Avogadro/C2/Hydrogen-Bonding/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 સૌને નમસ્તે. Hydrogen bonding in molecules આધારિત ટ્યૂટોરિઅલમાં આપનું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું - અવોગાડ્રો કોન્ફીગર કરવું,
00:11 અણુઓમાં હાઇડ્રોજન બોન્ડિંગ દર્શાવવું,
00:14 હાઇડ્રોજન બોન્ડની લંબાઈને માપવું.
00:16 ફોર્સ ડિસ્પ્લેય ટાઈપ્સ દર્શાવવું અને ડાઇપોલ મોમેન્ટ દર્શાવવું.
00:22 અહીં હું ઉબુન્ટુ લિનક્સ ઓએસ વર્ઝન 14.04, અવોગાડ્રો વર્ઝન 1.1.1.
00:27 અને વર્કિંગ ઈન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરું છું.
00:34 આ ટ્યુટોરીયલને અનુસરવા માટે, તમે Avogadro ઇન્ટરફેસથી પરિચિત હોવા જોઈએ.
00:40 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો.
00:45 આ ટ્યુટોરીઅલમાં ઉપયોગમાં લેવાતા સ્ટ્રક્ચર તમારા સંદર્ભ માટે કોડ ફાઇલો તરીકે આપવામાં આવે છે.
00:52 મેં એક નવી Avogadro વિન્ડો ખોલી છે.
00:56 Draw Toolચિહ્ન પર ક્લિક કરો,અને Panelપર ક્લિક કરો.
01:01 methaneને Panel પર દોર્યું છે.
01:04 હવે આપણે Avogadro કોન્ફીગર કરતા શીખીશું.
01:08 Settingsમેનૂ પર જાઓ અને Configure Avogadroપર ક્લિક કરો.
01:13 Settingsડાયલોગ બોક્સ દેખાશે.
01:16 ડાયલોગ બૉક્સમાં સાઈડ મેનુ છે,જેમાં ત્રણ મેનુ પ્રકાર છે- જનરલ , પ્લગ ઈન, અને પ્રોજેક્ટ ટ્રી .
01:24 મૂળભૂત રીતે General મેનૂ પસંદ થયેલ છે.
01:28 General મેનૂમાં બે સ્લાઇડર્સર છે: Quality અને Fog.
01:34 જેમ તમે સ્લાઇડરને Lowમાંથી High તરફ ડ્રેગ કરો છો, તેમ ચિત્રણની ક્વોલિટી વધતી જાય છે.
01:41 Qualityસ્લાઇડરનેLowતરફ ડ્રેગ કરો અને Apply બટન પર ક્લિક કરો.
01:47 નોંધ લો કે સ્ટ્રક્ચર યોગ્ય રીતે પ્રસ્તુત થયું નથી.
01:51 Qualityસ્લાઇડરને High તરફ ડ્રેગ કરો અને Applyબટન પર ક્લિક કરો.
01:56 નોંધ લો કે અણુ હાઇ ક્વોલિટીની સાથે પ્રસ્તુત થાય છે અને ચળકતું દેખાય છે.
02:02 હાઇ ક્વોલિટી રેન્ડરીંગ- પ્રીંટિંગ અને પ્રકાશન છબીઓ માટે સેટ કરવામાં આવે છે..
02:07 તે વધુ સીપીયુ પાવરનો ઉપયોગ કરે છે.
02:11 Qualityસ્લાઇડરને Medium તરફ ડ્રેગ કરો અને Applyબટન પર ક્લિક કરો.
02:16 મીડીયમ ક્વોલિટી સેટિંગ્સ સામાન્ય રીતે જોવાના હેતુ માટે સરસ છે.
02:21 હવે Fog સ્લાઇડર.
02:24 Fog સ્લાઇડરને' Lots તરફ ડ્રેગ કરો અને Apply બટન પર ક્લિક કરો.
02:28 નોંધ લો કે સ્ટ્રક્ચર ધૂંધળું દેખાય છે.
02:32 Fogસ્લાઇડરને Some તરફ ડ્રેગ કરો અને Apply બટન પર ક્લિક કરો. સ્ટ્રક્ચર સ્પષ્ટ દેખાય છે.
02:40 આગળ Plugins' મેનૂ.
02:43 Display Types ડ્રોપ ડાઉન્સ દેખાય છે.
02:46 નોંધ લો કે બધા Display Types ચેક બૉક્સ સક્ષમ છે.
02:51 Axesપર ક્લીક કરો. Axes Display Type વિશે વિગતો Details ટેક્સ્ટ બૉક્સમાં પ્રદર્શિત થાય છે.
02:59 તેવી જ રીતે તમે અન્ય Display Types ની વિગતો જોઈ શકો છો.
03:04 હું તમામ ચેક બોક્સને અન-ચેક કરીશ અને Apply બટન પર ક્લિક કરીશ.
03:11 Ball and Stick ચેક બૉક્સ એકલું Display Types મેનુમાં જોવા મળે છે.
03:16 Ball and Stick Display Type ચેકબૉક્સને અનચેક કરો.
03:20 જો Ball and Stick પણ અક્ષમ હોય તો, અણુ Panel માંથી અદૃશ્ય થઈ જાય છે.
03:26 ડિસ્પ્લેને સક્રિય કરવા માટે Ball and Stick ચેક બૉક્સ પર ક્લિક કરો.
03:30 બધા'Display Typesસક્રિય કરવા માટે Plugins પર જાઓ.
03:33 Display Types ડ્રોપ ડાઉનમાં તમામ ચેકબોક્સ પર ક્લિક કરો.
03:39 Apply બટન પર ક્લિક કરો.
03:41 બધા Display Typesહવે Display Types ડ્રોપ ડાઉનમાં પ્રદર્શિત થાય છે.
03:46 'Settingsડાયલોગ બોક્સને બંધ કરવા માટે OK પર ક્લિક કરો.
03:50 જોDisplay Typesમેનુમાં કોઈપણ Display Typesસક્રિય ના હોય તો, Addબટન પર ક્લીક કરો.
03:58 Add Display Typeડાયલોગ બોક્સ દેખાય છે.
04:02 Typesડ્રોપ ડાઉન પર ક્લીક કરો અને તમને જે જોઈએ છે ,તે Display Typeપસંદ કરો.
04:07 હું Hydrogen Bond પસંદ કરીશ અને' OK ક્લિક કરીશ.
04:11 Hydrogen Bond Display Type તમને Display Types મેનુમાં દેખાય છે.
04:16 હવે હું polar methanol અણુઓમાં હાઇડ્રોજન બોન્ડિંગ દર્શાવું છું.
04:22 Panel પર પહેલાથી જ' methane અણુ છે.
04:26 નિદર્શન માટે મને 'methaneઅણુઓના જૂથની જરૂર છે.
04:31 Draw tool નો ઉપયોગ કરીને methane અણું દોરવું એ સરળ પ્રક્રિયા છે.
04:36 મૂળભૂત રીતે Draw Settings મેનુમાં Element તરીકે Carbon અને Bond Order તરીકે Single છે.
04:43 'Panel પર ક્લીક કરો.
04:46 Element ડ્રોપ ડાઉન પર ક્લીક કરો અને Oxygen પસંદ કરો.
04:50 પછી methane અણુઓના કોઈપણ એક હાઇડ્રોજન પર ક્લિક કરો.
04:56 હવે Panel પર Methanol અણુઓનો એક જૂથ છે.
05:00 Display Types માં Hydrogen Bond ચેકબૉક્સ પર ક્લિક કરો.
05:04 ચાલો યોગ્ય અભિગમ માટે અણુઓને ઑપ્ટિમાઇઝ કરીએ.
05:08 ટૂલ બાર માં Auto Optimization Tool પર ક્લીક કરો.
05:12 Auto Optimization Settings મેનુ ડાબી બાજુ પર દેખાય છે.
05:17 Force Field ડ્રોપ ડાઉનમાં MMFF94 'પસંદ કરો.
05:22 ઑપ્ટિમાઇઝ કરવા માટે Start બટન પર ક્લિક કરો.
05:26 તમે hydrogen બોન્ડ રચનાને પીળા રંગના રેખાઓ તરીકે જોઈ શકો છો.
05:31 આ રેખાઓ એક અણુના hydrogen અને અન્ય અણુના oxygen વચ્ચે રચાય છે.
05:38 Auto optimizationસ્ટોપ કરવા માટે Stopપર ક્લીક કરો.
05:42 હવે હું ortho-nitrophenolમાં આંતરિક આણ્વીક hydrogenબોન્ડિંગ દર્શાવું છું.
05:48 આ માટે હું Chemical structure databaseમાંથી અણુ મેળવીશ.
05:54 પહેલાની બધી ખુલેલી વિન્ડો બંધ કરો અને નવી વિન્ડો ખોલો.
05:59 File પર ક્લીક કરો. Importની તરફ જાઓ. Fetch by Chemical name પર ક્લીક કરો.
06:06 Chemical Name ટેક્સ્ટ બોક્સ દેખાય છે.
06:09 લોઅર કેસમાં ortho-nitrophenolલખો અને ઓકે બટન પર ક્લિક કરો
06:15 Panel પર Ortho-nitrophenol અણુ દેખાય છે.
06:19 hydrogen બોન્ડિંગ દર્શાવવા માટે, તમારે Panel પર Ortho-nitrophenol પરમાણુઓના જૂથની જરૂર છે.
06:26 મેં અણુઓને પેનલ પર કોપી એન્ડ પેસ્ટ કર્યા છે.
06:30 સિલેકશન ટૂલનો ઉપયોગ કરીને અણુ પસંદ કરો.
06:34 કોપી કરવા માટેCTRL + C અને પેસ્ટ કરવા માટે CTRL + V ને દબાવો કરો.
06:39 Hydrogen Bond ચેકબોક્સ પર ક્લિક કરો.
06:42 જો જરૂરી હોય તો યોગ્ય અભિગમ માટે અણુ ઑપ્ટિમાઇઝ કરો.
06:46 ઑપ્ટિમાઇઝેશન પ્રક્રિયા દરમિયાન, આણ્વીક હાઇડ્રોજન બોન્ડ અણુઓમાં રચાય છે.
06:54 અણુમાં હાઇડ્રોજન બોન્ડ, nitro જૂથના ઓક્સિજન અને Hydroxyગ્રૂપના હાઇડ્રોજન વચ્ચે રચાય છે.
07:02 હવે ચાલો હાઇડ્રોજન બોન્ડની લંબાઈ માપીએ.
07:06 ટૂલ બાર પર Click to Measure આઇકોન પર ક્લિક કરો.
07:10 હાઇડ્રોજન પરમાણુ અને ઓક્સિજન પરમાણુ પર ક્લિક કરો.
07:14 હાઇડ્રોજન બોન્ડની લંબાઈ પેનલના તળિયે પ્રદર્શિત થાય છે.
07:19 આ સ્લાઇડ હાઇડ્રોજન બોન્ડિંગનું મહત્વ દર્શાવે છે.
07:23 હાઇડ્રોજન બોન્ડ- પાણીની અનન્ય દ્રાવક ક્ષમતા નક્કી કરે છે અને બરફના સ્ફટિક સ્ટ્રક્ટરને સ્થિર કરે છે.
07:32 ડીએનએના પૂરક સ્રોત એકસાથે રાખો.
07:36 પ્રોટીન અને ન્યુક્લિયક એસિડનું સ્ટ્રક્ટર નક્કી કરો અને સ્થિર કરો.
07:41 એન્ઝાઇમ ઉદ્દીપનની પદ્ધતિનો સમાવેશ કરો.
07:46 અસાઇનમેન્ટ તરીકે, 1. પેરા-હાઈડ્રોક્સિબેન્ઝોઇક એસિડ અને 2. ન્યુક્લબોબોઝ- એડિનાઇન અને યુરેસીલ માં હાઇડ્રોજન બોન્ડિંગ દર્શાવો.
07:56 તમારા એસાઇન્મેન્ટસ નીચે પ્રમાણે હોવા જોઈએ,
08:00 Para-hydroxybenzoic acid, adenine અને uracil અણુઓમાં આણ્વીક હાયડ્રોજન બોન્ડિંગનું અવલોકન કરો.
08:10 અણુઓ માટે બળ દર્શાવવા માટે Display Types માં અમારી પાસે એક વિકલ્પ છે.
08:15 હું થોડા પાણીના અણુ સાથે નવી વિંડો ખોલીશ.
08:19 Display Typesમાં Force ચેક બોક્સ પર ક્લીક કરો.
08:23 Hydrogen Bond ચેક બોક્સ પર ક્લીક કરો.
08:26 ટૂલ બાર પર Auto Optimization Tool આઇકોન પર ક્લિક કરો.
08:30 MMFF94 Force Fieldસિલેક્ટ કરો અને Start બટન પર ક્લિક કરો.
08:36 ઑપ્ટિમાઇઝેશન પ્રક્રિયા દરમ્યાન: Force ડિસ્પ્લે ટાઇપ, ગ્રીન એરોની નિશાનીથી દરેક પરમાણુ પર કામ કરતા બળો દર્શાવે છે.
08:45 એરો એ બળની દિશા અને જથ્થો સમજાવે છે.
08:49 જ્યારે અણુ તેની શ્રેષ્ટતાની નજીક હોય છે, ત્યારે એરો નાની થઈ જાય છે અને છેવટે સમાપ્ત થઇ જાય છે.
08:55 હવે અણુમાં થતી dipole moment વિષે.
08:59 Dipole momentpolarઅણુઓમાંના ચાર્જ તફાવતને લીધે થાય છે.
09:04 ડાયપોલ મોમેન્ટ(μ) = ચાર્જ(Q) ગુણ્યાં તફાવતનું અંતર(r)
09:09 ડાયપોલ મોમેન્ટ ડીબાઈ એકમોમાં દર્શાવવામાં આવે છે.
09:13 હવે હું હાઇડ્રોજન સાઇનાઇડ (HCN) અને પાણીના અણુઓમાં ડાયપોલ મોમેન્ટ બતાવીશ.
09:20 ડ્રો ટૂલનો ઉપયોગ કરીને એક નવી વિંડો ખોલો , પેનલ પર હાઇડ્રોજન સાઇનાઇડ (એચસીએન) અણુ દોરો.
09:27 હાઇડ્રોજન પસંદ કરો અને કાર્બન માટે બોન્ડ દોરો.
09:31 નાઇટ્રોજન પસંદ કરો, બોન્ડ ઓર્ડર ટ્રિપલ પસંદ કરો અને બતાવ્યા પ્રમાણે બોન્ડ દોરો.
09:38 MMFF94 Force Fieldનો ઉપયોગ કરી સ્ટ્રક્ટર સંપૂર્ણ કરો.
09:44 dipole moment બતાવવા માટે ,Display Typesમાં Dipole ચેક બોક્સ પર ક્લીક કરો.
09:50 Dipoleલાલ રંગના એરોનો ઉપયોગ કરીને બતાવવામાં આવે છે.
09:54 એસ્ટિમેટેડ ડાયપોલ મોમેન્ટ જોવા માટે View મેનુ પર જાઓ.
09:57 Propertiesની તરફ જાઓ અને Molecule Propertiesપસંદ કરો. મોલેક્યુલર પ્રોપર્ટીસ વિન્ડો ખુલે છે.
10:05 વિન્ડો હાઇડ્રોજન સાયનાઇડના એસ્ટિમેટેડ ડાયપોલ મોમેન્ટને '0.396D' તરીકે બતાવે છે.
10:13 તેવી જ રીતે પાણીની એસ્ટિમેટેડ ડાયપોલ મોમેન્ટ '0.245 ડી' બતાવે છે.
10:21 ચાલો સારાંશ કરીએ.
10:23 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા- અવોગાડ્રો કોન્ફિગ્યુરેટન કરવું
10:27 મિથેનોલમાં ઇન્ટરમોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ દર્શાવવું.
10:31 ઓર્થો-નાઇટ્રોફેનોલમાં ઇન્ટ્રામોકલ્યુલર હાઇડ્રોજન બંધન બોન્ડિંગ દર્શાવવું.
10:35 હાઇડ્રોજન બોન્ડની લંબાઈને માપવી.
10:38 પાણીના અણુઓમાં ફોર્સ ડિસ્પ્લે ટાઇપ બતાવવું.
10:42 એચસીએન HCN અને પાણીના અણુઓમાં ડાયપોલ મોમેન્ટને દર્શાવવું.
10:48 કાર્બન ડાયોક્સાઇડ અને મિથાઈલોક ક્લોરાઇડના અણુંઓ માટે ડાયપોલ મોમેન્ટને બતાવો.એમોનિયા અણુઓ માટે Force Display Type 'બતાવો.
10:59 આ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો.
11:06 અમે સ્પોકન ટ્યુટોરિયલોનો ઉપયોગ કરીને વર્કશોપ કરીએ છીએ અને પ્રમાણપત્રો આપીએ છીએ.અમારો સંપર્ક કરો.
11:12 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD ભારત સરકાર દ્વારા ભંડોળ આપવામાં આવ્યું છે.
11:18 આ ટ્યુટોરીયલનું ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું સંદીપ સોલંકી વિદાય લાવું છું જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki