Blender/C2/Types-of-Windows-Outliner/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:03 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં Outliner વિન્ડો વિશે છે. |
00:28 | આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે શીખીશું, |
00:33 | Outliner વિન્ડો શું છે; |
00:36 | Outliner વિંડોમાં આઈ, એરો અને કેમેરા આઈકોન્સ શું છે; |
00:43 | અને Outliner વિંડોમાં display મેનુ શું છે. |
00:49 | હું ધારું છું કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત એલિમેન્ટો વિષે ખબર છે. |
00:54 | જો નહીં તો, બ્લેન્ડર ઈન્ટરફેસનું મૂળભૂત વર્ણન (Basic Description of the Blender Interface) પરના અમારા અગાઉના ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
01:03 | બ્લેન્ડર માં Outliner ડેટાની ફ્લોચાર્ટ યાદી છે. |
01:09 | મૂળભૂત રીતે તે બ્લેન્ડર ઈન્ટરફેસની જમણી ટોચની ખૂણે હાજર છે. |
01:15 | ચાલો Outliner વિન્ડોનું માપ બદલીએ. |
01:20 | તળિયેની ધાર પર ડાબું ક્લિક કરો અને તેને નીચે ડ્રેગ કરો. |
01:26 | ડાબી ધાર પર ડાબું ક્લિક કરો અને ડાબી તરફ ડ્રેગ કરો. |
01:36 | આપણે હવે Outliner વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. |
01:41 | બ્લેન્ડર વિન્ડોનું કદ બદલવા માટે અમારું આ ટ્યુટોરીયલ જુઓ |
01:47 | બ્લેન્ડર માં વિન્ડો પ્રકાર કેવી રીતે બદલવું (How to Change Window Types in Blender). |
01:59 | View પર ડાબું ક્લિક કરો. |
02:03 | અહીં વિવિધ વિકલ્પો છે જેવા કે |
02:06 | Show restriction columns, |
02:09 | show active, |
02:11 | show or hide one level, |
02:14 | show hierarchy, |
02:17 | Duplicate area into New window અને Toggle full screen. |
02:25 | Show Restriction columns અસક્રિય કરો. |
02:30 | આ, outliner વિન્ડો ઉપર આવેલ જમણે ખૂણે તમામ દૃશ્યક્ષમ, પસંદકારક અને પ્રસ્તુતકારક વિકલ્પો છુપાવી દે છે. |
02:42 | ફરીથી, viewપર ડાબું ક્લિક કરો. |
02:46 | દૃશ્યક્ષમ, પસંદકારક અને પ્રસ્તુતકારક વિકલ્પો બતાવવા માટે Show restriction columns સક્રિય કરો. |
02:56 | Outliner વિંડોમાં કયુબની ડાબી બાજુ પર plus sign બટન પર ડાબું ક્લિક કરો. |
03:03 | cascade લીસ્ટ દેખાય છે. |
03:05 | તે પસંદ કરેલ ઓબ્જેક્ટના ગુણધર્મોની યાદી બતાવે છે. |
03:11 | આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં આ વિષે વિગતવાર ચર્ચા કરીશું. |
03:16 | આઈ ઓબ્જેક્ટને 3D વ્યુમાં દૃશ્યમાન અથવા અદ્રશ્ય બનાવે છે. |
03:24 | ઉદાહરણ તરીકે, ક્યુબ માટે eye ઉપર ડાબું ક્લિક કરો. |
03:29 | હવે ક્યુબ 3D વ્યૂમાં દૃશ્યમાન નથી. |
03:35 | ફરીથી, ક્યુબ માટે eye ઉપર ડાબું ક્લિક કરો. |
03:41 | હવે ક્યુબ 3D વ્યૂમાં જોઇ શકાય છે. |
03:48 | એરો 3D વ્યૂમાં ઑબ્જેક્ટને પસંદ કરેલ અથવા ન પસંદ કરેલ બનાવે છે. |
03:56 | ઉદાહરણ તરીકે, ક્યુબ માટે એરો પર ડાબું ક્લિક કરો. |
04:02 | 3D વ્યુમાં cube પર જમણું ક્લિક કરો. ક્યુબ પસંદ કરી શકાતું નથી. |
04:10 | ફરીથી, Outliner વિંડોમાં ક્યુબ માટે એરો ઉપર ડાબું ક્લિક કરો. |
04:17 | 3D વ્યુમાં cube ઉપર જમણું ક્લિક કરો. |
04:21 | ક્યુબ હવે પસંદ થઇ શકે છે. |
04:28 | Camera ઓબ્જેક્ટને પ્રસ્તુતકારક અથવા અપ્રસ્તુતકારક બનાવે છે. |
04:34 | ક્યુબ માટે camera ઉપર ડાબું ક્લિક કરો. |
04:38 | દ્રશ્ય રેન્ડર કરવા માટે તમારા કીબોર્ડ પર f12 ડબાઓ. |
04:46 | ક્યુબ રેન્ડરમાં દ્રશ્યમાન નથી. |
04:51 | 3D વ્યુ પર પાછા જવા માટે esc ડબાઓ. |
04:56 | ફરીથી, Outliner વિંડોમાં ક્યુબ માટે camera પર ડાબું ક્લિક કરો. |
05:03 | દ્રશ્ય રેન્ડર કરવા માટે f12 ફરીથી ડબાઓ. |
05:09 | ક્યુબ હવે રેન્ડર માં જોઇ શકાય છે. |
05:15 | 3D વ્યુ પર પાછા જવા માટે esc ડબાઓ. |
05:21 | Outliner વિંડોમાં Search bar પર ડાબું ક્લિક કરો. |
05:28 | જો તમારું દ્રશ્ય બહુવિધ ઓબ્જેક્ટો ધરાવે છે, તો આ સર્ચ ટુલ્સ સમાન જૂથોના ઓબ્જેક્ટો અથવા દ્રશ્યમાં કોઈ ચોક્કસ ઓબ્જેક્ટ ફિલ્ટર કરવામાં મદદ કરે છે. |
05:40 | આ outliner વિન્ડોની ટોચ પર ડાબા ખૂણે આવેલ દ્રશ્ય, તમારા બ્લેન્ડર દ્રશ્યમાં અને તે સાથે સંકળાયેલ એલીમેંન્ટોમાં બધા ઓબ્જેક્ટોની યાદી આપે છે. |
05:51 | All scenes પર ડાબું ક્લિક કરો. |
05:55 | આ ડ્રોપ ડાઉન લીસ્ટ display menu છે. |
05:59 | તે outliner પેનલ માટેના પ્રદર્શન વિકલ્પો સમાવે છે. |
06:04 | current scene પર ડાબું ક્લિક કરો. |
06:08 | તમે outliner વિંડોમાં યાદી થયેલ, વર્તમાન દ્રશ્યમાં હાજર બધા ઓબ્જેક્ટો જોઈ શકો છો. |
06:18 | ડિસ્પ્લે મેનુ ખોલવા માટે current scene ઉપર ડાબું ક્લિક કરો. |
06:26 | visible layers ઉપર ડાબું ક્લિક કરો. |
06:30 | સક્રિય સ્તર અથવા સ્તરોમાં હાજર બધા ઓબ્જેક્ટો Outliner વિંડોમાં યાદી થયેલ છે. |
06:38 | આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં સ્તરો વિશે વિગતવાર જાણીશું. |
06:44 | ડિસ્પ્લે મેનુ ખોલવા માટે visible layers ઉપર ડાબું ક્લિક કરો. |
06:52 | selected ઉપર ડાબું ક્લિક કરો. |
06:55 | Outliner, 3D વ્યુંમાં પસંદ થયેલ ઓબ્જેક્ટની જ યાદી આપે છે. |
07:04 | ડિસ્પ્લે મેનુ ખોલવા માટે selected ઉપર ડાબું ક્લિક કરો. |
07:09 | Active ઉપર ડાબું ક્લિક કરો. |
07:12 | Outliner , 3D વ્યુંમાં તાજેતરમાં પસંદ કરવામાં આવેલા ઓબ્જેક્ટની જ યાદી આપે છે. |
07:22 | ડિસ્પ્લે મેનુ ખોલવા માટે Active ઉપર ડાબું ક્લિક કરો. |
07:28 | Same types ઉપર ડાબું ક્લિક કરો. |
07:31 | નામ સૂચવે છે તે પ્રમાણે, same type વિકલ્પ Outliner વિંડોમાં સમાન શ્રેણી હેઠળ આવતા ઓબ્જેક્ટોની યાદી આપે છે. |
07:41 | ઉદાહરણ તરીકે, સમઘન 3D વ્યુમાં મૂળભૂત રીતે પસંદ થયેલ છે. |
07:47 | તેથી outliner દ્રશ્યમાં બધા મેશ ઓબ્જેક્ટોની યાદી આપે છે. |
07:51 | આ કિસ્સામાં, સમઘન દ્રશ્યમાં એકમાત્ર મેશ ઓબ્જેક્ટ છે. |
07:58 | બ્લેન્ડર માં એનિમેશન વિશેના વધુ અદ્યતન ટ્યુટોરિયલ્સ માં આપણે મેશ ઓબ્જેક્ટો વિષે વધુ વિગતવાર જાણીશું. |
08:08 | ડિસ્પ્લે મેનુ ખોલવા માટે Same types ઉપર ડાબું ક્લિક કરો. |
08:14 | groups દ્રશ્યમાં બધા જૂથ ઓબ્જેક્ટોની યાદી આપે છે. |
08:20 | અહીં થોડા અન્ય વિકલ્પો પણ છે, જે આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં જોઈશું. |
08:27 | outliner વિન્ડો પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
08:32 | બહુવિધ ઓબ્જેક્ટો ધરાવતા વિશાળ દૃશ્ય સાથે કામ કરતી વખતે, Outliner વિન્ડો દ્રશ્યમાં દરેક ઓબ્જેક્ટ ટ્રૅક કરવા માટેનું ખૂબ ઉપયોગી ટુલ બને છે. |
08:45 | હવે નવી ફાઇલ બનાઓ, Outliner માં પસંદ થયેલની યાદી બનાવો અને સમઘનને રેન્ડરેબલ બનાઓ. |
08:58 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09:07 | આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, |
09:12 | oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/ NMEICT-Intro. |
09:28 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ |
09:30 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
09:34 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
09:38 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
09:45 | જોડાવા બદ્દલ આભાર. |
09:46 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |