Advanced-Cpp/C2/Constructor-And-Destructor/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 C++ માં Constructors (કન્સ્ટ્રકટર્સ) અને Destructors (ડીસ્ટ્રકટર્સ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું,
00:09 Constructors (કન્સ્ટ્રકટર્સ)
00:10 કન્સ્ટ્રકટરોનાં પ્રકારો
00:12 Destructors (ડીસ્ટ્રકટર્સ), આપણે આ બધું કેટલાક ઉદાહરણોની મદદથી કરીશું.
00:17 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું
00:20 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10,
00:23 g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
00:28 ચાલો કન્સ્ટ્રકટરોનાં પરીચયથી શરૂઆત કરીએ.
00:31 Constructor (કન્સ્ટ્રકટર) એ એક મેમ્બર ફંક્શન છે.
00:33 તે ક્લાસ નામ જેવું જ નામ ધરાવે છે.
00:37 કન્સ્ટ્રકટરો વેલ્યુઓ પાછી આપી શકતા નથી.
00:40 જેમ એક ઓબજેક્ટ બને છે ત્યારે તે આપમેળે બોલાવવામાં આવે છે.
00:44 કન્સ્ટ્રકટરોનાં પ્રકારો :
00:46 Parameterized Constructors (પેરામીટરાઈઝ્ડ કન્સ્ટ્રકટર્સ)
00:49 Copy Constructors (કોપી કન્સ્ટ્રકટર્સ), અને Default Constructors (ડીફોલ્ટ કન્સ્ટ્રકટર્સ)
00:53 ચાલો Destructors (ડીસ્ટ્રકટર્સ) પર જઈએ.
00:56 'ડીસ્ટ્રકટરોનો ઉપયોગ ફાળવણી કરેલ મેમરીને રદ્દ કરવા માટે થાય છે.
00:59 જ્યારે એક ઓબજેક્ટ નષ્ટ પામે છે ત્યારે તેને બોલાવવામાં આવે છે.
01:02 ડીસ્ટ્રકટર કોઈપણ આર્ગ્યુંમેંટ લેતું નથી અને તેનાં કોઈપણ રીટર્ન પ્રકારો નથી.
01:07 કન્સ્ટ્રકટરો અને ડીસ્ટ્રકટરો પર ઉદાહરણ જોઈએ,
01:11 એડીટર પર મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે, હું તે ખોલીશ.
01:15 આપણી ફાઈલનું નામ cons હાયફન dest ડોટ cpp છે તેની નોંધ લો.
01:20 આ પ્રોગ્રામમાં આપણે કન્સ્ટ્રકટરનો ઉપયોગ કરી બે ક્રમાંકોનો સરવાળો કરીશું.
01:25 ચાલો અત્યારે હું કોડ સમજાવું.
01:27 iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે
01:30 અહીં આપણે std namespace વાપર્યું છે.
01:33 આપણી પાસે છે ક્લાસ Addition. a અને b આ ઇન્ટીજર વેરીએબલો છે.
01:38 આ ક્લાસ Addition નાં પ્રાઈવેટ મેમ્બરો છે.
01:42 અહીં આપણી પાસે Public specifier (પબ્લિક સ્પેસીફાયર) છે.
01:44 આપણી પાસે છે કન્સ્ટ્રકટર Addition
01:47 કન્સ્ટ્રકટરનું નામ ક્લાસ નામની જેવું જ છે.
01:52 અહીં આપણે બે આર્ગ્યુંમેંટો પસાર કરી છે.
01:54 હવે આપણે એક ડીસ્ટ્રકટર વ્યાખ્યિત કર્યું છે.
01:57 આ માટે આપણે વાપરીએ છીએ ઝૂલતું ડેશ ચિન્હ અને તે આગળ ડીસ્ટ્રકટરનું નામ.
02:02 આ છે પબ્લિક ફંક્શન add (એડ).
02:05 a અને b નો સરવાળો પાછો આપે છે.
02:08 અહીં આપણે scope resolution operator (સ્કોપ રીઝોલ્યુશન ઓપરેટર) વાપરીને કન્સ્ટ્રકટર એક્સેસ કરી શકીએ છીએ.
02:12 a અને b આ પ્રાઇવેટ મેમ્બરો છે.
02:15 પ્રાઇવેટ મેમ્બરોને એક્સેસ કરવા માટે આપણે x અને y વાપરીએ છીએ.
02:19 આપણે એક્સેસ કરીએ છીએ ડીસ્ટ્રકટર.
02:21 આમાં આપણે પ્રીંટ કરીએ છીએ Memory Deallocation (મેમરી ડીએલોકેશન).
02:25 આ આપણું મુખ્ય ફંક્શન છે.
02:28 અહીં આપણે ક્લાસ Addition નું ઓબજેક્ટ obj બનાવીએ છીએ.
02:32 ત્યારબાદ આપણે 3 અને 4 તરીકે બે આર્ગ્યુંમેંટો પસાર કરીએ છીએ.
02:36 x માં 3 સંગ્રહીત થશે અને y માં 4 સંગ્રહીત થશે.
02:40 આનો અર્થ એ કે a ની વેલ્યુ 3 છે અને b ની વેલ્યુ 4 છે.
02:45 એવા કન્સ્ટ્રકટર જેની પાસે આર્ગ્યુંમેંટો છે તેને પેરામીટરાઈઝ્ડ કન્સ્ટ્રકટર કહેવાય છે.
02:50 તેથી આ વાળું એ પેરામીટરાઈઝ્ડ કન્સ્ટ્રકટર છે.
02:53 અહીં આપણે ઓબજેક્ટ obj નો ઉપયોગ કરીને ફંક્શન add બોલાવીએ છીએ.
02:58 અને આપણે સરવાળાને પ્રીંટ કરીએ છીએ.
03:00 આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
03:02 પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
03:05 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
03:12 કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, g++ space cons hyphen dest dot cpp space hyphen o space cons
03:21 Enter દબાવો
03:23 ટાઈપ કરો dot slash cons
03:25 Enter દબાવો
03:27 આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે
03:29 Sum is 7 અને Memory Deallocation
03:33 હવે ચાલો ડીફોલ્ટ કન્સ્ટ્રકટર્સ પર એક ઉદાહરણ જોઈએ.
03:37 આપણા પ્રોગ્રામ પર પાછા આવો.
03:39 કોડ મેં પહેલાથી જ ટાઈપ કરી દીધો છે.
03:41 આપણી ફાઈલનું નામ default dot cpp છે તેની નોંધ લો
03:45 જો ક્લાસમાં કન્સ્ટ્રકટર જાહેર કરાયો નથી તો,
03:48 કમ્પાઈલર ક્લાસ માટે ડીફોલ્ટ કન્સ્ટ્રકટર ધારી લે છે.
03:53 ચાલો હું કોડ સમજાવું.
03:55 iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે.
03:58 અહીં આપણે std namespace વાપર્યું છે.
04:02 ત્યારબાદ આપણી પાસે છે class Subtraction (ક્લાસ સબટ્રેક્શન).
04:04 ત્યારબાદ આપણી પાસે a અને b પબ્લિક તરીકે જાહેર થયેલ છે.
04:08 અહીં આપણી પાસે sub ફંક્શન છે.
04:10 આપણે બે આર્ગ્યુંમેંટો int a અને int b પસાર કરી છે.
04:15 આ બે ક્રમાંકો a અને b ની બાદબાકી પાછી આપે છે.
04:19 આ ડીફોલ્ટ કન્સ્ટ્રકટર છે.
04:22 અહીં આપણે સ્કોપ રીઝોલ્યુશન ઓપરેટર ઉપયોગ કરીને ડીફોલ્ટ કન્સ્ટ્રકટર એક્સેસ કરીએ છીએ.
04:27 આ આપણું મુખ્ય ફંક્શન છે.
04:29 આમાં આપણે વેરીએબલ x વ્યાખ્યિત કર્યું છે.
04:34 અહીં આપણે ક્લાસ subtraction નું object s બનાવીએ છીએ.
04:39 ત્યારબાદ આપણે object s વાપરીને ફંક્શન sub બોલાવીએ છીએ.
04:42 અને 8 અને 4 તરીકે બે આર્ગ્યુંમેંટો પસાર કરીએ છીએ.
04:47 ત્યારબાદ વેરીએબલ x માં પરિણામ સંગ્રહીત થાય છે.
04:51 અને અહીં આપણે તફાવતને પ્રીંટ કરીએ છીએ.
04:54 આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
04:56 હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
04:58 આપણા ટર્મિનલ પર પાછા આવીએ.
05:01 ચાલો કમ્પાઈલ કરીએ ટાઈપ કરો g++ space default dot cpp space hyphen o space def
05:09 Enter દબાવો. ટાઈપ કરો dot slash def
05:12 'Enter દબાવો.
05:14 આપેલ રીતે આઉટપુટ પાછું મળે છે
05:16 Difference is 4
05:18 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
05:20 અહીં તમે જોઈ શકો છો કે આર્ગ્યુંમેંટો ફંક્શન અંતર્ગત પસાર કરી છે.
05:25 અને આપણા પહેલાનાં ઉદાહરણમાં આપણે આર્ગ્યુંમેંટો ઓબજેક્ટ અંતર્ગત પસાર કરી છે.
05:30 અને અહીં આપણે ઓબજેક્ટનો ઉપયોગ કરીને આર્ગ્યુંમેંટો પસાર કરી છે.
05:34 હવે ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.
05:38 ચાલો સારાંશ લઈએ, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
05:41 Constructors (કન્સ્ટ્રકટર્સ) ઉ.દા. Addition
05:43 Parameterized Constructor (પેરામીટરાઈઝ્ડ કન્સ્ટ્રકટર) ઉ.દા. Addition obj (3, 4);
05:48 Destructors (ડીસ્ટ્રકટર્સ) ઉ.દા. ~Addition
05:52 Default Constructor (ડીફોલ્ટ કન્સ્ટ્રકટર) ઉ.દા. Subtraction
05:55 એસાઇનમેંટ તરીકે, Division નામનો એક ક્લાસ બનાવો.
05:59 ક્લાસ માટે એક કન્સ્ટ્રકટર બનાવો.
06:01 અને ફંક્શન divide બનાવો જે આપેલ બે ક્રમાંકોને ભાગ કરે.
06:06 નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
06:09 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
06:11 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
06:16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
06:21 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
06:25 વધુ વિગતો માટે, કૃપા કરી,
06:27 contact@spoken-tutorial.org પર લખો.
06:31 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
06:36 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
06:42 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
06:47 IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya