BOSS-Linux/C2/Basics-of-System-Administration/Gujarati
From Script | Spoken-Tutorial
Linux – Basics of System Administration
Time | Narration |
00:02 | Linux સાથે સિસ્ટમ એડમીનીસ્ટરેશન બેઝિક્સ પરના મૌખિક ટયુટોરિઅલમાં તમારું સ્વાગત છે. |
00:09 | આ ટયુટોરિઅલમાં આપણે નીચેનું શીખીશું. |
00:13 | adduser, su |
00:16 | usermod, userdel |
00:18 | id, du |
00:20 | df |
00:22 | આ ટ્યુટોરીયલમાં હું લીનક્સ નો ઉપયોગ કરી રહી છું. |
00:27 | પૂર્વજરૂરિયાત તરીકે “General Purpose Utilities in Linux” પરના મૌખિક ટ્યુટોરીયલ મારફતે જવા માટે વિનંતી છે. |
00:35 | જે આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. |
00:39 | બતાવેલ આદેશો ચલાવવા માટે તમારી પાસે એડમીન એક્સેસ હોવો જરૂરી છે. |
00:47 | ચાલો પ્રથમ શીખીએ કે નવા યુઝર કેવી રીતે બનાવવા. |
00:53 | "adduser" આદેશ આપણા માટે નવું પ્રમાણિત યુઝર લોગીન બનાવશે. |
01:01 | "sudo" આદેશ ની મદદથી, આપણે કોઇપણ યુઝર નું એકાઉન્ટ ઉમેરી શકીએ છીએ. |
01:06 | ચાલો હું તમને "sudo" આદેશ વિશે સંક્ષિપ્ત સમજૂતી આપું. |
01:11 | Sudo આદેશ એડમીનીસ્તરેટીવ યુઝર ને સુપર યુઝર તરીકે આદેશ ચલાવવા માટેની પરવાનગી આપે છે. |
01:19 | sudo આદેશ ને ઘણા વિકલ્પો છે. જેમ આ ટ્યુટોરીયલ માં આપણે આગળ વધીશું તેમ તેના વિકલ્પો વિશે જાણીશું. |
01:27 | હવે ચાલો જાણીએ કે કેવી રીતે "New User" બનાવવું. |
01:32 | મેં અહીં પહેલેથી જ "Terminal" ખોલ્યું છે. |
01:36 | અહીં "sudo space adduser" આદેશ લખો અને Enter દબાવો. |
01:45 | તમે પાસવર્ડ માટે પૂછવામાં આવશે. |
01:48 | અહીં હું "Admin" પાસવર્ડ આપીશ અને Enter દબાવો. |
01:54 | ટર્મિનલ પર લખેલ પાસવર્ડ દૃશ્યમાન નથી. |
01:58 | તેથી આપણે પાસવર્ડ કાળજીપૂર્વક લખવું પડશે. |
02:03 | તે થયા બાદ, “adduser : Only one or two names allowed” સંદેશ પ્રદર્શિત થાય છે. |
02:14 | તેથી ચાલો "duck" નામનું એક નવું યુઝર અકઉન્ટ બનાવીએ. |
02:21 | આદેશ લખો: |
02:23 | sudo space adduser space duck, અને Enter કી દબાવો. |
02:33 | આપણે "duck" નામનું એક નવું યુઝર બનાવી લીધું છે. |
02:36 | નવા યુઝર બનાવવાની પ્રક્રિયામાં, તે યુઝર માટે એક અલગ "Home" ડિરેક્ટરી પણ બનાવવામાં આવે છે. |
02:46 | નોંધ લો કે આપણને યુઝર "duck" માટે નવો પાસવર્ડ પૂછવામાં આવે છે. |
02:52 | તમારા પસંદગીનો પાસવર્ડ દાખલ કરો, મારા કિસ્સામાં હું પાસવર્ડ તરીકે "duck" દાખલ કરીશ અને Enter કળ દબાવીશ. |
03:04 | નવો પાસવર્ડ ફરીથી લખો. |
03:07 | પાસવર્ડ સુરક્ષા ના કારણો અને ખાતરી માટે બે વખત પૂછવામાં આવે છે. |
03:13 | હવે નવા યુઝર માટે પાસવર્ડ બદલાઈ ગયેલ છે. |
03:18 | આપણને બીજી વિગતો માટે પણ પૂછવામાં આવશે. |
03:22 | પરંતુ થોડા સમય માટે, હું "duck" તરીકે માત્ર "Full Name" દાખલ કરીશ અને બાકીની વિગતો ખાલી છોડી દો અને Enter કળ દબાવો. |
03:33 | Enter. હું "y" દાખલ કરી આ ખાતરી કરીશ. |
03:39 | આ એ ખાતરી કરવા માટે છે કે બધી માહિતી સાચી છે. |
03:43 | ચાલો હવે ચેક કરીએ જો યુઝર અકાઉન્ટ બની ગયેલ હોય. |
03:48 | આ કરવા માટે, command prompt ઉપર ટાઇપ કરો. |
03:51 | “ls space /(slash) home” |
03:56 | અને Enter દબાવો. |
03:58 | Home ફોલ્ડર માં યુઝરો ની યાદી બતાવવા માટે "ls" આદેશ નો ઉપયોગ થાય છે. |
04:05 | અને અહીં આપણું નવું બનાવેલ યુઝર "duck" છે. |
04:10 | ચાલો હું સ્લાઇડ્સ પર ફરીથી જાઉં. |
04:13 | હવે આગળ નો આદેશ "su" છે. |
04:18 | "su" નો matlab "Switch User" છે. |
04:21 | આ આદેશ વર્તમાન યુઝર થી બીજા યુઝર માં બદલવા માટે ઉપયોગી છે. |
04:26 | ચાલો હવે Terminal ઉપર જઈએ. |
04:30 | આદેશ દાખલ કરો,"Terminal" ઉપર “su space hyphen space duck” લખો અને Enter દબાવો. |
04:41 | તમને પાસવર્ડ માટે પૂછવામાં આવશે. |
04:44 | હું અહિયાં યુઝર "duck" માટે પાસવર્ડ દાખલ કરીશ, યાદ કરો કે તે પોતે "duck" હતું. |
05:51 | નોંધ લો કે, ટર્મિનલ પહેલાંના યુઝર જે આ ઉદાહરણ માં "duck" છે , તેને નવા યુઝરમાં બદલાય જશે. |
05:02 | આ યુઝર માંથી લૉગઆઉટ કરવા માટે, ટાઇપ કરો,"logout" લખો અને Enter દબાવો. |
05:10 | હવે ટર્મિનલ વર્તમાન યુઝર "duck" માંથી લોગઆઉટ થાય છે અને પહેલાના યુઝર અકાઉન્ટ માં પાછું આવે છે, જે આપણા કિસ્સા માં "vinhai" છે. |
05:18 | ચાલો હવે "usermod" આદેશ વિશે શીખીએ. |
05:23 | “usermod” આદેશ સુપર યુઝર અથવા રુટ યુઝર ને બીજા યુઝર અકાઉન્ટ ના સુયોજનો બદલવા માટે સક્રિય કરે છે, જેમ કે |
05:33 | પાસવર્ડને કોઈ પણ પાસવર્ડ નહી અથવા ખાલી પાસવર્ડ ધ્વારા બદલો. |
05:37 | તારીખ કે જે પર યુઝર અકાઉન્ટ નિષ્ક્રિય છે તે બતાવો. |
05:42 | ચાલો આ આદેશ નો પ્રયાસ કરીએ અને જોઈએ. |
05:44 | ચાલો હવે ટર્મિનલ પર જઈએ. |
05:46 | ચાલો હું તમને યુઝર અકાઉન્ટ "duck" માટે સમાપ્તિ ની તારીખ કેવી રીતે સુયોજિત કરવું તે બતાઉ. |
05:52 | અહીં command prompt ઉપર, ટાઇપ કરો |
05:56 | sudo space usermod space -(hyphen)e space 2012-(hyphen)12-(hyphen)27 space duck |
06:21 | અને Enter ડબાઓ |
06:25 | યુઝર અકાઉન્ટ ની સમાપ્તિ તારીખ અહીં આદેશમાં દર્શાવ્યા પ્રમાણે "-e" વિકલ્પની મદદથી સુયોજિત થયેલ છે. |
06:34 | હવે તમે યુઝર અકાઉન્ટ"duck" માટે સમાપ્તિ તારીખ સુયોજિત કરો. |
06:39 | ચાલો હવે "UID" અને "gid" આદેશો વિશે ચર્ચા કરીએ. |
06:45 | "ID - command" બધા યુઝરો અને ગ્રુપો ની ઓળખ ચકાસવા માટે ઉપયોગ થાય છે |
06:51 | યુઝરોની ઓળખ વિશે જાણવા માટે, આપણે “id space -(hyphen)u” વાપરીશું. |
07:00 | ગ્રુપ યુઝર ની ઓળખ વિશે જાણવા માટે “id space -(hyphen)g” છે. |
07:08 | હવે ચાલો આ ઉપર કામ કરીએ. |
07:10 | ટર્મિનલ પર, ચાલો ટાઇપ કરીએ,“id” અને Enter ડબાઓ. |
07:17 | હવે આપણે વાપરી રહ્યા છીએ તે સિસ્ટમ ઉપર User IDs અને Group IDs જોઈ શકીએ છીએ. |
07:25 | માત્ર user ID મેળવવા માટે, આપણે "- (Hyphen) u" વિકલ્પ ઉપયોગ માં લઈશું. |
07:30 | ચાલો આદેશ લખીએ, "ID space - (Hyphen) u" |
07:36 | અને Enter ડબાઓ. |
07:38 | હવે આપણે યુઝરો ની માત્ર ID જ જોઈ શકીએ છીએ. |
07:42 | પરંતુ જો આપણે યુઝરો ના નામ જાણવાની જરૂર હોય તો શું? |
07:47 | તે શોધવા માટે, આપણે ટાઈપ કરીશું |
07:50 | “id space -(hyphen)n space -(hyphen)u” અહીં ટર્મિનલ ઉપર અને Enter ડબાઓ. |
08:00 | હવે આપણે તેમના ID ને બદલે યુઝરોના નામ જોઈ શકીએ છીએ. |
08:08 | ચાલો હવે Group ID માટેના આદેશો શીખીએ. |
08:12 | ચાલો લખીએ “ id space -(hyphen)g”. |
08:17 | અહીં આપણે group IDs જોઈ શકીએ છીએ. |
08:20 | જો આપણે બધા વર્તમાન યુઝરો ની group ID જોવી હોય તો, ટાઈપ કરો |
08:26 | “id space -(hyphen) (capital)G” અને Enter ડબાઓ. |
08:32 | નોંધ લો કે મેં કેપિટલ અક્ષરમાં G ટાઇપ કર્યો છે. |
08:38 | તમારા માટેના પરિણામ જુઓ. |
08:40 | હવે ચાલો શીખીએ કે યુઝર અકાઉન્ટ કેવી રીતે રદ કરવું. |
08:44 | આ માટે આપણે "userdel" આદેશ વાપરીશું. |
08:48 | આપણે "userdel" આદેશ ની મદદ થી યુઝરનું અકાઉન્ટ કાયમ માટે રદ કરી શકીએ છીએ. |
08:54 | ચાલો ટર્મિનલ પર આ પ્રયાસ કરીએ. |
08:56 | અહીં ટાઈપ કરો “sudo space userdel space -(hyphen)r space duck”. |
09:09 | મેં -(Hyphen)r વિકલ્પ નો ઉપયોગ કર્યો છે. |
09:12 | આ યુઝરને તેની home ડિરેક્ટરી સાથે રદ કરે છે. |
09:17 | ચાલો Enter દબાવીએ અને જોઈએ કે શું થાય છે. |
09:21 | હવે યુઝર "duck" રદ થઇ ગયેલ છે. |
09:25 | આ ટાઇપ કરી ચકાસો. |
09:28 | “ls space /(slash)home” અને Enter ડબાઓ. |
09:35 | આપણે જોશું કે , યુઝર અકાઉન્ટ "duck" રદ થયેલ છે. |
09:40 | ચાલો હું ફરીથી સ્લાઇડ્સ ઉપર પાછી જાઉં. |
09:43 | Linux સિસ્ટમ સંચાલન માં કેટલાક ઉપયોગી આદેશો “df” અને “du” છે |
09:50 | "df " આદેશ ડિસ્ક પર ઉપલબ્ધ ખાલી જગ્યા પર રીપોર્ટ આપે છે. |
09:55 | અને "du" આદેશ કેટલી જગ્યા ફાઇલ એ લીધેલ છે તે પર રીપોર્ટ આપે છે. |
10:00 | આ બે આદેશો નો પ્રયાસ કરો અને અસાઇનમેન્ટ તરીકે તમારી જાતે આઉટપુટ શોધો. |
10:06 | ચાલો ટર્મિનલ ઉપર જઈએ, હું તમને "df" આદેશ સાથે વાપરતા અમુક મદદરૂપ વિકલ્પો બતાવીશ. |
10:13 | ટાઈપ કરો df space -(hyphen)h અને Enter કળ દબાવો. |
10:20 | અહીં તે ફાઇલ સિસ્ટમ નું માપ બતાવે છે, અને જગ્યા જે વપરાયેલ છે. |
10:25 | તે માઉન્ટ થયેલ જગ્યા પણ માનવ વાંચનીય બંધારણમાં બતાવે છે. |
10:34 | ચાલો હવે "du" આદેશ સાથે કેટલાક વિકલ્પો પ્રયાસ કરીએ. |
10:37 | હું અહીં ધારું છું કે તમે તમાર હોમ ફોલ્ડરમાં અમુક ટેક્સ્ટ ફાઈલો બનાવી છે. |
10:44 | જો ન બનાવેલ હો તો "General Purpose Utilities in Linux" પરના ટ્યુટોરીયલ સંદર્ભ લો. |
10:51 | મેં પહેલેથી જ મારી હોમ ડિરેક્ટરીમાં અમુક ટેક્સ્ટ ફાઈલો આદેશો રન કરવા માટે બનાવી છે. |
10:58 | ટર્મિનલ પર આ ટાઇપ કરી "હોમ ફોલ્ડર" ઉપર જાઓ. |
11:03 | “cd space /(slash) home” અને Enter ડબાઓ. |
11:07 | પછી લખો du space -(hyphen)s space *. (astrix dot) txt અને Enter ડબાઓ. |
11:21 | આ આદેશ તમને ડિરેક્ટરીમાં ઉપલબ્ધ txt ફાઈલો no રીપોર્ટ તેના કદ સાથે આપશે. |
11:30 | અસાઇનમેન્ટ તરીકે, command prompt ઉપર ટાઇપ કરો |
11:35 | “du space -(hyphen)ch space *.(astrix dot)txt” અને જુઓ શું થાય છે |
11:46 | ચાલો હું ફરીથી સ્લાઇડ્સ પર પાછી જાઉં. |
11:48 | સારાંશ માટે, આપણે શીખ્યા: |
11:51 | નવું યુઝર બનાવવા માટે “adduser” આદેશ. |
11:53 | એક યુઝર થી અન્ય યુઝર ઉપર ફેરબદલી કરવા માટે "su" આદેશ. |
11:56 | યુઝર એકાઉન્ટ સુયોજનો બદલવા માટે "usermod" આદેશ. |
12:00 | યુઝર એકાઉન્ટ રદ કરવા માટે "userdel" આદેશ. |
12:03 | user id અને group id ID વિશે માહિતી જાણવા માટે id આદેશ. |
12:07 | ફાઈલ સિસ્ટમ નું માપ અને તેની ઉપલબ્ધતા ચકાસવા માટે "df" આદેશ. |
12:11 | ફાઈલ દ્વારા લીધેલ જગ્યા ચકાસવા માટે "du" આદેશ. |
12:15 | અહીં "સિસ્ટમ સંચાલનના બેઝિક્સ" ઉપર ના આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
12.20 | આ URL પર ઉપલબ્ધ વિડિયો, |
12:24 | મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે સારાંશ આપે છે |
12:27 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. |
12:31 | મૌખિક ટ્યુટોરિયલોનું જૂથ ,મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. વધુ વિગતો માટે અમને સંપર્ક કરો. |
12:41 | મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
12:50 | આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. |
12:55 | IIT -Bombay તરફ થી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું ,જોડવા બદલ આભાર |