Blender/C2/How-to-Change-Window-types-in-Blender/Gujarati
From Script | Spoken-Tutorial
Title of script: How To Change Window Types in Blender
Author: Bhanu Prakash, Monisha Banerjee
Keywords: 3D view, toggle, split, merge
Reviewers: Namita Lobo, Leena Mulye
|
|
00:03 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં વિન્ડોનો પ્રકાર કેવી રીતે બદલવું તે વિશે છે. |
00:26 | આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે શીખીશું કે, બ્લેન્ડર ઈન્ટરફેસમાં કોઈપણ વિન્ડોનું માપ કેવી રીતે બદલવું; |
00:36 | અલગ વિન્ડો વચ્ચે ફેરબદલી કેવી રીતે કરવું; |
00:40 | વિન્ડો કેવી રીતે વિભાજિત કરવું અને તેમને ફરી પાછી સાથે મર્જ કેવી રીતે કરવું; |
00:46 | અને ફૂલ સ્ક્રીન મોડ માં કોઇ વિન્ડો મેક્સીમાઈઝ કેવી રીતે કરવું. |
00:55 | હું ધારું છું કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત એલીમેન્ટો વિશે ખબર છે. |
01:01 | જો નહિં, તો અમારા અગાઉના ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
01:05 | Basic Description of the Blender Interface. |
01:10 | બ્લેન્ડર ઇન્ટરફેસમા હાજર વિવિધ વિન્ડોના પ્રકાર આપણે પહેલેથી જ જોઈ ચુક્યા છીએ. |
01:17 | આ વિન્ડોના માપ બદલી શકાય છે. |
01:21 | Outliner વિન્ડોની ડાબી ધાર ઉપર માઉસ કર્સર ખસેડો. |
01:28 | આપણે ડબલ માથાવાળું એરો જોઈએ છીએ. |
01:32 | હવે ડાબું ક્લિક કરો અને માઉસને ડ્રેગ કરો. |
01:37 | Outliner વિન્ડો માઉસ ખસે તે પ્રમાણે કદમાં બદલાય છે. |
01:45 | હવે, Outliner વિન્ડોની તળિયેની ધાર ઉપર માઉસ કર્સર ખસેડો. |
01:51 | ફરી, આપણે ડબલ માથાવાળું એરો જોઈએ છીએ. |
01:55 | ડાબું ક્લિક કરો અને માઉસને ડ્રેગ કરો. |
01:59 | Outliner વિન્ડો માઉસ ખસે તેમ કદમા બદલાય છે. |
02:07 | આ પ્રમાણે આપણે બ્લેન્ડર ઈન્ટરફેસમા કોઈપણ વિન્ડોનું કદ બદલી શકીએ છીએ. |
02:14 | હવે બ્લેન્ડર ઈન્ટરફેસની વિવિધ વિન્ડો વચ્ચે ફેરબદલી કેવી રીતે કરવું તે જોઈએ. |
02:22 | 3D વ્યુની ડાબી બાજુના ખૂણે જાઓ. |
02:27 | અહીં ઉપર અને નીચે એરો સાથે એક બટન છે, જે વર્તમાન એડિટર પ્રકાર પ્રદર્શિત કરે છે. |
02:35 | બટન પર ડાબું ક્લિક કરો. |
02:38 | વિન્ડોના અલગ વિકલ્પો સમાવતું એક મેનુ ખુલે છે. |
02:42 | આ editor type મેનુ છે. |
02:46 | આ મેનુ બ્લેન્ડર ઈન્ટરફેસમાં દરેક વિન્ડોની ડાબી બાજુના ખૂણે આવેલ હોય છે. |
02:52 | અને વિવિધ વિન્ડો વચ્ચે ફેરબદલી કરવા માટે વપરાય છે. |
02:59 | menu વિકલ્પો પર તમારું માઉસ ખસેડો. |
03:04 | શૉર્ટકટ માટે, તમે તમારા કીબોર્ડ પર અપ અને ડાઉન એરો કીઓનો ઉપયોગ કરી શકો છો. |
03:12 | UV/Image Editor ઉપર ડાબું ક્લિક કરો. |
03:16 | 3D વ્યુ UV/Image એડિટરમા બદલાઈ ગયેલ છે. |
03:25 | ફરીથી એડિટર ટાઇપ મેનુ પર ડાબું ક્લિક કરો અને 3D view પસંદ કરો. |
03:31 | હવે આપણે 3D વ્યુ પર પાછા આવ્યા છે. |
03:36 | તો આ રીતે તમે એડિટર ટાઇપ મેનૂનો ઉપયોગ કરીને વિવિધ વિન્ડો વચ્ચે ફેરબદલી કરી શકો છો. |
03:47 | મૂળભૂત 3D વ્યુ ૪ ભાગોમાં વિભાજિત થયેલ છે. |
03:53 | 3D વ્યુ વિભાજીત કરવા માટે બે માર્ગો છે. |
03:57 | પ્રથમ, એડિટર ટાઇપ મેનુની બાજુમાં, 3D વ્યુના તળિયે ડાબે ખૂણે View પર ડાબું ક્લિક કરો. |
04:07 | ટોચ પરથી બીજો વિકલ્પ પસંદ કરો Toggle Quad view. |
04:13 | શૉર્ટકટ માટે, Ctrl, Alt & Q ડબાઓ. |
04:20 | 3D વ્યુ ૪ અલગ અલગ વ્યુમાં વિભાજિત થયેલ છે. |
04:26 | Top view, Front view, Right view અને Camera view. |
04:38 | બ્લેન્ડર માં મોડેલિંગ અને એનીમેટીંગ વખતે તમને આ ખૂબ જ ઉપયોગી થશે. |
04:47 | ક્વાડ વ્યુ નિષ્ક્રિય કરવા માટે Ctrl, Alt & Q ડબાઓ. |
04:55 | સ્પેસબાર ડબાઓ અને સર્ચ વિસ્તારમાં Toggle ટાઇપ કરો. |
05:05 | યાદીમાંથી Toggle Quad view વિકલ્પ પસંદ કરો. |
05:11 | ક્વાડ વ્યુ સક્રિય કરવા માટે આ બીજી પદ્ધતિ છે. |
05:19 | ક્વાડ વ્યુ નિષ્ક્રિય કરવા માટે, ફરીથી Ctrl, Alt & Q ડબાઓ. |
05:27 | આપણે બ્લેન્ડરના મૂળભૂત કેમેરા વ્યુ પર પાછા આવ્યા છે. |
05:33 | બ્લેન્ડર ઇન્ટરફેસમાં મૂળભૂત રીતે હાજર પાંચ જુદી વિન્ડોવ્સ ઉપરાંત, |
05:39 | તમે વિસ્તાર વિભાજીત કરીને બ્લેન્ડર ઈન્ટરફેસમાં નવી વિન્ડોવ્સ ઉમેરી શકો છો. |
05:46 | ફરીથી, આ કરવા માટે બે માર્ગો છે. |
05:50 | ચાલો Outliner વિંડોમાં આનું નિદર્શન કરું. |
05:55 | તમારા માઉસ કર્સરને Outliner વિન્ડોની નીચે ડાબે ખૂણે ત્રણ ત્રાંસી લીટીઓ ઉપર લઇ જાઓ જ્યાં સુધી પ્લસ ચિહ્ન ન દેખાય. |
06:07 | ડાબું ક્લિક પકડી રાખો અને તમારા માઉસને જમણી તરફ ડ્રેગ કરો. |
06:12 | Outliner વિન્ડો હવે બે નવી પેનલમાં વિભાજિત થયેલ છે. |
06:19 | દરેક નવી પેનલ પાસે તેના પોતાનો ટુલ્સનો સમૂહ છે. |
06:26 | બે નવી પેનલ ફરીથી એકસાથે મર્જ કરવા માટે, આપણે સમાન જ પદ્ધતિ વાપરીશું. |
06:33 | જમણી પેનલને ડાબી પેનલમાં પાછી મર્જ કરવાની જરૂર છે. |
06:39 | તમારા માઉસ કર્સરને જમણી Outliner વિન્ડોની નીચે ડાબે ખૂણે આવેલ ત્રાંસી લીટીઓ ઉપર લઇ જાઓ જ્યાં સુધી પ્લસ ચિહ્ન ન દેખાય. |
06:50 | ડાબું ક્લિક પકડી રાખો અને ડાબી પેનલ તરફ તમારા માઉસને ડ્રેગ કરો. |
06:56 | આ પેનલ શેડમાં દર્શાવેલ છે અને એક સ્પષ્ટ એરો સાઇન તે પર દેખાય છે. |
07:02 | ડાબું ક્લિક છોડો. |
07:05 | બે વિન્ડો મર્જ થયેલ છે. |
07:10 | હવે, વિન્ડો વિસ્તાર વિભાજીત કરવા માટેનો બીજો માર્ગ જોઈએ. |
07:15 | પ્રથમ આપણે Outliner વિન્ડો આડી વિભાજિત કરીશું. |
07:21 | ડબલ માથાવાળું એરો દેખાય ત્યાં સુધી Outliner વિન્ડોની ડાબી ધાર ઉપર તમારું માઉસ કર્સર ખસેડો. |
07:29 | arrow સાઇન પર જમણું ક્લિક કરો. |
07:32 | Split area પર ડાબું ક્લિક કરો. |
07:37 | Outliner વિન્ડોની મધ્યમાં તમારું માઉસ ડ્રેગ કરો. |
07:43 | એક આડી લીટી બે માથાવાળા એરો સાથે દેખાય છે. |
07:48 | પોઝિશન લોક કરવા માટે ડાબું ક્લિક કરો. |
07:54 | Outliner વિન્ડો હવે બે નવી આડી પેનલમાં વિભાજિત થયેલ છે. |
08:01 | પહેલાંની જેમ, દરેક પેનલ પાસે તેના પોતાનો ટુલ્સનો સમૂહ છે. |
08:07 | હવે, ચાલો નવી પેનલ સમાન રીતે ફરીથી મર્જ કરીએ. |
08:14 | તમારા માઉસ કર્સરને બે નવી પેનલ વચ્ચે આવેલ આડી લીટી ઉપર લઇ જાઓ જ્યાં સુધી પ્લસ ચિહ્ન ન દેખાય. |
08:26 | જમણું ક્લિક કરો અને Join area પસંદ કરો. |
08:31 | તમારું માઉસ ટોચ અથવા તળિયે કોઈપણ એક પેનલ પર ખસેડો. |
08:35 | હું તળિયેની પેનલ પસંદ કરું છું. |
08:40 | પસંદ કરેલ પેનલ શેડમાં દ્રશ્યમાન થાય છે અને સ્પષ્ટ એરો સાઇન તે પર દેખાય છે. |
08:47 | શેડેડ પેનલ પર ડાબું ક્લિક કરો. |
08:50 | બે પેનલ ફરી પાછી સાથે મર્જ કરવામાં આવે છે. |
08:54 | હવે, Outliner વિન્ડો ઉભી વિભાજીત કરો અને નવી પેનલ ફરી સાથે મર્જ કરવાનો પ્રયાસ કરો. |
09:03 | તમારા માઉસ કર્સરને Outliner વિન્ડોની તળિયેની ધાર ઉપર લઇ જાઓ જ્યાં સુધી પ્લસ ચિહ્ન ન દેખાય. |
09:12 | એરો સાઇન પર જમણું ક્લિક કરો. |
09:16 | Split area પર જમણું ક્લિક કરો. |
09:21 | Outliner વિન્ડોની મધ્યમાં તમારું માઉસ ડ્રેગ કરો. |
09:26 | એક ઊભી રેખા ડબલ માથાવાળું એરો સાથે દેખાય છે. |
09:33 | પોઝિશન લોક કરવા માટે ડાબું ક્લિક કરો. |
09:36 | Outliner વિન્ડો હવે બે નવી ઊભી પેનલમાં વિભાજિત થયેલ છે |
09:45 | તમારા કર્સરને બે નવી પેનલ વચ્ચે આવેલ ઊભી ધાર ઉપર લઇ જાઓ જ્યાં સુધી ડબલ માથાવાળું એરો ન દેખાય. |
09:55 | જમણું ક્લિક કરો અને Join area પસંદ કરો. |
10:01 | ડાબી અથવા જમણી - કોઈપણ એક પેનલ પર તમારું માઉસ ખસેડો. |
10:05 | હું જમણી પેનલ પસંદ કરું છું. |
10:10 | પસંદ કરેલ પેનલ શેડમાં દ્રશ્યમાન થાય છે અને સ્પષ્ટ એરો સાઇન તે પર દેખાય છે. |
10:16 | શેડેડ પેનલ ઉપર ડાબુ ક્લિક કરો. |
10:19 | બે પેનલ ફરી પાછી સાથે મર્જ કરવામાં આવેલ છે. |
10:24 | હવે, ચાલો જોઈએ કે properties વિંડોમાં અલગ અલગ પેનલનું સ્થાન ફરી કેવી રીતે ગોઠવવું. |
10:32 | ઉદાહરણ તરીકે, આપણે ઈચ્છીએ છીએ કે રેન્ડર પેનલની ટોચ પર લેયર્સ પેનલ હોય. |
10:40 | લેયર્સ પેનલની જમણી ટોચના ખૂણે ત્રણ ત્રાંસી લીટીઓ ઉપર માઉસ કર્સર ખસેડો. |
10:50 | ડાબુ ક્લિક ડબાઓ અને પકડી રાખો અને તમારું માઉસ ઉપરની તરફ ખેંચો. |
11:00 | layers પેનલ રેન્ડર પેનલની ટોચ પર ખસે છે. |
11:07 | હવે, ચાલો જોઈએ કે બ્લેન્ડર માં કોઈ ચોક્કસ વિન્ડોને કેવી રીતે મેક્સીમાઈઝ કરવી અથવા સંપૂર્ણ સ્ક્રીન મોડ પર કેવી રીતે સ્વિચ કરવું. |
11:20 | કોઇપણ વિન્ડો ઉપર તમારું માઉસ કર્સર ખસેડો. |
11:23 | હું 3D વ્યુ પસંદ કરું છું. |
11:28 | તમારા કીબોર્ડ પર Ctrl & up arrow બટન ડબાઓ. |
11:33 | 3D વ્યુ હવે પૂર્ણ સ્ક્રીન મોડમાં મેક્સીમાઈઝ કરવામાં આવ્યું છે |
11:40 | પૂર્ણ સ્ક્રીન મોડમાંથી બહાર નીકળવા માટે, તમારા કીબોર્ડ પર Ctrl & down arrow કી ડબાઓ. |
11:48 | આપણે બ્લેન્ડરના ડિફૉલ્ટ વ્યુ પર પાછા આવ્યા છે. |
11:51 | આ કોઈપણ વિંડો પર કરી શકાય છે. |
11:59 | તો આ રીતે આપણે બ્લેન્ડર માં કોઈ પણ વિન્ડોનું કદ બદલી શકીએ છે, અલગ વિન્ડો વચ્ચે ટોગલ કરી શકીએ છે, વિન્ડો વિભાજિત કરી અને તેમને પાછા મર્જ કરી શકીએ છીએ. |
12:11 | હવે, નવી ફાઈલ બનો અને ક્વાડ વ્યુ માં 3D વ્યુને ટૉગલ કરવા માટે પ્રયાસ કરો; |
12:19 | Outliner વિન્ડો વિભાજિત કરો અને નવી પેનલ ફરી મર્જ કરો; |
12:27 | Properties વિંડોમાં, રેન્ડર પેનલની ટોચ પર આઉટપુટ પેનલ ખસેડો; |
12:35 | અને 3D વ્યુને સંપૂર્ણ સ્ક્રીન મોડ માં મેક્સીમાઈઝ કરો. |
12:44 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
12:52 | આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, |
12:57 | oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
13:10 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ |
13:13 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
13:17 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
13:21 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
13:29 | જોડાવા બદ્દલ આભાર. |
13:31 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |