Advanced-Cpp/C2/Static-Members/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | C++ માં static members (સ્ટેટિક મેમ્બર્સ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું, |
00:09 | Static keyoword (સ્ટેટિક કીવર્ડ), Static variable (સ્ટેટિક વેરીએબલ) |
00:12 | Static function (સ્ટેટિક ફંક્શન) |
00:14 | આપણે આ બધું ઉદાહરણો વડે દર્શાવીશું. |
00:17 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું |
00:20 | ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 11.10 |
00:24 | 'g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 |
00:29 | ચાલો static નાં પરિચયથી શરૂઆત કરીએ. |
00:33 | પ્રથમ object (ઓબજેક્ટ) બનવા પહેલા Static variables (સ્ટેટિક વેરીએબલો) શૂન્ય પર ઈનીશલાઈઝ થાય છે. |
00:39 | સમગ્ર પ્રોગ્રામ માટે સ્ટેટિક વેરીએબલની ફક્ત એક જ નકલ હાજર રહે છે. |
00:44 | તમામ ઓબજેક્ટો તે વેરીએબલને વહેંચી લેશે. |
00:47 | પ્રોગ્રામની સમાપ્તિ સુધી તે મેમરીમાં સચવાઈ રહેશે. |
00:52 | Static functions (સ્ટેટિક ફંક્શનો) |
00:54 | સ્ટેટિક ફંક્શનને કોઈપણ ઓબજેક્ટ પર આધાર રાખ્યા વિના પોતેથી બોલાવી શકાય છે. |
01.00 | સ્ટેટિક ફંક્શનને એક્સેસ કરવા માટે આપણે વાપરીએ છીએ, |
01.03 | classname (ક્લાસનામ) :: (scope resolution operator) (સ્કોપ રીઝોલ્યુશન ઓપરેટર) અને staticfunction() ( સ્ટેટિકફંક્શન() ); |
01:09 | ચાલો સ્ટેટિક મેમ્બરો પર ઉદાહરણ જોઈએ. |
01:13 | એડિટર પર મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે. |
01:17 | આપણી ફાઈલનું નામ static dot cpp છે તેની નોંધ લો. |
01:21 | ચાલો અત્યારે હું કોડ સમજાવું. |
01:24 | iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે. |
01:27 | અહીં આપણે std namespace વાપરી રહ્યા છીએ. |
01:31 | ત્યારબાદ આપણી પાસે છે class statex. |
01:34 | આમાં આપણી પાસે બિન-સ્ટેટિક વેરીએબલ x એ private (પ્રાઈવેટ) તરીકે જાહેર થયેલ છે. |
01:40 | ત્યારબાદ આપણી પાસે સ્ટેટિક વેરીએબલ sum એ public (પબ્લિક) તરીકે જાહેર થયેલ છે. |
01:45 | આ છે આપણું constructor statex. |
01:48 | આમાં આપણી પાસે અનુક્રમે વધનારું sum છે. |
01:52 | ત્યારબાદ sum ની વેલ્યુ x માં સંગ્રહીત થાય છે. |
01:55 | અહીં આપણી પાસે static function stat છે. |
01:58 | આમાં આપણે sum પ્રીંટ કરીએ છીએ. |
02:01 | ત્યારબાદ આપણી પાસે છે function number (ફંક્શન ક્રમાંક). |
02:04 | અહીં આપણે પ્રીંટ કરીએ છીએ ક્રમાંક x |
02:07 | ક્લાસ અહીં બંધ થાય છે. |
02:10 | સ્ટેટિક વેરીએબલને વૈશ્વિક રીતે જાહેર કરવા માટે આપણે સ્કોપ રીઝોલ્યુશન ઓપરેટર વાપરીએ છીએ. |
02:15 | સ્ટેટિક વેરીએબલને એક્સેસ કરવા માટે આપણે આપેલ રીતે લખીએ છીએ: |
02:19 | datatype classname scope resolution operator and static variable name. |
02:26 | હવે સંગ્રહ વેરીએબલ sum ને ફાળવવામાં આવે છે. |
02:31 | તે 0 પર ઈનીશલાઈઝ થાય છે. |
02:33 | આ આપણું મુખ્ય ફંક્શન છે. |
02:35 | અહીં આપણે ક્લાસ statex નાં ઓબજેક્ટો બનાવીએ છીએ. |
02:39 | o1, o2 અને o3 આ રીતે. |
02:42 | ત્યારબાદ આપણે o1, o2 અને o3 ઓબજેક્ટોનો ઉપયોગ કરીને ફંક્શન ક્રમાંક બોલાવીએ છીએ. |
02:49 | સ્ટેટિક ફંક્શન stat અહીં એક્સેસ થાય છે. |
02:52 | ક્લાસ નામ અને સ્કોપ રીઝોલ્યુશન ઓપરેટરનો ઉપયોગ કરીને. |
02:56 | અહીં આપણે સ્ટેટિક વેરીએબલ sum પ્રીંટ કરીએ છીએ. |
03:00 | અને આ રીટર્ન સ્ટેટમેંટ છે. |
03:03 | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
03:05 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
03:13 | કમ્પાઈલ કરવા ટાઈપ કરો |
03:15 | g++ space static dot cpp space hyphen o space stat અને Enter દબાવો. |
03:24 | ટાઈપ કરો ./stat (dot slash stat). Enter દબાવો |
03:28 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે, |
03:30 | Number is: 0, 1, 2 |
03:33 | Result is: 3 |
03:35 | Now static var sum is 3 |
03:38 | હવે હું આઉટપુટ સમજાવીશ: |
03:39 | ચાલો હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરું. |
03:42 | અહીં, પ્રથમ તો ક્રમાંકની વેલ્યુ 0 છે એટલે કે x એ 0 છે. |
03:49 | પ્રથમ ઓબજેક્ટ વેલ્યુ 0 તરીકે આપે છે. |
03:53 | ત્યારબાદ આપણી પાસે વેલ્યુ 1 તરીકે છે એટલે કે x=1 |
03:58 | બીજો ઓબજેક્ટ વેલ્યુ 1 તરીકે આપે છે. |
04:01 | અને ત્રીજો ઓબજેક્ટ વેલ્યુ 2 તરીકે આપે છે. |
04:05 | ત્યારબાદ આપણે stat ફંક્શન બોલાવીએ છીએ જે sum ની વેલ્યુ આપે છે. |
04:10 | Result is sum. |
04:13 | અહીં સરવાળામાં વધારો થાય છે અને તે x માં સંગ્રહાય છે. |
04:18 | તેથી વેલ્યુ 3 આપી છે. |
04:22 | આમ આપણી પાસે અંતિમ આઉટપુટ છે. |
04:25 | Static var sum is 3. |
04:28 | હવે ચાલો અહીં બીજો એક ઓબજેક્ટ o4 તરીકે બનાવીએ. |
04:34 | object o4' નો ઉપયોગ કરીને હું ફંક્શન number બોલાવીશ. |
04:43 | Save પર ક્લિક કરો. |
04:45 | ચાલો એક્ઝીક્યુટ કરીએ. |
04:48 | એરો કીને બે વાર દબાવો. |
04:51 | ફરીથી એરો કી બે વાર દબાવો. |
04:54 | તમે જોઈ શકો છો Result is 4. |
04:57 | Now static var sum is 4 |
05:00 | કારણ કે 4થુ ઓબજેક્ટ બની ગયું છે. |
05:03 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
05:06 | સ્લાઈડ પર પાછા આવીએ. |
05:08 | ચાલો સારાંશ લઈએ: |
05:10 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા, |
05:12 | static keyword (સ્ટેટિક કીવર્ડ), Static variable (સ્ટેટિક વેરીએબલ) |
05:15 | ઉ.દા. static int sum; |
05:18 | Static function (સ્ટેટિક ફંક્શન).ઉ.દા. static void stat(); |
05:22 | એસાઇનમેંટ તરીકે. એક ક્લાસ બનાવો જે કે સ્ટેટિક વેરીએબલને જાહેર કરે. |
05:26 | વેરીએબલને ઘટાડો |
05:29 | અને વેલ્યુ પ્રીંટ કરો. |
05:31 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
05:34 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
05:37 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
05:41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
05:44 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
05:47 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
05:51 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
05:58 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
06:02 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
06:08 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
06:13 | IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર. |