈલો માટે આઉટપુટ ફોર્મેટ પસંદ કરી શકીએ છે. |
13:13 | PNG પર ક્લિક કરો . અહીં બ્લેન્ડર માં આધારભૂત બધા ફોર્મેટ્સ યાદી છે. |
13:20 | આપણી પાસે image formats અને movie formatsછે. |
13:25 | આપણે આપણી જરૂરિયાતો મુજબ કોઇ એક પસંદ કરી શકીએ છે. |
13:30 | બ્લેન્ડરમાં વપરાતા ત્રણ કલર મોડ 'PNG'નીચે છે. BW એ ગ્રેસ્કેલ મોડ છે. |
13:38 | RGB મૂળભૂત રીતે પસંદ કરેલ છે. RGB એ કલર મોડ છે જે RGB ડેટા સાથે રેન્ડર ફાઈલો સંગ્રહ કરે છે. |
13:48 | RGBA રેન્ડર ફાઈલોને વધારાના ડેટા સાથે સંગ્રહ ક્રરે છે જે આલ્ફા ચેનલ તરીકે ઓળખાય છે. |
13:54 | આલ્ફા માત્ર અમુક ચોક્કસ ઇમેજ ફોરમેટ સાથે કામ કરે છે જે આલ્ફા ચેનલ રેન્ડરીંગને આધાર આપે છે |
14:01 | તો આ render panel વિષે હતું. |
14:06 | તો, આ ટ્યુટોરીયલ માં આપણે પ્રોપર્ટીઝ વિન્ડોમાં રેન્ડર પેનલ વિષે જોયું છે. |
14:11 | બાકીની પેનલ આગળના ટ્યુટોરિયલ્સ માં શીખીશું. |
14:17 | હવે, આગળ વધો અને નવી બ્લેન્ડ ફાઈલ બનાવો. રેન્ડર ડિસ્પ્લેને નવી વિંડોમાં બદલો. |
14:26 | રીઝોલ્યુશનને 720 by 576 100% માં બદલો. ફ્રેમ રેંજ ને 0 થી100 માં બદલો. |
14:38 | ફ્રેમ રેટ ને 15 fps માં બદલો. રેન્ડર ફાઇલો માટે આઉટપુટ ફોલ્ડર બનાવો. |
14:48 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
14:57 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
15:17 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ |
15:19 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે |
15:23 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
15:28 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
15:34 | જોડાવા બદ્દલ આભાર. |
15:36 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |