BOSS-Linux/C3/The-sed-command/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 sed - એક stream editor પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે sed કમાંડનો ઉપયોગ શીખીશું.
00:11 આપણે આ બધું કેટલાક ઉદાહરણોનાં મદદથી કરીશું.
00:14 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે,
00:16 હું વાપરી રહ્યો છું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ અને GNU BASH આવૃત્તિ 4.2.24
00:26 કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
00:33 પૂર્વજરૂરીયાતો તરીકે:
00:35 તમને Linux terminal નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે.
00:38 સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, દર્શાવેલ અમારી વેબસાઈટની મુલાકાત લો: http://spoken-tutorial.org
00:44 ચાલો sed નાં પરિચયથી શરૂઆત કરીએ:
00:47 sed આ એક સ્ટ્રીમ એડીટર છે.
00:50 sed ફાઈલમાં એક ચોક્કસ સ્થાને ટેક્સ્ટની અમુક પેટર્નો શોધે છે.
00:57 આ કમાંડ ટેક્સ્ટ દર્શાવવાનું અથવા એડીટીંગ કરવાનું કાર્ય કરે છે-
01:01 જેમ કે મેળ ખાતી ટેક્સ્ટની જગ્યાએ ટેક્સ્ટ ઉમેરવી, બાદ કરવી તથા રદ્દ કરવી વગેરે જેવા એડીટીંગ ફંક્શનો.
01:10 ચાલો અમુક ઉદાહરણો દ્વારા શરૂઆત કરીએ.
01:13 આપણે જોશું કે sed કમાંડ વાપરીને કેવી રીતે પ્રીંટ કરવું.
01:18 મારી પાસે હોમ ડિરેક્ટરીમાં seddemo.txt નામની ફાઈલ છે.
01:23 ચાલો તેના ઘટકો જોઈએ.
01:26 આ ફાઈલમાં આપણી પાસે roll no, name, stream, marks, pass કે fail તેમજ stipend amount જેવી નોંધણીઓ છે.
01:38 હવે, માનો કે ફાઈલમાંની બીજી લાઈનને પ્રીંટ કરવી છે.
01:43 આ માટે, આપણે ટર્મિનલ ખોલવું પડશે.
01:47 હવે ટાઈપ કરો: sed સ્પેસ એકલ અવતરણમાં '2p' એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
01:57 Enter દબાવો.
02:00 અહીં, 2 આ સ્થાન દર્શાવે છે જે કે બીજી લાઈન છે.
02:05 p ક્રિયા દર્શાવે છે, જે કે પ્રીંટ કરવાની ક્રિયા (p) છે.
02:09 હવે આઉટપુટ જુઓ.
02:11 આ સંપુર્ણ ફાઈલ દર્શાવે છે પરંતુ જુઓ કે બીજી લાઈન બે વાર પ્રીંટ થઈ છે.
02:18 p ક્રિયાનું મૂળ વર્તન છે.
02:22 ફક્ત બીજી લાઈનને જ પ્રીંટ કરવા માટે,
02:25 ટાઈપ કરો: sed સ્પેસ -n સ્પેસ (એકલ અવતરણમાં) 2p એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
02:37 Enter દબાવો.
02:40 આપણને ફક્ત બીજી લાઈન પ્રીંટ થયેલી દેખાય છે.
02:44 -n આ ‘silent mode’ માટે છે જે તમામ બિનજરૂરી આઉટપુટને કાઢી નાખશે.
02:51 ત્યારબાદ આપણે stream માં એ સ્થાન આપીએ છીએ જે કે આપણે એડિટ કરવાં કે દર્શાવવા ઈચ્છીએ છીએ.
02:57 આપણને બીજી લાઈન પસંદ કરવી છે.
03:00 p આ આપણે જે ક્રિયા કરવા ઈચ્છીએ છીએ તે દર્શાવે છે એટલે કે બીજી લાઈન પ્રીંટ કરવી.
03:06 અને seddemo.txt આ ફાઈલનું નામ છે.
03:11 sed કમાંડનું સર્વસાધારણ સિન્ટેક્સ છે.
03:15 હવે ચાલો ફાઈલની છેલ્લી લાઈન પ્રીંટ કરીએ.
03:20 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
03:24 હવે ટાઈપ કરો: sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં (dollar) $p એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
03:36 Enter દબાવો.
03:39 આપણે જોઈએ છીએ કે છેલ્લી લાઈન પ્રીંટ થઈ છે.
03:42 હવે આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ.
03:45 ધારો કે આપણને 3થી 6 સુધીની નોંધણીઓ પ્રીંટ કરવી છે.
03:50 આ માટે, આપણને ટર્મિનલ પર ટાઈપ કરવું પડશે:
03:54 sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં 3 (comma), 6p એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
04:07 Enter દબાવો.
04:09 ત્રીજી લાઈનથી છઠ્ઠી લાઈન સુધીનું આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
04:14 ક્રિયા પહેલા ઉદ્દગાર ચિન્હ આપવાથી કોઈપણ ક્રિયાઓનું ઉલટ કરી શકાય છે.
04:21 માનો કે, 3થી 6 સુધીની લાઈનો બાદ કરી બાકી તમામ લાઈનોને પ્રીંટ કરવી હોય તો આપણે ટાઈપ કરીશું: sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં '3 (comma), 6 (exclamation mark) !p
04:38 એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
04:45 Enter દબાવો. આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
04:49 ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
04:52 Line addressing અને context addressing.
05:56 હજુ સુધી, આપણે જેના પર ક્રિયા કરવી છે તે ફાઈલમાં લાઈનોનાં ક્રમાંક દર્શાવતા હતા.
05:02 આને line addressing તરીકે ઓળખાવાય છે-
05:05 એડ્રેસ લાઈન ક્રમાંકો દ્વારા દર્શાવવામાં આવે છે.
05:08 એડ્રેસ કરવાની આ એક પદ્ધતિ છે.
05:11 એડ્રેસ કરવા માટેની બીજી પદ્ધતિ Context addressing છે-
05:16 એવી લાઈનો કે જેમાં વિશિષ્ટ કોનટેક્સ્ટ રહેશે જેમ કે એક વિશિષ્ટ શબ્દ.
05:21 આપણે જો વિશિષ્ટ શબ્દ ધરાવતી લાઈનો પર ક્રિયા કરવી છે, તો આપણે context addressing નો ઉપયોગ કરીએ છીએ.
05:29 આપણે નિયમિત પદાવલી વાપરી શકીએ છીએ.
05:32 ચાલો હવે ઉદાહરણ જોઈએ.
05:35 આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ.
05:38 માનો કે, આપણે એ લાઈનો પ્રીંટ કરવી છે જેમાં computers શબ્દ આવેલ છે.
05:44 આપણા ટર્મિનલ પર પાછા આવીએ.
05:46 હવે ટાઈપ કરો:
05:48 sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં front slash (ચોરસ કૌંસ શરુ) [cC] (ચોરસ કૌંસ બંધ) omputers/p front slash એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
06:14 Enter દબાવો.
06:16 આપણે "computers" આ શબ્દ ધરાવતી લાઈનો જોઈએ છીએ.
06:22 આપણે પેટર્નને ચોરસ કૌંસમાં લખીએ છીએ.
06:24 આનાથી ચોરસ કૌંસમાં આવેલ કોઈ એક અથવા તો બંને અક્ષરો મળાવીને જોવાશે.
06:30 આપણે જ્યારે પેટર્ન મળાવવી હોય, ત્યારે તેને ફ્રન્ટ સ્લેશ વચ્ચે ટાઈપ કરવી પડે છે.
06:37 w વિકલ્પ વાપરીને, આપણે તેને ફાઈલમાં પણ પ્રીંટ કરી શકીએ છીએ.
06:43 આ માટે ટાઈપ કરો: sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં front-slash (ચોરસ કૌંસ શરુ) [cC] (ચોરસ કૌંસ બંધ) omputers/w સ્પેસ computer_student.txt એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
07:11 Enter દબાવો.
07:14 હવે મેળ થયેલ તમામ લાઈનો computer_student.txt ફાઈલને મોકલવામાં આવશે.
07:21 ચાલો computer_student નાં ઘટક જોઈએ.
07:25 ટાઈપ કરો: cat સ્પેસ computer_student.txt
07:32 Enter દબાવો.
07:35 આપણને નોંધણીઓ દેખાય છે.
07:37 આપણે પેટર્ન જુદી જુદી ફાઈલોમાં પણ લખી શકીએ છીએ.
07:42 ચાલો પ્રોમ્પ્ટ સાફ કરીએ.
07:45 ટાઈપ કરો: sed સ્પેસ -n સ્પેસ -e સ્પેસ (એકલ અવતરણમાં) (front slash) ‘/electronics/w સ્પેસ electro.txt’ એકલ અવતરણ પછી સ્પેસ -e સ્પેસ (એકલ અવતરણમાં) (front slash) ‘/civil/w સ્પેસ civil.txt’ એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt
08:18 Enter દબાવો.
08:22 અહીં -e નો ઉપયોગ બહુવિધ મેથડોને એકત્ર કરવા માટે થયો છે.
08:27 આનાથી electro.txt અને civil.txt આ બે ફાઈલો બનશે.
08:34 તે શું ધરાવે છે તે જોવા માટે, ટાઈપ કરો:
08:37 cat સ્પેસ electro.txt
08:42 "electronics" શબ્દ ધરાવતી નોંધણીઓ દેખાડશે.
08:47 ચાલો civil ફાઈલનાં ઘટકો જોઈએ.
08:50 ટાઈપ કરો: cat સ્પેસ civil.txt
08:55 Enter દબાવો.
08:57 "civil" શબ્દ ધરાવતી નોંધણીઓ દેખાડશે.
09:01 આવનારા ટ્યુટોરીયલમાં આપણે બીજા કેટલાક કમાંડોનો સેટ જોશું.
09:05 હું આજ પ્રોગ્રામનો ઉપયોગ કરીશ.
09:08 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
09:11 ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
09:14 ચાલો સારાંશ લઈએ, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, sed:
09:18 sed દ્વારા પ્રીંટ કરવું. લાઈન એડ્રેસિંગ.
09:21 કોનટેક્સ્ટ એડ્રેસિંગ.
09:23 એસાઈનમેંટ તરીકે,
09:25 seddemo.txt આ ટેક્સ્ટ ફાઈલ વાપરીને,
09:28 6થી 12 લાઈન સુધીનાં રેકોર્ડોને પ્રીંટ કરવાનો પ્રયાસ કરો.
09:33 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
09:36 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:39 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
09:46 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે
09:49 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:53 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
10:00 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:04 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
10:11 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro
10:17 IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya