BASH/C3/Using-File-Descriptors/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00.01 નમસ્તે મિત્રો, Using file descriptors (યુઝિંગ ફાઈલ ડીસક્રીપ્ટર્સ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું
00.11 * output file descriptor (આઉટપુટ ફાઈલ ડીસક્રીપ્ટર) એસાઈન કરવું.
00.14 * input file descriptor (ઈનપુટ ફાઈલ ડીસક્રીપ્ટર) એસાઈન કરવું.
00.17 * file descriptor (fd) (ફાઈલ ડીસક્રીપ્ટર (fd)) બંધ કરવું.
00.19 * જે માટે અમુક ઉદાહરણોની મદદ લેશું.
00.23 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને BASH (બેશ) માંનાં Shell Scripting (શેલ સ્ક્રીપ્ટીંગ) નું જ્ઞાન હોવું જરૂરી છે.
00.29 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, http://www.spoken-tutorial.org
00.35 આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહ્યી છું
00.38 * ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ
00.43 * GNU BASH આવૃત્તિ 4.2
00.46 નોંધ લો, અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
00.54 ચાલો પરિચયથી શરૂઆત કરીએ.
00.56 પાછળનાં ટ્યુટોરીયલમાં આપણે file descriptors (ફાઈલ ડીસક્રીપ્ટરો) વિશે પહેલાથી જ શીખી ચુક્યા છીએ.
01.02 * 0, 1 અને 2 આ stdin, stdout અને stderr માટે મૂળ file descriptors છે.
01.15 * File descriptors નો ઉપયોગ i/o redirection માટે થાય છે.
01.20 આઉટપુટ ફાઈલને file descriptor એસાઈન કરવા માટે સિન્ટેક્સ આ પ્રમાણે છે:
01.25 exec [File descriptor] greater than symbol filename
01.31 ચાલો ઉદાહરણ જોઈએ.
01.33 મારી પાસે fdassign ડોટ sh નામની એક કોડ ફાઈલ છે.
01.43 પહેલી લાઈન shebang line (શીબેંગ લાઈન) છે.
01.49 exec કમાંડ ચાલુ shell process ને ફેરબદલ કરે છે.
01.56 નવી પ્રક્રિયા શરુ કરવાનાં બદલે તે ચાલુ shell (શેલ) ની જગ્યાએ એક્ઝીક્યુટ થશે.
02.04 આપણે જાણીએ છીએ કે 0, 1, અને 2 આ મૂળ file descriptors છે.
02.09 કોઈપણ નવી ખુલેલી ફાઈલ માટે, આપણી પાસે 3 થી 9 સુધીનાં વધારાનાં file descriptors છે.
02.19 અહીં, 3file descriptor છે.
02.22 output ડોટ txt ફાઈલમાં આઉટપુટ લખશે.
02.30 "Welcome to BASH learning" આ સ્ટ્રીંગ output ડોટ txt ફાઈલને મોકલવામાં આવે છે.
02.36 આને file descriptor 3 મારફતે કરવામાં આવે છે.
02.42 આ લગભગ સ્ટ્રીંગને ફાઈલ પર રીડાયરેક્ટ કરવા જેવું છે.
02.49 પ્રત્યેક નવી સ્ટ્રીંગ ફાઈલ સાથે જોડાશે.
02.52 ઉદાહરણ તરીકે:
02.54 આપણે output ડોટ txt ફાઈલમાં સીસ્ટમની વર્તમાન તારીખ જોડીશું.
03.00 સિન્ટેક્સ આ પ્રમાણે છે: date SPACE greater-than symbol ampersand ચિન્હ 3
03.13 અહીં આપણે file descriptor બંધ કરીએ છીએ.
03.16 આ લાઈન પછીથી, ડીસક્રીપ્ટર output ડોટ txt ફાઈલમાં કંઈપણ લખી શકશે નહી.
03.23 ચાલો કોડ એક્ઝીક્યુટ કરીએ અને આઉટપુટ જોઈએ.
03.26 CTRL+ALT+T કીનો ઉપયોગ કરીને ટર્મિનલ ખોલો.
03.34 ટાઈપ કરો: chmod space plus x space fdassign dot sh
03.41 ટાઈપ કરો: dot slash fdassign dot sh
03.46 cat space output dot txt ટાઈપ કરીને ચાલો હવે આઉટપુટ તપાસ કરીએ.
03.56 આપણે Welcome to BASH learning આ સ્ટ્રીંગ અને સીસ્ટમની વર્તમાન તારીખ જોઈ શકીએ છીએ.
04.05 ચાલો એડિટર પર પાછા જઈએ.
04.11 હવે હું descriptor બંધ થયા બાદ, અંતમાં echo ટાઈપ કરીશ.
04.17 ટાઈપ કરો: echo within double quotes Hi after quotes space greater than symbol ampersand sign 3
04.31 Save પર ક્લિક કરો.
04.35 સ્ક્રીપ્ટને હજી એક વાર એક્ઝીક્યુટ કરીએ અને જોઈએ કે શું થાય છે.
04.38 ટર્મિનલ પર, uparrow (અપએરો) કી બે વાર દબાવી પહેલાના કમાંડ dot slash fdassign dot sh ને રીકોલ કરો.
04.50 Enter દબાવો.
04.52 આપણને એક એરર દેખાય છે.
04.55 Bad file descriptor
04.58 ચાલો આ એરરને સુધારીએ.
05.00 એડિટર પર પાછા આવો.
05.03 હું કોડની છેલ્લી લાઈનને કટ કરીશ અને તેને date command (ડેટ કમાંડ) ની નીચે પેસ્ટ કરીશ.
05.11 Save પર ક્લિક કરો.
05.13 ટર્મિનલ પર જઈને કોડને ફરીથી એક્ઝીક્યુટ કરો.
05.19 છેલ્લા કમાંડ dot slash fdassign.sh ને રીકોલ કરો.
05.24 Enter દબાવો.
05.26 હવે ચાલો output ડોટ txt ફાઈલને ખોલીએ.
05.29 ટાઈપ કરો: cat space output dot txt
05.41 આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ.
05.43 Hi આ સ્ટ્રીંગ છેલ્લે દેખાડવામાં આવી છે.
05.49 હવે આપણે ઈનપુટ ફાઈલને file descriptor એસાઈન કરીશું.
05.54 ચાલો ઉદાહરણ જોઈએ.
05.56 મારી પાસે fdread dot sh નામની ફાઈલ છે.
06.03 ચાલો તે મારફતે જઈએ.
06.07 exec કમાંડ છે.
06.13 અહીં આપણે output dot txt ફાઈલને વાંચીશું.
06.19 exec 3 less than symbol output dot txt આ લાઈન દ્વારા ફાઈલ વાંચવા માટે ખુલશે.
06.30 cat કમાંડ ફાઈલનાં ઘટક દર્શાવશે.
06.35 અને છેલ્લે આપણે file descriptor ને બંધ કરીએ છીએ.
06.39 હવે ચાલો આ shell script (શેલ સ્ક્રીપ્ટ) એક્ઝીક્યુટ કરીએ.
06.42 ટર્મિનલ પર, ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
06.47 ટાઈપ કરો: chmod space plus x space fdread dot sh
06.55 ટાઈપ કરો dot slash fdread dot sh
07.01 આપણે ટર્મિનલ પર આઉટપુટ જોઈ શકીએ છીએ.
07.05 output ડોટ txt ફાઈલનાં ઘટક દર્શાવાયા છે.
07.10 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
07.13 સ્લાઈડ પર પાછા ફરીએ.
07.16 ચાલો સારાંશ લઈએ.
07.17 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
07.19 * output file descriptor (આઉટપુટ ફાઈલ ડીસક્રીપ્ટર) એસાઈન કરવું.
07.22 * input file descriptor (ઈનપુટ ફાઈલ ડીસક્રીપ્ટર) એસાઈન કરવું.
07.26 * file descriptor (ફાઈલ ડીસક્રીપ્ટર) બંધ કરવું.
07.28 એસાઈનમેંટ તરીકે,
07.30 file descriptors (ફાઈલ ડીસક્રીપ્ટરો) નો ઉપયોગ કરીને test ડોટ txt ફાઈલમાં અમુક લાઈનો ઉમેરવાનો પ્રયાસ કરો.
07.36 file descriptors (ફાઈલ ડીસક્રીપ્ટરો) નો ઉપયોગ કરીને ફાઈલનાં ઘટકો દર્શાવો.
07.41 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
07.45 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07.48 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07.53 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07.58 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08.02 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
08.10 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08.14 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
08.22 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.

http://spoken-tutorial.org/NMEICT-Intro

08.28 આ સ્ક્રીપ્ટ માટે ફાળો FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ દ્વારા અપાયેલ છે.
08.33 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
08.37 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki