Advanced-Cpp/C2/Exception-Handling/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 C++ માં Exception Handling (એક્સેપ્શન હેન્ડલિંગ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું,
00:09 Exception Handling (એક્સેપ્શન હેન્ડલિંગ).
00:11 આપણે આ બધુ ઉદાહરણનાં મદદથી કરીશું.
00:14 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું
00:16 ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 11.10
00:20 g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
00:25 ચાલો Exception (એક્સેપ્શન) નાં પરિચયથી શરૂઆત કરીએ.
00:29 Exception (એક્સેપ્શન) એ એક એવી સમસ્યા છે જે કે પ્રોગ્રામ એક્ઝીક્યુટ થતી વખતે ઉદ્દભવે છે.
00:34 તે એક run-time (રન-ટાઈમ) એરર છે જેનો પતો પ્રોગ્રામ લગાવી શકે છે
00:39 ચાલો Exception Handling (એક્સેપ્શન હેન્ડલિંગ) પર જઈએ.
00:42 પ્રોગ્રામ એક્ઝીક્યુટ થતી વખતે ઉદ્દભવેલી સમસ્યાઓને આપેલ પ્રત્યુત્તરને Exception Handling (એક્સેપ્શન હેન્ડલિંગ) કહેવાય છે.
00:50 Exception Handling (એક્સેપ્શન હેન્ડલિંગ) પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરતા રહેવાનું ચાલુ રહેવા માટે પરવાનગી પ્રદાન કરે છે.
00:55 તે સમસ્યા ઓળખવામાં મદદ કરે છે.
00:57 અને સુનિયંત્રિત રીતે પ્રોગ્રામને બંધ કરે છે.
01:02 ચાલો Exceptions (એક્સેપ્શનો) નાં પ્રકારો જોઈએ.
01:05 Try (ટ્રાય), Catch (કેચ)
01:07 અને Throw (થ્રો)
01:09 એરર હોય શકે એવા કોડ ને આપણે ટ્રાય બ્લોકમાં મુકીએ છે.
01:13 ત્યારબાદ તેને થ્રો વાપરીને સંભાળવામાં આવે છે.
01:16 આનાં પછીથી એક્સેપ્શન કેચ સ્ટેટમેંટ દ્વારા, પકડવામાં આવે છે.
01:21 અને ત્યારબાદ તે પ્રક્રિયા થાય છે.
01:23 try, catch અને throw માટે સિન્ટેક્સ આપેલ પ્રમાણે છે:
01:27 Throw:, try block (ટ્રાય બ્લોક) અને catch block (કેચ બ્લોક)
01:32 અહીં આપણે આર્ગ્યુંમેંટ પસાર કરીએ છીએ
01:35 થ્રો સ્ટેટમેંટને ટ્રાય બ્લોકની અંદર પણ લખી શકાય છે.
01:40 આપણી પાસે ટ્રાય, કેચ બ્લોકો કરતા વધુ પણ હોઈ શકે છે.
01:44 હવે ચાલો Exception Handling (એક્સેપ્શન હેન્ડલિંગ) પર ઉદાહરણ જોઈએ.
01:48 મારી પાસે કોડ છે, હું તે ખોલીશ
01:51 આપણી ફાઈલનું નામ exception.cpp છે તેની નોંધ લો.
01:55 આ પ્રોગ્રામમાં આપણે Exception Handling (એક્સેપ્શન હેન્ડલિંગ) વાપરીને શૂન્ય વડે ભાગાકાર એરરને ઉકેલીશું.
02:02 ચાલો કોડ મારફતે જઈએ.
02:04 iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે.
02:07 અહીં આપણે std namespace વાપરી રહ્યા છીએ.
02:11 અહીં આપણી પાસે છે ફંક્શન division (ડીવીઝન) સાથે int a અને int b તરીકે આર્ગ્યુંમેંટ.
02:18 ત્યારબાદ આપણે તપાસીએ છીએ કે b ==0 છે કે નહી.
02:22 જો true (ટ્રુ) હોય તો, આપણે division by zero condition એક્સેપ્શન ફેંકીએ છીએ.
02:27 ફંક્શન આ a અને b નો ભાગાકાર પાછો આપે છે
02:32 આ આપણું main (મેઈન) ફંક્શન છે.
02:34 આમાં આપણે x, y તરીકે ઇન્ટીજર વેરીએબલો અને z તરીકે બમણું વેરીએબલ ડીકલેર કર્યું છે.
02:42 અહીં આપણે x અને y ની વેલ્યુ સ્વીકારીએ છીએ.
02:46 આ છે આપણું try block (ટ્રાય બ્લોક).
02:48 અહીં આપણે ફંક્શન division બોલાવ્યુ છે.
02:51 અને પરિણામને z માં સંગ્રહીત કર્યું છે.
02:54 ત્યારબાદ આપણે z વેલ્યુ પ્રીંટ કરીએ છીએ.
02:57 આ છે આપણું catch block (કેચ બ્લોક).
02:59 આમાં આપણે character constant (કેરેક્ટર કોનસ્ટંટ) તરીકે એક આર્ગ્યુંમેંટ msg પસાર કરીએ છીએ.
03:06 ત્યારબાદ આપણે msg પ્રીંટ કરીએ છીએ.
03:08 અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
03:11 હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
03:13 તમારા કીબોર્ડ પર, Ctrl, Alt અને T કી એકસાથે દબાવીને ટર્મિનલ વિન્ડો ખોલો.
03:21 કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g++ space exception dot cpp space hyphen o space ex અને Enter દબાવો.
03:32 ટાઈપ કરો dot slash ex અને Enter દબાવો.
03:36 Enter the value of x and y:
03:38 હું આપીશ 3 અને 0
03:42 આઉટપુટ આ પ્રમાણે દેખાય છે: Division by zero condition
03:46 ચાલો ફરીથી કમ્પાઈલ કરીએ.
03:48 ઉપર બાણ દર્શાવતી કીને બે વાર દબાવો.
03:51 enter દબાવો. ફરીથી ઉપર બાણ દર્શાવતી કીને બે વાર દબાવો.
03:55 Enter value of x and y
03:57 હું આપીશ 8 અને 2
04:01 The output is 4
04:04 આ રીતે ટ્રાય, કેચ અને થ્રો બ્લોક કામ કરે છે.
04:08 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
04:11 આપણી સ્લાઈડો પર પાછા ફરીએ.
04:14 ચાલો સારાંશ લઈએ,
04:16 આ ટ્યુટોરીયલમાં, આપણે જોયું, Exception Handling (એક્સેપ્શન હેન્ડલિંગ) Try Catch અને Throw બ્લોકો.
04:23 એસાઇનમેંટ તરીકે કર્મચારીઓની ઉંમર દર્શાવો.
04:26 ઉંમર 15 કરતા નાની છે કે નહી તે તપાસવા માટે એક એક્સેપ્શન મુકો.
04:31 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
04:34 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
04:38 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
04:42 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
04:48 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
04:52 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
04:59 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
05:04 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
05:11 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
05:16 IIT Bombay તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya