BOSS-Linux/C2/Basic-Commands/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 વ્હાલા મિત્રો,લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યુ્ટોરીઅલમાં આપણે મૂળભૂત આદેશોનો વિદ્યાભ્યાસ કરીશું.
00:10 હું ઉબુન્ટુ લીનક્સ OS નો ઉપયોગ કરી રહી છું.
00:12 હું માનું છું કે તમને લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમ સાથે કામ કરતા આવડતું હશે.
00:17 જો તમને અભિરુચિ હોય તો,તે વેબસાઈટ http://spoken-tutorial.org પરના અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે.
00:26 આ ટ્યુ્ટોરીઅલમાં,આપણે જોઈશું કે 'આદેશો એટલે શું?' અને 'આદેશ અર્થઘટન કરનાર(command interpreter) એટલે શું?'
00:33 પછી આપણે શીખીશું કે man આદેશના ઉપયોગથી લિનક્સમાં મદદ કેવી રીતે પ્રાપ્ત કરવી.
00:39 તો પહેલો પ્રશ્ન છે,"આદેશો એટલે શું?"
00:43 સાદી ભાષામાં આપણે કહી શકીએ કે લિનક્સ આદેશો "શબ્દો" છે,જેને લખતા તે કેટલીક ક્રિયાઓને કાર્યગત કરે છે.
00:52 લિનક્સ આદેશો લંબાઈમાં ભાગ્યે જ ચાર અક્ષરોથી વધુ હોય જેમકે ls,who,ps વગેરે..
00:59 આદેશો સાદા અક્ષરો(કેપિટલ નહીં)માં હોય અને તેઓ અક્ષર-પ્રકાર(સાદા કે કેપિટલ)ને સંવેદનશીલ છે.ચાલો એક ઉદાહરણ જોઈએ.
01:05 એપ્લીકેશન મેનુ ઉપર જાઓ.
01:08 એક્સેસરીઝ પસંદ કરી અને પછી ઉપલબ્ધ વિકલ્પોમાંથી ટર્મિનલ ઉપર દબાવો.
01:14 હવે આપણને એક પ્રોમ્પ્ટ($) અને તેની બાજુમાં ચમકારા મારતું કર્સર દેખાય છે.અહીં આપણે આદેશો લખીશું.
01:22 શબ્દોમાં 'who' લખો અને એન્ટર દબાવો.
01:28 આપણને લોગીન(logged in) થયેલા ઉપયોગકર્તાઓના નામ દેખાય છે.આપણે 'who' આદેશને અમલમાં મુક્યો જે કમ્પ્યુટર સિસ્ટમમાં કોણ લોગીન છે તે પ્રદર્શિત છે.
01:41 પણ કઈ અસ્તિત્વ ધરાવનાર વસ્તુ આ આદેશો,જે માત્ર થોડા અક્ષરોના છે તેને ક્રિયામાં પરિવર્તિત કરે છે?
01:47 આ મહત્વપૂર્ણ-કાર્ય આદેશ અર્થઘટન કરનારનું છે,જેને શેલ પણ કેહવાય છે.
01:53 આપણે શેલને એક કમ્પ્યુટર પ્રોગ્રામ રૂપે વ્યાખ્યાયિત કરી શકીએ જે આપણા અને લિનક્સ વચ્ચે મધ્યસ્થ(interface) તરીકે વર્તે છે.
02:02 આદેશો દાખલ કરી,ઓપરેટીંગ સિસ્ટમમાં અમલમાં મુકવાની અનુમતિ તે આપે છે.
02:07 લિનક્સ ઉપર વિવિધ શેલ્સ સંસ્થાપિત કરવું શક્ય છે,જ્યાં ઉપયોગકર્તા પોતાની મરજીથી તેને પસંદ કરી શકે.
02:16 લિનક્સ ઉપર માન્ય શેલ જે હંમેશા "/bin/sh" રૂપમાં સંસ્થાપિત રહે છે તેને બેશ(bash) કહેવાય (i.e the GNU Bourne-Again Shell) જે GNU ઓજાર સમૂહમાંથી છે.
02:29 આ ટ્યુ્ટોરીઅલમાં સમાવેલ આદેશો સામાન્ય છે.જે મામુલી બદલાવ સાથે મોટા ભાગના બધા લિનક્સ શેલ્સ ઉપર કાર્ય કરે છે.
02:38 તે છતાં,આ ટ્યુ્ટોરીઅલમાં આપણે પ્રદર્શન માટે બેશનો શેલ સ્વરૂપે ઉપયોગ કરીશું.
02:44 કારણકે બેશ સૌથી લોકપ્રિય શેલ છે અને લગભગ બધા યુનિક્સ માટે સુવાહ્ય(portable) છે.
02:52 અન્ય શેલમાં "Bourne shell" જે અસલનું યુનિક્સ શેલ છે તથા "C Shell" અને "Korn shell" છે.
03:02 આપણે કયો શેલ વાપરી રહ્યા છીએ તે જોવા
03:08 ટર્મિનલ ઉપર જાઓ અને આદેશ "echo ખાલી જગ્યા $કેપિટલ અક્ષરમાં SHELL" લખી એન્ટર દબાવો.
03:21 પરિણામ /bin/bash મળે છે,જે બેશ શેલ બતાવે છે.
03:28 ઘણા માર્ગો છે જેનાથી આપણે જુદા-જુદા શેલ્સ સક્રિય કરી શકીએ.તેઓનો અદ્યતન ટ્યુ્ટોરીઅલમાં સમાવેશ થશે.
03:36 આદેશો વાસ્તવમાં પ્રોગ્રામ્સ ધરાવતી ફાઈલ્સ છે,જે મોટા ભાગે 'C' માં લખેલ છે.
03:41 આ ફાઈલ્સ ડિરેક્ટરીઓની અંદર છે.આદેશ ક્યાં સંગ્રહિત છે તે જાણવા "type" આદેશ અપાય છે.
03:48 કમાંડ પ્રોમ્પ્ટ ઉપર "Type ખાલી જગ્યા ps" લખો અને એન્ટર દબાવો.
03:58 આ બતાવે છે કે "ps" વાસ્તવમાં ફાઈલ છે અને "/bin" ડિરેક્ટરીમાં સંગ્રહિત છે.
04:03 જયારે આપણે કમાંડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ લખીએ ત્યારે શેલ ડિરેક્ટરીઓની યાદીમાંથી આદેશના નામને મળતી આવતી ફાઈલ શોધે છે.
04:12 જો તે મળે તો,ફાઈલને મળતો આવતો પ્રોગ્રામ અમલમાં મુકાય છે.નહીં તો "આદેશ અસ્તિત્વમાં નથી" એમ મળે છે.
04:21 શોધેલી ડિરેક્ટરીઓની સૂચી "PATH ચલ" દ્વારા સ્પષ્ટરૂપે ઉલ્લેખેલ છે,જે આપણે પછી જોઈશું.
04:28 જો આપણને આ સૂચી જોવી હોય,તો આદેશ આપો "echo ખાલી જગ્યા $PATH".
04:40 કેપિટલ અક્ષરમાં અને એન્ટર દબાવો.
04:45 આદેશ વિષે આપણને એક મહત્વપૂર્ણ વસ્તુ ખબર હોવી જરૂરી છે.
04:51 લિનક્સ આદેશો બે પ્રકારના છે: બાહ્ય આદેશો અને આંતરિક આદેશો.
04:56 બાહ્ય આદેશો એ છે જે અલગથી ફાઈલ/પ્રોગ્રામ રૂપે અસ્તિત્વ ધરાવે છે.
05:00 મોટા ભાગના લિનક્સ આદેશો આ પ્રકારના છે.પણ કેટલાક એવા છે જેનું અમલીકરણ શેલમાં જ લખેલ છે.તેઓ અલગ ફાઈલથી અસ્તિત્વમાં નથી.
05:12 આ આંતરિક આદેશો કેહવાય.
05:14 આદેશ "echo" જે આપણે પછી જોઈશું તે હકીકતમાં આંતરિક આદેશ છે.
05:18 ટર્મિનલ ઉપર જાઓ અને આ આદેશ લખો,
05:26 "type ખાલી જગ્યા echo" અને એન્ટર દબાવો.
05:34 પરિણામ "echo"ને શેલ પત્રિકા(bulletin) રૂપમાં દેખાડે છે.
05:43 ફાઈલ નામ આપવાને બદલે તે બતાવે છે કે "echo" આદેશનું અમલીકરણ શેલમાં અંદર છે.જેથી તેને આંતરિક આદેશ કેહવાય છે.
05:50 બીજી અગત્યની વસ્તુ જે સમજવી જરૂરી છે,તે છે "આદેશોનું બંધારણ".
06:02 આદેશો એક કે એકથી વધારે શબ્દોના હોય શકે જે "ખાલી જગ્યા" દ્વારા અલગ કરેલ હોય છે.
06:09 જો એકથી વધુ શબ્દો હોય તો પહેલો શબ્દ આદેશનું ખરું નામ જયારે બાકીના શબ્દો

વિકલ્પો,પદાવલી અથવા ફાઈલ નામ હોઈ શકે.

06:14 આદેશ આપેલ વિકલ્પોને આધારિત જુદા-જુદા કાર્યો હાથ ધરે છે.
06:20 તેઓની આગળ એક અથવા બે બાદબાકીનું ઋણ ચિહ્ન(-),જેને અનુક્રમે ટુકું અને લાંબુ વિકલ્પ કેહવાય છે તે મુકાય છે.
06:28 ટર્મિનલ બારી પર જઈ,આદેશો લખી,પરિણામો જુઓ.
06:34 ટર્મિનલ બારી સાફ કરવા " clear " આદેશ આપો.
06:37 પછી "ls" લાખો અને એન્ટર દબાવો.
06:43 ફરી "clear" લખી એન્ટર દબાવો.
06:49 "ls ખાલી જગ્યા -a" લખી એન્ટર દબાવો.
06:58 ફરી આદેશ "clear" આપો.
07:04 હવે " ls ખાલી જગ્યા --all " લખો અને એન્ટર દબાવો.
07:13 ફરી "clear" લખી એન્ટર દબાવો.
07:18 હવે " ls ખાલી જગ્યા -d " લખી એન્ટર દબાવો.
07:26 તો હવે,આપણે સમજી શકીએ છીએ કે અપાતા અલગ-અલગ વિકલ્પોથી આદેશોનું વર્તન પણ બદલાય છે.
07:33 લિનક્સમાં આપણી પાસે વિશાળ સંખ્યામાં આદેશો છે,
07:39 જે દરેકમાં ઘણા અલગ વિકલ્પો છે.
07:42 આદેશોને એક-બીજા સાથે સાંકળી શકાય છે જે આપણે પછી જોઈશું.એક સાથે કેટલું મગજમાં રાખીશું?
07:48 ખરેખર કંઈ યાદ રાખવાની જરૂર નથી.જેનું કારણ લિનક્સમાં રહેલ ઉત્તમ તત્કાલ(online) મદદ સુવિધા છે.
07:55 "man" આદેશ સિસ્ટમ પરના ઉપલબ્ધ બધા આદેશોની માહિતી પૂરી પાડે છે.
08:01 ઉદાહરણ તરીકે,"ls" આદેશ માટે જાણવા,તમારે ટર્મિનલ બારી ઉપર જવું પડશે.
08:09 "ls" શબ્દવાળો "man" આદેશ આપો.જે "man ખાલી જગ્યા ls" છે અને એન્ટર દબાવો.
08:23 બહાર નિકળવા q બટન દબાવો.
08:29 "man" સિસ્ટમની સુચના પોથી છે.તેની સાથે આપેલ દરેક શબ્દ વાસ્તવમાં પ્રોગ્રામનું નામ,ઉપયોગીતા અથવા ક્રિયા છે.
08:37 આ શબ્દોને સંબંધી સુચના પોથી શોધાય છે અને પ્રદર્શિત થાય છે.
08:43 જો કોઈ વિભાગ પૂછવામાં આવે,તો તે "man"ને સુચના પોથીમાં સીધું તેજ વિભાગને જોવા કહે છે.
08:49 સામાન્ય રીતે આ શબ્દ,બધા વિભાગોમાં એક પૂર્વવ્યાખ્યાયિત ક્રમ અનુસરી શોધાય છે.અને મળતું પ્રથમ પૃષ્ઠ,જે ભલે ઘણા વિભાગોમાં અસ્તિત્વ ધરાવે તે પ્રદર્શિત થાય છે.
09:00 આદેશ "man"ની પોતાની જ જાણકારી માટે આદેશ "man" અપાય છે.
09:07 ટર્મિનલ પર જઈ "man ખાલી જગ્યા man" લખો અને એન્ટર દબાવો.
09:16 બહાર નિકળવા q દબાવો.
09:20 "man" આદેશ પાસે ઘણા વિકલ્પો છે.
09:23 સૌથી ઉપયોગી વિકલ્પો જોઈએ.કેટલીક વાર આપણને શું કરવું છે તે જાણતા હોઈએ છીએ પણ તેના માટે વપરાતો આદેશ કયો તે નથી ખબર હોતી.તો આપણે શું કરી શકીએ ?
09:35 "man" આદેશ "-k" વિકલ્પ આપે છે,જે મુખ્ય શબ્દ(keyword) લઇ,તેના અનુસંધાનમાં આદેશોની સૂચી અને તેના સંક્ષિપ્ત હેતુઓ આપે છે.
09:44 ઉદાહરણ તરીકે,એક ડિરેક્ટરી બનાવીએ,પણ તેના માટેનો ચોક્કસ આદેશ ખબર નથી.
09:50 તો આપણે કમાંડ પ્રોમ્પ્ટ પર જઈ,"man ખાલી જગ્યા -k ખાલી જગ્યા directories" લખીએ અને એન્ટર દબાવીએ.
10:06 હવે આપણે આ પ્રત્યેક આદેશોમાંથી આપણને જોઈતો આદેશ શોધી શકીએ.
10:11 આ જ વસ્તુ આદેશ "apropos"થી પણ મેળવી શકાય.
10:15 કમાંડ પ્રોમ્પ્ટ પર "apropos ખાલીજગ્યા directories" લખો અને પરિણામ જોવા એન્ટર દબાવો.
10:29 કેટલીકવાર આપણને આદેશ વિશે બહું વધારે જાણકારી નથી જોઈતી હોતી.જરૂરી હોય છે આદેશ શું છે જાણવું.
10:35 આ પરિસ્થિતિમાં આપણે આદેશ "whatis" અથવા "man -f"નો ઉપયોગ કરી શકીએ.આ બંને આદેશો દરેક આદેશ વિશે એક લીટીનું વર્ણન આપે છે.
10:45 ટર્મિનલ પર જઈ "clear" આદેશ આપો.
10:51 હવે "whatis ખાલી જગ્યા ls" લખી એન્ટર દબાવો.
10:59 કેટલાક આદેશો ઘણા વિકલ્પો ધરાવે છે.જો આપણને આદેશના જુદા-જુદા વિકલ્પોની સૂચી મેળવવી હોય તો
11:07 આપણે "-help" વિકલ્પનો ઉપયોગ કરીએ છીએ.
11:12 કમાંડ પ્રોમ્પ્ટ પર જઈ "ls ખાલી જગ્યા --help" લખી એન્ટર દબાવો.
11:23 હું કર્સરને ઉપર લઇ જાઉં જેથી તમે આ સુચના પોથીમાના વિકલ્પો જોઈ શકો.
11:38 લિનક્સના મૌખિક ટ્યુ્ટોરીઅલનો આ ભાગ સમાપ્ત થાય છે.મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે.
11:49 મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે.
11:54 IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા આભાર.

Contributors and Content Editors

Jyotisolanki